________________
૧૪૪
આત્મ-બલિદાન “હા, હું ઘરડો થયો છું, પણ તે વાતનું શું છે?” એટલે તમારે બહુ અકડાઈ ન રાખવી જોઈએ.”
શું, તું પણ એના પક્ષનો થઈ ગયો? પ્રેશર, થર્સ્ટન, રૉસ, તમે મારા દીકરાઓ છે; તમે મને આ ઘરમાંથી બહાર કાઢી મુકાતો જોઈ રહેશો?”
ત્રણે જણ માથું નીચું નમાવી ચૂપ ઊભા રહ્યા. છેવટે શર ગણગણ્યો, “મા કહે એ અમારે કબૂલ તો રાખવું જોઈએ ને?”
પણ મારી પાસેનું બધું મેં તમને આપી દીધું છે. હવે હું ઘરડો થયો છું અને હું અત્યારે ગરીબ-કંગાળ બની ગયો હોઉં, તો મને તે કોણે બનાવ્યો, તે તમે તો બરાબર જાણે છો.”
અમે પણ કંગાળ જ છીએ, મહેરબાન; અમારી પાસે કશું જ નથી; અને એને માટે કોણ જવાબદાર છે, તે અમે પણ ભૂલી ગયા નથી.” થર્સ્ટન ઘૂરક્યો.
“તમે અમારું બધું બીજાઓને આપી દીધું અને હવે તમને એ સદાનો પસ્તાવો કરવાવારો આવ્યો છે, એટલે અમે તમને ટેકવીએ એવી અમારી પાસે અપેક્ષા રાખો છો!” રોસે ઉમેર્યું.
દરમ્યાન, સ્ટીન, જેકબ અને જોન પણ આવી પહોંચ્યા હતા. જ બે લુચ્ચાઈપૂર્વક ટાપસી પૂરી, “અને પિતાનાં છોકરાંને બદલે, એક અજાણ્યાનો પક્ષ કોણે લીધો હતો, વારુ? તમારા રૂડા રૂપાળા માઈકેલ સન-લૉફિસનું શું થયું? તે તમારી કંઈ ભાળસંભાળ રાખે છે કે પછી અહીંથી ચાર વર્ષ પહેલાં ગયા બાદ તમને યાદ પણ નથી કરતો, હું?”
ગ્રીના ગુસ્સાથી સળગી ગઈ હોય તેમ લાલ લાલ થઈને બોલી ઊઠી, “ધતુ, નાલાયકે, બુઢ્ઢા બાપને આ રીતે ટાણાં મારીને સંતાપ
છો ? ”