________________
અવળી -ભવિતવ્યતા ગ્રીબા ભાઈના વર્તાવથી દુઃખી દુઃખી થઈ ગઈ; અને તેને એના ઘરનો રોટલો ખાવો પણ કડવો થઈ પડયો. ધીમે ધીમે તેણે ભોજન-સમયે હાજર રહેવાનું જ છોડી દીધું.
અદાલતના ચુકાદા પછી પંદર દિવસે જેસન ફરી પાછો આવ્યો. આ વખતે પણ ઝીબા એકલી જ બેઠી હતી.
જેસને આવીને છોભીલાની પેઠે કહ્યું, “મારાથી વધુ ન થોભામું, મેં પ્રયત્ન કર્યો, પણ અશક્ય બની ગયું - હું બહુ વહેલો પાછો ચાલ્યો આવ્યો તે બદલ મારા ઉપર ગુસ્સે ન થતી, ગ્રીના.”
ગ્રીબાએ જવાબ ન વાળ્યો. પણ તેના મનમાં તે બોલી ઊઠી, હજ એક દિવસ મોડું તમે કર્યું હોત તો તે વધારે પડતું મોડું જ થઈ ગયું હોત – ગ્રીબા તમને જીવતી જોવા ન મળી હોત.”
“ગ્રીબા!” જેસન ત્રાડી ઊઠયો; “શું થયું છે, મને કહી
દે ! ”
પણ ઝીબા જરી ફીકું હસી અને તેની તરફ માયાળુ નજરે જોઈ રહી.
જેસનની ધીરજ ન રહી; તે લગભંગ કરગરી ઊઠ્યો, “ગ્રીબા, ભગવાનને ખાતર કહે કે શું થયું છે?”
“બીજું કંઈ જ થયું નથી; માત્ર મને ખાવાનું મળ્યું નથી.”
જેસન એક ક્ષણમાં બધું સમજી ગયો. તેણે ઘર સામે મુક્કો ઉગામીને કહ્યું, “એમ વાત છે?”
ગ્રીબાએ પરંતુ તરત ઉમેર્યું કે, “મને વીસરી જનારાઓ આગળ મે બતાવતા ફરવાનું મને જ ગમતું નથી; એ લોકોનો કશો વાંક નથી”
જેસન તરત જ બોલી ઊઠ્યો, “ગ્રીબા, એક જણ હજુ છે, જે તને કદી વીસરતો નથી. સવાર-સાંજ તું એની સાથે જ એના અંતરમાં જ હોય છે. દુનિયા સરજાઈ ત્યારથી માંડીને કોઈ પુરુષ