________________
અવળચડી વિતવ્યતા
૧૫૯
ગણગણ્યા કે, થર્સ્ટન પીધેલા છે; થર્સ્ટન સામું બબડયો કે, ઍશર પ્રમાદી છે. ઑશરે જવાબ વાળ્યા કે, પાતે પાટવી હેઈ, અધિકારની રૂએ જમીનનો તસુએ તસુ તેને જ મળવા જોઈએ; એટલે રૉસ અને સ્ટીન ગુસ્સે થઈને બોલી ઊઠયા કે, અમે શું ત્યારે આખી જિંદગી તારી જાગીર ઉપર વૈતરું કરવા જ પેદા થયા છીએ ? ઇ ઇ. આમ ને આમ તકરારો ચાલવા લાગી; છેવટે જેન્ટલમૅન જૅકબે તાડ કાઢયો કે, ભાઈઓ વચ્ચે આપસમાં શાંતિ જાળવી રાખવી હાય તા એક જ રસ્તા છે – આપણે સૌએ મિલકત વહે...ચી લેવી; એટલે પછી ઑશર આળસુ થઈને પડી રહે કે થર્સ્ટન દારૂ પીને પડી રહે, તે પણ એ બધું એમને હિસાબે ને જોખમે!
સદ્ભાગ્યે ૉગ્યુની જાગીરમાં છ જુદાં જુદાં મકાનવાળાં છ ખેતરોનો સમાવેશ થતા હતા. જૅકબે કહ્યું, “ભગવાને જ આપણે માટે એ વ્યવસ્થા કરી રાખી છે; કારણકે, આપણે પણ છ જ ભાઈ
છીએ. ”
પણ એ ખેતરોની જમીનની ફળદ્રુપતા ઓછીવત્તી હાઈ, આમદની પણ ઓછીવત્તી થાય; એટલે છયે ભાઈઓમાં કાણ કર્યું ખેતર લે એ બાબત તકરાર ચાલી.
છેવટે તેઓએ ચિઠ્ઠી નાખી; અને બધું તકરાર વિના વહેં ચાઈ ગયું, ત્યારે ઑશર બાલી ઊઠયો, “ પણ પેલી છેાકરીનું શું?”
છયે જણા એકબીજા સામે માં વકાસીને જોઈ રહ્યા. પણ જેકબે જ પાછા તાડ કાઢયો કે, “ઍશર તેને લૉગ્યૂ-મથકે જ પોતાની સાથે રાખે; અને પાક તૈયાર થાય ત્યારે બાકીના પાંચ ભાઈ ગ્રીબા માટે તેમાંથી દર વખતે કંઈક હિસ્સા કાઢી આપે.
છતાં ભાઈઓ વચ્ચેનો ઝઘડો મટયો નહિ જ થર્ટનને ભાગે ઊંચાણની ખડકાળ જમીન આવી હતી, અને બધી ચિઠ્ઠી જેકબે લખેલી હાઈ, તેને વહેમ ગયા કે કંઈક ચાલાકી કરવામાં આવી છે.
---