________________
પિતાનું રણ અહીં પણ તેને થોડો બદલો જરૂર મળવો જોઈએ. પણે જે કંઈ બની ગયું છે તે પછી મારાથી ત્યાં જાતે જઈ શકાય તેમ નથી, તેથી હું તને ત્યાં મોકલવા માગું છું.”
“મને બધી વાત ખુલાસાવાર કહો, બાપુ.” માઇકેલે કહ્યું.
પછી સ્ટિફન ઓરીએ ભાગેલે અવાજે, અને ઓગણીસ ઓગણીસ વર્ષ સુધી અંતરમાં કંડારી રાખેલી આગને મોંએથી બહાર નીકળવા દેતો હોય તેમ, પોતાના જીવનની કહાણી પુત્રને કહી સંભળાવી – રશેલ, તેનો બાપ, તેના બાપે આપેલો શાપ, એ બધું છોડીને રાશેલ પોતાની પાસે આવી ત્યારે પોતે તેના તરફ કેવું દુર્લક્ષ દાખવ્યું, અને છેવટે પોતે તેને કેવી ફેંટ મારી – તે વાત તેણે દુ:ખભર્યા નિસાસા સાથે કહી સંભળાવી. પછી રાશેલે છેવટે આપેલી ધમકી, અને તે હરનો માર્યો પોતે કેવો તે ટાપુ છોડીને ભાગ્યો તે વાત; અહીં લિઝાને કેવી રીતે ભેગો થયો તે વાત; તેની સાથે પોતે કરેલું લગ્ન, તેની સાથે ગુજારેલા હીણપતભર્યા દિવસો, પુત્રનો જન્મ, અને પુત્રને એ દુષ્ટાની અસરમાંથી બચાવવા પોતે દરિયામાં નાખી દેવાનો કેવો નિશ્ચય કર્યો – એ બધું જ તેને કહી સંભળાવ્યું. એ બધું કહેતી વખતે બીજાના દોષ ઉપર ભાર મૂકવાને બદલે પોતાનો જ દોષ તેણે મોટો કરીને બતાવ્યા કર્યો.
માઇકેલ આભે બની બધું સાંભળી રહ્યો. કેટલીક વાર તે ગુસ્સે થઈ જતો, તો કેટલીક વાર ડરી જતો. પણ છેવટે કેવળ કરુણાથી ગદ્ગદ્ થઈ જઈ તેણે પોતાના બાપુના જંગી પંજા પોતાના ધ્રુજતા પંજામાં પકડી લીધા.
તો બેટા, હવે તે બધું જાણ્યું. મારાથી ત્યાં શાથી પાછા જવાય તેમ નથી, તે પણ તે સાંભળ્યું. કારણકે, મારી અને રાશેલની વચ્ચે હવે બીજી સ્ત્રી આવી ગઈ છે – જોકે તે ગુજરી ગઈ છે, છતાં તે મારી અને એની વચ્ચે હંમેશ મોજૂદ રહેવાની જ. પણ પેલી છે