________________
૧૪૬
આત્મ-બલિદાન શાપ આપ્યો છે; હવે જે સમયે તેણે મારા સંતાનોને પહેલવારકો જન્મ આપ્યો, તે ઘડીને મારે શાપવી નથી. ઍશર, તું મારો મોટો દીકરો છે; તું આમ ચૂપ ઊભો રહી આ બધું જોઈ-સાંભળી નહિ જ રહે, એમ હું માનું છું. ગ્રીબા તારી બહેન થાય; એ વાતનો વિચાર
કર.”
ઐશરે મેં મરડીને જવાબ આપ્યો, “એ છોકરી મારી કંઈ થતી નથી. અમારા કોઈની તે કશું થતી નથી. તે આખો વખત તમારી સાથે રહી છે, અને બાકીનો વખત અજાયાઓ સાથે પરદેશમાં. તે અમારી બહેન છે જ નહીં.”
આદમે રૉસ તરફ જોઈને પૂછ્યું, “તું પણ એમ જ કહે છે?”
એ અહીં રહીને શું કરશે? કશું જ નહિ. આ કંઈ ફેશનેબલ બાનુઓ માટેની જગા નથી. અહીં તો અમારે ખેતરમાં અને કોઢમાં સવારથી સાંજ સુધી કામ કરવું પડે છે. તેને લંડનમાં તેનાં હિતેચ્છુ પાસે જ પાછી મોકલી દો.”
અથવા તો તેને તરત જ પરણાવી દે – એ ટૂંકામાં ટૂંક અને સીધામાં સીધો રસ્તો છે. મને કોઈ પંખી આવીને કાનમાં કહી પણ ગયું છે કે તેને પરણવા એક જણ તૈયાર છે! મિસ, બહુ નવાઈ પાયાનો ઢોંગ ન કરશો; એ વ્યક્તિ અત્યારે દૂર પર્વતોમાં શિકાર ખેલવા ગઈ છે, પણ થોડા વખતમાં જ તે અહીં તમારી પાસે આવી પહોંચશે.” જેકબ મરડાટમાં બોલ્યો..
ગ્રીબાની આંખમાં વીજળીઓ ચમકી ઊઠી. તે મહાપરાણે પોતાના બાપની ખુરશીની પીઠને સખત રીતે પકડીને સ્થિર ઊભી રહી.
આદમ આખે શરીરે ફફડી ઊઠ્યો. તે ધીમેથી બોલ્યો, “જો તે તમારા કોઈની બહેન નથી, તો તમારી માની દીકરી તો છે જ. તમારી માને તો એ હકીકતનો શું અર્થ થાય તે ખબર હશે જ.” પછી તેણે મિસિસ ફેરબ્રધર તરફ ફરીને કહ્યું, “રૂથ, આ તારી છોક્રી છે;