________________
ઉદ્દય અને અસ્ત
૧૨૫
પહોંચ્યા છે, એટલી ખબર તો અહીં તરત લખી મેાકલે; કારણકે, અહીં એ બાબતની સૌને ભારે ચિંતા રહે છે.
ઘણા વખત બાદ માઈકેલ સન-લૉક્સનો જવાબ આવ્યા. તે સુખરૂપ આઇસલૅન્ડ પહોંચી ગયા હતો; પરંતુ ત્યાંથી નિયમિત ટપાલ ઊપડતી ન હોવાથી, અને અંગ્રેજ જહાજો જ યારે આવે ત્યારે ટપાલ લઈ જતાં હોવાથી, તથા પહેલા જહાજમાં ગફલતથી તે ટપાલ મેાકલવાનું ચૂકી ગયે હોવાથી, બીજું જહાજ ઊપડે ત્યાં સુધી તે ટપાલ લખી શકયો ન હતો. ત્યાં પહોંચ્યા બાદ ઘણી ઘણી વિચિત્ર ઘટનાઓ બની હતી; – તે અયારે ગવર્નર-જનરલને ઘેર જ રહે છે, પોતાના પિતાના મૃત્યુના સમાચારથી પેાતાને ઘણા આઘાત લાગ્યો છે, પરંતુ તે ઘટનાથી તે હવે પાછો આવવા છૂટા બનતો હોવાને બદલે તેના પિતાએ સેાંપેલું કામ કાળજીથી પાર પાડવા વધુ બાધ્ય બન્યો છે એમ તેને લાગે છે. તે કામ શું છે તે એનાથી કાગળમાં લખી શકાય તેમ નથી; તે જ્યારે પાછો આવશે ત્યારે મેઢામેાઢ તે બધું કહેશે So, So.
કાગળમાં તે ઉપરાંત, પિતા જેવું વાત્સલ્ય પાતા તરફ દાખવવા બદલ તેણે આદમ ફૅરબ્રધરનો ઊંડી લાગણીથી આભાર માન્યો હતો અને ગ્રીબાને પણ બીજા કોઈ ઝટ ન સમજે તેવી ભાષામાં હાર્દિક રીતે યાદ કરી હતી.
આ ચાર વર્ષમાં માઇકેલ સન-લૉક્સને એ એક જ કાગળ આવ્યા હતો. ત્યાર પછી તેના કશા જ વાવડ મળ્યા ન હતા.
ર
અને આ ચાર વર્ષ દરમ્યાન જૅસન લૉગ્યૂ-મથકે છ ફૅરબ્રધર ભાઈઓ, અને તેમની મા સાથે જ કુટુંબને માણસ બનીને રહેવા લાગ્યા હતો. તેની સાથેના બીજા બધા ખલાસીઓ તો ડબ્લિનવાળા જહાજના માલિકો પાસેથી ચડેલા પગાર વગેરે મળી જતાં, પોતપેાતાને મથકે વિદાય થઈ ગયા હતા.