________________
આદમની વિદાય
આ પાર થઈ ગયા હતા અને પુરુષવર્ગ ખેતરોમાં ચાલ્યો ગય હતો; પણ મિસિસ ફેબ્રધર ઘેર જ હતી. તેણે આ ત્રણેને દરવાજો ઉઘાડી મકાનમાં પેસતાં જોયાં.
તે તરત જ મનમાં ગણગણી ઊઠી, “હું ધારતી જ હતી. તેઓ શા કામે આવ્યાં છે તે હું અબઘડી કહી આપું!”
આદમે ઘરમાં પેસી બહારથી સ્વસ્થ રહેવાને પ્રયત્ન કર્સ, પિતાની પત્નીને અભિવાદન કર્યું. પણ મિસિસ ફેરબ્રધરે શો જવાબ ન વાળ્યો. તેણે ઝીંબા ઉપર અને છેવટે ચેલ્સ ઉપર નજર કરી લઈ, ટાઢાશથી એટલું જ કહ્યું, “અને અહીં આ ધાડ લઈને શા માટે આવ્યા છો, વારુ?”
“રૂથ! તે અમારા ઉપર કમનસીબે પાડેલી પસ્તાળની વાત સાંભળી જ હશે; કારણકે આખો ટાપુ એ વાત જાણે છે. હું એ બાબતની કશી ફરિયાદ કરતો નથી – કારણકે, બધું ઈશ્વરના જ હાથમાં છે, અને શું સાચું છે તે એ જાણે છે. હું હવે ઘરડો થઈ ગયો છું, રૂથ; જાતની જ સંભાળ રાખી શકું તે રહ્યો નથી, તો પછી બીજાની તો શી રીતે રાખી શકું. અને – ”
પણ આદમ આગળ બોલે તે પહેલાં મિસિસ ફેરબ્રધર અકળામણથી જમીન ઉપર પગ ઘસતી બોલી ઊઠી, “ટૂંકું કરે ને સાહેબ; તમારે ઇરાદો શો છે?”