________________
૧૬૨
આત્મબલિદાન - ઝીબાને અચાનક માઇકેલ સન-લૉકસની યાદ આવી ગઈ હતી. તેણે એને માટે રાહ જોવાનું વચન આપ્યું હતું, અને માઇકેલનો જવાબ ગમે ત્યારે આવી પહોંચે એવી શક્યતા હતી.
બીજે જ દિવસે તે રેમ્સની ટપાલ-ઑફિસમાં ખબર કાઢવા ગઈ. પણ તેનો કોઈ કાગળ ન હતો. પણ શેટલેન્ડઝ તરફથી આવતી એક બોટ આઇસલેન્ડની ટપાલ લઈને ત્રણેક દિવસ બાદ આવવાની વકી હતી.
ત્રણ દિવસ બાદ તે તરત રેન્સે જઈ પહોંચી. એ બોટમાં ટપાલ આવી હોવા છતાં, ગ્રીબાનો કોઈ કાગળ ન હતા. પણ ડબ્લિન અને રેકજાવિક વચ્ચે સફર કરતું આઇરિશ જહાજ, સ્વદેશ પાછું ફરતી વેળા આઠ-નવ દિવસમાં અહીં આવી પહોંચવાનું હતું, એવી ભાળ તેને મળી.
વખત થયે પેલું જહાજ આવ્યું; પણ ગ્રીવા માટે કોઈ કાગળ ન હતું. હવે ગ્રીબાના મનની બધી આશાઓ પડી ભાગી – સન-લૉકસ તેને ભૂલી જ ગયો હતો; કદાચ હવે તેના મનમાં ગ્રીબા માટે કશી જ લાગણી રહી નહિ હોય; કદાચ તે ત્યાં બીજી કોઈને પ્રેમ કરવા લાગી ગયો હશે.
અને તેની સાથોસાથ ગ્રીબાનું સ્વાભિમાન જાગી ઊઠયું : તે મને ભૂલી ગયા હોય તો તેમાં મારે શું? અલબત્ત, હું અહીં બહુ એકલી-અટૂલી પડી ગઈ છું તથા જીવનમાં મને કશો આનંદ નથી રહ્યો, એ ખરી વાત. પણ તેથી બીજાની ખોટી આશા રાખ્યા કરવામાં પણ શો ફાયદો?
ગ્રીબા હજુ તેના મોટા ભાઈ સાથે લેંગ્વ-મથકે જ રહેતી હતી. પણ ભાઈનો વર્તાવ તેના પ્રત્યે બહુ ઠંડો હતે. ગ્રીબાએ પોતાના ભાગ માટે અદાલતમાં પોતાની સામે દાવો માંડ્યો હતો, એ વાત તેને બહુ ચાટી ગઈ હતી.