________________
૭૮
આત્મ-બલિદાન એવું હું ઇચ્છતો હતો. માણસ ગમે તેવો ખરાબ હેય, પણ પિતાનો દીકરો પોતાને જોઈને શરમાય એવું તેને ન જ ગમે. અને માઈકેલ, હું તમારી પાસે આવું, અને તમે મારાથી શરમાઓ, એ જોઈને મને બહુ દુ:ખ થાય એટલે જ હું તમને મળવા આવ્યો ન હતો. ઘણીય વાર હું જાણે તમને મળવા ભૂખ્યો થઈ જ, તથા તમારો અવાજ સાંભળવા પણ – પરંતુ તમને શરમિંદા બનાવવા તમારી પાસે આવવાની મારી હિંમત નહોતી ચાલતી.”
બાપુ, એ વાત બંધ કરે; અને મને તુંકારીને જ વાત કરવા માંડે, એટલે તમને સ્વાભાવિક બોલતાં ફાવશે.”
બેટા, ખરી વાત છે, હું તો તને તું જ્યારે મારે ખભે બેસતો હતો અને સવાલો પૂછયા કરતો હતો, એટલો નાનો જ માનું છું. પણ તું હવે કે મોટો બની ગયો છે એ જોઈને જ મારાથી
તું”કારીને બોલાતું નથી. પણ હવે વખત થોડો છે, એટલે એ બધું ભૂલી, પહેલાં તું મારો નાનકો સન-લૉકસ હતો એમ જ માનીને બોલવા લાગીશ. તો બેટા, તું તારા બાપના વતનમાં જવાનો છે. મને એ વતન છોડયે ઓગણીસ વર્ષ થયાં. ત્યાં હું સારા માણસની રીતે જીવ્યો નહોતો. તારા બાપુને ઓળખતા ઘણા તને મળશે, જેમને તારો બાપુએ કંઈ ને કંઈ અવગુણ કર્યો હશે. હવે એ બધું મારાથી ધોઈ કાઢી શકાય તેમ નથી. પણ એક કામ મેં એવું કર્યું છે, જે મને રાતદિવસ કોરી ખાય છે. અને મારા વતી તું જઈને એને કંઈક ધોઈ આવે એ જ આશા આટલાં વરસ સુધી મેં મારા મનમાં રાખ્યા કરી છે. કેટલાંક માણસો, બેટા આ દુનિયામાં બીજાને દોષે દુ:ખી થવા જ આવતાં હોય છે, – ખાસ કરીને સ્ત્રીઓ. હું જેની વાત કહેવા માગું છું, તે પણ એક સ્ત્રી હતી. તે અત્યારે ભાગ્યે જીવતી હોય – બિચારી મારાં અને તેનાં પાપો લઈને કયારનીય સ્વર્ગે પહોંચી ગઈ હશે – જોકે, તેનું કોઈ પાપ હું ગણાવી શકું તેમ નથી જ. ભગવાને તેને તેનાં દુ:ખોનો બદલો જરૂર આપશે; પણ જો તે જીવતી હોય તો