________________
ધરપકડ નીચે નજર કરી, તે ખંડનો એક કૂસ તેની નજરે પડયો. તેના ઉપરનું નામ તેણે વાંચ્યું, તો તેનું પોતાનું નામ વંચાયું!
અચાનક તેને બધી વસ્તુઓ ચોતરફ ઘૂમતી દેખાવા લાગી. પછીનું કશું તેને યાદ ન રહ્યું – માત્ર પિતાને કોઈ ઊંચકીને ઉપાડી જાય છે એવું તેને લાગ્યું ખરું; પણ પછી બધું જ ધબ્ધ.
જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેના કાનમાં ડોસીના શબ્દો પડ્યા, “સૂઈ રહે બેટા, હજુ સૂઈ રહે.”
જેસને આંખો ઉઘાડી એટલે ડોસીએ નીચા નમી, તેના કપાળ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, “કેટલે દિવસે બિચારો ભાનમાં આવતો જાય છે!”
“હું બેભાન થઈ ગયો હતો એ મને યાદ આવે છે, પરંતુ કેટલો વખત હું બેભાન રહ્યો?”
વખત? દીકરા, કેટલા દિવસો બેભાન રહ્યો એ પૂછ! રવિવારે તું બેભાન બની ગયો હતો, આજે મંગળવાર થયો.”
હું ક્યાં પડ્યો હતો ?”
“ક્યાં? અરે દેવળના કંપાઉંડ આગળ વળી; પેલાં નવાં પરણેલાં દરવાજામાંથી બહાર નીકળતાં હતાં અને તું બેભાન બની ગયો હતો.”
તરત જ જૈનના મોં ઉપર થઈને ઉજજ્વળ હાસ્ય પસાર થઈ ગયું. તે બોલી ઊઠયો, “ભગવાનનો આભાર – ભગવાનની દયા.”
પણ પિતાને હાથે એક કરપીણ કૃત્ય થતું અટકી ગયું તેની હાશ તે માણી રહે, તે પહેલાં તો તેના મનમાં બીજે ખ્યાલ છવાઈ રહ્યો કે, હવે તેને આખું જીવન એલા-અટૂલા નિષ્ફળતાની નિરાશામાં જ ગાળવાનું છે. તરત તે સાવધાન બની ગયો. તેણે પૂછ્યું, “ડેસીમા, હું બેભાનમાં કંઈ લવરી કરતો હતો?”
* “લવરી? ના બેટા, કોઈ કોઈ વખત તું ઊંચું થઈ થઈને કોઈને ગાળો ભાંડતો હતો; અને હું એકલી જ અહીં તારી પથારી