________________
આત્મ-બલિદાન એટલે તે પીઠામાંથી દારૂ પી, તૈયાર થઈ, એ બાબતની સફાઈ કરવા જેકબને ત્યાં પહોંચ્યો. ત્યાં જઈ. જેકબને મારી-ઠોકી તેણે ઘરમાંથી અને જમીન ઉપરથી હાંકી કાઢયો.
. તરત જ કોટબાજી શરૂ થઈ. બાકીના ચાર ભાઈઓએ પિતાને મનફાવતો પક્ષ લીધો. રેગ્નેની અદાલતમાં પ્રથમ અનધિકાર-પ્રવેશનો મુકદ્દમે ચાલ્યો. થર્ટનને જેકબનું ઘર અને ખેતર ખાલી કરવાં પડયાં. પણ હજુ મારામારીની ફરિયાદ બાકી હતી. જેકબે અને થર્ટને જરીના માણસોને દારૂ પાઈને લાંચ આપી ફોડવા પ્રયત્ન કર્યો. પરિણામે જરરો કશા નિર્ણય ઉપર આવી શક્યા નહિ, એટલે ન્યાયાધીશે તેમને ધમકાવીને કાઢી મૂક્યા.
આ આખા અદાલતી ફારસનું એક સારું પરિણામ આવ્યું કહેવાય તો એ કે, અદાલતના એક વકીલે, બીજો કંઈ કામ ન હોવાથી, ઝીબા તરફથી તેના ભાઈઓ સામે ફરિયાદ દાખલ કરી; અને તેના પક્ષે એવી સારી રજૂઆત કરી કે, ન્યાયાધીશે છ ભાઈએને દરેકને ગ્રીબાનો ભાગ દબાવવાના સબબસર દર વર્ષે આઠ પાઉંડ આપવાનો હુકમ કર્યો.
જેસન અદાલતમાં હાજર રહ્યો હતો. તેના હાથ છયે ફેરબ્રધરભાઈઓનાં હાડકાં-પાંસળાં ભાગવા માટે સગવળી રહ્યા હતા. તે ગ્રીબાના આંસુભર્યા માં સામે તે બાજુએ ઊભો રહ્યો હતો. છેવટે તે મહાપરાણે પોતાના જુસ્સાને રોકી, પૉર્ટી-વૂલ તરફ ચાલતો થયો. પણ કશા કામમાં મન ન લાગવાથી પાછો લેંગ્યુ તરફ જવા નીકળ્યો.
ગ્રીબા રેસેથી એકલી જ ભારે હૈયે પાછી ફરી હતી. તેના ભાઈઓએ તેને કેવી રીતે લૂંટવા પ્રયત્ન કર્યો હતો તે એની જાણમાં આવી ગયું હતું, અને છતાં અદાલત તેને કેવો છે ન્યાય આપવા તત્પર થઈ તે પણ તેણે જોયું. ઉપરાંત, એવો આછોપાતળો હુકમ પણ તેના ભાઈઓ માનશે કે કેમ એ તો નક્કી જ ન હતું. તે હવે