________________
ઘેર અંધકાર મનને અને રાત્રીને ૮૭ તેઓ હવે આઇરિશ જહાજ અને બંદરની અધવચ આવ્યા હતા. સ્ટિફને હલેસું પોતાની બગલમાં દબાવી, ખિસ્સામાંથી પૈસાની થેલી ખેંચી કાઢી.
આ લઈ લે.” તેણે થેલી માઇકેલ તરફ ધરતાં કહ્યું.
“ના, ના.” માઈકેલે પોતાનો હાથ પાછો ખેંચી લેતાં કહ્યું અને થોડી વાર બાદ ઉમેર્યું, “બાપુ, મિ0 ફેબ્રધરે મને પચાસ પાઉડ આપ્યા છે. હવે મારે વધારે શું કરવા છે?”
સ્ટિફન ઓરી થોડી વાર ચૂપ રહ્યો, અને બેલ્યો, “મને લાગે છે કે, મારા જેવાના પૈસાને તું અડે જ નહિ.” માઈકેલને એ શબ્દો ચાબખાની પેઠે ચોટી ગયા.
બાપુ, કેટલા પૈસા છે?” “બસોએક પાઉડ હશે.” “તમને એ ભેગા કરતાં કેટલો સમય ગયો?” ચૌદ વર્ષ.”
અને એ ચૌદ વર્ષ દરમ્યાન તમે એ પૈસા મને આપવા જ ભેગા કર્યા હતા, ખરું ને?”
“હા, બેટા.”
મને આઇસલૅન્ડ પાછો મોકલી શકાય તે માટે, ખરું?” “હા.”
હવે તમારી પાસે શું બાકી રહ્યું?” “બહુ ખાસ નહિ.” “છતાં કેટલુંક ?” મને ખબર નથી – ભાગ્યે બાકી રહ્યું હશે.” તમારી પાસે હવે કશું જ રહ્યું નથી ને?” સ્ટિફને કશો જવાબ ન આપ્યો.