________________
જેસનનું આગમન ડેવી તરત જ બેલી ઊડ્યો, “અલ્યા એય, એ પંખી તો પેલા છોકરડાનું પંખી છે.”
છોકરડે જહન્નમમાં જાય,” એમ બેલતાં બોલતાં પેલાએ ઠેકડો મારી પાંજરાનું બારણું ઉઘાડી કેનરીની ડેકી દબાવી દીધી. - જેસને તેને એથી બૂમ પાડી ચેતવવા પ્રયત્ન કર્યો હતો, પણ તે એ બાજુ પીઠ કરીને સૂતેલ હોઈ, તેને વખતસર રોકી ન શક્યો.
તરત જૅસન કેકડો મારતોકને પથારીના ખાનામાંથી કૂદી પડયો. પેલાની ગરદન ઉપર એક જ ફેટ લગાવી તેને સીધો પાટડા તરફ ધકેલી દીધો. પછી પોતાનું માથું તેના મેં ઉપર અફાળી તે ત્રાડી ઊઠયો, “તારે હવે આવી બન્યું.”
બચાવો, બચાવો !” પેલે કરુણ અવાજે ચીસ પાડી ઊઠયો; જેસને તેના ગળા ઉપર મુક્કીની ભીંસ દીધી હતી.
બીજાઓ ખાસ ઉતાવળ કર્યા વિના ત્યાં આવ્યા અને તેમણે બંનેને છૂટા પાડડ્યા. પેલો બફડતો અને ધમકી આપતો દૂર ચાલ્યો ગયો; પણ એક છોકરડાને હાથે તેની થયેલી વલે જોઈ સૌ પિતાનું હસવું રોકી શક્યા નહિ.
ડેવી જેસન પાસે જઈને કહેવા લાગ્યો, “ઠીક કર્યું, ભાઈ, હું બધ્ધાઓને કહે કહે કરતો હતો કે, એ છોકરો શાંત છે અને ગુપચુપ બેસી રહે છે, તો પછી એને છેડયા ન કરશે; એક વખત એ ચિડાશે તો પછી તમારી કોઈની ખેર નથી. વાહ બેટા, તું જ્યારે પેલાને ઠોકતો હતો ત્યારે મને સ્ટિફન એરીની યાદ આવ્યા વિના ન રહી – એ બંદો બરાબર તારા જેવો જ હતો.”
પણ તે જ વખતે ઉપરથી એકદમ અવાજ આવ્યો, “બધ્ધા દોડી આવો – જહાજ ખડક તરફ ધસી રહ્યું છે!”
આO – ૭