________________
રિટફનને અંત
૧૧૧ એ થેલી હવે તારી જ છે – કારણકે મારી જાન બચાવીને તું એ કમાયો છે.” સ્ટિફન ભાગીતૂટી અંગ્રેજીમાં બેલ્યો.
ના, ના, હું કશું કમાયો નથી. મેં જે કંઈ કર્યું તે પૈસા માટે કર્યું ન હતું.” જેસન મક્કમતાથી બોલ્યો.
“પણ બેટા, એમાં બસે પાઉંડ છે.” “ભલે રહ્યા.” “તો તારી પાસે એ કરતાં ઘણા પૈસા છે?” સ્ટિફને પૂછયું. “મારી પાસે તો કશું જ નથી.”
બધું જહાજ સાથે ડૂબી ગયું?” “હા – ના – એટલે કે, મારી પાસે કશું હતું જ નહિ.”
“તો તે ભગવાનને ખાતર આ પૈસા લઈ લે; અને તારી મરજીમાં આવે તેમ એ પૈસા વાપરજે. જો તું નહિ લે, તો મારું મરણ બગડશે – મારી અકળામણનો પાર નહિ રહે.”
“ હું એ પૈસા અત્યારે રાખી લઈશ, પણ તમારો દીકરો મને મળશે ત્યારે તેને આપી દઈશ. તમારા દીકરાનું નામ માઇકેલ સનલૉકસ છે અને તે આઇસલૅન્ડ જવા ઊપડયો છે, ખરું ને? હું આઇસ-લૅન્ડનો જ વતની છું, અને કોઈક દિવસ હું જરૂર ત્યાં તેને ભેગો થઈશ.”
સ્ટિફન હવે ગળગળો થઈને બોલી ઊઠયો, “બેટા, તારા જેવો દીકરો પામીને તારા બાપ કેવું અભિમાન ધરાવતા હશે! તારા બાપનું નામ શું છે?”
“મારે બાપ નથી; મેં કદી એમને જોયા નથી.”
એટલે કે, તું નાનો હતો ત્યારે તે મરી ગયા હતા?” “ના.” તો તું જમ્યો તે પહેલાં મરી ગયા હતા?”
ના. "