________________
૧૮૨
આત્મ-બલિદાન ભાઈઓ લેંગૂમથકે ભેગા મળી શું બન્યું હશે તેની વિવિધ કલ્પનાઓ દોડાવતા હતા.
પ્રથમ તેઓએ ગ્રીબાની ઓરડી ફંફોસી જોઈ. તેમાંના એક પટારામાંથી તેમને બે કાગળ મળ્યા. ગ્રીબા જતી વખતે એ કાગળો કાઢી લેવાનું ભૂલી ગઈ હતી. – જો તે એ કાગળો યાદ રાખીને સાથે લેતી ગઈ હોત, તે તેના પિતાના જીવનમાં અને બીજા બેનાં જીવનમાં જે કારમી કરુણતા હવે સરજાવાની હતી, તે કદાચ ન સરજાત !
એ બે કાગળોમાંનો એક તો માઈકેલ સન-લૉકસનો ગ્રીબા ઉપર આવેલો કાગળ હતું અને બીજો ગ્રીબાએ જસનને આપવા લખેલ કાગળ હતા, જે તેણે પછી જેસનને આપ્યો ન હતો.
ભાઈએ બંને કાગળો નવાઈ પામતાં પામતાં વાંચ્યા. પછી જોકબે સન-લોકસવાળો કાગળ પોતાના ખીસામાં સરકાવી દીધો. બધા ભાઈઓ હવે સન-લૉસના એ કાગળની મતલબ વિચારતા હતા, તેવામાં જેસન ફી પડી ગયેલે એ ત્યાં આવ્યો.
તેણે તરત જ પૂછયું, “ગ્રીબા ક્યાં છે? શું થયું છે?”
“કોણ જાણે, ક્યાં ગઈ છે તે! પણ આ કાગળ તેના ઉપર કોણે લખ્યો છે તે વાંચે – ” એમ કહી કબે ખીસામાંથી કાગળ કાઢી તેની નીચે સન-લોકસે કરેલી સહીના અક્ષરો આંગળી કરીને બતાવ્યા – “માઇકેલ સન-લૉકસ.' અને પછી કહ્યું, “હવે તો તમને સમજાઈ ગયું હશે કે તે ક્યાં ગઈ છે!”
જેસન હિસ્ત્ર પ્રાણીની જેમ ધમધમી ઊઠ્યો. તે દૂર હાસ્ય હસીને બોલ્યા, “ને બેવકૂફ જ છું – મને અત્યાર સુધી કેમ ન સમજાયું? એ બદમાશનું સત્તાનાશ જાય!” એટલું કહીને તે જેકબે આગળ ધરેલ કાગળ પાછો હડસેલી, ઘર બહાર નીકળી ગયો.
ત્યાંથી સીધો તે પૉર્ટી-વૂલી તરફ દોડ્યો. ત્યાં જઈ તેણે પોતે ઊભું કરેલું પનચક્કીનું મકાન આખું તોડી પાડવું – એકેએક પાટડી