________________
ટિફિનને અંત સ્ટિફનને અત્યારે સનેપાત થઈ આવ્યો હોઈ, તે લવરીએ ચડયો હતો અને પછાડ ખાતે હતે. ગ્રીબાની સારવારથી તે જરા શાંત પડ્યો અને થોડા વખત બાદ તેણે ધીમેથી આંખ ઉઘાડી તથા હોઠ ફાડયા. તે કંઈ બોલવા માગતા હતા, પણ તે કંઈ બોલે તે પહેલાં કેન વડે તેને પ્રભુની પ્રાર્થના મોંએથી બેલાવવા કોશિશ કરવા માંડી. સ્ટિફન ભાનમાં આવ્યો, તેમાં કેન વેડને સેતાનનો પરાજય થયો વાગ્યો, અને હવે જલદી તે પ્રભુનું શરણું લઈને પોતાના આત્માનો ઉદ્ધાર સાધે, એ તેને જરૂરી લાગતું હતું.
કેન વેડની મંડળીની જોરશોરથી ચાલેલી બુમરાણ જરા શાંત થઈ એટલે સ્ટિફને ધીમેથી પૂછયું, “પેલો આવ્યો?”
ગ્રીબાએ ધીમેથી તેના કાનમાં કહ્યું, “એ આ રહ્યા,” અને જેસનને પાસે આવવા નિશાની કરી.
જેસન જોર કરી સ્ટિફનની પથારી પાસે પહોંચ્યો. સ્ટિફન ઓરી ગણગણ્યો, “અમને બંને એકલા વાત કરવા દો.”
ગ્રીબા એ સાંભળી ત્યાંથી ઊઠવા ગઈ, ત્યારે સ્ટિફને તેને ધીમા અવાજે કહ્યું, “તમારે જવાની જરૂર નથી.”
પણ કેન વેડ અને તેની મંડળી તે, સ્ટિફન આ દુનિયાના બીજા વિચારોમાં મન પરોવે તેને બદલે પરમાત્માનું આખરી પારણું લઈ લે, એવો જ આગ્રહ કરવા માંડયાં.
સ્ટિફન બિચારો ગણગણ્યો, “મને પ્રાર્થના કરતાં નથી આવડતું.” ત્યારે કેન વેડ બોલી ઊઠ્યો, “તારે બદલે અમે પ્રાર્થના કર્યા કરીશું, પણ તારે તારું ધ્યાન બીજી લૌકિક બાબતમાં હવે ન જવા દેવું.”
સ્ટિફને કહ્યું, “હવે બહુ મોડું થઈ ગયું છે; આખી જિંદગી નકરાં પાપકર્મ કર્યા બાદ —”
ના, ના, છેવટની ઘડીએ આપણે ભગવાનનું શરણું લઈએ, તે તે જરૂર આપણો ઉદ્ધાર કરે. માટે આ આખરી ઘડી એ જ