________________
૧૦
સ્ટિફનના અંત
૧
નેધાના જાન બચી ગયા; માત્ર આઇરિશ જહાજ પૅવૅરિલ અને સ્ટિફનનું હાડકું – એ બે જ ખડકોમાં નાશ પામ્યાં.
ફેરબ્રધર-ભાઈઓના નિમંત્રણથી પૅૉરિલના ખલાસી ૉડ્યૂમથકે ભૂખ્યા, ભીના અને થથરતા જઈ પહેોંચ્યા. તેમને માટે તરત તે। ગરમાગરમ પીણાની વ્યવસ્થા કરવામાં આવી; પછી ઘરમાંથી મળ્યાં તેટલાં પુરુષનાં કપડાં ખલાસીઓને બદલવા આપવામાં આવ્યાં, અને ખૂટયાં તેટલાં નોકરડીએએ પાતાનાં કપડાં પેાતાની ટ્રકોમાંથી કાઢી આપ્યાં.
ત્યાર પછી તરત બને તેટલું વાળુનું તૈયાર થતાં સૌને ભેજન કરવા બેસાડવામાં આવ્યા. ડૅવીને ભાગ સ્ત્રીના જલ્ભા અને કબજો આવ્યાં હતાં, એટલે તેના દેખાવ થોડી વાર તો ઠઠ્ઠા-મજાકના વિષય બની રહ્યો. ખલાસીઓ દરિયા ઉપર ગમે તેવી મુશ્કેલી વેઠતા હોય, પણ જમીન ઉપર આવે ત્યારે કદી ગમગીન રહેતા નથી.
આ બધા વખત દરમ્યાન મિસિસ ફૅરબ્રધર પોતાના કમરામાં સૂઈ જ રહી હતી.
દરમ્યાન ગ્રીબા જૅસનને ખભે ટકોરા મારી તેને અંદરના કમરામાં બોલાવી ગઈ, અને તેને માટે જુદું સારું સારું ખાવાનું લઈ આવી. તે બધું ઘરમાં મેાજૂદ હેાવા છતાં બધાને પૂરું પડી શકે તેમ ન હોવાથી, બહાર લઈ જવામાં આવ્યું ન હતું. પણ જસને એકલા
૧૦૫