________________
૧૪૨
આત્મ-બલિદાન પથરા ને પાણકા! હું મારી આ ઉમરે મહેનત કરીને ને બચાવીને આ ઘર જાળવી રાખ્યું અને તમે તમારી બેવકૂફીથી બધું ગુમાવીને અહીં આવો ત્યારે તમને બધું ફનાફાતિયા કરવા પાછું આપી દઉં – એને તમે વફાદારી અને આદર કહે છે, એમ? જેનામાં બૈરીને માથે છાપરુંય સાબૂત રાખવાની શકિત કે આવડત નથી, તે પાછો ધણીવેડા કરતો આવીને મને મારી ફરજ સમજાવવા બેઠો છે, વાહ! મેં મારાં છોકરાંને તમારી બેવકૂફીથી રઝળતાં નથી થવા દીધાં, એ મારી વફાદારી નથી તો બીજું શું છે?”
તો શું તું મને આ ઘરમાં પેસવા નહીં દે, એમ?” આ ઘર મારું છે – કાયદેસર અને કરારનામાંથી.”
પણ તું મને ઘરમાં આવવા દેશે કે નહિ?” ઊભા થઈ જઈને આદમે ફરીથી પૂછ્યું.
“ તમે તમારું બધું ઉડાવી દઈને હવે મારે ગળે પડવા અને આ બધું પણ ઉડાવી દેવા આવવા માગો છે, એમ?”
“ રૂથ, તું મને એટલું જ કહી દે કે, તું મને અહીં રહેવા દેવાની ના પાડે છે કે કેમ.”
હા, હા, હું “ના” પાડું છું. તમે તમારી જાતને ભિખારી બનાવીને હવે મને ભિખારી બનાવવા આવ્યા છો, તે હું નહિ સાંખી લઉં.”
ગભરાતી નહિ, રૂથ, હું બટકું રોટલો અને સૂવાની પથારી માટે તારી આગળ ભીખ માગતો અને તેને પગે પડતો નહિ જ આવું. પણ જે દિવસે મેં તને પત્ની તરીકે સ્વીકારી, તે શાપિત દિવસ બદલ ભગવાન મને માફ કરે!”
ગ્રીબા હવે આગળ આવી અને બેલી, “મા, શાંતિ રાખો; બાપુ ઉપર ગુસ્સો ન કરશો. તે જે કંઈ કડવું બોલ્યા છે, તે બદલ જરૂર પસ્તાવો કરશે. પણ હવે એ ઘરડા થયા છે – કંઈ કામકાજ કરી શકે