________________
આત્મ-બલિદાન તેણે આલતુફાલતુ વાતો કરીને પોતાના દુ:ખી હૃદયને શાંત રાખવા પ્રયત્ન કર્યો; તથા પોતે પણ આઇસલૅન્ડ તરફ કદીક આવી ચડશે એમ કહી માઇકેલ સન-લોકસને ધારણ આપી. અને પછી પાછા ફરવાનો વખત થયો, ત્યારે તેણે પોતાના અંતરની વાત માઇકેલને કહી દીધી –
જો બેટા, તું ઊપડતા પહેલાં તારા બાપુને મળવાનો છે જ, તે કદાચ તમને અહીંથી લઈ જવા માટેનું જે ખાસ કારણ હશે તે કહેશે. મને તો તેણે બિશપ જોન પાસે તને લૅટિન ભણવા મૂકવાનું જ કહ્યું છેપણ તે જ ખરું કારણ હોય, તો યાદ રાખજો કે, વિદ્યા એ તવંગર માટે સુંદર પોશાકરૂપ છે, અને ગરીબ માટે તો ધનદોલત રૂપ જ છે. અને ધનદોલતની વાત ઉપરથી મને યાદ આવ્યું -” એમ કહી તેણે ખીસામાં ઊંડે હાથ ઘાલીને કહ્યું, “બે જાતના પગાર ખરાબ કહેવાય – એક પહેલેથી ચૂકવાય તે, અને બીજો કદી ન ચૂકવાય તે. તું તો એ બંને ખેટા પગારોને લાયક નથી, માટે આ કાગળિયું જરા તારા ખીસામાં મૂકી દે, અને ભગવાન તને આશીર્વાદ બક્ષે.” એમ કહી તેણે માઇકેલના હાથમાં પચાસ મેક્સ પાઉંડની નોટો મૂકી દીધી. પછી તે પાછો ફરવા જતો હતો તેવામાં માઇકેલે તેની બાંય પકડી લીધી અને કહ્યું, “મને તમે આશીર્વાદ આપો.” I હવે આદમે અત્યાર સુધી ગમે તેવી વાતોને બહાને બાંધી રાખેલા આંસુના બંધ છૂટી ગયા અને તે ચોધાર આંસુએ રડી પડ્યો. તેણે પેંગડામાં ઊભા થઈ, માઇકેલના નીચા નમાવેલા માથા ઉપર હાથ મૂકી, મૂંગે મૂંગે આશીર્વાદ આપ્યો.
બીજે દિવસે સવારે માઇકેલ સન-લૉકસ પૉટ-વૂલી જઈ પહોંચ્યો.
સ્ટિફન એરી ત્રણ દિવસથી ત્યાં આવી ગયો હતો અને માઇકેલના આવવાની રાહ જોતો, પોતાના ઘોલકાને ઘસી-માંજી, વાળી