________________
ઉદય અને અસ્ત
૧૨૭
કશી પરવા જ જાણે તેને નથી; જૂઠું બોલવાનું કે દગેા દેવાનું તો તેને આવડતું જ નથી; અને ન્યાય બાબતની તેની ભાવના બહુ ઊંચી છે. મારો સન-લૉક્સ તો બળવાન હોવા છતાં નમ્ર અને નાજુક હતો; ત્યારે આ તો ગંભીર અને ઉદાત્ત પ્રકૃતિના છે; તથા ગરમાગરમ પણ એવા છે કે, તેનું નામ કોઈથી ઝટ ન લઈ શકાય.
ગ્રીબાને તેના ભાઈઓજસનથી ચેતતા રહેવાનું જણાવતા. પરંતુ આ દિવસેામાં ગ્રીબાનું અંતર છીછરું હતું, તેમજ તેનું વર્તન પણ. જોકે, જે સન બાબત કશા વિચાર કરતી વખતે તે એટલું જ યાદ રાખતી કે, તે પોતે ગવર્નરની પુત્રી છે, ત્યારે જ સન તો પેાતાના દેશના કિનારે જહાજ તૂટી જવાથી આવી ચડેલા નિરાશ્રિત ખલાસી છે.
જોકે, મિસિસ ફૅરબ્રધર જૅસન ઉપર ખુશ હતી. જેસન કશું કામકાજ નહોતો કરતો; તોપણ સ્ટિફન ઓરી તેને વારસામાં જે ૨૦૦ પાઉંડ આપી ગયો હતો, તે રકમ તે બાઈની કલ્પનામાં વધીને બે હજાર પાઉંડ બની ગઈ હતી. સ્ત્રીની સહબુદ્ધિથી તે એટલું જોઈ ગઈ હતી કે, જૅસન ગ્રીબા પ્રત્યે કંઈક ખેંચાયા છે. જોકે, જસનને પાતાને તે વખતે કોઈએ એમ કહ્યું હોત તો તેણે તે વાત હસી કાઢી જ હોત. આ બાબતના ઇશારા ગવર્નમેન્ટ-હાઉસમાં પણ પહોંચ્યો હતો. પણ બુઢ્ઢા આદમે તે સાંભળીને માત્ર ડોકું જ ધુણાવ્યું હતું. અલબત્ત, જૅસનની વિરુદ્ધમાં કહેવા જેવું તેની પાસે કંઈ ન હતું, સિવાય કે તેને કામકાજ કરવું ગમતું નહોતું. છતાં જૅસન તવંગર હતો કે ગરીબ હતો એ વાતનું તેને મન કશું મહત્ત્વ ન હતું. તે તો માઇકેલ સન-લૉક્સને માટે જ ગ્રીબાને નિરધારી બેઠો હતો.
૩
પરંતુ સંજોગો એવા આવતા ગયા કે, ગ્રીબાને જૅસન તરફ વધુ ને વધુ ઢળવું પડયું. આપણે એ વાત ઉપર જ આવી જઈએ. આદમે પોતાની પત્નીને હૅન્ગ્યુ-મથકની મિલકત લખી આપી