________________
ઉદ્દય અને અસ્ત
૧૨૯
ઉપરના કામકાજની બાબતમાં આળસુ બનતા ગયા અને દારૂ પીને પીઠાંમાં પડી રહેવા લાગ્યા. રૉસ અને સ્ટીને મરઘડાંની સાઠમારી અને તેના જુગાર શરૂ કર્યો; લુચ્ચા જેકબ બીજા ભાઈઓ જેટલા પૈસા માગી લાવતો પણ તે બચાવીને તેનું વ્યાજ ખાવા લાગ્યા; ત્યારે જેન્ટલમૅન જૉન નવાં કપડાં પહેરી પ્રેમ-શિકાર ખેલવા માંડયો.
મિસિસ ફૅરબ્રધર આ અનિષ્ટનું મૂળ કયાં છે તે તરત સમજી ગઈ, અને પોતાના પતિ ઉપર ચિડાવા લાગી. એ બાપ કેવા ગણાય કે જે છોકરાઓને હાથે કરીને બગાડીને નકામા બનાવે? તેને મનમાં એમ પણ વસી ગયું કે, જમીનની તેની આવકમાં આ રીતે તાટો લાવી, તેને બરબાદ કરવાને જ એના પતિના દુષ્ટ ઇરાદો છે.
સ્ટિફન ઓરીના મૃત્યુ પછી ચાર વર્ષ બાદ પરિસ્થિતિ આ હદે
આવી પહોંચી હતી.
પણ ત્યાર બાદ ઝપાટાબંધ એવા પ્રતિકૂળ સંજાગા આવતા ગયા કે, આ ઇતિહાસ સાથે જોડાયેલાં બધાં પાત્રોના જીવનમાં અનિષ્ટ પરિણામોની પરાકાષ્ઠા આવી ગઈ.
એક પછી એક એમ બે ખરાબ માસમા આવી – માછલાંની બાબતમાં તેમજ બટાકાની ખેતીની બાબતમાં. માછીમારો તેમજ ગણાતિયાઓની ભારે કફોડી સ્થિતિ થઈ ગઈ. માછીમારો તો ભિક્ષાની ઝોળી લઈ ઘેર ઘેર ખાવાના કોળિયા જ માગવા લાગ્યા; અને ગણાતિયાઓ પોતાનાં ઢોર, જમીન કે બીજો સરસામાન પોતાના જમીનદારો પાસે ગીરે મૂકીને દેવું કરવા લાગ્યા.
જ્યાં તવંગર લોકો ગણતરીના જ હોય અને ગરીબા જ વધારે હોય, ત્યાં ભીખ માગતા માછીમારો કે ગીરો મૂકી દેવાં કરતા ગણાતિયાઓને પૈસા માગવા જવાની જગાઓ પણ ગણતરીની જ હોય ને ! એટલે તંગીમાં આવી પડેલાઓ માટે મુખ્યત્વે બે મથકો જ પૈસા
આવ – ૯