________________
૧૭૮
આત્મ-બલિદાન “હું તમને પ્રેમ નથી કરી શકતી, એટલી વાત સાચી છે; પરંતુ પ્રેમ સિવાય એ વસ્તુનું બીજું કાંઈ નામ હશે જ – તે તે હું કરું છું.” એમ બોલતાં બોલતાં તે બહાદુર છોકરીએ તેને હૃદય સાથે ભીડી પોતાના હોઠ તેના હોઠ સાથે ચાંપી દીધા.
“ના, ના, ના!” એમ ઘેઘરે અવાજે બેલ જેસન ગ્રીબાની પકડમાંથી છૂટો થઈ ગયો.
ગ્રીબા ગઈ!
લાગી પડેલા હૃદયવાળા જેસન, સ માણસોને મળવાનું ટાળી, નિર્જન દરિયા-કિનારે નાઠો.
તે દિવસે મંગળવાર હતો; પણ પછી શનિવાર સુધી રોજ તેણે નિર્જન ખડકોમાં જ રખડ્યા કર્યું. તે દરમ્યાન વિફળ બનેલા – સામા પાત્રે જવાબ ન વાળેલા પ્રેમનું દારુણ ચિત્ર તેના માથામાં ઘૂમતું રહ્યું.
અને એ બધું કેટલું કઠોર – કેટલું કારમું હતું? તેને જાણે મોતની સજાનો હુકમ મળ્યો હોય, તેમ તેનું જીવન શૂન્ય – અર્થહીન થયેલું લાગતું હતું. જે ઉજજવળ ભાવી તેણે પોતાને માટે કલ્પનામાં ખડું કર્યું હતું, તે ભૂકા થઈને તેના પગ આગળ વેરવિખેર પડ્યું
હતું.
વચ્ચે વચ્ચે વધુ હિંસ લાગણીઓ તેના અંતરમાં ઊછળી આવતી. એ પોતે જ એ ખ્યાલોથી ચેંકી ઊઠતો. દરિયા-કિનારે ધારદાર ખડકોના જંગલમાં ઊભો ઊભો તે કોઈ કોઈ વાર મોટેથી ખડખડાટ હસી પડતે; અથવા પિતાને થયેલી સજાના વિરોધમાં મોટેથી પિકાર કરી ઊઠતો.