________________
પિતાનું ત્રણ ઝડી બનાવાય તેટલું ચોખ્ખું કરવા, તથા આગ સળગાવી તેની અંદરનો ભેજ ઉરાડવા પ્રયત્ન કરતો હતો. જોકે, તેનો સુપુત્ર એ ઘોલકામાં કદાચ અએક કલાક માંડ રોકાવાનો હતો! સ્ટિફન લિઝાની હત્યા પછી, બારણાને ખીલ મારીને, બાળક સનલૉકસને ખભે બેસાડીને નીકળ્યો હતો, ત્યાર પછી કદી ત્યાં આવ્યો ન હતો. બીજાઓ પણ એ જગાને ગોઝારી ગણી ત્યાં કદી જતા નહિ.
માઇકેલ આવ્યો એટલે સ્ટિફન તેને નમન કરીને “સરકાર સંબોધન કરીને બોલ્યો, “મારે તમને અહીં બેલાવવા જોઈતા નહોતા, સરકાર.”
મને માઇકેલ કહો,” છોકરાએ જવાબ આપ્યો અને બંને જણ ધોલકામાં પેઠા.
“મારે તમને કંઈક કહેવાનું છે, પણ મને સારું અંગ્રેજી બોલતાં નથી આવડતું; આટલાં બધાં વર્ષ થયાં છતાં.” સ્ટિફને ઉમેર્યું; અને પછી કંઈક વિચાર આવતાં તે શબ્દો આઇસલૅન્ડની પોતાની ભાષામાં બોલ્યો, અને માઇકેલ સન-લૉસના મેં સામું જોવા લાગ્યો.
માઇકલ એ શબ્દો સમજ્યો છે, એ જોતાં જ એ ખરબચડો જંગી માણસ બાળકની પેઠે રડી પડ્યો. અને માઇકેલને પણ એ શબ્દો સાંભળી, કશું આવરણ અંતર ઉપરથી હટી ગયા. જેવું લાગ્યું, અને તે બોલી ઊઠ્યો, “બાપુ, મને માઈકલ કહીને જ મારી સાથે વાત કરજો, હું તમારો દીકરો છું ને?”
તરત જ સ્ટિફન ઓરી આઇસલૅન્ડની ભાષામાં બોલવા માંડ્યો અને માઇકેલ સનલૉકસ અંગ્રેજીમાં. બંને અન્યોન્યની ભાષા સમજતા હતા, પણ બોલી શકતા હતા પોતાને આવડતી ભાષામાં.
માઇકેલ, મેં તમારા પ્રત્યે એક સારા બાપ જેવું વર્તન ન દાખવ્યું કહેવાય, કારણકે આટલાં બધાં વર્ષ સુધી હું તમને મળવા જ ન આવ્યો. પણ તમે તમારા બાપ કરતાં સારા માણસ થાઓ