________________
અવળચંડી ભવિતવ્યતા
વાત એમ બની હતી કે, જેસને લંગૂ જઈને જેકબને . મએ આદમ અને ગીબાને શો જવાબ વાળવામાં આવ્યો હતો એ બધી વાત સાંભળી હતી, અને તેણે ત્યાં ને ત્યાં એ છયે ભાઈના શરીરમાંનાં બધાં હાડકાં ભાગી નાખવાના અને પછી ફરી કદી લેંગ્વમથકે ન આવવાના સોગંદ ખાધા હતા.
પણ આદમને આપેલું વચન પાળવું હોય તો લેંગ્વમથકે કદી ન જવાની પ્રતિજ્ઞા તેણે જતી જ કરવી પડે. એટલે તેણે પોતાની પહેલી પ્રતિજ્ઞા થોડા વખત માટે મુલતવી રાખી; પણ લૅગૂમથકે વસવાટ કરવાનું તો તેણે તે દિવસથી છોડ્યું જ.
તેણે ડેવી ડોસાની ઝૂંપડીમાં પિતાનો ડેરો લગાવ્ય.
ડેવી ડોસો હવે દરિયો ખેડવા માટે વધુ બુદ્ધ થઈ ગયો હતો. અને દાણચોરી કરવા માટે વધુ પુણ્યશાળી બની ગયો હતો. એટલે દેવળના દરવાજા પાસે હવે તે એક નાની ઝૂંપડીમાં રહેતો હતો. પણ એ ભાગના લોકો બહુ નીરોગી હતા કે કોણ જાણે, પણ તેને મડદાંનું કામ ઓછું મળતું. એટલે જેસન તેની સાથે રહેવા આવ્યો એ વસ્તુ તેને મોટી રાહતરૂપ થઈ પડી. તેણે એક બુટ્ટી ડોસીને બંને માટે રાંધવા વગેરેનું ઘરકામ કરવા રોકી લીધી.
અત્યાર સુધીમાં જેસને બાપ પાસેથી મળેલા પૈસામાંથી અર્ધાએક ખરચી કાઢયા હતા. કારણકે તે કશું કમાતો જ નહિ. પણ હવે
૧૫૩