________________
૧૩૪
આત્મ-બલિદાન બુટ્ટો ચેલ્સ આ જવાબ લાવ્યો ત્યારે નસીબજોગે જેસન કેસલટાઉન આવેલ હતો. ગવર્નરના ઘર ઉપર તંગીનું વાતાવરણ ઘેરાઈ વળ્યું હતું ત્યારથી તે અવારનવાર પહાડ ઉપરથી ત્યાં ઊતરી આવતો, અને કરી લાવેલ શિકાર રસેડામાં ગુપચુપ નાખી, કોઈની સાથે બોલ્યા વિના ચાલ્યો જતો. આ વખતે તે એમ ગુપચુપ શિકાર નાખવા આવ્યો ત્યારે ગ્રીબા તેની તપાસમાં જ ત્યાં ઊભી હતી. એટલે ગ્રીબાએ તેને પકડી પાડીને ઊભો રાખ્યો તથા પોતાના બાપુ કેવું જોખમ ખેડી જપતીઓ અટકાવવા જવા તૈયાર થયા છે એ વાત તેને કહી સંભળાવી. તે સાંભળતાં વેંત જેસન તરત ગવર્નર જાણે નહિ તેમ ગવર્નર સાથે જવા તૈયાર થઈ ગયો. * *
- ગ્રીબા તરત જ ગળગળી થઈ જઈને બોલી ઊઠી, “ તમારો આભાર માનું છું.” અને પછી તેણે જેસન તરફ મંદ હસીને એવી ભાવભરી નજરે જોયું કે, જેસનનું હૃદય આરપાર વીંધાઈ ગયું. ના, એ નજર આખી દુનિયાને આરપાર વીંધતી ચાલી ગઈ. કારણકે, આખી દુનિયા જેસન માટે તે ક્ષણથી કોઈ નવા આનંદભર્યા પ્રકાશથી છલછલ ઊભરાઈ રહી હતી.
જે દિવસે પહેલવહેલી જપતી થવાની હતી, તે દિવસે આદમ તે ગામે જઈ પહોંચ્યો. ત્યાં મોટું ટોળું ભેગું થયું હતું અને આદમને આવેલો જોઈ, સી લોકો આનંદનો પોકાર કરી ઊઠ્યા. પેલે સ્કૉટિશ ઇજારદાર પણ બિશપનાં માણસો લઈને આવી પહોંચ્યો. તેણે કોઢનાં બારણાં ખેલી નાખી, અંદરથી ઢોરને બહાર લાવી, હાજર રાખેલા હરાજીવાળા મારફતે તેમને તરત હરાજ કરી દેવાનો હુકમ કર્યો.
પણ કોઢ અંદરથી બંધ હતી, એટલે સ્કૉટિશ ઇજારદારે છાપરા ઉપર ચડી, અંદર ઊતરીને આગળો ખેલી નાખવાનો પોતાના માણસને હુકમ કર્યો.
' ' ગવર્નર તરત જ બોલી ઊઠ્યો, “થોભે, એમ કરશો તો પણ