________________
સ્ટિફનને અંત
૧૧૭ પણ એટલામાં સ્ટીન અને થર્ટન એ બે ફેરબ્રધર ભાઈઓ તથા ડેવી એ ત્રણ જણ ત્યાં આવી પહોંચ્યા. તેઓ ગ્રીબાને લેવા આવ્યા હતા.
“ચાલ, ઝીબા,” થર્સ્ટન બોલે. “ના, ના, હું અહીં જ રહીશ.” ગ્રીબાએ કહ્યું.
પણ મા અકળાયાં છે અને ગુસ્સે થયાં છે; તારા જેવી નાનકીએ મરણપથારીવાળી જગાએ રહેવું ન જોઈએ, એમ તે કહે છે.”
પણ આ મરણપથારીએ પડેલા માણસ પાસે હું છું જ; પછી તમારે શેકાવાની શી જરૂર છે?” જેસને પણ ગ્રીબાને જવાનો આગ્રહ કર્યો.
ગ્રીબા તેના માં સામું જોઈ, તેના મનનો વિચાર પામી ગઈ હોય તેમ બોલી, “ના, ના, મારે બદલે કોઈ અહીં રહે, તો જ હું અહીંથી ખસીશ.”
ડેવી તરત જ બોલી ઊઠયો, “જેસન ખરું કહે છે; તેણે જ એ માણસને મરતો બચાવ્યો છે, અને તે એકલો જ ભલે તેની સારવારમાં રહે.”
“ના, ના,” ઝીબા વિચિત્ર જક કરતી બોલી ઊઠી.
પણ જુઓને, હવે આ માણસ એકાદ ઘડીને જ મહેમાન છે; ઘણા પણ અહીં રહીએ તો પણ તેને કશી મદદ થઈ શકે તેમ નથી.” ડેવીએ ભારપૂર્વક જણાવ્યું અને પછી સહાનુભૂતિપૂર્વક પેલાની સામું જોઈને બોલ્યો, “બાપડો ઓરી! બિચારો સ્ટિફન ! છેવટે તે ચાલ્યો !”
જેસન એ નામ સાંભળી સાબદો થઈ ગયો – તેને ખાતરી થઈ ગઈ કે, પોતે જેને શોધવા આવ્યો છે તે જ આ માણસ છે!
પેલાઓ ગ્રીબાને બળપૂર્વક જ ખેંચી ગયા. જેસન એક્લો જ હવે સ્ટિફન ઓરીની સમક્ષ ઊભો રહ્યો. જેને શોધવા માટે પોતે દરિયો ખેડીને આવ્યો હતો, તે આ રીતે તેના પગ આગળ જ તેના