________________
૧૩૦
આત્મ-બલિદાન માગવા માટે ખુલ્લાં હતાં –ૉયૂવાળું અને ગવર્નમેન્ટ-હાઉસવાળું. મિસિસ ફેરબ્રધર તો જમીને, હોડીઓ, વગેરે ગીર લખાવી લઈ. ભારે વ્યાજે પૈસા ધીરતી; અને મુદત પૂરી થયે પેલાઓ રકમ પાછી ન વાળી શકે તો તરત બધી વસ્તુઓ જપત કરી લેતી. એમ અર્ધાએક વર્ષમાં તો કેટલીય હોડીઓ, વાડીઓ, જમીન વગેરે ઘણું તેના કબજામાં આવી ગયું. તે ખાસી માલદાર બની ગઈ; અને જેમ જેમ તે માલદાર બનતી ગઈ, તેમ તેમ તેને લોભ પણ વધતો ગયો. ઉત્તર તરફના એ ભાગમાં તે વખતે બે કે જેવું કાંઈ ન હતું.
* દક્ષિણ તરફ આવેલા ગવર્નમેન્ટ-હાઉસમાં પણ ભીખ માગનારાઓને દરોડો વધતો ચાલ્યો. ગવર્નર પાસે આપવા જેટલું જે બધું હતું તે અપાઈ ગયું, અને તેની પાસેના રોકડ પૈસા પણ ખૂટી ગયા, ત્યારે તે ઘંટીવાળાઓ ઉપર આટા માટે અને વણકરો ઉપર કાપડ માટે ચિઠ્ઠી લખી આપવા લાગ્યો. થોડી વારમાં ચોગરદમ જાહેર થઈ ગયું કે, ગવર્નમેન્ટ-હાઉસનાં બારણાં સૌ કોઈ માગણ માટે ખુલ્લાં છે, એટલે તંગીમાં આવી પડેલાં દુખિયારાં ઉપરાંત આળસુ અને બદમાશે પણ ત્યાં આવવા લાગ્યા. આદમ ખરા દુ:ખી કોણ છે અને ખાટા ઢોંગી કોણ છે એ સમજી જતો, અને સૌને બૂમો પાડીને ભાંડતો; પણ છેવટે બધાને માગેલી મદદ આપતો જ રહેતો. બધા સમજી ગયા હતા કે, તે જેમ ખૂબ ભાંડશે, તેમ છેવટે પાછો ઢીલો પડી જઈને માગેલું બધું જ આપશે.
ધીમે ધીમે આદમ ખાલી જ થતો ગયો; અને ગ્રીબા બધે હિસાબ લઈ તેની પાસે આવતી ત્યારે તે ખૂબ મૂંઝાતો પણ ખરો. પણ તે એમ ધીરજ રાખતો કે, તેના વર્ષે આવતા પાંચ પાઉંડ તો ખોટા થવાના નથી જ, એટલે દીન-દુ:ખીને મદદ કરી પરલોકનું ભાથું બાંધી, લેવામાં આળસ શા માટે કરવી? છે પણ ધીમે ધીમે તેના નેકર-ચાકર તેને ઘેરથી વિદાય થઈ ગયા. અને હવે ઘણુંખરું કામ હાથે કરવાનું થયું. આદમના છોકરાઓ