________________
જેસનનું આગમન
૧૦૧ છતાં ફરીથી પેલી દર્દભરી બૂમ સંભળાઈ; અને આ વખતે તો ઘણાઓએ એ સાંભળી.
“એ બૂમ તો પૉર્ટી-વૂલ તરફથી આવતી હોય એમ લાગે છે.” ઐશર ફેરબ્રધર બોલી ઊઠ્યો; અને તેઓ સૌ કિનારે કિનારે પૉર્ટીવૂલ તરફ દોડયા.
ત્યાં ગયા બાદ તેમની નજરે પડ્યું કે, માછલાં પકડવાની એક હોડીનો આગલો ભાગ બે ખડકોના જડબામાં ફસાઈ ગયો હતો અને પાછલો ભાગ તોફાને ચડેલા દરિયાના પાણીથી ઊંચે થઈ વણ-પલોટેલા ઘોડાની જેમ ઠેકડા ભરતો હતો. તે હેડી નાના અખાતમાં પેસવા ગઈ હશે, પણ તોફાન શરૂ થવાથી ખડકોના જડબામાં ઘસડાઈ ગઈ હતી. એક માણસ એ હોડીમાં લથડિયાં ખાતે દૂરથી દેખાતો હતો. તે કૂવાથંભ તોડી પાડવા કોશિશ કરતો હતો, જેથી હોડી ખડકનાં જડબાંમાંથી નીકળી જાય. પણ દરેક મોજું હોડીને ખડકની ફાટમાં વધુ ને વધુ ઘુસાડતું જતું હતું, અને દરેક નિષ્ફળ પ્રયત્ન પેલો માણસ ફફડતો ફફડતો મદદ માટે બૂમો મારતો હતો. ' એક હોડી કિનારા ઉપર ઊંચી કોરી જગામાં બાંધેલી હતી. સ્ટીન અને થર્ટન એ બે ફેરબ્રધર-ભાઈઓ તરત તેને પાણીમાં ધકેલી ગયા. પણ મોજાં એટલાં જોરથી કિનારા તરફ ધસતાં હતાં કે એ હડી જરાય આગળ વધવાને બદલે કિનારા ઉપર જ પાછી અફળાવા લાગી.
બધાએ બૂમ પાડીને કહ્યું, “કંઈ નહિ વળે, ભાઈ; હેડી અત્યારે દરિયામાં ન નાખશો.”
પણ ગ્રીબા હવે કંઈક વિચિત્ર જસ્સામાં આવી જઈને, “મદદ કરો! મદદ કરો !” એવી બૂમો પાડવા લાગી. ઊંડે ઊંડે તેને એવો ડર પેસી ગયો હતો કે, એ માણસ કદાચ તોફાનમાં જહાજ તૂટી જતાં હોડીને આશરે કિનારે તણાઈ આવેલો માઇકેલ સન-લૉકસ જ હશે.