________________
પિતાનું ત્રણ કે, હું જાતે તે પાછો રાશેલ પાસે નહીં જઈ શકું, પણ તને તો જરૂર મોકલીશ જ. બેટા, હું મારું એ વચન પાળવા માગું છું. તું જઈશ?”
હા, હા, બાપુ,” માઇકલ ઓચિત ઊભે થતો બોલી ઊઠયો; “બાપુ મને એ ક્યાં મળશે?”
હું તો તેને રેકજાવિકમાં છોડીને ચાલી નીકળ્યો હતો, અત્યારે તે કયાં હશે તે તે શી ખબર?”
“કંઈ વાંધો નહિં; હું આખી દુનિયા ખૂંદી વળીશ. જ્યારે તે મને મળશે, ત્યારે હું તેમનો દીકરો થઈને રહીશ; અને તે મારાં મા ” થશે.”
“બેટા, બેટા, જીવતા રહે!” સ્ટિફન પોકારી ઊઠ્યો.
જો તે મરી ગયાં હશે, અને મને ભેગાં નહિ થાય, તો હું તેમના સંતાનને શોધવા દુનિયા ખૂંદી વળીશ. અને જ્યારે તે મને જડશે, ત્યારે તે મારું સગું ભાંડુ બની રહેશે.”
“બેટા, બેટા!” સ્ટિફન એરી આગળ બોલવા ગયો, પણ તેના મોંમાંથી શબ્દો જ ન નીકળી શક્યા. માત્ર તેની આંખો ભીની થઈ ગઈ. તેના અંતર ઉપરથી વીસ વીસ વર્ષનો ભાર જાણે અચાનક
છો થઈ ગયો હતો.