________________
અવળપડી ભવિતવ્યતા
૧૬૧ પોતાની જાતને આખી દુનિયામાં અટૂલી તથા નિરાધાર અનુભવવા લાગી. તે વખતે જે સને બારણું ઉઘાડી, અંદર દાખલ થઈને પૂછ્યું, “ઝીબા, હું અંદર આવું?”
“હા”, દુ:ખી ગ્રીબાએ ટૂંકો જવાબ આપ્યો. જેસન અંદર દાખલ થયો.
ગ્રીબાએ આંખ ઊંચી કરી નહિ; અને જેસને પણ પિતાનો હાથ આગળ ધર્યો નહિ. પણ તે એની સામે સ્વસ્થતાથી તથા મમતાભર્યા ભાવથી ઊભરાતો ઊભો રહ્યો. એટલા માત્રથી ગ્રીબાના હૃદય ઉપરનો બેજો જાણે ઓછો થવા માંડ્યો.
ગ્રીબા, જે સાંભળ, હું તારી મુશ્કેલીઓ સમજું છું અને મને એથી ઘણું દુઃખ થાય છે. ના, ના, મારે એક વાત કહેવી નથી, પણ મને બીજા શબ્દો જડતા નથી, ઝીબા !”
શી વાત?”
નસીબે આપણ બેને ભેગાં કરવા ધાર્યું હોય એમ તનેય લાગતું નથી? અત્યાર સુધી દુનિયાએ તારી તરફ તથા મારી તરફ ગેરવર્તન જ દાખવ્યું છે. પણ તું સી છે, અને હું પુરૂષ છું; માત્ર મને તારે માટે લડવાનો અધિકાર આપ–”
ઝીબાની આંખમાંથી આંસુના રેલા ચાલ્યા. એટલામાં જ સનના હાથમાં ઝીબાનો હાથ આવી ગયો. તેણે મમતાથી તેને દબાવીને કહ્યું, “ગ્રીબા!"
ગ્રીબા થોડી સ્વસ્થ થઈ જઈને તરત બોલી ઊઠી, “આજે ચાલ્યા જાઓ; આજે મને કશું ન કહેશો, જેસન, મહેરબાની કરીને ચાલ્યા જાએ!”.
, . ' જેસન એક શબ્દ બોલ્યા વિના તરત જ ચાલતો થયો. ગ્રીબાએ પિતાના બંને પંજા પોતાના મોં ઉપર દાબી દીધા. આ૦ – ૧૧