Book Title: Virprabhuna Vachano Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002041/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત્રી પ્રભુની વૈચ ભાગ - ૧ આણલાલા ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ - વીરપ્રભુનાં વચનો ભાગ પહેલો લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઇ- 400 008 Page #3 -------------------------------------------------------------------------- ________________ VEERPRABHUNA VACHANO Vachana of Bhagavan Mahaveer By Dr. RAMANLAL C. SHAH Published By - Shree Mumbai Jain Yuvak Sangh 385, Sardar V. P. Road Mumbai 400 004 First Published : January 2000 2nd Edition : October 2001 Price : Rs. 80-00 A Collection of articles on પ્રથમ આવૃત્તિ : જાન્યુઆરી ૨૦૦૦ સુધારેલી દ્વિતીય આવૃત્તિ : ઑક્ટોબર ૨૦૦૧ મૂલ્ય : રૂપિયા ૮૦| No copyright પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પ. પૂ. શાસનપ્રભાવિકા વિદુષી સાધ્વી શ્રી નિપુણાશ્રીજી મહારાજ સાહેબને સાદર ભાવપૂર્ણ વંદના સાથે રમણલાલ ચી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ : ૧ શ્યામ રંગ સમીપે જીવન ચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ : * ગુલામોનો મુક્તિદાતા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જ હેમચંદ્રાચાર્ય શ્રી મોહનલાલજી મહારાજ વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨-૩ ૪ શેઠ મોતીશાહ # બેરરથી બ્રિગેડિયર વક પ્રભાવક સ્થવિરો, ( તિવિહેણ વંદામિ ભાગ ૧ થી ૫ પ્રવાસ-શોધ-સફર : એવરેસ્ટનું આરોહણ 1 ઉત્તરધ્રુવની શોધ-સફર ૬ રાણકપુર તીર્થ કર ન્યુઝીલેન્ડ પ્રદેશે જય-વિજયના ઓસ્ટ્રેલિયા ૨ પાસપોર્ટની પાંખે * પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન નિબંધ : * સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૩ ૪ અભિચિંતના સાહિત્ય-વિવેચન : * ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) 1 નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય , ગુંગાકુ-શુમિ * પડિલેહા ! સમયસુંદર ક્રિતિકા જ ૧૯૬૨નું ગ્રંથસ્થ વાધય છે નળ-દમયંતીની કથાનો વિકાસ ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન-સંપાદન : જે નલ-દવદંતી રાસ 3 જંબુસ્વામી રાસ (સમયસુંદરકૃત) (યશોવિજયજીકૃત) જ કુવલયમાળા છે મૃગાવતીચરિત્ર ચોપાઈ (ઉદ્યોતનસૂરિકૃત) | (સમયસુંદરકૃત) જ થાવગ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત). 3 નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) જે ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) જ બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમાકલ્યાણકૃત) Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧ નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન : 3 જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) જ જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) * જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) ને બૌદ્ધ ધર્મ + નિહ્નવવાદ Shraman Bhagwan Mahavir & Jainism Buddhism - An Introduction Jina Vachana ક વીરપ્રભુનાં વચનો છેજિનતત્ત્વ, ભાગ ૧ થી ૬ is તાઓ દર્શન છે. કન્ફયૂશિયસનો નીતિધર્મ જ અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ સંક્ષેપ : 0 સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ : રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) છે ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) : * મનીષા # શ્રેષ્ઠ નિબંધિકાઓ આ શબ્દલોક જ ચિંતનયાત્રા ૧ નીરાજના સૂર અક્ષરા પર અવગાહન : જીવનદર્પણ છે. કવિતાલહરી & સમયચિંતન ક તત્ત્વવિચાર અને અભિવંદના શ મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ ૧ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ ૧ શ્રીમદ્ યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ : જ એન. સી. સી. ( જૈન લગ્નવિધિ Page #7 -------------------------------------------------------------------------- ________________ કોપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહિ. રમણલાલ વી. શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ પહેલો અનુક્રમ १ काले कालं समायरे ર યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું ] णाइवेलं वएजा [ અતિવેળા ન બોલવું ] 3 आतुरा परितावेन्ति । આતુર માણસો પરિતાપ કરાવે છે ] ४ दुक्करं करेउं तारुण्णे समणत्तणं યૌવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે ] ५ जं छन्नं तं न वत्तव्यं | જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું ] अटूटजुत्ताणि सिक्खिज्जा, निरट्टाणि उ वज्जिए । | અર્થયુક્ત વાતો શીખવી, નિરર્થકને ત્યજી દેવી] ७ आयंकदंसी न करेइ पावं [ આતંકદર્શી પાપ કરતો નથી ८ नातिबेलं हसे मुणी [ મુનિઓએ અમર્યાદ હસવું નહિ ] ८ मायन्ने असणपाणस्स [ ખાનપાનની માત્રાના જાણકાર ] १० अन्ने हरंति तं वित्तं [ બીજાઓ તે ધન હરી જાય છે ] ११ परिग्गह निविट्टाणं वेरं तेसिं पवड्ढई [ પરિગ્રહ વધારનાર વેર વધારે છે ] પૃષ્ઠ ૧ ८ ૧૫ ૨૩ ૩૯ ૫૪ ૬૧ ৩০ ૮૧ ૯૫ ૧૦૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ૧૨૮ ૧૨ નો મવિને મારું મહત્ત { લોભગ્રસ્ત થઈને અદત્ત ગ્રહણ કરે છે ] १3 मोहरिते सच्चवयणस्स पलिमंथू [ મુખરતાથી સત્યવચનનો ઘાત થાય છે ? ૧૪ અને વનસ્પ સંગે [ બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો ] १५ असंविभागी न हु तस्स मोक्खो [ અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી ] ૧૩૯ ૧૪૯ -- * -- Page #10 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे [ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું] ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓ પોતાના આચારપાલનમાં કાળનો પૂરેપૂરો ખ્યાલ રાખે એ દૃષ્ટિથી કહ્યું છે કે જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે જ સમયે જ કરી લેવું જોઈએ. ઊઠવું, બેસવું, સૂવું, ગોચરી વહોરવી, આહાર લેવો તથા પડિલેહણ (પ્રતિલેખન), પ્રતિક્રમણ ઇત્યાદિ ધર્મક્રિયાઓ સમયસર કરી લેવી જોઈએ. કસમયે એ કરવાથી ઘણી ક્ષતિઓ થવાનો સંભવ છે, ક્યારેક પશ્ચાત્તાપ કરવાનો વખત આવે છે ને ધારેલું પરિણામ આવતું નથી. એથી સાધુજીવનના ગૌરવને હાનિ પહોંચે છે. મનુષ્યના જીવન ઉપર જે જુદાં જુદાં તત્ત્વોનો પ્રભાવ પડે છે એમાં સૌથી વધુ પ્રભાવ કાળનો પડે છે. કાળ સતત વહેતો રહે છે. કાળ એટલો સૂક્ષ્મ છે કે એને પકડી શકાતો નથી. વર્તમાન કાળ ક્ષણ માત્રમાં ભૂતકાળમાં સરી પડે છે. ભવિષ્યકાળ ક્યારેય ખતમ થવાનો નથી. ભૂતકાળની શરૂઆત ક્યારે થઈ તે કોઈ કહી શકે નહિ. એટલે કે એ અનાદિ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ બંને અનંત છે, તો બીજી બાજુ વર્તમાન કાળ માત્ર એક ક્ષણ (કાળનું એક લઘુતમ એકમ જેને જૈન ધર્મ સમય' કહે છે) જેટલો જ છે. છતાં સામર્થ્ય વર્તમાનનું છે. કાળના સ્વરૂપની આ તે કેવી વિચિત્રતા ! માટે જ વર્તમાનનું Page #11 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ માહાત્મ્ય છે. કાળની અસર જડ અને ચેતન એમ બંને તત્ત્વો પર થાય છે. નાનાં બાળકો ઘડીકમાં મોટાં થઈ જાય છે. યુવાનો વૃદ્ધ થાય છે અને વૃદ્ધો પોતાનો કાળ પાકતાં સંસારમાંથી વિદાય લે છે. જન્મ-મરણનું ચક્ર દિવસરાત સતત ચાલતું રહે છે. જડ પદાર્થોમાં પણ રૂપાંતર થતાં રહે છે. આજની નવી ચીજવસ્તુ કાલે જૂની થાય છે અને વખત જતાં નષ્ટ થાય છે. જગતમાં અનેક લોકો પોતાના જીવનને સફળ બનાવી લે છે, તો અનેક લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. આમ થવાનાં ઘણાં કારણોમાંનું એક મોટું કારણ તે કાળ છે, જેમણે પોતાના જીવનને સફળ બનાવવું હોય તેમણે યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. ાને ઝાનું સમાયરે । ર ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના પ્રથમ અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છે : कालेण णिक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता काले कालं समायरे ॥ [ ભિક્ષુએ વેળાસર નીકળવું (ભિક્ષા માટે) અને વેળાસર પાછાં આવી જવું. કવેળા કાર્ય કરવું નહિ. યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું.] જેમ સાધુઓએ તેમ ગૃહસ્થોએ પણ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. કાળરૂપી આખલાને શિંગડેથી પકડીને વશ રાખવો જોઈએ. જેઓ અવસર ચૂકે છે તેમને નિરાશ થવાનો વખત આવે છે. રાંડ્યા પછી ડહાપણ આવે છે. સમયનો ત્વરિત સદુપયોગ કરી લેવા માટે ઠેઠ પ્રાચીનકાળથી બોધવચનો પ્રચલિત છે, કારણ કે સમયનો અનુભવ સર્વકાલીન Page #12 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे છે. વાવનિતિ તિવેત્ | (કાર્યકાળને વેડફી ન નાખો.) જ વાનમતિવર્તિને મહત્તઃ ૨૬ વર્મષા (મહાન માણસો પોતાના કાર્યમાં કાળનું અતિક્રમણ નથી કરતા અર્થાત્ વિલંબ નથી કરતા.) પ્રકૃતિના નિયમો છે. એ નિયમોની સતત અવગણના કરનારની પછી પ્રકૃતિ અવગણના કરે છે. અકાળે ખાવું, અકાળે જાગવું, અકાળે ઊંઘવું એ બધી વિપરીત ક્રિયાઓનાં પરિણામ મનુષ્યને ભોગવવા પડે છે. જ્યાં કાળની બાબતમાં માણસ નિયમિત છે ત્યાં પ્રકૃતિ પણ એને સહાય કરે છે. જળ, વાયુ, પ્રકાશ વગેરેના સહારે વ્યવસાય કરનારા ખેડૂત, નાવિક વગેરેને એનો અનુભવ હોય છે. Strike when the iron is not અથવા Make hay when the sun shines જેવી કહેવતો પ્રચલિત છે. જે માણસ સમયની બાબતમાં સભાન છે તે પોતાનાં કાર્યોનું આયોજન વ્યવસ્થિત રીતે કરી લે છે. વિશ્વના મહાપુરુષોના જીવનનો ઇતિહાસ જોઈએ તો જણાશે કે તેઓએ પોતાના સમયને બરબાદ કર્યો નથી. જેઓ સમય બરબાદ કરે છે તેઓ જીવનમાં અપેક્ષિત સિદ્ધિઓ મેળવી શકતા નથી. તેઓ મહાન બની શકતા નથી. કાળ ધસમસતો જાય છે. એને અટકાવી શકાતો નથી. 'Time and Tide wait for none.' HLSL2 Biold 94441 સિદ્ધિ મેળવવી હોય તેણે કાળને વશ કરવો જોઈએ. જે સમય જાય છે તે પાછો આવતો નથી. સિદ્ધિની ટોચે પહોંચેલા માણસોના જીવનનો જો બરાબર અભ્યાસ કરીએ તો જોઈ શકાશે કે તેઓએ પોતાનાં વર્ષોનો હિસાબ બરાબર રાખેલો છે. ક્યારેક તો આશ્ચર્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ થાય કે આટલી નાની જિંદગીમાં આટલું બધું કાર્ય તેઓ કેવી રીતે કરી શક્યા હશે ! વસ્તુતઃ કાળને બરાબર પારખવાવાળા કેટલાક મહાત્માઓ પચાસ-સાઠ વર્ષની જિંદગીમાં સો વર્ષ જેટલું કાર્ય કરી જાય છે. તેઓ સમય બગાડતા નથી એ તો ખરું જ, પણ ક્યારેક તો એકસાથે બે કે ત્રણ કામ કરતા હોય છે કે જે સાથે સાથે થઈ શકે. ગાંધીજી મુલાકાતીની સાથે વાતો કરતાં કરતાં રેંટિયો કાંતતા. એકસાથે બે કામ કરવાનો એમને સારો મહાવરો હતો. આવો મહાવરો ઘણાંને હોય છે. અલબત્ત, એમ કરતી વખતે માણસની સ્વસ્થતા અને પ્રસન્નતા ન હણાવી જોઈએ, ભુલકણાપણું ન આવવું જોઈએ અને વિનયવિવેક ન ચૂકવા જોઈએ. જે પ્રજા પોતાના માનવ-કલાકોનો બરાબર સદુપયોગ કરી લે છે તે પ્રજા શીઘ્રતાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી લે છે. સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બરાબર ગોઠવાયેલી હોય તો મનુષ્યને પોતાના કલાકોને સાર્થક કરવાનું સૂઝે છે ને આવડે છે. સમૃદ્ધ દેશોમાં માણસો પોતાના પ્રત્યેક કલાકનો વિચાર કરે છે. નિયમિતતા અને સમયપાલનની ચુસ્તતા પર ભાર ત્યાં મૂકવામાં આવે છે. બીજાનો સમય બગાડવાનો પોતાને અધિકાર નથી એવી પ્રામાણિક સભાનતા તેઓ ધરાવે છે. પછાત, અર્ધવિકસિત દેશોમાં ઠેર ઠેર માણસો નવરા બેઠા હોય છે, ગામગપાટા મારતા હોય છે અને નિંદાકૂથલીમાં કે ક્ષુદ્ર બાબતોમાં પોતાનો અને બીજાનો સમય વેડફી નાખતા હોય છે. એ વેડફાયેલા કલાકોનું આર્થિક બોજા વગરનું સ્વૈચ્છિક આયોજન જો થાય તો પણ કેટલાંયે વિકાસ-કાર્યો સહેલાઈથી થઈ શકે. ગાંધીજીએ ગ્રામસફાઈ, પ્રૌઢશિક્ષણ, રાષ્ટ્રભાષાના Page #14 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे વર્ગો વગેરે પ્રકારના રચનાત્મક કાર્યક્રમો બતાવી એનો અમલ કરાવ્યો હતો. વર્તમાન વિશ્વ સમયની બાબતમાં ઉત્તરોત્તર વધુ સભાન થતું જાય છે. અવકાશ-સંશોધનમાં, અણુક્ષેત્રમાં, ક્ષેપકાસ્ત્રો (Missiles) વગેરેમાં કલાક અને મિનિટ ઉપરાંત સેકન્ડની પણ વિચારણા થાય છે. રમતગમતના વિક્રમોમાં સેકન્ડનો તફાવત મહત્ત્વનો બની જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સમય કેવી રીતે ઘટાડાય કે જેથી ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને નફો વધુ થાય એની વિચારણા થાય છે. કાળની ગતિ સમ છે પણ મનુષ્યને એની ગતિ વિષમ લાગવાનો સંભવ છે. મિલનનો સમય ટૂંકો લાગે અને વિરહકાળ દીર્ધ લાગે. દુઃખમાં દહાડા લાંબા લાગે. કેટલીક ઘટના વર્તમાનમાં જેટલી મોટી લાગતી હોય તે થોડો કાળ વીત્યા પછી કેવી ગૌણ કે ક્ષુદ્ર બની જાય છે ! ક્યારેક તો વહી ગયેલો કાળ જ નવી પરિસ્થિતિનો સાચો વાસ્તવિક ખ્યાલ આપે છે. એ પરિસ્થિતિની પહેલેથી ખબર હોત તો પોતે જે કાર્ય કર્યું તે ન કર્યું હોત. વળી એટલો સમય પણ બરબાદ ન કર્યો હોત. ભૂતકાળ પર નજર ફેરવતાં દરેક વ્યક્તિને થોડુંઘણું એવું લાગવાનું જ કે પોતાનો અમુક સમય ખોટી રીતે વેડફાઈ ગયો હતો. સમયની બાબતમાં સભાન રહેવું એનો અર્થ એ નથી કે સમય સાચવવા સતત ચિંતિત રહેવું. સમયની બાબતમાં સમજપૂર્વક સભાન હોવું તે એક વાત છે અને ઉતાવળિયા થવું, રઘવાટ કરવો, તંગ થઈ જવું, ચિંતિત થઈ જવું તે બીજી વાત છે. માણસે સમયને દાસ બનાવવો જોઈએ. એના પોતે ગુલામ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ ન બનવું જોઈએ. કેટલાક લોકો સમય સાચવે છે, ઘડિયાળના ટકોરે બધું કરે છે, પણ એમના જીવનમાં કોઈ પ્રગતિ કે શાન્તિ દેખાતી નથી. વર્તમાન જગતમાં Time stress ઘણા માણસો અનુભવે છે અને એથી હૃદયની બીમારીના કે માનસિક તનાવના, ડિપ્રેશનના ભોગ બની જાય છે. જેમ સમયની સભાનતાની જરૂર છે તેમ નિરાંતની પણ એટલી જ જરૂર છે. કહ્યું છે : What is this life full of care, if there is no time to stand and stare. એટલા માટે જ એક લેખકે કહ્યું છે કે To do great work a man must be idle as well as very industrious. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વસ્થતા, સંયમ, ધીરજ, વગેરે સગુણો કાળના સ્વરૂપને સમજવામાં અને એનો વધુમાં વધુ લાભ લેવામાં ઉપયોગી નીવડે છે. આપણે જોઈએ છીએ કે દંભી માણસો પોતાની મોટાઈ બતાવવા માટે બીજાની સાથે સરખી વાત કરતા નથી. સમય વિશેની એમની કૃત્રિમ સભાનતામાં એમનું મિથ્યાભિમાન ડોકિયાં કરતું હોય છે. પોતાને જરા પણ ફુરસદ નથી એવું બતાવીને ભાગનારા પછી સમય પસાર કરવા માટે વલખાં મારતા હોય છે. માણસ સમયની બાબતમાં સતત સભાન હોય અને છતાં એની સભાનતા બીજાને કળાતી ન હોય અને એના વર્તનને જરા પણ કૃત્રિમ બનાવતી ન હોય તેવા માણસોએ કાળના મર્મને પચાવ્યો છે એમ કહી શકાય. કાંડે ઘડિયાળ પહેરી હોય છતાં અનેક માણસો પોતાનો કીમતી સમય વેડફી નાખે છે. જાણે કેટલો સમય વેડફાઈ ગયો Page #16 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे એ જાણવા માટે જ ઘડિયાળ ન પહેરી હોય ! જોકે એ જાણવાની દરકાર પણ કેટલાને હોય છે ? વસ્તુતઃ સમયને પારખવા માટે પોતાની પાસે ઘડિયાળ હોવી જરૂરી નથી. અનેક અપરિગ્રહી સાધુસંતો પાસે ઘડિયાળ નથી હોતી, પરંતુ સમયનો ખ્યાલ આપણા કરતાં તેમને વધુ હોય છે. સમય એમની આસપાસ સતત રમતો હોય છે. કોઈક મહાત્માઓને તો એવો મહાવરો થઈ ગયો હોય છે કે તેઓ કહે તે સમય સાચો જ હોય. કદાચ ઘડિયાળ ખોટી પડે, પણ તેઓ ખોટા ન પડે. જીવનમાં ભૌતિક સિદ્ધિઓમાં કાળનું મહત્ત્વ હોય કે ન હોય, આધ્યાત્મિક સિદ્ધિઓ માટે કાળનું મહત્ત્વ અનિવાર્ય છે. એક ક્ષણનો પણ પ્રમાદ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. મેળવેલી આધ્યાત્મિક સિદ્ધિઓને સ્થિર રાખવા માટે નિરંતર અપ્રમત્તાવસ્થા જરૂરી છે. એટલા માટે જ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને વારંવાર કહ્યું હતું કે હે ગૌતમ ! ‘સમય' માત્રનો પ્રમાદ ન કરશો. સમય ગોયમ મા પમાય | કાળ સાપેક્ષ છે. સૂર્યચંદ્ર ફરે છે તે માટે કાળ ફરતો દેખાય છે, પણ અંતરીક્ષમાં એવાં પણ સ્થળો છે કે જ્યાં કાળ થંભી ગયેલો લાગે. જેઓની આત્મસ્વભાવમાં રમણતા છે ત્યાં કાળ જાણે સ્થિર થઈ ગયો હોય એવી સૂક્ષ્માનુભૂતિ થાય છે. જ્યાં ત્રિકાળ જ્ઞાન છે, કેવળજ્ઞાન છે ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જ્ઞાન એકરૂપ હોય છે, યુગપદ્ હોય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પત્નિ પન્ના [ અતિવેળા ન બોલવું] ભગવાન મહાવીરની જન્મજયંતી પ્રસંગે એમનાં અનેક વચનોમાંથી ઉપરના એક માર્મિક વચનનું સ્મરણ થયું. ને વMI - નાતિત વહે એટલે કે અતિવેળા ન બોલવું, વેળાનો એક અર્થ થાય છે સમય, બીજો અર્થ થાય છે મર્યાદા. અતિવેળા ન બોલીએ એટલે કે ઘણા લાંબા સમય સુધી ન બોલવું અને અમર્યાદ (નિર્ધારિત મર્યાદા કરતાં વધારે) ન બોલવું. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પહેલાં પોતાના સાધકોને આપેલી શિખામણમાંની એક શિખામણ તે ઉપર્યુક્ત શિખામણ છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ એ એટલી જ સાચી છે. સાધકોને ઉદ્દેશીને કહેવાયેલા એ વચનમાંથી વર્તમાન સમયના સાધુઓ, સાધકો અને જાહેર જીવનમાં પડેલા વક્તાઓએ પણ બોધ લેવા જેવો છે. જૈન આગમગ્રંથોમાંના “સૂત્રકૃતાંગ' નામના આગમગ્રંથના ચૌદમા અધ્યયનમાં સાધુને માટે વિનય, સંયમ, ગુરુકુલવાસ, ગમનાગમન, શયન, સમિતિ-ગુપ્તિ વગેરે વિશે હિતવચનો કહેવામાં આવ્યાં છે. તેમાંનું એક હિતવચન તે બન્ને વન્ના Page #18 -------------------------------------------------------------------------- ________________ णाइवेलं वएजा છે. ભગવાન મહાવીરે પ્રત્યેક પરિસ્થિતિનું કેટલું સૂક્ષ્મ, પૃથક્કરણશીલ અવલોકન કરીને (અથવા પોતાના કેવળજ્ઞાનના ઉપયોગથી જોઈને) આવાં હિતવચનો કહ્યાં હશે તેની પ્રતીતિ થાય છે. ભગવાન મહાવીરે આપેલી દેશનામાંથી અનેક સૂત્રો એવાં મળે છે કે જે આધ્યાત્મિક જીવનમાં જેમ ઉપયોગી છે તેમ વ્યાવહારિક જીવનમાં પણ ઉપયોગી છે. ભગવાન મહાવીરે જે કહ્યું છે તેમાં ત્રિકાલાબાધિત સત્ય રહેલું છે. સાધુઓએ વ્યાખ્યાન આપતી વખતે સમ્યકુ ધર્મની પ્રરૂપણા કરવી જોઈએ; શાસ્ત્રથી વિપરીત વ્યાખ્યા ન કરવી જોઈએ; પોતાના વક્તવ્યમાં અભિમાન ન આવવું જોઈએ; પોતાના ગુણો જાહેરમાં ન દર્શાવવા જોઈએ; આત્મશ્લાઘા ન કરવી જોઈએ; અજ્ઞાન શ્રોતાઓની હાંસી ન ઉડાવવી જોઈએ; પોતાનો ઉપહાસ થાય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ; અસત્ય વચનો ન ઉચ્ચારવાં જોઈએ; દ્વિઅર્થી ન બોલવું જોઈએ; શાસ્ત્રના અર્થને છુપાવવો ન જોઈએ; પોતાના ગુરુમહારાજ પાસેથી જે પ્રમાણે શીખવા મળ્યું હોય તે પ્રમાણે જ બોલવું જોઈએ, ઘરનું દોઢડહાપણ ન કરવું જોઈએ; સ્યાદ્વાદમય સાપેક્ષ વચનો બોલવાં જોઈએ. અને નિં વાન્ના એટલે કે મર્યાદા વગરનું ન બોલવું જોઈએ - ઇત્યાદિ હિતવચનો વ્યાખ્યાનકારને ઉદેશીને ભગવાને કહ્યાં છે. જાહેરમાં ઊભા થઈ હાથમાં રાખેલા કાગળમાંથી વાંચીને બોલવું એ પણ કેટલાક વક્તાને માટે ક્ષોભ પમાડે એવી વાત છે. બે-પાંચ મિનિટ મોઢેથી બોલતાં પણ કેટલાકના પગ ધ્રજે છે. કેટલાકને થોડા અભ્યાસ પછી પાંચદસ મિનિટ પ્રાસંગિક Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બોલવાનું ફાવી જાય છે, પણ એક કલાક કોઈક ગંભીર વિષય ઉપર બોલવા જેટલી શક્તિ તેમનામાં હોતી નથી. ચીવટપૂર્વકના મહાવરાથી બધું જ સિદ્ધ થઈ શકે છે. પરંતુ વતૃત્વશક્તિ ખીલ્યા પછીથી કેટલાક વ્યાખ્યાતાઓને એવો ભ્રમ થાય છે કે જેમ વધારે લાંબું બોલાય તેમ પોતાની શક્તિનાં વખાણ થાય. ગઈ પેઢીના એક સાક્ષર જ્યારે પણ કોઈ વિષય પર બોલે ત્યારે વચમાં એકાદ વાક્ય તો એવું આવે જ કે ‘આ વિષય ઉપર હું ધારું તો છ મહિના સુધી રોજ વ્યાખ્યાન આપી શકું.' પોતાની વ્યાખ્યાનશક્તિનું માપ પોતે કેટલો સમય બોલી શકે છે તેના ઉપરથી તેઓ કાઢતા. પરંતુ અનુભવે જણાયું હતું કે એકની એક વાત વિષયાંતો સાથે દોહરાવ્યા સિવાય તેમની પાસે વિષયનું ઊંડાણ એટલું નહોતું, બલકે એ વિષય ઉપર એક કલાકનું સઘન વ્યાખ્યાન આપવા જેટલી સામગ્રી પણ તેમની પાસે નહોતી. એક વખત વક્તૃત્વશક્તિ ખીલ્યા પછી ઘણા લાંબા સમય સુધી બોલવું એ કંઈ અધરી વાત નથી. પરંતુ ઓછા સમયમાં સારું ને મુદ્દાસર કેમ બોલવું તેનું મહત્ત્વ વધારે છે. આપણે ત્યાં સામાન્ય જનતા સમયના માપ પ્રમાણે વક્તાનું માપ કાઢે છે અને વધુ સમય બોલનાર તે વધુ મોટા વક્તા એવો ભ્રમ સેવે છે. કેટલાક વ્યાખ્યાતાઓ પણ એ ભ્રમમાં રહે છે, પરંતુ ઓછી મિનિટોમાં સારું બોલવા માટે વધુ તૈયારી કરવી પડે છે. બેચારછ કલાક તો લવારી કરનાર પણ બોલી શકે છે. કૃષ્ણમેનન યુનોની સલામતી સમિતિમાં કાશ્મીરના પ્રશ્ન ઉપર સળંગ સાતેક કલાક બોલ્યા હતા, પરંતુ ત્યારે એમની પ્રશંસા નહિ, પણ ટીકા થઈ હતી. કેટલાક માણસો પાસે વક્તૃત્વશક્તિ ઘણી સારી હોય છે, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ णाइवेलं वएज्जा પરંતુ એને લીધે જ તેઓ સંક્ષેપમાં પોતાના વક્તવ્યને રજૂ કરી શકતા નથી. બોલવા બેસે ત્યારે ઘણું લાંબુ તેઓ બોલે છે. વસ્તુતઃ તેઓ બોલબોલ કરતા હોય છે. તેમનું વક્તવ્ય પ્રારંભમાં સારું લાગે છે, પરંતુ વેળાને-સમયમર્યાદાને એ અતિક્રમી જાય છે ત્યારે તે નીરસ અને બોજારૂપ બની જાય છે. થાકેલા શ્રોતાઓને પછી તેમાં રસ રહેતો નથી. કેટલાક લોકો બોલવા બેસે છે ત્યારે એમની શ્રવણેન્દ્રિય જાણે બંધ થઈ જાય છે અને પોતે બોલ્યા જ કરે છે. મુખમાંથી શબ્દો જાણે આવ્યા જ કરતા હોય છે. કેટલાકને “બોલ-વા” નામનો જાણે વા કે રોગ ન થયો હોય તેવું જણાય છે. કેટલાક ઉન્માદમાં આવી મિથ્યા પ્રલાપ કરવા લાગી જતા હોય છે. કેટલાક બોલે ત્યારે પોતાને માટે સમય જાણે સ્થગિત થઈ જતો હોય છે. પોતે જાણે ‘ભાષણ-સમાધિમાં ઊતરી જતા હોય છે, અને જગાડ્યા વગર તે જાગી શકતા નથી. ક્યારેક વ્યાખ્યાતાના વક્તવ્ય ઉપર એની વૃદ્ધાવસ્થાની અસર વરતાય છે. એક સમયે પોતાની વિસ્તૃત્વકલાને લીધે વખણાયેલા વક્તાઓ વૃદ્ધાવસ્થામાં પોતાની એ કલા ગુમાવી બેસે છે અને એમના વક્તવ્યની ગાડી વારંવાર પાટા ઉપરથી ઊતરી જતી હોય છે. પોતે શું બોલી ગયા છે તેની વિસ્મૃતિ થાય છે અને ચવાઈ ગયેલી જૂની વાત નવા ઉત્સાહથી કહેતા હોય છે. કેટલાક વક્તાઓની વિષયની માંડણી જ એટલી લાંબીપહોળી હોય છે કે એમના વક્તવ્યને માટે ત્રણ-ચાર કલાક પણ ઓછા પડે. કવિ દુલા કાગ કહેતા તેમ “અમને ઓછો સમય આપો એ તો ઓસરીમાં ઘોડો ફેરવવા બરાબર છે. અમારું એન્જિન ગરમ થાય અને વેગ પકડવા જાય ત્યાં તો એને બ્રેક Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ મારવાનો વખત આવે તે અમને કેમ ફાવે?' અલબત્ત કેટલાક વ્યાખ્યાતાઓ ત્રણ-ચાર કલાક સુધી શ્રોતાઓને પકડી રાખવાની લાયકાત ધરાવતા હોય છે, તો પણ દરેક વખતે તેઓનું વક્તવ્ય પ્રશંસાપાત્ર હોય છે તેવું નથી હોતું. વળી તેમનું આંધળું અનુકરણ કરવા જનારા તો થોડા વખતમાં જ બધેથી બહિષ્કૃત થતા હોય છે. કેટલાક મહાત્માઓ પણ એવા ભ્રમમાં હોય છે કે પોતે જેમ વધુ બોલે તેમ વધુ વખાણ થાય. તેઓ ખોટો માપદંડ લઈને નીકળતા હોય છે. ગંભીર વ્યાખ્યાનનું શ્રવણ કરવાની માણસની ચિત્તશક્તિ એકાગ્રતાપૂર્વક પોણા કલાકથી એક-દોઢ કલાક સુધી કામ કરતી હોય છે. એથી વધુ સમય લેવામાં આવે તો તે વક્તવ્યની અસર પછીથી મોળી પડતી જાય છે. વળી જેમ શ્રોતાનું ચિત્ત થાકે તેમ કંટાળો, ચીડ, અભાવ વગેરે અશુભ અધ્યવસાયો ચાલવા લાગે છે. શ્રોતાઓના ચિત્તને ત્રાસ આપવો એ પણ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે, એ સમજવાની આવશ્યકતા છે. હમણાં હમણાં તો પોતાના વ્યાખ્યાનની કેસેટ ઉતારવાની ઘેલછા વધતી જાય છે. કૅસેટ પૂરી ભરાય એટલા માપે બોલવા જતાં કેટલીક વાર વ્યાખ્યાતાઓને છાશમાં પાણી નાખ્યા કરવું પડતું હોય છે. આપણે ત્યાં કેટલાક જાહેર કાર્યક્રમો એટલા બધા લાંબા ચાલતા હોય છે કે આરંભમાં પાંચસો-હજાર માણસ હોય તેમાંથી ચાર-પાંચ કલાકને અંતે પ્રમુખ કે મુખ્ય અતિથિ જ્યારે બોલવા ઊભા થાય ત્યારે પાંચ-પચ્ચીસ માણસની હાજરી પણ રહી હતી નથી. આયોજન જ દષ્ટિ વિનાનું હોય છે. શક્ય એટલા વધુમાં વધુ મહાનુભાવોનાં નામો પત્રિકામાં છપાય છે અને કાર્યક્રમમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ णाइवेलं वएना ગોઠવાય છે; અને દરેકને બે-પાંચ મિનિટ આપતાં આપતાં પણ કાર્યક્રમ ચાર-પાંચ કલાકનો થઈ જાય છે. વર્તમાન સમયમાં જાહેર કાર્યક્રમોમાં વિવેક ખાતર કે શરમને ખાતર આવેલા અને બેઠેલા શ્રોતાઓ ઉપર વાણીનો વક્તાઓ દ્વારા એટલો બધો અત્યાચાર થાય છે કે કાર્યક્રમ પૂરો થાય ત્યારે સજા પૂરી થયાનો, છુટકારાનો અનુભવ થાય છે. આપણા સમાજના કેટલાક સમર્થ આગેવાનોને એવી ટેવ હોય છે કે આખો લાડવો પોતે જ ખાઈ લેવો; પછી બીજાઓનું જે થવાનું હોય તે થાય. પોતાને મળેલી પાંચ-દસ મિનિટને બદલે પોણો કલાક જેટલો સમય ઇરાદાપૂર્વક પચાવી પાડીને તે પોતાનું વક્તવ્ય આડુંઅવળું ઝીંકે છે. તે પૈસાથી કે પ્રતિષ્ઠાથી એટલા મોટા હોય છે કે ચિઠ્ઠી મોકલવાની કે ઘંટડી વગાડવાની કોઈ હિમ્મત દાખવી શકતું નથી. તેનો ગેરલાભ લઈને તેઓ આખા પ્રસંગ ઉપર પોતાની વાણીનું વર્ચસ્વ જમાવીને બેસી જાય છે અને બીજાઓને જાણી-જોઈને અન્યાય કરે છે. હમણાં હમણાં જાહેર કાર્યક્રમોને વધુ ઉઠાવદાર બનાવવા માટે એનું સંચાલન કોઈ વિશિષ્ટ વ્યક્તિ(માસ્તર ઑફ સેરેમની)ને સોંપાય છે, પરંતુ આવા ઘણા કાર્યક્રમો વિશિષ્ટ વ્યક્તિના સંચાલનના કારણે જ “અતિવેલામાં પરિણમે છે અને ડહોળાઈ જાય છે. વક્તાનો જન્મથી માંડીને વર્તમાન સમય સુધીનો વિગતે પરિચય અપાય છે અને પ્રત્યેક વક્તાના વક્તવ્ય પછી સંચાલકે થોડી શાયરી, એકાદ ટુચકો અને પોતાનો એકાદ અનુભવ કહેવાની જાણે કે ફોર્મ્યુલા થઈ ગઈ હોય તેમ વક્તાઓના કુલ વક્તવ્યના સમય કરતાં સંચાલકે પોતે લીધેલો સમય બમણો કે ત્રણ ગણો થઈ જાય છે. આવા કાર્યક્રમો Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ આરંભમાં રસિક અને ઉઠાવદાર હોય છે, પરંતુ અંતે તે નીરસ અને થકવનારા નીવડે છે. અતિવેલાનો લક્ષણાથી એક અર્થ “કવેળા' એવો પણ લઈ શકાય. માણસે યોગ્ય સમયે યોગ્ય બોલવું જોઈએ. આપણામાં કહેવત છે ને કે લગ્નપ્રસંગે મરસિયા ન ગવાય. કેટલાક વક્તાઓ એવી ગ્રંથિથી પીડાતા હોય છે કે તેઓ જાહેરમાં જ્યાં સુધી પ્રસંગથી વિરુદ્ધ પોતાનો સૂર ન કાઢે અને બેચાર અયોગ્ય શિખામણો ન ઉચ્ચારે ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. આવા વક્તાઓ આખા પ્રસંગને ડહોળી નાખે છે અને વાતાવરણને વિવાદમય બનાવી મૂકે છે. આપણા જાહેર જીવનમાં પડેલી કેટલીક મોટી વ્યક્તિઓ સમારંભોમાં જ્યારે પ્રમુખસ્થાને બિરાજે છે ત્યારે તેમનામાં એવી ગ્રંથિ હોય છે કે પ્રમુખ તરીકે ઉપસંહાર કરતી વખતે વક્તાઓનાં વક્તવ્ય કરતાં કંઈક વિરોધી સૂર કાઢવો જ જોઈએ, અને એ રીતે પોતાની ઉચ્ચતા પ્રસ્થાપિત કરવી જોઈએ. વ્યાખ્યાતાના વ્યાખ્યાનના અભિપ્રેત વક્તવ્ય કરતાં વિરોધી સૂર ઇરાદાપૂર્વક વ્યક્ત કરવો એ ઔચિત્યભંગ ગણાય અને શ્રોતાઓના ચિત્તમાં દ્વિધા ઉત્પન્ન કરીને એમને ક્ષુબ્ધ બનાવનાર કહેવાય. ભગવાન મહાવીરે ફિક્ત વન્ન આ બે શબ્દમાં જ વાણીના સંયમનો અને વક્તવ્યના ઔચિત્યનો મહિમા કેટલી સચોટ રીતે દર્શાવ્યો છે ! અનેક વક્તાઓએ અને સભાસંચાલકોએ એમાંથી બોધપાઠ લેવા જેવો છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ आतुरा परितावेन्ति [ આતુર માણસો પરિતાપ કરાવે છે ] ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એક સ્થળે કહ્યું છે કે માત્ર પરિતાત્તિ અર્થાત્ આતુર માણસો બીજાને પરિતાપ કરાવે છે. હમણાં હમણાં દુનિયામાં ઘણા દેશોમાં રાજદ્વારી અરાજકતાનું કે આતંકવાદી ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે. અચાનક કેટલાય નિર્દોષ માણસો પોતાના પ્રાણ ગુમાવે છે. પોતાના એક ધ્યેયને પાર પાડવા માટે સત્તાતુર માણસો બીજા અનેક નિર્દોષ માણસોનો પ્રાણ લેતાં અચકાતા નથી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાલ, કોલંબિયા, લેબનોન, ઈઝરાયેલ વગેરે દેશમાં બનતી હિંસાત્મક ઘટનાઓ આ કથનને પુરવાર કરે છે. ભારતમાં પંજાબ, કાશ્મીર, આસામ, દિલ્હી, મુંબઈ વગેરે સ્થળે બનતી ભયંકર બૉમ્બ-વિસ્ફોટની ઘટનાઓ બતાવે છે કે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે માણસ ભયંકર હિંસક ઉપાયો અજમાવીને વેર વાળે છે. માણસ માનવતા ગુમાવી દઈને કેટલી બધી નીચી પાયરીએ ઊતરી જઈ શકે છે તે આવી ઘટનાઓ દર્શાવે છે. આતુર” શબ્દના જુદા જુદા અર્થ થાય છે : આતુર એટલે અધીરો, આકુળવ્યાકુળ, પોતાની ઇચ્છાઓ તૃપ્ત કરવા માટે ધમપછાડા કરનાર. આતુર એટલે ઘવાયેલો, સ્વમાનભંગ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ થયેલો, નિરાશ થયેલો માણસ. આતુર એટલે માંદો, અશક્ત માણસ. (સંસ્કૃતમાં આતુરશાલા એટલે ઇસ્પિતાલ.) આતુરતા એટલે ઉત્કંઠા, અપેક્ષા, ભાવના, ઉત્સુકતા, ઇચ્છા વગેરે. પરંતુ માતુરા તાત્તિમાં આતુરતા શબ્દ વિશિષ્ટ અર્થમાં વપરાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે વિષય અને કષાયોને કારણે કેટલાયે જીવો અજ્ઞાનમય, દુઃખમય, દુર્બોધમય અને હીનતામય જીવન જીવે છે. તેઓ પોતાની આતુરતાને કારણે બીજાં પ્રાણીઓને પરિતાપ ઉપજાવે છે. બીજી બાજુ સાચા, સંયમી પુરુષો કોઈ પણ પ્રકારના જીવને પરિતાપ ન થાય, દુઃખ કે કષ્ટ ન થાય એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરે છે. આતુરતા વિવિધ પ્રકારની હોય છે. ક્ષુધાતુર, તૃષાતુર, કામાતુર, ધનાતુર, યશાતુર, પદાતુ૨, સત્તાતુર, વિજયાતુર એમ ભિન્ન ભિન્ન પ્રકારના આતુર માણસો સંસારમાં જોવા મળે છે અને તે દરેકમાં પણ જુદી જુદી કક્ષા હોય છે. - કેટલીક તીવ્ર અને અદમ્ય વાસનાઓ માણસને જંપીને બેસવા દેતી નથી. તેવા માણસો પોતાની વાસનાઓની તૃપ્તિ માટે નિર્લજ્જ બનીને બહુ ઉપદ્રવ કરે છે, કાવાદાવા કરે છે. એમ કરવામાં બીજા લોકોને કષ્ટ પડે તો તેની તેમને ચિંતા હોતી નથી; બલકે બીજાને કષ્ટ આપીને તેઓ રાજી થાય છે. આતુરતા ઉગ્ર બનતાં તેઓ આક્રમક કે હિંસાત્મક સ્વરૂપ પણ ધારણ કરે છે. ભૂખ લાગી હોય અને માણસ ભોજન માટે તડપતો હોય તો તેવો સુધાતુર માણસ ભોજન ન મળે તો ઉત્પાત મચાવે છે. કહેવાયું છે કે વુમુક્ષિતઃ વિ જ કરોતિ પાપમ્ ? ભૂખ્યો માણસ શું પાપ ન કરી બેસે ? ભૂખથી પીડાતા માણસોએ, ક્ષુધાતુરોએ કશું ન મળતાં સર્પાદિ ખાઈને ભૂખ સંતોષ્યાના બનાવો બન્યા Page #26 -------------------------------------------------------------------------- ________________ आतुरा परितावेन्ति ૧૭ છે. ગઈ સદીમાં ઉત્તર ધ્રુવની શોધસફરે નીકળેલા કેટલાક સાહસિકોએ પોતાનો ખોરાક ખૂટતાં અદમ્ય ભૂખને કારણે પોતાના વહાલા કૂતરાઓને મારીને અથવા પોતાના પ્રિય સાથીદારને મારી નાખીને એનું માંસ ખાધું છે. દુકાળના વખતમાં ક્ષુધાતુર માતાએ પોતાનાં નાનાં કુમળાં બાળકોને મારી નાખીને એનું માંસ ખાઈ પેટ ભર્યાના બનાવો પણ બન્યા છે. ભૂખની વેદનાવાળો માણસ ભૂખ સંતોષવા ગમે તે અભક્ષ્ય ખાવા તૈયાર થઈ જાય છે. તૃષાતુર માણસ ગટરનું પાણી પીતાં પણ અચકાતો નથી. જો ભૂખ-તરસ જેવી પ્રાથમિક સંવેદનાઓ પણ જ્યારે અતિશય ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માણસને સ્વાર્થાંધ બનાવી દે છે અને તેની પાસે પાપાચરણ કરાવે છે, તો અન્ય ઉગ્ન સંવેદનાઓની તો વાત જ શી ! કામવાસનાની આતુરતા માણસ પાસે ક્યારેક ભયંકર અનર્થો કરાવે છે. ામાતુરાળાં ન મયં ન તન્ના - ‘કામાતુર માણસોને લાજશરમ રહેતી નથી કે ભય રહેતો નથી' – એવી સાચી લોકોક્તિ પ્રચલિત છે. કામાતુર માણસો પોતાની વાસના સંતોષવા જતાં વચ્ચે આવનારનું ખૂન પણ કરી નાખે છે. પોતાને જેના તરફ જાતીય આકર્ષણ થયું હોય તેવી વ્યક્તિ બીજાને પરણી ગઈ હોય તો તેને તથા તેને પરણનારને મારી નાખવા સુધીના વિચારો કે કાર્યો થતાં હોય છે. પોતાના ગુપ્ત જાતીય વ્યવહારમાં કોઈ આડે આવતું હોય તો તેનો કાંટો કાઢી નાખતાં માણસ અચકાતો નથી. કેટલીક વાર તો પરપુરુષ સાથેના પોતાના ગુપ્ત સંબંધોને લીધે સ્ત્રીએ પોતાના પતિનું ખૂન કર્યું હોય એવા બનાવો પણ બને છે. પોતાની વાસનાની તૃપ્તિ માટે સ્ત્રી સંમતિ ન આપતી હોય તો તેને મારી નાખવાના બનાવો Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ પણ બને છે. આમ, કામવાસનાની ઉગ્ર આતુરતાનો અનર્થો ઘણા જોવા મળે છે. ધનની થોડીઘણી આતુરતા લગભગ બધા જ માણસોમાં હોય છે. પોતાના ગુજરાન માટે પ્રમાણિકતાથી સ્વાભાવિક રીતે ધન કમાવું એ જુદી વાત છે, પરંતુ મોટા ધનપતિ થવાની મહત્ત્વાકાંક્ષા માણસને જ્યારે સતાવે છે ત્યારે તે જાતજાતનાં કુટિલ કાર્યો કરવા પ્રેરાય છે. પોતાના કરતાં બીજી કોઈ વ્યક્તિ ધંધામાં કે ઉદ્યોગમાં આગળ નીકળી ન જાય તે માટે વિવિધ પ્રકારના કપટભર્યા રસ્તાઓ તેને અપનાવવા પડે છે. એવા ધનાતુર માણસો અન્ય લોકોને સતત પરિસંતાપ કરાવતા રહે છે. જ્યારે તેમની આતુરતાની માત્રા અતિશય વધે છે ત્યારે તેમના સ્વભાવમાં પણ ઉગ્રતા અને અભિમાન આવી જાય છે. એનો કષ્ટદાયક અનુભવ સ્વજનોને, સંબંધીઓને પણ થાય છે. એમનું અભિમાન પરિસ્થિતિ બગડતાં આક્રમક સ્વરૂપ ધારણ કરે છે. કોઈએ પોતાનો સ્વમાનભંગ કર્યો હોય અથવા કોઈએ પોતાને મહેણું માર્યું હોય તો તે સહન ન થતાં ધનપતિઓએ બીજાને પાયમાલ કર્યાના કે મરાવી નાખ્યાના દાખલાઓ સમાજમાં વારંવાર જોવા મળે છે. માણસને પોતાના જીવનનિર્વાહ માટે જે કેટલીય વસ્તુઓની જરૂર પડે છે એ માટે તે પરિશ્રમ કરે છે, કમાણી કરે છે અને પોતાને જોઈતી વસ્તુ ન્યાયપૂર્વક મેળવે છે. જ્યાં સુધી આ પ્રકારનો વ્યવહાર ચાલે છે ત્યાં સુધી આતુરતાને કે સંઘર્ષને એકંદરે અવકાશ રહેતો નથી. પરંતુ ચીજવસ્તુઓ ઓછી હોય અને તે મેળવવા માટે ઉમેદવારો ઘણાબધા હોય ત્યારે દરેકના ચિત્તમાં સ્વાર્થ તરવરી રહે છે. જરૂર પડે તો બળ અજમાવીને, Page #28 -------------------------------------------------------------------------- ________________ आतुरा परितावेन्ति ૧૯ ઝૂંટાઝૂંટ કરીને પણ પોતાને માટે ચીજવસ્તુ મેળવી લેવી જોઈએ એવું માનનારા આતુર લોકો દુનિયામાં ઓછા નથી. યશાતુર માણસો પણ બીજાઓને સંતાપ કરાવે છે. કોઈ પણ પ્રકારે નામના મેળવવી એ એમનું લક્ષ્ય હોય છે. પોતાનાં સદ્ગુણો અને કાર્યો અનુસાર કેટલાક માણસની સમાજમાં ચોમેર કીર્તિ સ્વાભાવિક રીતે પ્રસરતી હોય છે. તેઓ બીજાને પરિતાપ કરાવતા નથી. સાચા સાધુસંતો કે સજ્જન માણસો પ્રસિદ્ધિ માટે પુરુષાર્થ કે ચેષ્ટા કરતા નથી. પરંતુ કેટલાક માણસો સમાજમાં અનેક લોકો પોતાને ઓળખે એટલા માટે કંઈક ને કંઈક તુક્કાઓ દોડાવતા રહે છે. પોતાનાં નાનાં-મોટાં કાર્યની નોંધ જો લોકોએ કે વર્તમાનપત્રોએ લીધી ન હોય તો તેઓ બેચેન બની જાય છે. પોતાનો રોષ અનેક લોકો ઉપર તેઓ ઠાલવે છે. યેનન પ્રજારેન પ્રસિદ્ધ પુરુષો મવેત્ એ એમનો મંત્ર હોય છે. કેટલાક કીર્તિના વ્યસની માણસોને થોડા દિવસ સુધી જો પ્રસિદ્ધિમાંથી બાકાત રાખવામાં આવે તો તેમની માનસિક બીમારી વધી જાય છે અને તેઓ બીજાને ઉપદ્રવો કરવાનું ચાલુ કરી દે છે. જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસો પદાતુર હોય છે. કોઈક સંસ્થામાં કોઈક નાનું કે મોટું પદ મેળવવા માટે તેમની તાલાવેલી એટલી બધી તીવ્ર કે ઉત્કટ હોય છે કે પોતાને તે પદ ન મળે ત્યાં સુધી તેઓ જંપીને બેસતા નથી. માણસને પોતાની પાત્રતા અનુસાર કોઈ પદ સ્વાભાવિક રીતે મળે તો તે જુદી વાત છે. પરંતુ પોતાનામાં પાત્રતા ન હોય તો પણ અમુક પદ મેળવવા માટેની તેમની લાલસા એટલી બધી આવેગમય હોય છે કે તેની જાણ થતાં કેટલાય લોકોને તેમના પ્રત્યે તિરસ્કારનો ભાવ થાય છે; નિંદા અને કલહનું વાતાવરણ સર્જાય છે. પદ મેળવવા માટે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦. વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ આંટીઘૂંટી અને કાવાદાવાની યોજના થાય છે. એકાદ એવા માણસને કારણે બીજા કેટલાય માણસોને પણ માનસિક પરિતાપ થયા કરે છે. ખુદ પદાતુર માણસને પણ માનસિક પરિતાપ ઓછો હોતો નથી. જો પોતે પદ મેળવવામાં પરાજિત થાય છે તો સ્વબચાવ અને પરનિંદાનું તેનું વિષચક્ર લાંબા સમય સુધી ઘૂમ્યા કરે છે. આતુરતાનું મોટું ક્ષેત્ર તે રાજકારણ છે. જેમ દેશ મોટો અને સત્તા મોટી તેમ તેમાં સર્વોચ્ચ પદ મેળવવા માટેના ઉમેદવારો ઘણા બધા રહેવાના. અન્ય ક્ષેત્રો કરતાં રાજકારણમાં પડેલા સત્તાતુર માણસો લોકોને વધુ પરિતાપ કરાવે છે. હવે તો જ્યારે પ્રચાર-માધ્યમો ઘણાં વધી ગયાં છે ત્યારે સત્તાતુર માણસોના કાવાદાવાની ઘણી બધી ગુપ્ત વાતો બહાર આવી જાય છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે માણસ મોટી લાંચ આપે છે, મોટી લાંચ લે છે અને વખત આવ્યે પ્રતિસ્પર્ધી જૂથની વ્યક્તિઓને યુક્તિપ્રયુક્તિથી મરાવી પણ નાખે છે. સામ્યવાદી દેશોમાં સ્ટેલિન અને બીજા સત્તાધીશોએ પોતાના સત્તાકાળ દરમિયાન સત્તાતુરતાને ખાતર હજારો-લાખો માણસોની ગુપ્ત રીતે હત્યા કરાવી નાખી છે. સત્તાનો નશો ક્યારેક આખી પ્રજાને એવો ચડે છે કે તે પાડોશી રાજ્યોનો પ્રદેશ પચાવી પાડવા માટે અથવા તેના ઉપર વર્ચસ્વ જમાવવા માટે યુદ્ધનો આશરો લે છે. દુનિયાના તમામ યુદ્ધોના મૂળમાં સત્તા પર રહેલી વ્યક્તિઓની પોતાની સત્તા માટેની અને વિજય માટેની આતુરતા જ કારણરૂપ હોય છે. સત્તા પર રહેવું, વિજયાતુર બનવું અને બીજી બાજુ દુશ્મન દેશો પ્રત્યે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ आतुरा परितान्ति ઉદાર બની ક્ષમાની ભાવનાને અપનાવવી એ બે વસ્તુ સામાન્ય રીતે એકસાથે સંભવી ન શકે. માણસમાં જાગેલી તીવ્ર અભિલાષાઓ તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષમાં પરિણમે છે. જ્યારે ઇચ્છા, વાસના, અભિલાષા, આતુરતા ઇત્યાદિની તીવ્રતા, ઉત્કટતા કે ઉગ્રતા મનુષ્યના ચિત્તમાં પ્રવર્તે છે ત્યારે એની સ્વસ્થતા ચાલી જાય છે. સારાસારનો વિવેક કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. એ વખતે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે સગુણો પણ તેને અપ્રિય થઈ પડે છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તે નિર્દય બનતાં અચકાતો નથી. બીજા લોકોને માનસિક પરિતાપ પહોંચાડવાની વાત તો હોય જ છે, પરંતુ આવા નિર્દય અને આતુર માણસો બીજાની હત્યા કરવામાં પણ સંકોચ કે લજ્જા અનુભવતા નથી. માણસ જ્યારે સ્વાર્થી બની જાય છે ત્યારે માનવતાનો સહજ સગુણ તેનામાંથી અદશ્ય થઈ જાય છે. કેટલાક આતુર માણસોમાં, રાતદિવસ એક જ વાતનું સતત ચિંતન, સેવન કે રટણ કરવાને લીધે, એવી ગ્રંથિ બંધાઈ જાય કે જેથી તેમની પરપીડનની વૃત્તિ આવેગવાળી, ઉન્માદમય બની જાય છે. તેઓ જ્યાં સુધી કોઈકને કષ્ટ આપે નહિ, દુઃખ આપે નહિ, પરિસંતાપ કરાવે નહિ ત્યાં સુધી તેમને શાંતિ વળતી નથી. કેટલાક પારધીઓ અથવા શિકારનું વ્યસન ધરાવતા માણસો પશુપક્ષીનો શિકાર તો કરે જ છે, પરંતુ પોતે જેનો શિકાર કર્યો હોય તે પશુ કે પક્ષીને જ્યાં સુધી પોતાની નજર સામે તરફડતું જુએ નહિ ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. કેટલાક આતુર લોકોને પરપીડન પ્રકારની આવી ગ્રંથિ વારંવાર સતાવતી રહે છે. જગતમાં જો શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હોય, રાષ્ટ્ર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ અને રાષ્ટ્ર વચ્ચે, પ્રજા અને પ્રજા વચ્ચે બંધુત્વ અને સહકારની ભાવના જો સ્થાપિત કરવી હોય તો પ્રત્યેક કક્ષાએ આતુરતાને સંયમિત રાખવી પડશે. જેમ આતુરતા ઓછી તેમ પરિતાપ ઓછો. આતુરતાને સંયમમાં રાખવા માટે સૌથી પહેલી જરૂ૨ છે સંતોષની. માણસ જ્યાં સુધી પોતાની ઇચ્છાઓને સ્વેચ્છાએ પરિમિત કરતો નથી ત્યાં સુધી આતુરતા ઉપર તે વિજય મેળવી શકતો નથી. ઇચ્છાઓનો કોઈ અંત નથી. માણસે પોતાની શક્તિ, કક્ષા, ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ઇચ્છાઓને પરિમિત કરતાં રહેવું જોઈએ. એ પરિમિતતા જ્યાં સુધી વ્રતના રૂપમાં આવતી નથી ત્યાં સુધી પરિમિત કરેલી ઇચ્છા પણ અચાનક અપરિમિત બની જઈ શકે છે. આ એનું મોટું ભયસ્થાન છે. ઇન્દ્રિય-સંયમ અને ઇચ્છા-પરિમાણ દ્વારા પ્રાપ્ત થતો આનંદ કેટલા ઊંચા પ્રકારનો છે તે વિશેષપણે તો સ્વાનુભવથી જ સમજાય છે. જ્યાં આતુરતાનો અભાવ છે ત્યાં સંયમ, સરળતા, સ્વાભાવિકતા, નિર્દોષતા, પ્રમાણિકતા, ન્યાયબુદ્ધિ પ્રવર્તવા માટે વિશેષ અવકાશ રહે છે. કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હશે તો પ્રત્યેક કક્ષાએ ‘આતુરતા’ને પરિમિત કરતાં રહેવું પડશે ! ભગવાન મહાવીરે ખાતુરા તિાવેત્તિ એ બે શબ્દમાં સંસારના દુઃખદ સ્વરૂપનું અને મનુષ્યના મનની નબળી લાક્ષણિકતાનું કેટલું વિશદ દર્શન કરાવ્યું છે ! Page #32 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं [યૌવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે] છેલ્લા એક-બે દાયકામાં જૈનોના જુદા જુદા સંપ્રદાયોમાં સાધુઓના શિથિલાચારની, દીક્ષાત્યાગની, આપઘાતની, નાણાંની ઉચાપતની બનતી ઘટનાઓએ સમાજને વારંવાર સંક્ષુબ્ધ કરી મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રચાર-માધ્યમો વધ્યાં છે અને સનસનાટીભરી ઘટનાઓ પ્રસિદ્ધ કરી યશ ખાટી જવાની તેઓની વૃત્તિ પણ વધતી જાય છે. એથી ક્યારેક ઘટના નાની હોય તો પણ તેને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે છે. ક્યારેક તો ઉતાવળે ખોટી કે અધૂરી માહિતી અપાઈ જાય છે. અલબત્ત, પ્રચાર-માધ્યમોને ક્યારેય અટકાવી નહિ શકાય. જોકે બીજી બાજુ ક્યારેક તો તેઓ એ દ્વારા સમાજને માહિતગાર અને જાગ્રત કરવાની ઈષ્ટ સમાજસેવા પણ બજાવે છે. પરંતુ જે સાવધ રહેવા જેવું છે તે તો સાધુ સમાજે જ છે. - સાધુઓના શિથિલાચારની ઘટનાઓ આજકાલની નથી. વિશ્વામિત્રથી પણ વધુ પ્રાચીન કાળની છે. વસ્તુતઃ જેમ ખોટા દાક્તરો હોય છે, લેભાગુ ઇજનેરો હોય છે, અપ્રમાણિક અધ્યાપકો હોય છે, લુચ્ચા વેપારીઓ હોય છે, ભ્રષ્ટ ન્યાયાધીશો હોય છે તેમ સમાજમાં વખતોવખત શિથિલાચારી સાધુઓના દાખલા પણ બનતા રહેવાના. એવી ઘટનાઓ દરેક ક્ષેત્રે કેવી રીતે ઓછી બને તે જ સમાજે વિચારવાનું રહે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ જેમ સૌથી ઊંચી અને કઠિન પરીક્ષાઓમાં પાસ થનારની સંખ્યા અલ્પ હોય છે તેમ સાધુતાની પરીક્ષામાં સારી રીતે પાસ થનારાઓ અલ્પસંખ્ય જ રહેવાના. એમાં પણ દુનિયાના જુદા જુદા ધર્મોમાં ગૃહત્યાગી સાધુ-સંન્યાસીઓના જે નિશ્ચિત આચાર હોય છે તેમાં સૌથી વધુ કઠિન સાધ્વાચાર જૈન ધર્મમાં ગણાયો છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનું મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધ ત્રિવિધ અર્થાત્ નવ કોટિએ નિરતિચાર પાલન કરવું ઘણું જ દુષ્કર છે. આ પાલન પણ કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં જેટલું દુષ્કર નથી તેટલું દુષ્કર યૌવનાવસ્થામાં છે. એટલે જ ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યનનસૂત્રમાં કહ્યું છે : .जहा अग्गिसिहा दित्ता, पाई होइ सुदुक्करा । तहा दुक्कर करेउं जे तारुण्णे समणत्तणं ॥ [ જેમ અગ્નિની શિખાનું પાન કરવું દુષ્કર છે તેમ તરુણ વયમાં સાધુપણાનું પાલન કરવું દુષ્કર છે. ] ઘરબાર છોડી, માતાપિતા અને સગાંસંબંધીઓનો ત્યાગ કરીને દીક્ષા લેવાનું ઘણું અઘરું છે, પરંતુ દીક્ષા લીધા પછી તેને સાધંત નિભાવવું એથી પણ ઘણું બધું અઘરું છે અને નિભાવવા કરતાં એને સાચી રીતે શોભાવવાનું તો દુષ્કરમાં દુષ્કર છે. સમાજની કુલ વસ્તીમાંથી દીક્ષિત થનારની સંખ્યા અડધા ટકાથી પણ ઓછી હોય છે અને દીક્ષિત થયેલાઓમાંથી સંયમધર્મનું સાચી રીતે પાલન કરનારાઓની સંખ્યા તો એથી પણ ઘણી ઓછી રહે છે. દીક્ષા લીધા પછી કલંકરહિત, પરંતુ ગતાનુગતિકતાપૂર્વક યંત્રવતું દીક્ષાનો ભાર વહન કરીને જીવન Page #34 -------------------------------------------------------------------------- ________________ - - - - - - दुक्करं करेउ तारुण्णे समणत्तण જેમતેમ પૂરું કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. આમ બનવું અસ્વાભાવિક નથી, કારણ કે આ માર્ગ જ એવો કઠિન છે. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણીસમા અધ્યયનમાં કહ્યું છે : वालुयाकवले चेव निरस्साए उ संजमे । असिधारागमणं चेव दुक्करं चरिउं तवो ।। [ સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે. તેવી જ રીતે તપશ્ચર્યાનો માર્ગ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો દુષ્કર છે. ] अहिवेगंतदीट्टीए चरिते पुत्त दुक्करे । जवा लोहमया चेव चायेयव्या सुदुक्करं ॥ [ જેમ લોઢાના જવ ચાવવા દુષ્કર છે તેમ સર્ષની જેમ એકાન્તદષ્ટિથી – એકાગ્રતાથી ચારિત્રનું પાલન કરવું દુષ્કર છે. ] जहा भुयाहिं तरिउं दुक्करं रयणायरो । तहा अणुवसन्तेणं दुक्करं दमसागरो । [ જેમ ભુજાઓથી સમુદ્ર તરી જવો દુષ્કર છે તેમ ઉપશાન્ત નહિ થયેલા જીવ માટે સંયમરૂપી સાગર તરી જવો દુષ્કર છે. ] છેક પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી દુનિયાના દરેક ધર્મમાં એવા માણસો જોવા મળે છે કે જેઓ ઘરબાર છોડી સાધુસંન્યાસી થઈ ગયા હોય. કેટલાક માણસો પ્રકૃતિથી ભોગોપભોગથી વિમુખ હોય છે. પરંતુ જેટલા સાધુ-સંન્યાસી, ભિખુ, પાદરી, ફકીર ઇત્યાદિ થયા હોય તે બધા જ ત્યાગ-વૈરાગ્યની Page #35 -------------------------------------------------------------------------- ________________ વરપ્રભુનાં વચનો – ભાગ ૧ સાચી ભાવનાથી પ્રેરાઈને સંયમના માર્ગે સાચી રીતે પ્રવર્યા હોય એવું નથી. કેટલાકે અજ્ઞાનથી, લાચારીથી, દુઃખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઈ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વૈરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે. કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુઃખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગપભોગની સામગ્રી સુલભ બનતાં ફરી તેમનામાં સાંસારિક ભાવો અને કલ્પનાઓ જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશેષ પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે. બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઈ શકે. કોઈકમાં એક પ્રકારની શક્તિ હોય તો કોઈકમાં અન્ય પ્રકારની. તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એકસરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છે : (૧) પાર્થસ્થ (પાસસ્થા), (૨) અવસગ્ન (ઓસન્નો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ Page #36 -------------------------------------------------------------------------- ________________ दक्करं करे तारण्णे समणत्तणं પ્રકારના દરેકના પેટા પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે : पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो । યુ-યુ-તિ-ટુ-ળા-વિદા અવંતિજ્ઞા બિનવનિ [ પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ – આ પાંચના અનુક્રમે બે, બે, ત્રણ, અને અનેક – એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે. ] પાસત્થા (પાર્થ0) એટલે બાજુમાં રહેલા અથવા માર્ગથી બાજુ પર ખસી પડેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચરિત્રરૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાર્શ્વસ્થ. પાર્શ્વસ્થના બે પ્રકાર છે – સર્વ પાર્થસ્થ એટલે સંપૂર્ણપણે ભ્રષ્ટ થયેલા ને દેશ પાર્થસ્થ એટલે અમુક અંશે ભ્રષ્ટ થયેલા. અવસગ્ન એટલે જે સાધુઓ પોતાના આચારના પાલનમાં શિથિલ, પ્રમાદી કે અનુત્સાહી હોય. એમના બે પ્રકાર છે – સર્વ અવસગ્ન અને દેશ અવસગ્ન. કુશીલ એટલે ખરાબ આચરણવાળા. જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના પાલનમાં પણ દોષવાળા હોય છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ પણ હોય અને કેટલાક દોષો હોય તો તેને “સંસક્ત કહેવામાં આવે છે. યથાછંદ એટલે પોતાની મરજી મુજબ વર્તનારા, ગુરુની આજ્ઞામાં ન રહેનારા, ઉસૂત્ર પ્રરૂપણા કરનારા, એશઆરામનું જીવન જીવવાવાળા શિથિલાચારી સાધુઓ. તેઓ અનેક પ્રકારના હોય છે. આ પાંચ પ્રકારના સાધુઓને જૈન ધર્મમાં અવંદનીય કહ્યા છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વરપ્રભુનાં વચનો – ભાગ ૧ સાધુઓમાં શિથિલતા આવવાનાં અઢાર સ્થાન દશવૈકાલિકસૂત્રમાં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતના પાલનની વાત મુખ્ય છે અને એમાં પણ કઠિન વ્રત બ્રહ્મચર્યનું છે. સાધુસાધ્વીઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાને અસમર્થ બને છે ત્યારે તેમનામાં આચારની શિથિલતાના વિવિધ પ્રકારના દોષો ઉદ્ભવવા લાગે છે. બ્રહ્મચર્ય વ્રત એટલું દુષ્કર છે કે તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની નવ વાડ બતાવવામાં આવે છે. એ વાડ સાચવવાથી વિકાર કે પતનનાં દ્વાર બંધ રહે છે. જેઓ આ વાડની બાબતમાં પ્રમાદ સેવે છે તેઓનું ક્યારે પતન થઈ જાય છે તે કહેવાતું નથી. હિંદુ, બૌદ્ધ, ઇસ્લામ કે યહૂદી વગેરે ધર્મોમાં પણ વિજાતીય સાથે દેહસંબંધ ન થયો હોય તો પણ સજાતીય સંબંધો કે સ્વયંમ્બુલનના પ્રસંગો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે. અલબત્ત, આવો વર્ગ બહુ નાનો હોય છે, પણ નથી હોતો એમ નથી. વર્તમાનકાળમાં દરેક ધર્મનાં સાધુસાધ્વીઓને જ્યાં એકાંતમાં રહેવાની અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની સગવડ વધતી જાય છે ત્યાં શિથિલાચારનો અવકાશ વધવા લાગ્યો છે. જે ધર્મમાં સાધુ-સાધ્વીજીઓને ફોટા, ટી.વી. કે ફિલ્મ જોવાનો પ્રતિબંધ હોતો નથી તેવાં સાધુસાધ્વીઓ એકાંતમાં અશ્લીલ દશ્યો પણ નિહાળી શકે છે. અન્ય ધર્મનાં સાધુ-સાધ્વીઓમાં પણ દુરાચાર વધવા લાગ્યો છે. દુનિયામાં અશ્લીલ ફોટાઓ, ચલચિત્રો વગેરે પ્રકારની સામગ્રી પ્રતિદિન વધતી ચાલી છે અને ટી.વી. કે કોયૂટર ઉપર પોતાના ઘરમાં સુલભ થવા લાગી છે. વિદેશોમાં કોમ્યુટર ચલાવતાં કુમળી વયનાં બાળકો અજાણતાં આવાં દશ્યો ન નિહાળી લે એ માટે માબાપ બહુ ચિંત રહે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं ૨૯ સાધુપણામાં યૌવન વયનું એક મોટામાં મોટું જોખમ તે કામવાસનાનું છે. દરેક મનુષ્યમાં (અને પશુઓમાં પણ) કાળક્રમે કામવાસનાનો ઉદય થાય છે. કિશોરાવસ્થા વટાવતાં શરીરમાં જે પ્રકારના ફેરફારો થવા લાગે છે તેથી માણસ કૌતુકવશ બને છે અને કુદરતી આવેગો આવતાં તે સંતોષવાના ઉપાયો શોધે છે. છેલ્લા થોડા વખતથી અમેરિકામાં ખ્રિસ્તી પાદરીઓ સામેના તહોમતનામાના દાખલાઓ વધતા જાય છે. અમેરિકા જેવા વિશાળ દેશમાં પાંચ હજારથી વધુ દેવળો છે અને તેમાં એથી પણ વધુ સંખ્યામાં પાદરીઓ ફરજ બજાવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં “ફાધર'ની દીક્ષા બાળ બ્રહ્મચારીને જ અપાય છે. પરિણીત ન હોય, બાળ બ્રહ્મચારી હોય એવી વ્યક્તિઓ પાદરી બની હોય તો તેમાંથી કોઈકની અતૃપ્ત સુષુપ્ત કામવાસના જાગ્રત ન થાય એવું નથી. એવી વાસના જાગ્રત થાય અને તે અદમ્ય બની જાય ત્યારે તેવી વ્યક્તિ પોતાની વાસના સંતોષવા વિવિધ ઉપાયો અજમાવે છે. દેવળમાં શીખવા આવતા કે ધર્મક્રિયા કરવા આવતા કુમળી વયના દસબાર કે વધારે-ઓછા વર્ષના છોકરાઓ સાથે સજાતીય વ્યવહાર આવા પાદરીઓથી થઈ જાય છે. પછી ટેવ પડે છે અને પકડાય છે ત્યારે તેમની સામે ખટલો ચાલે છે અને તેમને સજા થાય છે. છેલ્લા દાયકામાં પકડાયેલા એવા કેટલાક પાદરીઓ જેલજીવન ભોગવે છે. આપણે ત્યાં જૈન અને અન્ય ધર્મમાં તથા દુનિયાના બીજા દેશોમાં અને બીજા ધર્મોમાં પણ ઘણા આવા દાખલા બને છે. પણ ત્યાં કાયદો અને લોકમત એટલા પ્રબળ નથી. પરિણામે ગુપ્ત રીતે કામભોગ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩) વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ ભોગવતા સાધુઓ ઉપર કોર્ટમાં કેસ ચલાવવા અને સાક્ષી થવા બહુ ઓછા માણસો તૈયાર હોય છે. યુવાવસ્થા એ સાધુતાની કસોટી કરનારો કપરામાં કપરો કાળ ગણાય છે. ગૃહસ્થોનાં વૈભવી જીવન જોઈને તેવું જીવન જીવવાની ઇચ્છા થવી, કામવાસના જાગ્રત થવી અને તેના આવેગોને શાંત કરવા અસમર્થ થવું, પ્રસિદ્ધ પુરુપ થવાના કોડ જાગવા અને લોકેષણાથી પરાજિત થવું એ યૌવનવયમાં સાધુઓ સામે મોઢું ફાડીને બેઠેલા મોટા દુષ્ટ અસુરો છે. એમના ઉપર વિજય મેળવવા માટે અપૂર્વ પરાક્રમની અપેક્ષા રહે છે. યુવાન વયે મહાન તેજસ્વી સાધુઓએ સંયમની અને અધ્યાત્મની ઉત્તમ આરાધના કરી હોય એવાં અનેક દષ્ટાન્તો જૈન શ્રમણ પરંપરામાં જોવા મળશે. જેબૂસ્વામી, સ્થૂલિભદ્ર, વજસ્વામી, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરે બેચાર નહિ, પણ અનેક નામો ગણાવી શકાય. અન્ય ધર્મોમાં પણ એવાં અનેક ઉદાહરણો વિશે જાણવા મળે છે. કેટલાયે મહાત્માઓ થઈ ગયા છે કે જેમના નામની આપણને જાણ નથી. કેટલાયે મહાત્માઓ પોતાની આરાધનાની અને આધ્યાત્મિક ઉચ્ચતાની વાત કોઈને જણાવા દેતા નથી કે જાતે પ્રસિદ્ધિમાં આવવા ઇચ્છતા નથી. એટલે સંયમની આરાધનાનો માર્ગ દુષ્કર છે, પણ અશક્ય નથી. મનુષ્યના ભોગોપભોગની અન્ય ઘણીખરી પ્રવૃત્તિઓ પ્રગટ હોય છે, પરંતુ કામભોગની પ્રવૃત્તિ ગુપ્ત હોય છે એટલે તે જલદી નજરમાં આવતી નથી, પણ એની વ્યાપકતા સમગ્ર સૃષ્ટિમાં પ્રસરેલી રહે છે. બ્રહ્મચર્ય વ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખાવવામાં આવે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ दुक्करं करेउं तारुण्णे समणत्तणं છે. ખાંડાની ધાર પર ચાલવાનું કદાચ એટલું કઠિન નથી જેટલું કઠિન બ્રહ્મચર્ય વ્રતનું પાલન છે. ઇન્દ્રિયોનાં બીજાં ક્ષેત્રો કરતાં કામવાસનાનું ક્ષેત્ર અત્યંત બળવાન છે. એના ઉપર વિજય મેળવવાનું ઘણું જ અઘરું છે, કારણ કે કામવાસનાને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને સ્પર્શેન્દ્રિયના સંસ્કાર જીવમાં અનાદિકાળથી અવિરત ચાલ્યા આવે છે. વળી શરીરમાં બીજી ઇન્દ્રિયો કરતાં સ્પર્શેન્દ્રિયનું ક્ષેત્ર ઘણું મોટું છે. એકેન્દ્રિય જીવોમાં અન્ય કોઈ ઇન્દ્રિયો નથી હોતી, પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આ અનાદિના સંસ્કારમાંથી નિવૃત્ત થવા માટે ઘણા મોટા પુરુષાર્થની અપેક્ષા રહે છે. આહારને કામવાસના સાથે અવશ્ય સંબંધ છે. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા સાધુ કે ગૃહસ્થો જો સ્નિગ્ધ, પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવા લાગે તો એમનામાં વાસનાઓ જાગ્યા વગર રહે નહિ. વચનથી કે કાયાથી કદાચ તે ચલિત ન થાય તો પણ પોતાને ખબર પણ ન પડે એ રીતે વિકારો એમના ચિત્તમાં દાખલ થઈ જાય છે. એવા વિકારી વિચારો હજારો પ્રકારના હોય છે. જૈન ધર્મમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર એ દ્રવ્યોને વિગઈ' તરીકે ઓળખવામાં આવે છે. “વિગઈ' શબ્દ વિકૃતિ પરથી આવેલો છે. આ પદાર્થોમાં શરીરમાં વિકૃતિ જન્માવવાની શક્તિ રહેલી છે. એટલે એનો ઉપયોગ અત્યંત મર્યાદિત પ્રમાણમાં જ કરવાનો હોય છે. એની અતિ માત્રા વિકાર જન્માવ્યા વગર રહેતી નથી, કારણ કે એથી સપ્ત ધાતુના રૂપાંતરમાં ફરક પડે છે. અને એવો ફરક શરીર ઉપર અથવા છેવટે ચિત્તની વિચારધારા ઉપર પ્રબળ અવળી અસર કરી જાય Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ છે. જેઓ પોતાની વિચારધારાનું દિનરાત સતત અવલોકન કરતા રહે છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આથી જ કેટલાયે જૈન સાધુઓ વિગઈનો ઉપયોગ કરતા નથી અને કેટલાક તો એ માટે જીવન પર્યંતનાં પચ્ચખાણ લે છે. વિગઈનો ઓછો ઉપયોગ થાય તો શરીર કુદરતી રીતે જ કુશ રહે. સાધુ કૃશકાય હોય તો જ શોભે. સાધુ હોવું અને અલમસ્ત તગડા રહેવું એ બંને સાથે હોઈ ન શકે. (સિવાય કે જન્મજાત કોઈ ખોડ હોય). ‘તમારી તબિયત બહુ ફાંકડી થતી જાય છે એવું વચન સાધુ માટે શોભે નહિ. જે સંન્યાસીઓ રાત પડ્યા પછી મિષ્ટાન્ન સહિત ભારે ભોજન પેટ ભરીને કરે છે તેઓને ખરાબ સ્વપ્નો આવે છે અને નિદ્રાવસ્થામાં વિકાર અને સ્કૂલનના પ્રસંગો પ્રાપ્ત થાય છે. વારંવાર બનતા એવા આકસ્મિક પ્રસંગો ચિત્તને અવળી દિશામાં ધકેલે છે અને પછી પોતે પણ એમાં રાચવા લાગે છે. સંયમના પાલનને માટે સૂર્યાસ્ત પહેલાં અસ્નિગ્ધ, અમિષ્ટ આહાર અને તે પણ મિત પ્રમાણમાં હોય એ હિતાવહ મનાયો છે. જૈન ધર્મમાં ઊઠવા-બેસવાની કે સૂવાની ક્રિયાઓ વિશે પણ બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે. સાધુઓની બેસવાની મુદ્રા પણ સંયમિત હોવી જોઈએ. જૈન ધર્મમાં સાધુઓ અને ગૃહસ્થો માટે પંચાંગ પ્રણિપાત સ્વીકારાયો છે. દંડવત્ પ્રણામનો નિષેધ છે, કારણ કે પોતે કરેલા દંડવત્ પ્રણામ કે અન્ય સ્ત્રી કે પુરુષે કરેલા દંડવત્ પ્રણામનું અભદ્ર દર્શન ઉત્તેજનાનું નિમિત્ત બની શકે છે. જેઓ વિજાતીય વ્યક્તિનું મુખદર્શન પણ કરવા ઇચ્છતા નથી તેઓ દંડવત્ પ્રણામ ન કરે એ જ ઉચિત છે, કારણ કે એમાં પતનનાં સૂક્ષ્મ ભયસ્થાનો છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ टुक्करं करे तारुण्णे समणत्तणं ૩૩ સાધુઓએ પગ સંકોડીને પડખે જ સૂઈ જવું જોઈએ જેથી કુદરતી રીતે શારીરિક સંયમ જળવાય અને એથી મન પણ નિર્મળ રહે. દિગંબર મુનિઓ તો એક જ પડખે નિદ્રા કરી લેતા હોય છે. પડખું બદલવાનું થયું કે તરત બેઠા થઈ ધ્યાનમાં બેસી જવાનું હોય છે. વ્રતપાલનમાં શરીરની ક્રિયાઓ અને અવસ્થાઓનો પૂર્વાચાર્યોએ બરાબર અભ્યાસ કરીને સંયમની દૃષ્ટિએ યોગ્ય નિયમો બતાવ્યા છે. દરેક ધર્મમાં તેજસ્વી સાધુઓ પ્રત્યે મહિલા વર્ગનું આકર્ષણ પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. પરંતુ જેઓ પોતાની સાધનામાં સ્થિર છે તેઓ એ વિશે ઉદાસીન રહે છે. કેટલાક મહાત્માઓ યુવતીજનવલ્લભ બને છે. રૂપાળી લલનાઓથી તેઓ વીંટળાયેલા રહે છે. ભક્ત મહિલાઓ તેમનો ચરણસ્પર્શ કરવા ઝંખે છે. ભોળી અને વેવલી ભક્તાણીઓ ગુરુમુખે પોતાનાં જરાક વખાણ થતાં રાજી રાજી થઈ જાય છે અને તેને રાજી કરવા ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. એમાં તેઓ પોતાને પરમ ભાગ્યશાળી, પરમ ધન્ય માનવા લાગે છે. તેઓ એમના નામની માળા ફેરવવા લાગે છે. કંઈક કાકતાલીય ન્યાયથી બનતી કે ઉપજાવી કાઢેલી ચમત્કારિક ઘટનાઓને તેઓ ગુરુએ કરેલા ચમત્કાર રૂપે માનવા લાગે છે.પરંતુ આવી ઘટનાઓ ગુરુ માટે લપસણી ભૂમિકા તૈયાર કરે છે અને પોતાને અત્યંત સાવધ માનવા છતાં એવા ગુરુઓ ક્યારે લપસી પડે છે તે અગાઉથી પોતે કળી શકતા નથી. પતન પણ જ્યાં સુધી ગુપ્ત હોય ત્યાં સુધી રોચક બને છે. સારી વક્તૃત્વશક્તિ એ જેમ સાધુના ગુણપક્ષે છે તેમ એમને માટે ભયસ્થાન પણ છે. એથી સાવધ રહેવાનું છે. સારી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ વસ્તૃત્વશક્તિથી ઘણો પ્રભાવ પડે છે. અનેકના જીવનને માટે તે પ્રેરણારૂપ બને છે. પરંતુ સારી વતૃત્વશક્તિ મોટા ટોળાને ખેંચી લાવે છે. એમાં દુષ્ટ માણસો પણ ખેંચાઈને આવે છે. સારી વાકછટા ક્યારેક સાધવક્તાના મનમાં સૂક્ષ્મ માન કષાય જન્માવે છે. એ વખત જતાં મદિરાનું કામ કરે છે. તે વખતે કોઈનાં, પોતાના ગુરુના સુધ્ધાં, હિતવચન ગમતાં નથી. શ્રોતાભક્તો પાસે ધાર્યું કરાવવાની શક્તિ ખીલતાં આત્મવિશ્વાસ વધે છે, સ્વતંત્ર થવાના વિચારો ચાલે છે, એમ થાય તો નિર્વાહની જવાબદારી ઉઠાવી લેનારા ભક્તો મળી જ આવે છે અને એમ કરતાં કરતાં એક દિવસ સંયમત્યાગનો નિર્ણય લેવાય છે. સાધુ તરીકે પોતે જે જે લોકહિતનું કાર્ય કરે છે તે ગૃહસ્થ તરીકે વધારે સારી રીતે કરી શકશે એવો ભ્રમ પછી સેવાય છે. સૂક્ષ્મ આધ્યાત્મિક સ્વહિતના ભોગે લોકહિતની ભ્રામક પ્રવૃત્તિ થઈ રહી છે એવું ભાન મોહનીય કર્મ પોતાને થવા દેતું નથી અને એક ઉત્તમ જીવ પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે. એમ થવાનું હતું માટે થયું એવી માન્યતાનું પછી સમર્થન કર્યા વગર છૂટકો નથી રહેતો. સારી વસ્તૃત્વશક્તિને લીધે મળતી મોટાઈ ક્યારેક યુવાન મુનિને આત્મવંચના તરફ ધકેલે છે. બહારથી ધર્મની વાત ચાલે, પણ અંતરમાં માયાચાર વધવા લાગે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ લખ્યું છે : માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટમાલા. નિજ ગણ સંચે, મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લુંચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. Page #44 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી ગુરુ ભગવંતની ઘણી મોટી રહે છે. ગુરુ-પાતંત્ર્ય ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મુકાયો છે. એક આચાર્ય ભગવંતે કહ્યું હતું કે ડૉક્ટર કે એન્જિનિયરિંગની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ડિગ્રી મળી એટલે તે સારામાં સારા દાક્તર કે એન્જિનિયર થઈ જ જાય એવું નથી. એ માટે ક્ષેત્રના વડીલ અનુભવીની સાથે કામ કરવાથી સારું માર્ગદર્શન અને સારો અનુભવ મેળવીને સારા દાક્તર કે ઇજનેર થઈ શકાય છે. તેવી રીતે ચેલાને દીક્ષા આપવાથી તે ઉત્તમ સાધુ થઈ જશે એવા ભ્રમમાં ગુરુએ ન રહેવું જોઈએ પણ પોતાની પાસે રાખીને સંયમના સુંદર પાઠ એને ભણાવવા જોઈએ. નાની ઉંમરનાં છોકરાઓ કે છોકરીઓ માબાપને મૂકીને આવ્યાં હોય તો તેને સતત પાસે રાખીને એટલું વાત્સલ્ય આપવું જોઈએ કે માબાપની યાદ તેઓને ન આવે કે ઘરે જવાનું નામ પણ લે. તેવી જ રીતે ચેલાઓને એવી તાલીમ આપવી જોઈએ કે જેથી ભૌતિક વૈભવમાં જેટલું સુખ છે તેના કરતાં ત્યાગમાં અને આત્મભાવમાં ઘણું ચડિયાતું સુખ છે એવી સાચી શ્રદ્ધા એનામાં જન્મ અને ભૌતિક વૈભવ માટે ચિત્તમાં જરા સરખી પણ આસક્તિ ન રહે. તેવી જ રીતે બ્રહ્મચર્યના પાલન માટેનો એનો રસ એવો સરસ કેળવવો જોઈએ કે કામભોગ એને સાવ તુચ્છ, નીરસ, ધૃણાસ્પદ અને હાનિકારક તથા સંસારનું પરિભ્રમણ વધારનાર લાગે. પરંતુ આ બધું બેચાર દિવસ કે બેચાર મહિનામાં થતું નથી. શિષ્યને ચારપાંચ વર્ષ સતત પાસે રાખી, વાત્સલ્યપૂર્વક એની દેખરેખ રાખવાથી થાય છે. શિષ્યને ક્ષતિઓ માટે વારંવાર કડક શિક્ષા કરવાથી પરિણામ એટલું સારું નથી આવતું જેટલું વાત્સલ્યભાવથી પ્રસન્નતાપૂર્વક વશ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વીરપ્રભુનાં વચનો ભાગ ૧ રાખ્યાથી આવે છે. પરંતુ એમ કરવા માટે ગુરુ ભગવંતે પોતે પણ એટલી જ ઉચ્ચ પાત્રતા કેળવવાની રહે છે અને એટલો સમય આપવાનો રહે છે. જે ગુરુ ભગવંતમાં પોતાનામાં જ શિથિલતા હોય તે ચેલાને બહુ રોકી કે ટોકી ન શકે. ગુરુ મહારાજને પોતાને જ ભોજનની વાનગીઓમાં રસ પડતો હોય ને તેવી વહોરી લાવવા માટે સૂચના અપાતી હોય, પોતાની યોજના માટે શ્રીમંતોએ લખાવેલી રકમોના અને યોજનામાં થતા ખર્ચના હિસાબો રાતદિવસ ચાલ્યા કરતા હોય, અન્ય સમુદાયના સાધુઓની નિંદા ચાલતી હોય, શ્રીમંત ગૃહસ્થો કે રાજદ્વારી પુરુષોની ખુશામત થયા કરતી હોય, વિજાતીય વર્ગની ઉપસ્થિતિ ગમતી હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની સ્વભાવગત નિર્બળતા હોય તો રાતદિવસ સાથે રહેનાર ચેલાઓથી એ વાત અજાણ રહેતી નથી. ક્યારેક તો આવી ગુપ્ત વાતના સાક્ષી ચેલાઓ પોતાનું કાર્ય કરાવવા માટે ગુરુને ‘બ્લૅક મેઇલ’ પણ કર્યા કરતા હોય છે. માટે જ દીક્ષા આપવી જેટલી સહેલી છે એથી વધુ કઠિન ગુરુ તરીકેની પોતાની પાત્રતા કેળવવાનું છે. જે ગુરુ ભગવંતો પોતે લૌકિક પ્રસિદ્ધિની ઘણી બધી પ્રવૃત્તિઓમાં પડી જાય છે અને અનેક ચાહકોથી વીંટળાયેલા રહે છે તેઓ પોતાના ચેલાઓનું બરાબર ધ્યાન રાખી શકતા નથી. એ માટે સમય રહેતો નથી. વખત જતાં એક-બે ચેલાઓ માંહોમાંહે મળી જાય છે અને શિથિલાચારના વિચારો પોષાવા લાગે છે અને એમાંથી અનર્થ ઉદ્ભવે છે. જે મહાત્માઓ ચેલા વધારવાની ધૂનમાં યોગ્યાયોગ્યતા કે પૂરી પાત્રતા જોયા વગર જેને-તેને નાની વયમાં મૂંડી નાંખે છે તેવા ચેલાઓ જ્યારે તારુણ્યમાં આવે છે ત્યારે પોતાના દેહમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं ઉત્પન્ન થતી વિકૃતિઓને વશ થઈ જાય છે અને અંગત રીતે શિથિલાચારી બની જાય છે. અસંયમની ગુપ્ત તક શોધવા માટે તેઓ ફાંફાં મારે છે. જ્યારે તેઓનો લજ્જાભાવ નીકળી જાય છે, પ્રતિષ્ઠાહાનિનો ભય ચાલ્યો જાય છે, અપકીર્તિની પરવા રહેતી નથી ત્યારે તેઓ દીક્ષા છોડી દે છે. એમાં પણ ચતુર દીક્ષિતો પૂરો આર્થિક પ્રબંધ કરીને તથા ગૃહસ્થ જીવન માટે સાથી પાત્ર બનવા તત્પર વ્યક્તિ સાથે પાકું કરીને, જરૂર પડ્યે ક્ષેત્રમંતર કરીને દીક્ષા છોડી દે છે. મોહાંધ ગુરુઓની ત્યારે આંખ ખૂલે છે. યુવાન સાધુઓને સંયમમાં સ્થિર રાખવાના જે વિવિધ ઉપાયો છે તેમાંના મુખ્ય બે છે : (૧) તપથી કૃશ શરીર અને ઉચિત આહાર તથા (૨) સતત સ્વાધ્યાય અને શ્રુતજ્ઞાનનો ઊછળતો રસ. સાચા આરાધક ગુરુ મહારાજનો યુવાન ચેલાઓના આહાર પર ચાંપતી નજર રાખતા હોય છે. તેમનામાં રસગારવ ન આવી જાય તે માટે ચીવટ રાખે છે. જે ગુરુ મહારાજ સવારના પહોરમાં છાપું વાંચવા બેસી જતા હોય છે તેઓ પછી ચેલાઓને છાપું વાંચતા અટકાવી શકતા નથી. છાપાંઓમાં વિવિધ મસાલેદાર માહિતી સછવિ આવતી હોય છે. એક વખત છાપાંઓ, ચોપાનિયાઓ વાંચવાનો અને ખૂન, અપહરણ, વ્યભિચાર, બળાત્કાર વગેરેનાં વૃત્તાંતો જાણવાનો ચટકો લાગે છે, પછી શ્રુતજ્ઞાનમાં એટલો રસ નથી પડતો. આપણું શ્રુતજ્ઞાન સાગર જેવું અગાધ છે. એ એટલું વિપુલ છે કે માણસ એક જિંદગીમાં પૂરું ન કરી શકે. એમાં પણ પસંદગી કરવી પડે. પણ એક વખત જો એમાં ઉત્કટ રસ પડવા લાગ્યો, અને મોક્ષાભિલાષા દઢ બનતી ગઈ તો પછી સંસારનાં ભૌતિક સુખો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ સાવ તુચ્છ, ક્ષણિક અને ભારે કર્મબંધ કરાવનારાં લાગશે. એટલે જે ગુરુ મહારાજો પોતાના યુવાન ચેલાઓના વિષયમાં સતત સચિંત રહેતા હોય છે તેઓ તેમને શ્રુતગંગામાં સતત સ્નાન કરાવતા હોય છે. સાધુપણામાં, સંયમમાં સ્થિર રહેવાના વિવિધ ઉપાયો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના આ ઓગણીસમા અધ્યયનનું જ ફક્ત જો ભાવપૂર્વક વારંવાર રિશીલન થયા કરે તો પણ સાધુ ભગવંતો પોતાના સંયમમાં - ચારિત્રની આરાધનામાં હોંશપૂર્વક સ્થિર અને દૃઢ રહી શકે. જે યુવાન સાધુઓને પોતાનું ઘર યાદ આવતું હોય તેઓએ બનારસીદાસની નીચેની પંક્તિઓનું સ્મરણ કરવા જેવું છે : ધીરજ-તાત, ક્ષમા-જનની, પરમારથ-મિત, મહારુચિ-માસી; જ્ઞાન-સુપુત્ર, સુતા-કરુણા, મતિ-પુત્રવધૂ, સમતા-પ્રતિભાસી; ઉધમ-દાસ, વિવેક-સહોદર, બુદ્ધિ-કલત્ર, શુભોદય-દાસી; ભાવ-કુટુંબ સદા જિનકે ઢિગ, યોં મુનિ કો કહિયે ગૃહવાસી. આમ તારુણ્યમાં શ્રામણ્ય દુષ્કર છે, પણ જેઓ એને સુકર બનાવી શકે છે તેઓના આનંદની તોલે જગતમાં બીજો આનંદ નથી. કહેવાય છે : સાધુમારગ સાંકડા, જૈસા પેડ ખજૂર; ચડે તે ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર. Page #48 -------------------------------------------------------------------------- ________________ પા जं छन्नं तं न वत्तव्यं [ જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું ] ભગવાન મહાવીરે સાધુઓને શિખામણ આપતાં કેટલીક વ્યવહારુ ભલામણો કરી છે, જે તેઓને આધ્યાત્મિક સાધનામાં પણ ઉપયોગી થાય એવી છે. કોઈની ગુપ્ત માહિતી પ્રગટ ન કરી દેવા વિશે ભગવાને મુનિઓને માટે કહેલી વાણીના સંયમની આ વાત ગૃહસ્થોએ પણ એટલી જ લક્ષમાં રાખવા જેવી છે. વ્યવહારુ જીવનમાં મનુષ્યને અનેક પ્રસંગે કેટલીયે વાતો બીજા આગળ જતી અટકાવવી પડે છે. સમાજમાં રહેતા માણસને ટીકા-નિંદા કે અપકીર્તિનો ભય રહે છે. એનાથી બચવા માણસ પોતાની અંગત વાત છાની રાખવા પ્રયત્ન કરે છે. અંગત વાત દરેક વખતે દુરાચારની મોટી ઘટનાની નથી હોતી. કેટલીક વાર તો ખાવાપીવાની, સૂવાઊઠવાની કે હરવાફરવાની કોઈક વિચિત્ર ટેવ જેવી નાની બાબત પણ હોઈ શકે છે. પણ માણસને બીજાની આગળ પોતાની છાપ બગાડવાની ગમતી નથી. એથી જ તે પોતાની કે પોતાનાં સ્વજનોની કે કુટુંબની કેટલીક વાત ખાનગી રાખવા ઇચ્છે છે. બીજી બાજુ પ્રત્યેક સમાજમાં વિઘ્નસંતોષીઓનો તોટો નથી હોતો. તેઓ ગુપ્ત માહિતી મેળવીને બીજાનાં સારાં કાર્યોને ધૂળમાં મેળવી દે છે. એમ ન થાય એ માટે પણ વાતને અપ્રગટ રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. કુટુંબમાં માલમિલકતની વહેંચણીની વાત કે સગાઈ-સંબંધીની કે ધંધાની Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ લેવડદેવડની વાત પણ વહેલી બહાર પડી જવાથી બંને પક્ષને ઉશ્કેરનારા ઈર્ષાળુ માણસો પ્રવૃત્ત થઈ જાય છે. મનુષ્ય જ્યારથી વસ્ત્ર પહેરતો થયો ત્યારથી કે એની પણ પહેલાંથી એને કશુંક છુપાવતાં આવડવા લાગ્યું છે. મનુષ્યમાં રહેલી આ વૃત્તિ આમ જોઈએ તો જન્મજાત છે. નાના બાળકને પોતાનું રમકડું બીજાં બાળકોને ન આપવું પડે માટે સંતાડી દેવાનું શીખવવું પડતું નથી. એ એનું કુદરતી લક્ષણ છે. ગામના પાદરે કે વગડામાં કૂતરાઓ પણ ખાડો ખોદીને પોતાનું વધેલું ખાવાનું છૂપાવી દે છે. ધન કે કીમતી વસ્તુ જમીનમાં દાટવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. શરીરની ચેષ્ટાઓ કે વચનના ઉદ્ગારોને સંતાડવા કરતાં પણ મનના વિચારોને સંતાડવાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. કોઈ સમાજ એવો ક્યારેય હોઈ ન શકે કે જ્યારે એ સમાજની કોઈ ને કોઈ વ્યક્તિને કશુંક છુપાવવાનું ન હોય. પ્રત્યેક પ્રસંગે છુપાવવાનો આશય દુષ્ટ જ હોય એવું નથી. એકનું છુપાવેલું બીજા ન જાણી જાય એવું નથી. અજાણતાં બીજાની નજર પડે છે અને વાત પકડાઈ જાય છે. માણસના હાવભાવ કે વર્તન પણ એની ચાડી ખાય છે. ક્યારેક પોતાની અંગત ખાનગી વાત મદદ મેળવવા માટે ગરજે બીજાને જણાવવાની જરૂર ઊભી થાય છે. સમાજમાં બીજાની ખાનગી વાતો જાણનારા વર્ગમાં પત્રકારો અવશ્ય આવે. પરંતુ સાધુસંતો પાસે ઘણી ગુપ્ત વાતોની જાણકારી હોય છે. ફરક એટલો છે કે પત્રકારો પોતાની ફરજ રૂપે, વ્યાવસાયિક ધોરણે વાતો શોધી લાવે છે. સાચા સાધુસંતો કોઈને સામેથી પૂછતા ન હોવા છતાં કેટલાયે લોકો જાતે આવીને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ जं छन्नं तं न वत्तव्यं પોતાની કે બીજાની અંગત વાતો તેમને કહી જાય છે. પત્રકારોને બીજાની વાત પ્રગટ કરી દેવાનો ઉત્સાહ અને આનંદ હોય છે. સાધુસંતોને બીજાની વાત ગોપવ્યાનો સંતોષ હોય છે. માટે જ સાધુસંતોનું કર્તવ્ય ચડિયાતું ગણાય છે. એટલે જ સાચા સાધુઓએ કોઈની ખાનગી વાત બીજાને ન કહી દેવી જોઈએ એમ ભગવાન મહાવીરે કહ્યું છે. બીજાની વાત કહી દેવી એને ભાષાના–વચનના દોષમાં ગણાવવામાં આવે છે. સાધુઓએ ભાષાસમિતિનો અર્થાત્ વાણી પરના સંયમનો અને વચનગુપ્તિનો બરાબર ઉપયોગ કરવો જોઈએ. ભાષાસમિતિ વિશે “સુત્રકૃતાંગ'માં કહ્યું છે : तथिमा तइया भासा, जं विदित्ताऽणुतापति । जं छन्नं तं न वत्तव्वं एसा आणा णियंठिया ॥ (૧-૯-૨૬) [ સાધુએ ત્રીજી ભાષા ન બોલવી જોઈએ, જે બોલ્યા પછી અનુતાપ (પશ્ચાત્તાપ) થાય તેવી ભાષા ન બોલવી જોઈએ તથા જે વાત ગુપ્ત રાખવાની હોય તે ન કહી દેવી જોઈએ. આ નિર્ચથની – (ભગવાન મહાવીરની) આજ્ઞા છે. ] અહીં “ત્રીજી ભાષા' ન બોલવાનું કહ્યું છે એનો શો અર્થ થાય? એક અપેક્ષાએ ભાષાના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવે છે : (૧) સત્ય, (૨) અસત્ય, (૩) મિશ્ર, અને (૪) વ્યવહાર. આમાં અસત્ય ન બોલવું એ તો સ્પષ્ટ જ છે. સત્ય જ બોલવાનું હોય. પણ ક્યારેક અસત્યમિશ્રિત સત્ય અથવા સમિશ્રિત અસત્ય બોલવા માટે માણસનું મન લલચાઈ જાય છે. ક્યારેક Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ - - - વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ નરો વા કુંજરો વા' જેવી વાણી ઉચ્ચારાઈ જાય છે. એવી વાણીને ત્રીજી ભાષા તરીકે અહીં ઓળખાવવામાં આવી છે. સાધુઓએ એવી સંદિગ્ધ વાણી પણ ન બોલવી જોઈએ. વળી ભાષાની બાબતમાં “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે : भासमाणे न भासेजा, णेव बंफेज मम्मणं । माइट्टाणं विविजेजा, अणुचिंतिय वियागरे । (૧-૯-૨૫). [ મુનિ પોતાના ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલે, બીજાના મર્મને પ્રકાશિત ન કરે, માયાકપટથી ન બોલે. જે બોલે તે વિચારપૂર્વક બોલે. ] ભાષાસમિતિ અંગે “સૂત્રકૃતાંગ'ની બીજી એક ગાથામાં કહ્યું છે : होलावायं सहीवायं, गोयावायं न वदे । तुमं तुमं ति अमणुन्नु, सव्वसो तं न वत्तह ॥ (૧-૯-૨૭) [ મુનિ કોઈને પણ નિષ્ફર વચનથી, હલકાં વચનથી કે ખુશામતભરેલાં વચનથી ન બોલાવે, તથા કોઈને પણ તે તુંકારીને, તુચ્છકારથી, અમનોજ્ઞ વચનથી ન બોલાવે. ] આમ ભગવાન મહાવીરે જુદે જુદે સમયે જે બોધ સાધુઓને ભાષાસમિતિ વિશે એટલે કે વાણી પરના સંયમ વિશે આપ્યો છે તેમાંથી “સૂત્રકૃતાંગ'ની આ ત્રણ ગાથાઓ અહીં આપી છે. ભગવાનનું પ્રત્યેક હિતવચન અર્થસભર હોય છે. એમાંથી અહીં Page #52 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्यं આપણે એક જ સૂત્રનો વિચાર કરીશું : નં ઇનં તે ન વત્તત્રં બીજાની છાની વાત, ગુપ્ત વાત કોઈને કહી દેવી, ચાડીચુગલી કરવી તે અધર્મ છે. પૈન્યને મોટા પાપસ્થાનક તરીકે ગણવામાં આવે છે. બીજાની છાની વાત કોઈને ન કહેવી જોઈએ એમાં વ્યવહારદષ્ટિએ કેટલું બધું ડહાપણ રહેલું છે ! પરંતુ આજની દુનિયા એનાથી ઊલટી દિશામાં ચાલી રહી છે. બીજાની છાની વાત શોધી કાઢો” એ જાણે વર્તમાનકાળનાં પ્રચાર-માધ્યમોનો એક મુખ્ય ઉદ્દેશ બની ગયો છે. જોકે Investigative Journalismથી લાભ પણ થાય છે. ખાસ કરીને જાહેર જીવનમાં પડેલા માણસો કંઈ પણ છાનુંછપનું કરતાં ડરે છે. અયોગ્ય, હીન, ગુપ્ત આચરણ પ્રગટ થવાથી સમાજને યોગ્ય ન્યાય મળી રહે છે, એ દૃષ્ટિએ સમાજને એટલો લાભ અવશ્ય થાય છે. કેટલાયે માણસોનાં કરતૂકો બહાર આવતાં તેઓને યોગ્ય શિક્ષા અદાલત દ્વારા થાય છે અને ઘણી વાર જેમને અન્યાય થયો હોય અને એ વ્યક્તિ જે વિદ્યમાન હોય તો એને યોગ્ય ન્યાય કે વળતર મળી રહે છે. પ્રચાર-માધ્યમોથી માણસ ડરતો રહે છે. - દુનિયાભરમાં મોટા મોટા સત્તાધીશોના અશિષ્ટ યૌન સંબંધો કે નાણાકીય કૌભાંડો જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે અરે, આવા સજ્જન ગણાતા પુરુષે પણ કેવું અધમ આચરણ કર્યું હતું ! ચોરી, ખૂન, લૂંટ, લાંચરુશવત, બળાત્કાર, ગર્ભપાત, વ્યભિચાર, નિંદાકૂથલી, રાજ્યદ્રોહ, વ્યક્તિદ્રોહ, ભાંગફોડ, નનામા પત્રો વગેરે અનેક પ્રકારની ગુપ્ત ઘટનાઓ દુનિયામાં Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ બનતી રહે છે. એવી કેટલીયે ઘટના પરથી ક્યારેય પડદો ઊપડતો નથી. સંસારમાં કેટલાંયે ગુપ્ત પાપો, કાયમને માટે વિસ્મૃત થઈ જાય છે. કેટલાય રહસ્યો ક્યારેય પ્રગટ થતાં નથી. (અલબત્ત આ સામાજિક દૃષ્ટિ છે, ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ તો દરેકે દરેક પાપનો હિસાબ ચૂકવવો જ પડે છે.) એ આચરનારાઓ અને એમની આખી પેઢી ચાલ્યાં જતાં વાત ભુલાઈ પણ જાય છે. વળી નવા કાળસંદર્ભમાં એનું બહુ મૂલ્ય પણ રહેતું નથી. દુનિયામાં ગુનાહિત કૃત્યો અસંખ્ય પ્રકારનાં હોય છે. એવાં કૃત્યો કરનાર પહેલાં તો એમ માને છે કે પોતાની વાતની કોઈને પણ ખબર પડવાની નથી. એટલી બધી તકેદારી તેઓ રાખે છે. પરંતુ એમ કહેવાય છે કે ચોરી કરનાર કશીક તો પોતાની નિશાની મૂક્તો જાય છે કે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. અનેક વાતો પાછળથી પકડાઈ જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી અનેક ઘટનાઓ પચાસ વર્ષે પણ પ્રકાશિત થઈ છે. માણસને ગુપ્ત રાખવા જેવી બાબતો શુભ, શ્રેષ્ઠ, હિતકારી વગેરે પ્રકારની સામાન્ય રીતે નથી હોતી. હોય તો પણ એ પ્રગટ કરી દેવામાં સામાન્ય માણસોને અનૌચિત્ય નથી જણાતું. એથી ખાસ કંઈ નુકસાન થતું નથી. ક્યારેક તો લાભ થાય છે. સારીસાચી વાતનો પ્રચાર થવો જોઈએ એવો ભાવ ઘણાંને રહે છે. કોઈક માણસે મોટું ગુપ્ત દાન આપ્યું હોય, કોઈનો જીવ બચાવ્યો હોય, કોઈને પાપથી અટકાવ્યો હોય, કોઈનાં દુરાચારી વ્યસનો છોડાવ્યાં હોય ને એના કર્તુત્વનો યશ પોતાને ન જ જોઈતો હોય – ઇત્યાદિ પ્રકારની ગુપ્ત વાતો એક અથવા બીજા સ્રોતથી Page #54 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्यं ૪૫ પ્રસરે જ છે. એમાં કશું અજુગતું લાગતું નથી. પરંતુ માણસે જો ખોટાં કામ કર્યા હોય અથવા પ્રામાણિક ભૂલ થઈ ગઈ હોય તો એની એવી વાતમાં બીજાઓને બહુ રસ પડે છે. મનુષ્યનો નિંદક સ્વભાવ ત્યારે પ્રવૃત્ત થઈ જાય છે. આવી વાતોથી સમાજનું વાતાવરણ લુષિત થાય છે. ખોટા દાખલા બેસે છે. કલહ, સંઘર્ષ થાય છે. એટલે જ એવી કેટલીક વાતો પ્રચ્છન્ન રહે એ વ્યક્તિ તથા સમાજના જ હિતમાં છે. જ્યારે કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક બેશરમ બનીને વારંવાર અધમ કૃત્યો કરે છે ત્યારે તેને ઉઘાડો પાડવામાં સમાજનું હિત રહેલું હોય છે. ત્યાં વ્યક્તિએ કોઈને વિશ્વાસમાં રાખીને પોતાની ગુપ્ત વાત પશ્ચાત્તાપપૂર્વક કરેલી નથી હોતી. એણે પોતાની વાતો સંતાડેલી હોય છે. દુનિયાને શી ખબર પડવાની છે? – એવો ધૃષ્ટતાભર્યો ભાવ એનામાં હોય છે. “ખબર પડશે તો હું પણ જોઈ લઈશ” – એવો મિથ્યાભિમાનનો હુંકાર એના અવાજમાં હોય છે. એવી વ્યક્તિ પકડાય અને એને સામાજિક કે સરકારી પ્રકારની શિક્ષા થાય તો એમાં તો સામાજિક ન્યાય રહેલો છે. સમાજમાં સૌથી વધુ ગુપ્ત વાતો રાજકારણમાં થાય છે અને એટલી બધી વાતો ઉઘાડી પણ થઈ જાય છે. અસત્ય પણ એટલું જ બોલાય છે ને ખોટા આક્ષેપો પણ એટલા જ થાય છે. રાજકારણમાં પડેલા માણસોએ પોતાનું મોટું ખોલતાં પહેલાં બહુ વિચાર કરવો જોઈએ. પોતાનો બીજાની આગળ બોલાયેલો એક એક શબ્દ મોડવહેલો જાહેર થઈ જ જવાનો છે એવી માનસિક પૂર્વતૈયારી એણે રાખવી જ જોઈએ. રાજકારણમાં કોઈ કાયમના મિત્ર રહેતા નથી કે નથી હોતા કાયમના કોઈ શત્રુ. જે સમયે જે રીતે સ્વાર્થમૂલક સંબંધો ગોઠવીને સત્તા હાંસલ કરાતી હોય Page #55 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ તે રીતે તેઓ સત્તા મેળવવા મથતા હોય છે. એટલે આજે આપેલી ગુપ્ત રહસ્યમય બાતમીને આવતી કાલે જાહેર કરીને એનો દુરુપયોગ કરનારા રહેવાના જ. હવે તો અવાજ અને દશ્યનું પોતાને ખબર પણ ન પડે એ રીતે રેકીંગ થઈ જાય છે. કોમ્યુટરની મદદથી ખોટાં બનાવટી પણ સાચી લાગે એવાં દશ્યો બતાવી શકાય છે. ભીંતને પણ કાન હોય છે અને હવા પણ વાત લઈ જાય છે એ જૂની વ્યવહારુ શિખામણ આજે પણ એટલી જ સાચી અને ઉપયોગી છે. સંપૂર્ણ પારદર્શક જીવન જીવવાનું ઘણું દુષ્કર છે. માણસને ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ વગેરે માટેની જાતજાતની એષણાઓ હોય છે. એ બધી જ સ્પષ્ટપણે બીજાની આગળ વ્યક્ત કરાતી નથી. માણસને વિવિધ પ્રકારની ખાવાપીવાની, સૂવાબેસવાની, રહેણીકરણીની સુટેવો કે કુટેવો હોય છે. મનના ખૂણામાં કેટલીય વાસનાઓ પડેલી હોય છે જેના ફક્ત એકમાત્ર પોતે જ સાક્ષી હોય છે. પરંતુ સંજોગવશાત્ માણસની એ વાતની જાણ ક્યારેક બીજાને થઈ જાય છે ત્યારે માણસ શરમાય છે કે ચિંતિત કે ભયભીત થઈ જાય છે. સંસ્કૃતમાં એક વ્યવહારવચન છે : પદ્ વર્ષે મિતે વાર્તા | છ કાન જે વાત સાંભળે તે વાત ભૂદાઈ જાય છે, તે ગુપ્ત રહેતી નથી. છ કાન એટલે ત્રણ વ્યક્તિ. જ્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે – અર્થાત્ ચાર કાન વચ્ચે વાત થાય છે ત્યાં સુધી તે ગુપ્ત રહેવાના સંજોગો સબળ હોય છે. બેમાંથી એકની મતિ બગડે ત્યારે તે વાતને ફોડી નાખે છે. ફોડનાર ત્યારે જાહેર થઈ જાય છે. ત્રણ વ્યક્તિ વચ્ચે વાત થઈ હોય ત્યારે બાકીના બેમાંથી કોણે વાત પ્રગટ કરી દીધી હશે તેની ખબર ન પડે. વાત ફોડનાર પણ Page #56 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं બીજાના ઉપર આરોપ મૂકીને કહે કે પોતે વાત ફોડી નથી પણ બીજાએ ફોડી છે. માટે ડાહ્યા માણસે પોતાની ગુપ્ત વાત એકસાથે બે કે વધારે વ્યક્તિ ઉપસ્થિત હોય ત્યારે ન કરવી જોઈએ. બે વ્યક્તિને કહેવા જેવી હોય તો પણ તે દરેકને અંગત રીતે એકાંતમાં જુદા જુદા બોલાવીને કહેવી જોઈએ કે જેથી એ વાતનો બીજો કોઈ જાણકાર છે એવો વહેમ સાંભળનારને ન પડે. કેટલાંયે કુટુંબો વર્ષો સુધી પોતાની કૌટુંબિક સ્વભાવની કે સુખદુઃખની નાનીમોટી વાતને ગુપ્ત રાખી શકે છે, પરંતુ એકાદબે દીકરા-દીકરીનાં લગ્ન થતાં એ કુટુંબનો ગઢ ભેદાઈ જાય છે. ઘર પોલું થઈ જાય છે. વાતો બહાર જવા લાગે છે. નવી અણસમજુ પુત્રવધૂ પોતાની માને વાત કર્યા વગર રહે નહિ અને મા પોતાનાં સગાંસંબંધીને વાત કર્યા વગર રહે નહિ. કેટલાંક શ્રીમંત કુટુંબોની વાત ઘરનોકર, રસોઇયો, ડ્રાઇવર વગેરે દ્વારા છતી થઈ જાય છે. કેટલાક દુશમનો વાત મેળવવા પોતાના માણસોને બીજાને ત્યાં ગુપ્ત રીતે નોકરીએ રખાવી દે છે, અને એની મારફત બાતમી મેળવતા રહે છે. કેટલાક ડ્રાઇવરોને ખબર હોય છે કે પોતાના શેઠ ક્યાં ક્યાં, કોને કોને ઘરે કે ઑફિસે જાય છે. શેઠ કોને વારંવાર “લિફટ' આપે છે, કોને તેડવા માટે ખાનગીમાં ગાડી મોકલાવે છે. પોતાના શેઠ કોની સાથે પૈસાની હેરાફેરી કરે છે, દાણચોરીનો માલ સંતાડે છે, આડો વ્યવહાર રાખે છે, શસ્ત્રો પૂરાં પાડે છે વગેરે વિશેની બાતમી ડ્રાઇવરો જાણતા હોય છે. એવા ડ્રાઇવરોને મોટી બક્ષિસની, મોટી નોકરીની કે બીજી કોઈ લાલચ બતાવીને કે ધમકી આપીને એની પાસેથી સહજ રીતે વાતવાતમાં વાત કઢાવી લેવાની ચતુર માણસોને માનસશાસ્ત્રીય પદ્ધતિ આવડતી હોય છે. જાસૂસને Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ જાસૂસી કરવા માટે દરેક દેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ અપાય છે. કેટલાક માણસોની પ્રકૃતિ જ વાત કઢાવવાની અને ચગાવવાની હોય છે. “કેમ, શી નવાજૂની છે ?” અથવા “તમે સાંભળ્યું?” જેવાં વાક્યો વારંવાર ઉચ્ચારનારા બીજાના મોઢામાં આંગળા નાખીને વાત કઢાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્નોની ઝડી તેઓ શરમ રાખ્યા વગર વરસાવે છે. થોડો વખત તેઓ સમાજમાં લોકપ્રિય કદાચ થાય છે, પરંતુ સરવાળે વગોવાય છે અને સૌ એમનાથી અંતર રાખે છે. કેટલીક વાર ઘટના જ એવી બને છે કે બીજી-ત્રીજી વ્યક્તિને અજાણતાં ખાનગી વાતની ખબર પડી જાય છે. તો કેટલીક વાર ડૉક્ટર, વકીલ, પોલીસ કે એવો વ્યવસાય કરનાર આગળ ગરજે પોતાની ખાનગી વાત કરવી પડે છે. કેટલીક વાર જેની સહાય વિના ઉકેલ આવે એમ ન હોય એવા માણસ આગળ સામે ચાલીને જવું પડે છે અને પોતાની વાત કહેવી પડે છે. આવા અનપેક્ષિત સંજોગોમાં બીજી-ત્રીજી વ્યક્તિ જ્યારે એક વાત જાણી જાય છે ત્યારે એને ચૂપ રાખવા માટે કિંમત ચૂકવવી પડે છે. ક્યારેક એના “બ્લેકમેઇલ’ના – ધાકધમકીના ભોગ થવું પડે છે. કેટલીક ગુપ્ત બાબતો સમયબદ્ધ હોય છે. અમુક નિશ્ચિત સમય સુધી જ તે ગુપ્ત રાખવાની હોય છે. પછીથી એ ગુપ્ત રાખનારાઓ તરફથી એની જાહેરાત થાય છે અથવા આપોઆપ તે પ્રગટ થઈ જાય છે. કોઈકની સગાઈ કે લગ્નની વાત, કોઈક ધંધાની લેવડદેવડની વાત, ઘર, ગાડી કે બીજી કોઈ ખરીદીની વાત, કોઈકના ઑપરેશનની, કોઈક દીક્ષાની, સંન્યાસની, Page #58 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्यं ૪૯ ગૃહત્યાગની વાત, કોઈકના અદાલતના ખટલાની વાત, પરીક્ષાનાં પરિણામોની વાત, રાજકીય દાવપેચની વાત નિર્ધારિત કાળ સુધી ગુપ્ત રાખવી પડે છે. સંરક્ષણના વિષયમાં શસ્ત્રોની, સૈનિકોની ટુકડીઓની હેરફેરની, આક્રમણની વાત અત્યંત ગુપ્ત રખાય છે. સરકારી પ્રધાનોને કેટલીક માહિતી સોગંદવિધિ પછી જ અપાય છે. આવી કાળબદ્ધ મર્યાદાની ગુપ્ત વાત અગાઉથી જો કોઈ જાહેર કરી દે તો યોજના બગડી જાય છે, પરિણામ ધાર્યું આવતું નથી અથવા ઊલટું આવે છે. ઘણી ગરબડ મચી જાય છે અને દુશ્મનો ગેરલાભ ઉઠાવી જાય છે. આવી ગુપ્ત વાતો જો જાણતાં હોઈએ તો પણ તે પ્રગટ ન કરી દેવી જોઈએ. કેટલાક માણસો એટલા જૂઠા અને એટલા હોશિયાર હોય છે કે ન હોય એવી વાત ઉપજાવીને અંગત વર્તુળોમાં એનો પ્રચાર કરે છે અને પછી એવી ન બનેલી વાતો પણ લોકો માનવા લાગે છે. એટલા માટે માણસે પોતાનું જીવન જ એવું સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઈએ કે ક્યારેક કોઈ ખોટું આળ મૂકીને પ્રચાર કરવા જાય તો તે ભોંઠો પડે. લોકો એ માનવા ક્યારેય તૈયાર ન થાય. સાધુસંતોનું જીવન ખુલ્લી કિતાબ જેવું, સ્વચ્છ ને પારદર્શક હોય છે. મન, વચન અને કર્મની એકરૂપતા એમના જીવનમાં હોય છે. આત્મકલ્યાણ અને લોકકલ્યાણની એમની ભાવના બહુ પ્રબળ હોય છે. એમને પોતાનું કશું છુપાવવાનું હોતું નથી. એટલે એમને માટે કરાયેલા ખોટા આક્ષેપો કે એમના જીવનરૂપી સૂર્યના પ્રકાશને મેલો કરવાના પ્રયત્નો વૃથા નીવડે છે. કેટલાક માણસો પોતાનાથી થયેલી ભૂલને પોતાના હૃદયમાં ઝાઝો વખત રાખી શકતા નથી. એનો એમને એવો પસ્તાવો Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૦ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ થાય છે કે જ્યાં સુધી એ વિશે તેઓ હૃદય ખોલીને કોઈને કંઈ વાત ન કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પાપનો એકરાર અને પ્રાયશ્ચિત્ત એ મનુષ્યજીવનનું સ્વાભાવિક લક્ષણ છે. માણસે પોતાની પેટછૂટી વાત કોઈને કરવી જ હોય તો યોગ્ય પાત્રને, યોગ્ય સમયે જ કહેવી જોઈએ. જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. કેટલાયે બીજાની વાતોને જીવનભર સાચવી રાખે છે. પરંતુ અધકચરા, અણસમજવાળા, ઉતાવળિયા સ્વભાવના, વાતડાહ્યા, અતિ ઉત્સાહી, જશ ખાટવાની વૃત્તિવાળા, નિંદક સ્વભાવનાં, વૈરવૃત્તિવાળા, બીજાની ચડતી જોઈ ખેદ અનુભવનારા, બે જણને લડાવે નહિ ત્યાં સુધી સંતોષ ન અનુભવનારા, સ્વાર્થઘેલા, સંકુચિત મનોવૃત્તિ ધરાવનારા – એવા કોઈકને જો કોઈ ખાનગી નબળી વાતની ખબર પડે તો તેનો ગેરલાભ ઉઠાવ્યા વગર તે રહી શકતા નથી. એવા માણસ આગળ પોતાની અંગત વાત કરતાં પહેલાં માણસે સો વખત વિચાર કરવો જોઈએ. સમાજમાં કેટલીયે એવી સંનિષ્ઠ, પ્રમાણિક, નીતિમાન, આદરપાત્ર વ્યક્તિ હોય છે કે જે બધાંનો વિશ્વાસ ધરાવે છે. એમની આગળથી કોઈની વાત બીજા પાસે જતી નથી. એવી વ્યક્તિ ખાનગી રાહે સાચી સલાહ પણ આપે છે. હૃદય ખોલીને પોતાની અંગત ગુપ્ત વાત કરવા માટે સાધુસંતો જેવું અન્ય કોઈ સ્થાન નથી. સાધુસંતો કોઈની ગુપ્ત વાત છતી કરતા નથી, એટલું જ નહિ પણ કોઈની અંગત વાત જાણવામાં એમને રસ પણ નથી હોતો. પ્રશ્નો પૂછીને વાત કઢાવવાનો કે બીજાને શરમાવવાનો તેમનો સ્વભાવ હોતો નથી. એટલે જ સમાજમાં તે સૌથી વધુ વિશ્વસનીય મનાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ - - - - जं छन्नं तं न वत्तव्यं પ ભારતીય સંત પરંપરામાં હિંદુ, જૈન, બૌદ્ધ એ ત્રણે ધર્મમાં પાપના એકરારની પ્રથા છે. ગુરુ સમક્ષ એકાંતમાં માણસ પોતાનાં પાપોની “આલોચના' કરે છે અને ગુરુ મહારાજ કહે એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાય છે. પોતાના દોષોની કબૂલાત ગુરુ સમક્ષ ક્યારે અને કેવી રીતે કરવી એના નિયમો બહુ ઝીણવટપૂર્વક આપણાં શાસ્ત્રોમાં આપેલાં છે. “આલોયણા”નો વિષય એક સ્વતંત્ર વિષય છે. ખ્રિસ્તી ધર્મમાં એકરાર(Confessions)ની પ્રથા હોય છે. માણસે કોઈ પાપ કર્યું હોય તો દેવળમાં જઈ પાદરી પાસે તેનો એકરાર કરે છે અને પાદરી કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત લે છે. એક કેબિન જેવી રચનામાં પાદરી બેસે છે. પાદરીના કાન પાસે કેબિનના લાકડામાં એક કાણું કરેલું હોય છે. એકરાર કરનારી વ્યક્તિ ઘૂંટણીએ પડી બહારથી એ કાણામાં બોલે છે જે પાદરી સાંભળે છે. પાપનો એકરાર કરનારી વ્યક્તિને પાદરીએ જોઈ નથી હોતી કે એકરાર કરનારી વ્યક્તિએ પાદરીને જોયા નથી હોતા. આમ કોણે કોની પાસે એકરાર કર્યો તેની ખબર નથી પડતી. (એકબીજાને જોઈ-જાણી શકે એ રીતે પણ એકરાર થાય છે.) આવી એકરાર કરવાની પ્રથામાં પણ એકરાર સાંભળનાર પાદરી કાચી ઉંમરનો ન હોવો જોઈએ, તે એકરાર કરનાર પાપી સ્ત્રી-પુરુષનો તન, મન, ધનથી ગેરલાભ ઉઠાવનાર ન હોવો જોઈએ, એકરારની વાતને છતી કરી દે એવો ક્ષુલ્લક મનનો કે અભિમાની તે ન હોવો જોઈએ, પાપીને અકારણ વધારે પડતી સજા કરનાર ન હોવો જોઈએ, પાપીને માનસિક રીતે ત્રાસ આપનાર કે ગુલામ બનાવી દેનાર ન હોવો જોઈએ – વગેરે બાબતો વિશે બહુ જ ચીવટ રાખવામાં આવે Page #61 -------------------------------------------------------------------------- ________________ પર વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ છે. રોજેરોજ કેટલાયે માણસોનાં પાપોનો એકરાર સાંભળનાર પાદરીના મુખમાંથી ક્યારેય ક્યાંય એક શબ્દ પણ નીકળતો નથી કે પોતાને ઘણાંનાં પાપોની ખબર છે એવી સભાનતાનો ભાસ એમના ચહેરા પર આવતો નથી. આ જ એમની મહત્તા છે. સંતની સંતપણાની કસોટી આવી ગુપ્ત વાતોના પ્રગટીકરણ વખતે થતી હોય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સંત મહાત્માઓ બીજાની પ્રચ્છન્ન વાત કોઈને કહેતા નથી. સમાજમાં જ્યારે કોઈક વ્યક્તિ પોતાની ટીકાનિંદા કરવાનું ચાલુ કરે છે ત્યારે માણસને એની વર્ષોથી સાચવેલી ગુપ્ત વાત પ્રગટ કરીને એને સીધો કરી દેવાનું મન થાય છે. પોતાને કોઈ આર્થિક નુકસાન થયું હોય, બીજા દ્વારા અપકીર્તિ થતી હોય, ખોટા આક્ષેપો પોતાના પર થતા હોય, જાતજાતની ધમકીઓ મળતી હોય ત્યારે વેર લેવાના ભાવથી, બીજાને પરાજિત અને શાન્ત કરી દેવાના આશયથી એની મોટી ગુપ્ત વાત પ્રકાશિત કરી દેવાની લાલચ માણસ રોકી શકતો નથી. એમ કરવાથી પરિસ્થિતિ તરત જ પોતાને અનુકૂળ થઈ જવાની સંભાવના હોય છે. પરંતુ એવે વખતે જ માણસના સત્ત્વની કસોટી થાય છે. જેઓ ત્યાગી છે, નિસ્પૃહ છે તેઓ તો બધી વાત હૃદયમાં રાખી શકે છે. પોતાના હૃદયમાં બીજાની ખાનગી વાત છે એવો અણસાર પણ તેઓ બીજા આગળ આવવા દેતા નથી. સાધુને કોઈની ખાનગી વાત બીજાને કહી દેવાનું પ્રયોજન જ ન હોવું જોઈએ. વસ્તુતઃ જે સાધક છે તેનું તો એ દિશામાં લક્ષ્ય જ હોતું નથી. એક દષ્ટિએ જોઈએ તો બીજાની ગુપ્ત વાતને પોતાની પાસે જીવનના અંત સુધી ગુપ્તપણે સાચવી રાખવી એ પણ ઘણી કઠિન સાધના છે. કેટલાક તો પ્રાણ જાય પણ વાત જવા ન દે એવી Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૩ जं छन्नं तं न वत्तव्वं કોટિના હોય છે. સાચા સાધકો તો એથી પણ ઘણા આગળના તબક્કાની સાધના કરવાવાળા હોય છે. પોતાની પાસે કોઈની ગુપ્ત વાત છે એટલી સભાનતા પણ તેમને રહેતી નથી. કોઈ પ્રસંગે ખાસ એ વાત કરવાની આવશ્યકતા ઊભી ન થાય તો એ વાત એના જીવનમાં વિસ્મરણ જેવી બની જાય છે. તેઓની પાસે ઘણાંની ઘણી નબળી વાતો ગુપ્તપણે આવતી રહેતી હોય છે તો પણ તેઓ તો સંસારની વિષમતા વિશે અને જીવોનાં શુભાશુભ કર્મોના ઉદય વિશે, સાક્ષીભાવે ચિંતન કરતા હોય છે. જેઓ જ્ઞાતાદ્રષ્ટાની દશા સુધી પહોંચે છે તેમને માટે આવું ભાવચિંતન સહજ અને સાધનામય બની જાય છે. જેઓ સરળ છે, નિસ્પૃહ છે, નિરભિમાની છે, સ્વસ્થ છે, સત્યનિષ્ઠ છે, ઉચ્ચતમ આધ્યાત્મિક ધ્યેયને વરેલા છે, તેઓને પોતાના જીવનમાં કશું છુપાવવા જેવું હોતું નથી. જેમને કશું છુપાવવાનું નથી હોતું તેઓ નિર્ભય હોય છે. જેઓ બીજાની અનેક ખાનગી વાતો જાણવા છતાં નિર્લોભી છે, નિરાકાંક્ષી છે, ક્ષમાશીલ છે, હિતેચ્છુ છે, સંસારના સ્વરૂપનું ચિંતનમનન કરવાવાળા છે તેઓને બીજાની ગુહ્ય વાત પ્રકાશિત કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. બીજાની ગુહ્ય વાતોને પોતાના પેટમાં આજીવન સમાવી દઈને સંત બનવું એ કાર્ય સરળ નથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिजा, निराणि उ वजिए। [ અર્થયુક્ત વાતો શીખવી, નિરર્થકને ત્યજી દેવી] આ વાત તો સાવ સહેલી લાગે છે, પણ તેનો અમલ કરવાનું એટલું સહેલું નથી. કામની વાત શીખવી અને નકામી વાતને છોડી દેવી એ સાચું, પણ કઈ વાત કામની છે અને કઈ નકામી છે એની કેમ ખબર પડે? એ કોણ સમજાવે ? જીવનમાં શીખવા જેવું ઘણું છે. વિકાસશીલ વ્યક્તિને તો હરહંમેશ નવી નવી વાતો શીખવા મળે છે. જેનું લક્ષ્ય પ્રગતિ પર છે તેની પાસે તો પોતાના પૂરતો એક માપદંડ આવી ગયો હોય છે. અલબત્ત, એ જ સાચો છે એમ સર્વાર્થે ન કહી શકાય, પણ એની વિકાસોન્મુખતા અવશ્ય પ્રશંસાપાત્ર બને છે, કારણ કે જીવન સતત વિકાસશીલ છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના વિનયશ્રુત નામના પહેલા અધ્યયનમાં કહ્યું છે : निसन्ते सिया अमुहरी, बुद्धाणं अतिए सया । अट्ठजुत्ताणि सिक्खिजा, निरट्टाणि उ वजिए ॥ [ સાધક અત્યંત શાન્ત રહેવું, અસંબદ્ધ બોલવું નહિ, જ્ઞાનીજનોની સમીપે રહેવું, તેમની પાસેથી પરમાર્થપુક્ત વાતો શીખવી અને નિરર્થક વાતોને છોડી દેવી. ] - ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં શિષ્યને વિનયી Page #64 -------------------------------------------------------------------------- ________________ अत्ताणि सिक्खिजा, निराणि उ बजिए પપ બનવા માટે ભિન્નભિન્ન દષ્ટિકોણથી જે શિખામણ આપી છે તેમાં દસ મહત્ત્વના ગુણ કેળવવાનો નિર્દેશ કર્યો છે. એ દસ આ પ્રમાણે છે : (૧) ગુરુજનોની હાજરીમાં હંમેશાં શાન્ત રહેવું, (૨) વાચાળ ન બનવું, (૩) સાર્થક પદ શીખવાં અને નિરર્થક વાત છોડી દેવી, (૪) ગુરુ અનુશાસન કરે, શિક્ષા કરે ત્યારે ક્રોધ ન કરવો, (૫) ક્ષમાશીલ બનવું, (૬) હલકા માણસો સાથે સંબંધ ન રાખવો, તેમની સાથે મજાકમશ્કરી ન કરવાં, (૭) દુષ્ટ કાર્યો ન કરવાં, (૮) યોગ્ય સમયે સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન કરવું, (૯) મિતભાષી થવું, અને (૧૦) દુષ્ટ કાર્ય થઈ ગયું હોય તો ગુરુ સમક્ષ તેનો સ્વીકાર કરી લેવો. આ દસ શિખામણમાંથી ઉપર કહેલી ફક્ત એકનો અહીં વિચાર કરીશું – સાર્થક વાત શીખવી અને નિરર્થક છોડી દેવી. માણસ નિરર્થક વાત છોડી દેવાનું શીખે તો આપોઆપ કામની વાત શીખવા લાગે. પરંતુ મનુષ્યનો સ્વભાવ એવો પ્રમાદી છે કે નિરર્થક વાત તે જલદી છોડી શકતો નથી. ભગવાન મહાવીરે અધ્યાત્મમાર્ગના સાધક માટે જે વાત કરી છે તે વ્યવહારુ જીવનમાં પણ એટલી બધી ઉપયોગી છે. કોઈ પણ સફળ માણસની સિદ્ધિનું રહસ્ય એ છે કે એણે નકામી વાતોમાં સમય વેડફી નાખ્યો નથી. જેઓને જીવનમાં ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિ મેળવવી હોય તેઓએ સારાસાર વિવેક કરવો જ પડે. કેટલાય માણસોને સમય કેમ પસાર કરવો તેની સૂઝ પડતી નથી. તેમનો સમય પસાર થતો નથી એટલે તેઓ આમતેમ ફાંફાં મારતા હોય છે. તેમને ચેન પડતું નથી. જેમતેમ કરીને વેઠપૂર્વક તેઓ દિવસ પૂરો કરે છે. એવા લોકોની જિંદગીનું કશું Page #65 -------------------------------------------------------------------------- ________________ પર વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ મૂલ્ય નથી. કોઈ પણ માણસને પૂછવામાં આવે કે “તમને તમારી જિંદગી ફરી જીવવાની મળે તો તમે એમાં કેવા ફેરફાર કરશો?' તો કોઈક જ માણસ એવા મળે કે જે કહે કે પોતાને જે જિદગી મળી છે બરાબર તે જ પ્રમાણે પોતાને જીવવી છે. પોતાને એમાં કશા ફેરફાર કરવા નથી. દરેક માણસે જીવનમાં કંઈક ભૂલો કરી હોય છે. એવી ભૂલો ફરીથી ન થાય એવું માણસ ઇચ્છે. કૌટુંબિક સંબંધો, પત્ની, સંતાનો, વગેરેના પ્રશ્નો, નોકરી-ધંધાની સમસ્યાઓ અને સફળતાઓ, આરોગ્યની બાબતો, સ્વભાવની વિચિત્રતાઓ, કેટલીક ટેવો ઈત્યાદિ વિશે માણસ જરૂર ફેરફાર ઇચ્છે છે કે જેથી પોતે જેવું જીવન જીવ્યા તેના કરતાં વધુ સારું જીવન જીવવા મળે. શાળા-કૉલેજની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં દુનિયાભરમાં જેમ અસંખ્ય વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે તેમ લાખો વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે. નાપાસ થનાર વિદ્યાર્થી પાસે નાપાસ થવાનાં કારણો હોય છે, જેમાંનું એક કારણ તેણે પોતે જેટલો સમય અભ્યાસ માટે આપ્યો તેટલો ઓછો હતો. જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હોય તેઓ બધાને પોતાના પરિણામથી સંતોષ હોતો નથી. મતલબ કે સરેરાશ દરેકને એમ લાગે છે કે પોતે જો આમ કર્યું હોત તો આમ ન થાત. એટલે કે દરેક વિદ્યાર્થીએ થોડોક સમય તો નિરર્થક વાતોમાં બગાડ્યો છે. સતત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ એવો ફરક રહેવાનો કે કેટલાકે જે મહત્ત્વનું હતું તે ઓછું વાંચ્યું હોય ને જે નિરર્થક હતું તે વાંચવામાં સમય વેડફી નાખ્યો હોય. " Page #66 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिया, निरट्ठाणि उ बज्जिए ૫૭ કુદરતનો ક્રમ એવો છે કે જૂની પેઢીના માણસો કાળક્રમે વિદાય લેતા જાય છે અને નવી પેઢીના યુવાનોના હાથમાં સમાજનાં સૂત્રો આવે છે. કોઈ પણ એક વ્યક્તિએ પોતાના સમકાલીનો વચ્ચે જે મોટું કાર્ય કર્યું હોય તેની કદર કરનારા ત્યારે હયાત હોય છે ને ઠેર ઠેર એની વાતો થાય છે, પરંતુ થોડાક સમકાલીનો વિદાય થઈ જાય છે, પછી એવી વાતો સાંભળનાર કે પ્રશંસા કરનાર વર્ગ રહેતો નથી અને નવી પેઢીને જૂની પેઢીનાં એ પરાક્રમો કે સિદ્ધિ તુચ્છ અને નિરર્થક લાગે છે. ક્યારેક તો કોઈક બોલે છે, ‘નાખી દેવા જેવી વાત માટે એ જમાનાના લોકોએ પોતાની જિંદગીનો કેટલો બધો સમય વેડફી નાંખ્યો.' જે કોઈ એક વાત કે વિષય એક જમાના માટે અત્યંત મૂલ્યવાન હોય તે બીજા જમાના માટે સાવ નિરર્થક બને એવી જિવાતા જીવનની લાક્ષણિક્તા છે. કઈ વસ્તુ પોતાને માટે સાર્થક છે અને કઈ નિરર્થક છે એનો નિર્ણય કરવા માટે દરેક વ્યક્તિનો માપદંડ જુદો જુદો હોઈ શકે. એક વ્યક્તિને જે વાત, કાર્ય ઇત્યાદિ સાર્થક લાગતાં હોય તે બીજાને નિરર્થક લાગે, એકની એક વ્યક્તિને એક વસ્તુ એક કાળે સાર્થક લાગતી હોય તે સમય જતાં નિરર્થક લાગવાનો સંભવ છે. મનુષ્યના જીવનમાં કંઈ ભૂલ ન થઈ હોય તો પણ વીતી ગયેલાં વર્ષોનું વિહંગાવલોકન કરતાં અને જરૂર એમ લાગે છે કે અમુક કાર્યોમાં પોતાનો જે સમય પસાર થઈ ગયો તે કાર્યો ન કર્યાં. હોત તો ચાલત; એટલો સમય જો વધુ સારી પ્રવૃત્તિમાં પસાર થયો હોત તો જીવનમાં વધુ પ્રગતિ થઈ શકી હોત. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ જીવનનું સ્વરૂપ એવું છે કે કેટલીક બાબતો વર્તમાન સમયમાં બહુ મહત્ત્વ ધરાવતી હોય, ક્યારેક તો જીવન-મરણના સવાલ જેવી હોય, પણ વર્ષો વીત્યા પછી ભૂતકાળની એ ઘટના પર નજર નાખતાં તે ક્ષુદ્ર અને નિરર્થક લાગે છે. ક્યારેક પશ્ચાત્તાપ થાય છે કે કેવી મામૂલી વાતો માટે જિંદગીનો કેવો સોનેરી સમય આપણે વેડફી નાખ્યો. નાનાં બાળકો કેવી નાની નાની વાતો માટે માંહોમાંહે લડે-ઝઘડે છે? એ જ બાળકો મોટાં થતાં એ જ વાતો માટે લડતાં-ઝઘડતાં શરમાશે. નાનું બાળક શેરીમાં કાંકરા વીણતું હોય કે સમુદ્રકિનારે છીપલા વીણતું હોય તો એને માટે અત્યંત રસનો વિષય બને છે, પરંતુ એ જ બાળક મોટું થાય છે ત્યારે છીપલા વીણવાનું એને હાસ્યાસ્પદ લાગે છે. તેવી રીતે બાલ્યકાળમાં કે યુવાવસ્થામાં કરેલી કેટલીયે પ્રવૃત્તિઓ પાકટ વયે હાસ્યાસ્પદ લાગે છે. જીવનની સાર્થકતા અને સફળતાને વિવિધ દૃષ્ટિકોણથી જોઈ શકાય. આ સંસારમાં અસંખ્ય એવા માણસો છે અને રહેવાના કે જેઓ પોતે હતા તેના કરતાં કશુંક વધુ પામ્યા છે. એકંદરે સંસારના લોકો ભૌતિક સુખની અપેક્ષાએ જીવનનું માપ કાઢે છે. કોઈ ભિખારી હોય, ઘરે ઘરે ભીખ માગતો હોય, એમાંથી થોડું થોડું બચાવી એમાંથી નાની સરખી દુકાન કરવાની તક મળે અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે તો એને એમ લાગે કે “ક્યાં મારા ભીખ માગવાના દિવસો અને ક્યાં આ વેપાર? મેં જીવનમાં કેવી સિદ્ધિ મેળવી છે ! કેટલીય વેપારી પેઢીઓમાં અને સરકારી કચેરીઓમાં માણસ પટાવાળા તરીકે જોડાયો હોય અને એમાંથી પુરુષાર્થ કરીને આગળ વધતાં વધતાં તે ઑફિસર બન્યો હોય તો એને એમ લાગે કે “મેં જીવનમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिजा, निरट्ठाणि उ जिए ૫૯ કશુંક મેળવ્યું છે.’ સૈનિકમાંથી સેનાપતિ બને તો એને પોતાનું જીવન સફળ લાગે. વસ્તુતઃ સમજપૂર્વક સમય પાસે કામ લેતાં જેને આવડે છે તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે, સિવાય કે એનું નસીબ જ વાંકું હોય ! જન્મથી માંડીને જીવનના અંત સુધી પોતાની પ્રત્યેક ક્ષણ સદુપયોગમાં જ ગઈ છે અને નિરર્થક સમય ક્યારેય પસાર થયો નથી એવું તો કોઈક વિરલ વ્યક્તિ જ કહી શકે, જો તે પૂર્વજન્મનો આરાધક જીવ હોય તો. વર્તમાન કાળમાં તો એવી વ્યક્તિ મળવી તે લગભગ અસંભવિત છે કે જે દાવો કરી શકે કે પોતાના જીવનની એક પળ પણ પોતે નિરર્થક ગુમાવી નથી. ભગવાન મહાવીરની આ શિખામણ વ્યવહારુ જીવનમાં જેમ ઉપયોગી છે તેથી વધુ મોક્ષમાર્ગના સાધક માટે ઉપયોગી છે. સાધકે જે શબ્દોનું પ્રયોજન ન હોય તેવા શબ્દો, નિરર્થક શબ્દો ઉચ્ચારવા ન જોઈએ. હાસ્ય-મજાકમાં બોલાતી વાણીને અથવા કેવળ વાણી-વિલાસને ત્યજવાં જોઈએ. સ્ત્રીકથા, રાજ્યકથા ઇત્યાદિ વિકથાનો ત્યાગ કરવો જોઈએ. સમાજમાં રહેવાને કારણે અને વર્તમાન સમયમાં તો પ્રચાર-માધ્યમો વધી ગયાં હોવાથી, સાધક જો જાગ્રત ન હોય તો નિરર્થક વાતોમાં તે રસ લેવા લાગી જાય છે અને એવી વાતોનો એક વખત ચટકો લાગે એટલે જિજ્ઞાસા ઉત્તરોત્તર સતેજ થતી રહે અને પછી એનો ક્યાંય અંત આવે નહિ. સાધકને એક વખત લૌકિક વિષયોમાં અને એવાં અધ્યયનોમાં રસ પડે પછી એ વ્યસનરૂપ બની જાય છે અને એમાંથી નિવૃત્ત થવાનું અઘરું બની જાય છે. અધ્યાત્મમાર્ગના સાધકને પોતાના કાર્ય અંગે ક્યારેક ઉપયોગી લાગ્યા હોય એવા વિષયો જેવા કે જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખા Page #69 -------------------------------------------------------------------------- ________________ - - - વિરપ્રભુનાં વચનો - ભાગ ૧ વિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, ચિત્રકલા, વસ્તૃત્વકલા, આયુર્વેદ, કાવ્યાલંકારશાસ્ત્ર, ભાષા-વ્યાકરણ વગેરેમાં રસ પડે છે. પણ પછી તેઓ એમાં એટલા બધા ખેંચાઈ જાય છે અને એમાં ડૂબી જાય છે કે મોક્ષમાર્ગની પોતાની સાધના ચૂકી જાય છે. વ્યવહારુ અપેક્ષાએ ઉપયોગી એવાં શાસ્ત્રો પણ મોક્ષાભિલાષી, આત્મજ્ઞાન તરફ આગળ વધતા મહાત્માઓ માટે નિરર્થક બનવા સંભવ છે. સતત જાગ્રત રહેવાનું સરળ નથી. પ્રમાદ તો એમાં કામ કરી જ જાય છે, પરંતુ ક્યારેક ગૃહસ્થો કે સાધુ ભગવંતોના જીવનમાં પૂર્વબદ્ધ કર્મના ઉદયે એવી ઘટનાઓ બને છે કે જે એમના હાથમાં રહેતી નથી. તેવે વખતે નિરર્થક વાતો કે વિષયોમાં ઘણો સમય બરબાદ થઈ જાય છે. પરંતુ એવે વખતે પણ જાગ્રત વ્યક્તિઓ, બાહ્ય ઘટના સાથે પ્રવાહપતિત બનવા છતાં એમનું જોડાણ તો આત્મભાવમાં જ રહે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करेइ पावं [ આતંકદર્શી પાપ કરતો નથી] ભગવાન મહાવીરે કહ્યું છે કે મયંવંસી ન જે પાવો (આચારાંગ સૂત્ર ૧/૩૨). અર્થાત્ આતંકદર્શી પાપ કરતો નથી. પ્રાકૃત ગાયં શબ્દનો સંસ્કૃત શબ્દ છે માતં. આજકાલ આતંક શબ્દ બહુ વપરાય છે, કારણ કે વર્તમાન સમયમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દુનિયાભરમાં પ્રસરી ગઈ છે. આતંક શબ્દનો અર્થ થાય છે ભય, ત્રાસ, અત્યાચાર, દુ:ખ, પીડા, રોગ વગેરે. આતંકદર્શી એટલે દુઃખના સ્વરૂપને જાણનારો, સમજનારો. દુનિયામાં આતંકવાદીઓ ઘણા છે, આતંકદર્શીઓ બહુ ઓછા છે. આતંકવાદીઓ ધોર પાપની પ્રવૃત્તિ ચલાવે છે. આતંકદર્શીઓ પાપ કરતા નથી; પાપ કેમ થાય છે અને તેનાં કેવાં કેવાં માઠાં ભયંકર પરિણામો આવે છે તે એ સમજે છે. એટલે તેઓ પાપ કરતાં અટકી જાય છે. જગતમાં પુણ્ય અને પાપની ઘટમાળ સતત ચાલતી રહે છે. શુભાશુભ કર્મ બંધાતાં રહે છે. એ કર્મોનાં ફળરૂપ માણસને સુખદુઃખ ભોગવવાં પડે છે. એ વખતે ફરીથી પાછાં નવાં કર્મ બંધાય છે. એક ક્ષણ પણ એવી જતી નથી કે જ્યારે મન, વચન અને કાયાથી કોઈ ને કોઈ કર્મ બંધાતું ન હોય. પરંતુ સાચા મુમુક્ષુ જીવો નવાં ભારે કર્મ ઓછાં બાંધે છે અને જૂનાં કર્મો ખપાવતા જાય છે. એ જ ભવમાં મુક્તિ મેળવનારા જીવોનાં Page #71 -------------------------------------------------------------------------- ________________ - - - - વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કર્મો ઉત્તરોત્તર ક્ષીણ થતાં જાય છે અને નવાં કર્મો હળવા પ્રકારનાં અને નહિવત્ બંધાય છે, પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સપડાયેલા જીવો તો સતત નાનાંમોટાં પાપ કરતા રહે છે. પાપની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે નામં ય પાપમ્ | (અશુભ કર્મ તે પાપ છે), પતિત નરરિસ્થિતિ પાપમ્ ! (નરકાદિ દુર્ગતિમાં જે પાડે છે તે પાપ છે) અથવા પાસપતિ પતિથતિ વા પાપ (જે જીવને બંધનમાં નાખે છે અથવા પાડે છે તે પાપ છે.) હિંદુ ધર્મ પ્રમાણે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુસ્ત્રીગમન એ ચારને મોટાં પાપ ગણવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં લખ્યું છે : ब्रह्महत्या सुरापानं स्तेयं गुर्वंगनागमः । महान्ति पातकान्याहुः संसर्गश्चापि ते सहः ॥ હિંદુ ધર્મમાં અન્ય રીતે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા અને ગૌહત્યા એ ચારને મોટાં પાપ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તો નીતિવાક્યામૃત'માં તરત ફળ આપવાવાળાં ત્રણ મોટાં પાપ તરીકે સ્વામીદ્રોહ, સ્ત્રીવધ અને બાલવધને ગણાવવામાં આવ્યાં છે. ત્રીજી પતિનિ સંઘઃ હન્તિ - स्वामिद्रोहः, स्त्रीवधो बालवधश्चेति । મનુસ્મૃતિમાં પાપના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ મુખ્ય પ્રકાર બતાવી, એ પ્રત્યેક પ્રકારનાં એવાં મુખ્ય પાપો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે : • परद्रव्येष्वभिध्यानं मनसानिष्टचिन्तनम् । वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करेइ पावं [પારકું દ્રવ્ય પડાવી લેવાનો વિચાર, મનથી અનિષ્ટનું ચિંતન અને મિથ્યા અભિનિવેશ એ ત્રણ માનસિક પાપકર્મ છે. ] पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः । असंबद्धप्रलापश्च वाङ्ममयं स्याच्चतुर्विधम् ॥ [ કઠોર વચન, અસત્ય, ચાડીચુગલી, અસંબદ્ધ પ્રલાપ એટલે કે બકવાદ એમ વાચિક પાપ ચાર પ્રકારનું છે. ] अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः । परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ॥ [ન આપેલું એવું લેવું એટલે કે ચોરી, જેનું વિધાન ન હોય એવી હિંસા કરવી તથા પરસ્ત્રીગમન એ ત્રણ પ્રકારનાં શારીરિક પાપકર્મ કહેલાં છે.] જૈન ધર્મમાં “આવશ્યક સૂત્ર'માં અઢાર પ્રકારનાં પાપ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યાં છે : पाणाइवायमलियं चोरिक्कं मेहुणं दवियमुच्छं । कोहं माणं मायं लोभं पिजं तहा दोसं ॥ कलहं अब्भक्खाणं पैसुन्नं रइ-अरइसमाउत्त । परपरिवायं . माय - मोसं मिच्छत्तसल्लं च ॥ આમ, જૈન ધર્મ પ્રમાણે મુખ્ય અઢાર પ્રકારનાં પાપ બતાવાયાં છે : (૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ (અસત્ય), (૩) અદત્તાદાન (ચોરી), (૪) મૈથુન, (પ) પરિગ્રહ (દ્રવ્યમૂચ્છ), (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) રતિ-અરતિ, (૧૬) પરપરિવાદ (પરનિદા), (૧૭) માયામૃષાવાદ (માયાકપટયુક્ત અસત્ય), અને (૧૮) મિથ્યાત્વ શલ્ય. Page #73 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો -- ભાગ ૧ દુનિયાનાં તમામ પ્રકારનાં પાપોનો આ અઢાર પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. આ દરેક પાપના પેટાપ્રકારો પણ બતાવવામાં આવ્યા છે. વળી, પાપ મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું - એમ પાપના ત્રિવિધ ત્રિવિધ પ્રકાર પણ બતાવ્યા છે. માણસ પાપ કરતાં તો કરી લે છે, પણ પછી એને છુપાવવાનો પ્રયત્ન કરે છે. કેટલાંક પાપ માણસ બેપરવાઈથી, લોકલજ્જાનો કે રાજ્યદંડનો ભય રાખ્યા વગર પ્રગટ રીતે કરી લે છે અને એને માટે જે સજા થવાની હોય તે માટે તે મનથી તૈયાર રહે છે. ફાંસીની સજા ભોગવવાની તૈયારી સાથે કેટલાક માણસ ધોળે દહાડે બીજાના દેખતાં ખૂન કરે છે. અસત્ય, ચોરી, પરસ્ત્રીગમન જેવાં પાપો માણસ છૂપી રીતે કરે છે. ઇરાદાપૂર્વક પાપ કરવું અથવા અજાણતાં થઈ જવું અને પછી તે છુપાવવું એ સામાન્ય સાધારણ, અજ્ઞાની માણસોનું કુદરતી લક્ષણ છે. પાપનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર રહે છે. કોઈક વડીલ કે ધર્મગુરુ પાસે એકાન્તમાં ખાનગી રીતે પાપનો એકરાર કરનારા માણસો જાહેરમાં બધાં વચ્ચે એનો સ્વીકાર કરતાં સંકોચ અનુભવે છે. નિર્મળ જીવન જીવવાનું જેનું લક્ષ્ય છે તે પાપનો એકરાર કરતાં કે તે માટેનું પ્રાયશ્ચિત્ત કરતાં અચકાતો નથી, એમ કરવામાં તે પોતાની જામેલી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરતો નથી. પરંતુ બને છે એવું કે આવા નિર્દભ, નિખાલસ માણસોની પ્રતિષ્ઠા ઊલટી વધે છે. કેટલાક એવા હોય છે કે પાપનો નિખાલસતાથી સ્વીકાર કરે છે, પરંતુ એવું પાપ ફરી આચરતાં તેમનું મન જરા પણ ક્ષોભ અનુભવતું નથી. એવા નિર્લજ્જ માણસો એકરાર કરે તો પણ શું અને ન કરે તો Page #74 -------------------------------------------------------------------------- ________________ દિપ आयंकदंसी न करेइ पावं પણ શું? તેઓ પાપને પાપ તરીકે જાણે છે, પરંતુ પાપના સ્વરૂપને સમજવા દ્વારા સંસારના સ્વરૂપને અને આત્માના સ્વરૂપને સમજતા નથી કે સમજવાની રુચિ ધરાવતા નથી. પુણ્યના ઉદયે ફરીથી પુણ્ય બંધાય કે પાપ બંધાય અને પાપના ઉદયે ફરીથી પાપ બંધાય કે પુણ્ય બંધાય, એ રીતે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એ ચૌભંગી પ્રમાણે જીવોનાં કર્મો બંધાતાં રહે છે. અલબત્ત, એમાં પણ ઘણી તરતમતા રહે છે. અશુભ કર્મના ઉદયે, દુઃખના અનુભવ વખતે સમતાયુક્ત માધ્યસ્થભાવ ધારણ કરવાથી જીવની આત્મદશા ઊંચે ચડે છે. સ્થૂલ દૃષ્ટિએ જોતાં પુણ્ય કરતાં પણ પાપના ઉદય વખતે જીવની કસોટી થાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં પુણ્યના ઉદય વખતે પણ એટલા જ સજાગ, સાવધ રહેવાની જરૂર રહે છે. કેટલાકને દુઃખ કેટલું વસમું છે એ માત્ર અનુભવથી જ સમજાય છે. જ્યાં સુધી પોતાને એવું કોઈ દુઃખ અનુભવવાનું આવ્યું નથી ત્યાં સુધી બીજાનાં દુઃખને તેઓ સમજી કે કલ્પી શકતા નથી. બીજાનાં દુઃખ માટે એવા માણસોને સહાનુભૂતિ સુધ્ધાં થતી નથી. તો પછી બીજાનાં દુ:ખમાં સહાયરૂપ કે સહભાગી થવાની વાત તો ક્યાંથી હોય ? પાપને પાપરૂપે, તે હેય છે એટલે કે છોડવા યોગ્ય છે એ સ્વરૂપે સમજવાની શક્તિ પણ જીવમાં સહેલાઈથી આવતી નથી. જ્યાં સુધી અજ્ઞાન છે, મિથ્યાત્વનો ગાઢ અંધકાર છે ત્યાં સુધી તેવા લોકોને પોતે પાપપ્રવૃત્તિ કરતા હોવા છતાં પોતે પાપ કરે છે એવી સમજ હોતી નથી. કોઈ એને સમજાવે તો તે એને સમજાતું નથી અને સમજવું ગમતું નથી. કેટલાક પાપને પાપરૂપે Page #75 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ સમજતા હોવા છતાં એને છોડવાની ઈચ્છા નથી ધરાવતા, કારણ કે પાપથી એમને પોતાને લાભ થતો જણાય છે. પાપ છોડવા જેવું નહિ પણ આચરવા જેવું છે એવું એમના મનમાં વસેલું હોય છે. પાપ કરવા માટે તેઓને ક્યારેય કશોય અફસોસ થતો નથી. જે દુ:ખના સ્વરૂપને સમજે છે તે દુઃખને ઇચ્છતો નથી. નરકગતિનાં દુઃખોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત આ દશ્યમાન ઐહિક જગતનાં દુઃખોનો વિચાર કરીએ, દુઃખી માણસોનું અવલોકન કરીએ તો જીવને માથે કેટલું દુઃખ ગુજરી શકે છે તેનો ખ્યાલ આવે. કેટલાંક દુઃખો મારણાન્તિક હોય છે. એવાં ઘોર દુઃખો માણસનો જીવ લઈને જંપે છે. માણસની વેદના એટલી બધી અસહ્ય હોય છે કે શરીર એની સામે ટકી શકતું નથી. વેદનાની ચીસો પાડતો પાડતો માણસ બેભાન બની જાય છે અને પછી મૃત્યુ પામે છે. એવાં કેટલાંક ભયંકર દુઃખોના તીવ્ર અનુભવ વખતે માણસને એમ થઈ જાય છે કે આના કરતાં તો જલદી મોત આવે તો સારું. મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો માણસ દુઃખમુક્તિ માટે આત્મઘાત પણ કરે છે. જ્યારે પાપનું સ્વરૂપ માણસને સમજાય છે ત્યારે એને એ પણ સમજાય છે કે દરેક જીવ પોતપોતાનાં કર્મ અનુસાર સાંસારિક સુખદુઃખ અનુભવે છે. એનો અર્થ એ થયો કે દરેકે પોતાનું દુઃખ પોતે જ ભોગવવાનું રહે છે. બીજા કોઈ એમાં ભાગીદાર થઈ શકતા નથી કે કોઈ પોતાનું દુઃખ ઊછીનું લઈ શકતા નથી. બીજાઓ દુઃખમાં સહભાગી થઈ શકે છે, સહાનુભૂતિ ધરાવી શકે છે. દેખીતી વ્યવહારુ દષ્ટિએ કોઈ Page #76 -------------------------------------------------------------------------- ________________ आयंकवंसी न करेइ पावं બીજાને આપત્તિમાંથી બચાવી શકે છે. એમ છતાં કર્મસિદ્ધાન્ત અનુસાર તો પોતાનાં કરેલાં કર્મનું ફળ દરેકે પોતે જ ભોગવવું પડે છે. ભગવાને કહ્યું છે કે જો સંઘ પ્રભુ દોર તુવરવું . પોતાની જે શારીરિક વેદના છે તે બીજા કોઈ લઈ શકતા નથી. નરકગતિમાં તો કોઈની સહાય કે સહાનુભૂતિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાની એ વેદના તે પોતાના કોઈ અશુભ કર્મનું જ પરિણામ છે એમાં કશી શકી નથી. કર્મ કોઈને છોડતું નથી. માટે જ કહ્યું છે કે ડાળ માન મલ્પિ મોરવો ! (કરેલાં કર્મમાંથી કોઈનો છુટકારો નથી.) માણસ જો આતંકદર્શી બને એટલે કે દુ:ખના સ્વરૂપને બરાબર ઓળખે તો સહજ રીતે જ એને દુઃખનાં કારણો સમજાય. કેવા પ્રકારનાં દુઃખો સંસારમાં છે અને તેની પાછળ કયાં કયાં પૂર્વબદ્ધ કર્મો કારણભૂત છે એ એને સમજાય છે. એવાં કોઈ પણ દુઃખ પોતાને ભોગવવાની ઇચ્છા નથી. પોતાને માથે એવાં કોઈ દુ:ખ ન પડે એવી વૃત્તિ અને દૃષ્ટિ રહે તો જીવ એવાં કર્મ બાંધતો અટકે છે. કોઈક એવાં પાપકર્મો કરવામાંથી ઝડપથી વિરમી જાય છે તો કોઈક ધીમે ધીમે ક્રમે ક્રમે વિરમી જાય છે. કોઈને એવી પાપવૃત્તિથી અટકતાં એક કરતાં વધારે જન્મ પણ લાગે છે. કોઈક અટકે છે, વળી પ્રમાદવશ બની શિથિલ થઈ પાપ કરવા લાગી જાય છે અને ફરી જાગૃતિ આવતાં પાછા પાપથી અટકવા લાગે છે. પાપના સ્વરૂપને સમજવાની શક્તિ બધા જીવોમાં એકસરખી નથી હોતી; તેમ પાપપ્રવૃત્તિથી અટકવાની શક્તિ પણ બધા જીવોમાં એકસરખી નથી હોતી. એટલે કે એક કાળે ઘણાબધા જીવોની સમજવાની અને અટકવાની શક્તિ સમાંતર જ ચાલે એવું નથી. વસ્તુતઃ એક Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ ૬૮ વીરપ્રભુનાં વચનો જીવના જીવનકાળમાં પણ એમાં ચઢઊતર થવાનો સંભવ રહે છે. પરંતુ એટલું નિશ્ચિત્ત છે કે જીવમાં પાપને સમજવાની સાચી દૃષ્ટિ આવી જાય છે ત્યાં જ એવાં પાપોથી અટકવાની પ્રવૃત્તિનાં બીજ વવાઈ જાય છે. પાપને સમજીને ન કરનારા માણસો પણ અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છે : राज्यदण्डभयात् पापं नाचरत्यधमो जनः । परलोकभयाद् मध्यः स्वभावादेय उत्तमः ॥ જે જીવો રાજ્યદંડના ભયથી પાપાચરણ કરતા નથી તે અધમ પ્રકારના છે. જે પરલોકના ભયથી પાપ નથી કરતા તે મધ્યમ પ્રકારના છે. જે જીવો સ્વભાવથી જ પાપ કરતા નથી અથવા પાપ કરવાનો જેમનો સ્વભાવ જ નથી તે ઉત્તમ પ્રકારના છે. આતંકદર્શી જીવો આવા ઉત્તમ પ્રકારના જીવો છે. જૈન ધર્મ પ્રમાણે, નિશ્ચય નયની દૃષ્ટિએ, તમામ પાપપ્રવૃત્તિઓને મુખ્ય બે વિભાગમાં વહેંચી નાખવી હોય તો કહી શકાય કે પાપ બાંધવાનાં મુખ્ય બે સ્થાનક છે : એક રાગ, અને બીજો દ્વેષ, રાગદ્વેષની પરિણતિ એટલે પાપપ્રવૃત્તિ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે : जीवाणं दोहिं ठाणेहिं पावकम्मं बंधई, तं जहा- रागेण चेव, दोसेण चेव । સૂક્ષ્મ નિશ્ચયદષ્ટિથી જોઈએ તો જ્યાં રાગની (અને દ્વેષની) પરિણતિ છે ત્યાં પાપ છે. જીવ પોતાના આત્માના સ્વભાવમાંથી નીકળી વિભાવમાં આવે છે ત્યાં રાગદ્વેષની પરિણતિ થાય છે. જીવ પોતે જ આતંકદર્શી થાય, અર્થાત્ દુઃખનું સ્વરૂપ સમજે, અને એમ કરતાં સંસારનું સ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટાભાવથી જુએ અને - Page #78 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करइ पावं ૬૯ જાણે ત્યારે એને રાગ કે દ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે એ ઉચ્ચ દશામાં પણ એને કોઈ પાપ કરવાનું પ્રયોજન હોતું નથી અથવા પાપ એનાથી થતું નથી. આમ સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો પણ આતંકદર્શી જીવ પાપકર્મ બાંધતો નથી. આતંકદર્શીની જીવનવ્યવહારની તમામ પ્રવૃત્તિઓ, સર્વ ક્રિયાઓ ઉપયોગપૂર્વકની, જાગૃતિપૂર્વકની, યતનાપૂર્વકની હોય છે. બાહ્ય ક્રિયાઓ કરતા હોવા છતાં તેમનો આત્મોપયોગ છૂટી જતો નથી. તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર રહીને જયણાપૂર્વક ક્રિયા કરે છે અને માટે તેઓ પાપકર્મ બાંધતા નથી. દસવૈકાલિકસૂત્રમાં કહ્યું છે : जयं चरे जयं चिट्टे जयमासे जयं सए । जयं भुंजतो भासंतो पावं कम्मं न बंधई ।। જે જયણાપૂર્વક ચાલે છે, જયણાપૂર્વક ઊભો રહે છે, જયણાપૂર્વક બેસે છે, જયણાપૂર્વક સૂઈ જાય છે, જયણાપૂર્વક ખાય છે અને જયણાપૂર્વક બોલે છે તે પાપકર્મ નથી બાંધતો. આમ, ખાવાપીવાની અને ઊઠવાબેસવાની સ્કૂલ કાયિક પ્રવૃત્તિઓથી માંડીને વાચિક પ્રવૃત્તિઓ અને સૂક્ષ્મ માનસિક વિચારપ્રવૃત્તિ સુધી જે જયણાનું લક્ષ રાખે છે, તે પાપકર્મ નથી બાંધતો, પરિણામે તેવો જીવ ઉપરની ગુણશ્રેણીએ ચઢતો જાય છે. જીવના આધ્યાત્મિક ઊર્ધ્વરોહણની પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ અને ગહન છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૮ नातिवेलं हसे मुणी [ મુનિઓએ અમર્યાદ હસવું નહિ ] ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારવું એ સહેલી વાત નથી. માત્ર કંચન અને કામિનીના ત્યાગથી ઉત્તમ સાધુ થઈ જવાતું નથી. એ ત્યાગ પછી પણ સંયમી જીવનને શોભાવે એવી ઘણી બાબતો છે, જેને જીવનમાં ઉતારવાની રહે છે. વ્યવહારદૃષ્ટિએ સાધુ થયા પછી અંતર્મુખ બની આત્મલક્ષી ઉપાસના કરવાની હોય છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયો નિર્મૂળ કરવાનો ભારે પુરુષાર્થ કરવાનો હોય છે. લોકેષણાને અને લબ્ધિના ચમત્કારોને જીતવાના હોય છે. જૈન સાધુના શીલનાં અઢાર હજાર જેટલાં અંગ બતાવવામાં આવ્યાં છે. સાધુના આચારો વિશે કેટલીક મહત્ત્વની સૂચનાઓ આગમગ્રંથોમાં આપવામાં આવી છે. ‘સૂત્રકૃતાંગ સૂત્ર’માં જે કેટલીક મહત્ત્વની બાબતો જણાવવામાં આવી છે તેમાં એક સ્થળે કહ્યું છે : नन्नत्थ अंतराएणं, परगंहे ण णिसीयए । गामकुमारियं किड्डु, नातिवेलं हसे मुणी ॥ [સાધુ રોગાદિ કોઈ કારણ વિના ગૃહસ્થના ઘરમાં ન બેસે, Page #80 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी ૭૧ તથા ગામનાં બાળકોની સાથે રમત ન રમે (બાલક્રીડા ન કરે), તેમજ મર્યાદાનું ઉલ્લંઘન કરીને હસે નહિ.] - સાધુઓનું પોતાનું ગૌરવ સચવાય એ માટે ભગવાન મહાવીરે એને આ ગાથામાં ત્રણ ભલામણ કરી છે. એમાં હસવાની વાત પણ ઉમેરી લેવામાં આવી છે. અહીં આપણે એ વિશે થોડો વિચાર કરીશું. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે શું સાધુઓએ હસીને વાત કરવી જ ન જોઈએ? ના, એવું નથી. સાધુને હસવાની મનાઈ ફરમાવવામાં આવી નથી. પરંતુ સાધુઓને હાસ્યની અતિશયતાને છોડવાની ભલામણ કરવામાં આવી છે. સાધુઓએ મોટેથી ઘણા બધા સાંભળે એમ ખડખડાટ હસવું ન જોઈએ અને એમનું હસવાનું પણ વધુ સમય સુધી ચાલવું ન જોઈએ. આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે : सव्वं हासं परिच्चन्ज अल्लीणगुत्तो परिब्बए । [ સર્વ પ્રકારનું હાસ્ય છોડીને સાધક ગુદ્ધિપૂર્વક વિચરે.] દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે : સપાસ વિવજ્ઞg | (અતિહાસ્યનો ત્યાગ કરવો.) જૈન સાધુઓના આચાર ઘણા જ કડક છે. સાધુઓનું જીવન ત્યાગમય અને સંયમપ્રધાન હોવું જોઈએ. એટલા માટે સાધુઓએ ક્યારે, કેવી રીતે, કોની સાથે, કેટલું બોલવું જોઈએ તે અંગે ભગવાન મહાવીરે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપ્યું છે. હાસ્ય એ જીવનનું કુદરતી લક્ષણ છે. હસવાની શક્તિ બધા જીવોમાં નથી હોતી. દશ્યમાન જીવસૃષ્ટિમાં એક ફક્ત મનુષ્ય જ એવો છે કે જે હસી શકે છે. કેટલાંક પ્રાણીઓ રડે છે, પણ હસી શકતાં નથી. વાનર દાંતિયા કરી શકે છે, પણ મનુષ્ય જેવું Page #81 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ હસી શકતો નથી. એટલે જ કહેવાયું છે કે Man is a laughing animal. બાળક જન્મે છે કે તરત જ તે રડે છે. ન રડે તો એ ચિંતાનો વિષય ગણાય છે. તેને પરાણે રડાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ હસવાનું બાળક ક્રમે ક્રમે પોતાની મેળે શીખે છે. અભણ, જંગલી માણસ પણ હસી શકે છે, કારણ કે હાસ્યવૃત્તિ કુદરતી છે. હાસ્ય આરોગ્યની દૃષ્ટિએ ઉપકારક છે. હસવાથી શરીરની વધુ માંસપેશીઓને વ્યાયામ મળે છે અને આરોગ્ય માટે ઉપકારક એવાં રસાયણો તે દ્રવે છે. વ્યાવહારિક જીવનની દૃષ્ટિએ હાસ્ય એ જીવનનું અનિવાર્ય અંગ છે. તે તંગદિલી-Tension-ને નિવારે છે. યોગ્ય રીતે એનો ઉપયોગ થાય તો તે જીવનનું ભૂષણ બની શકે છે. કેટલીક માંસપેશીઓ સાથે હાસ્ય સંકળાયેલું છે. ત્યાં ગલગલિયાં કરતાં માણસ હસી પડે છે. હાસ્યનો વિષય એક રીતે જોઈએ તો કુદરતી બક્ષિસ જેવો છે. બીજાને સારી રીતે, નિર્દોષ હાસ્ય દ્વારા હસાવવાની શક્તિ બહુ જ થોડા માણસોમાં હોય છે. કેટલાક લોકો હાસ્યને માણી શકે છે, પરંતુ પોતે કોઈને હસાવી શકતા નથી. કેટલાક લોકો બીજાને હસાવી શકે છે અને પોતે પણ બીજાના હાસ્યને સારી રીતે માણી શકે છે. કેટલાક માણસની પ્રકૃતિ જ એટલી બધી ગંભીર હોય છે કે હસવાની સારી સરસ વાત ચાલતી હોય તો પણ તેઓ તેને માણી શકતા નથી અને હસી શકતા નથી. કેટલાકને બીજાની વાતમાં રહેલા હાસ્યના સૂરને પકડવાની સૂઝ હોતી નથી. સુધારકયુગના નર્મમર્મના લેખક, કવિ-વિવેચક નવલરામે કવિ નર્મદને એક પ્રસંગે કહ્યું હતું કે, “કવિ, તમારામાં હાસ્યનું શાસ્ત્ર Page #82 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी ૭૩ જ નથી.” કવિ નર્મદ પ્રકૃતિએ એટલો બધો ગંભીર હતો કે બીજાની વાતમાં રહેલા હાસ્યને તે સમજી શકતો નહોતો. હસવાનું તેને બહુ ગમતું પણ નહિ. તેનું જીવનઘડતર જ એ રીતે થયું હતું. કવિતાકલામાં જે છે અથવા નવ રસ બતાવવામાં આવ્યા છે તેમાં શુંગાર, વીર અને કરુણ એ ત્રણને મુખ્ય રસ તરીકે ગણાવવામાં આવ્યા છે. તેમાં પણ શૃંગારને રસના રાજા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. વ્યવહારુ લોકજીવનની દૃષ્ટિએ તથા કાવ્યનિરૂપણની દષ્ટિએ એ રસને એવું મહત્ત્વનું સ્થાન આપવામાં આવે તેમાં કશું અયોગ્ય નથી. પણ આ છ કે નવ રસમાં હાસ્યને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે એ ભૂલવું ન જોઈએ. એટલે હાસ્ય જીવનનો સર્વોપરી રસ નથી. હાસ્યરસ તે રસનો રાજા નથી. જો ગૃહસ્થ જીવનમાં હાસ્યને બહુ મહત્ત્વ ન આપવામાં આવ્યું હોય તો સાધુજીવનમાં, ધર્મના ક્ષેત્રે, એને વધુ મહત્ત્વ ન અપાય એ દેખીતું અને સમજી શકાય એવું છે. માત્ર જૈન ધર્મમાં જ નહિ, અન્ય ધર્મમાં પણ મજાક-મશ્કરી કરી બીજાને હસાવનાર સાધુ-સંન્યાસીઓ, જો ગીઓને બગડવાનાં ભયસ્થાન રહે છે એમ કહેવાયું છે. એક રાજસ્થાની લોકોક્તિ છે કે : શાહ તો ઝઘડે સે બિગડે, બિગડે ઠાકર વ્યાજડિયો; ઘર ઘર ફિરતી નાર બિગડે, બિગડે જોગી હાસડિયો. ધર્મને અને હાસ્યરસને સંબંધ નથી એવી એક માન્યતા સર્વીશે ખોટી નથી. ધર્મના ક્ષેત્રે શુદ્ધ, નિર્દોષ હાસ્યરસને અવશ્ય સ્થાન છે, પરંતુ ક્ષુલ્લક, મુદ્ર હાસ્યરસને, રસાભાસને બિલકુલ સ્થાન નથી, કારણ કે ધર્મનો વિષય જ જીવનને ઉચ્ચતર ધ્યેય Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ તરફ લઈ જવાનો છે. જીવનને અવનતિ તરફ લઈ જવાનું કાર્ય ધર્મનું નથી. સ્થૂલ હાસ્યરસ જીવનને અવનતિ તરફ લઈ જઈ શકે છે. એટલે જ પ્રાચીન પ્રશિષ્ટ ધર્મગ્રંથોમાં હાસ્યરસનું નિરૂપણ નહિ જેવું જ છે. એમ કહેવાય છે કે બાઇબલમાં હાસ્યરસનું એક પણ વાક્ય નથી. એક લેખકે કહ્યું છે કે, The total absence of humour from the Bible is one of the most singular thing in all literature.' - હસવાના વિષયમાં કોઈક વાર એવું બને છે કે સાધુ પોતે એવું કંઈક બોલે છે કે જેથી બીજાને હસવું આવે અને પછી પોતાને પણ હસવું આવે. તો કોઈક વખત એવું બને કે સામી વ્યક્તિએ હસાવવાના ઇરાદાથી કંઈક એવી વાત કરી હોય કે જેથી સાધુને હસવું આવ્યા વગર રહે નહિ. આમાં સાધુઓએ પોતે શક્ય હોય ત્યાં સુધી બીજાને હસાવવા ખાતર હસાવવાનો પ્રયાસ કરવો ન જોઈએ. કોઈ એવો વિષય હોય કે જેથી વાત કરતાં કરતાં કુદરતી રીતે પોતાને હાસ્ય આવે તો તેને પ્રસંગે પણ હસવાનું સંયમિત અને ગૌરવવાળું હોવું જોઈએ. સાધુના હાસ્યમાં જો ગૌરવ ન હોય તો સાધુની સાધુ તરીકેની છાપ એટલી સારી ન પડે. સાધુઓએ પોતાને વંદન કરવા આવનાર વર્ગની સાથેનો વ્યવહાર બરાબર ચુસ્ત રીતે વિચારી લેવો ઘટે. પુરુષવર્ગની સાથે હસવાનો વિષય એક પ્રકારનો છે અને સ્ત્રીવર્ગ સાથે હસવાનો વિષય બીજા પ્રકારનો છે. વળી એક જ પુરુષ મળવા આવ્યો હોય તેની સાથે હાસ્યયુક્ત વાત કરવી અને પુરુષોના સમુદાય સાથે હસીને વાત કરવી એ બેમાં ફરક છે. તેવી જ રીતે મહિલાઓના સમુદાય સાથે હસીને વાત કરવી અને કોઈ એક Page #84 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी ૭૫ જ સ્ત્રી આવી હોય ને એની સાથે હસીને વાત કરવી એ બે સ્થિતિ વચ્ચે પણ ફરક છે. આમ તો જો કે જૈન મુનિઓને મહિલા સાથે એકાંતમાં વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જૈન મુનિ આગળ કોઈ એક જ મહિલા વંદન કરવા, સુખશાતા પૂછવા, પચ્ચખાણ લેવા, કોઈકના કંઈક સમાચાર આપવા એકલી આવી હોય. એવા સંજોગો કોઈક વખત ઊભા થાય કે ઉપાશ્રય કે સ્થાનકમાં એક કરતાં વધુ સાધુઓ બિરાજમાન હોય ત્યારે કોઈ એક સાધુ પાસે કોઈ એક સ્ત્રી આવીને બેસે તો એ મળવાનું બીજી રીતે તો જાહેર જેવું જ ગણાય, કારણ કે અન્ય સાધુઓની ઉપસ્થિતિમાં અને તેઓની નજર પડે એ રીતે મળવાનું થાય છે. તો પણ અન્ય કોઈ ન સાંભળે એવી રીતે અંગત વાત કરવાનો અવકાશ તો ત્યારે મળે જ છે. એવે વખતે સાધુએ ખપ પૂરતી જ વાત કરવી જોઈએ અને હસવાનું તો અવશ્ય ટાળવું જોઈએ. હાસ્યરસ નિર્દોષ આનંદ આપનારો છે તેમ છતાં હાસ્યરસનું એક મોટું ભયસ્થાન છે કે જો તે મર્યાદા ઓળંગે તો પોતાનું ગૌરવ ગુમાવી દે છે, કારણ કે અનૌચિત્ય એ હાસ્યરસનો વિભાવ છે. સામાન્યતામાં સરી પડવું, ગૌરવહીન બની જવું એ સાધુ માટે યોગ્ય ન ગણાય. એટલા માટે પણ સાધુએ હસવામાં બહુ સાવધાની રાખવાની અપેક્ષા રહે છે. | હાસ્ય એક પક્ષે હોવા છતાં બીજે પક્ષે તે લાગણી દુભાવનાર કે મર્મને ઘાત કરનાર બની શકે છે. બોલનારનો આશય જરા પણ ખરાબ નથી હોતો, પણ તેનું અર્થઘટન ખરાબ રીતે થઈ શકે છે. બીજી બાજુ કેટલાક માણસો એટલા બધા ચતુર Page #85 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ હોય છે કે હસતાં હસતાં બીજાને સાચું કડવું સંભળાવી દે છે કે જે સાંભળનારને અપ્રિય લાગે છે. આથી હાસ્યની સાથે ગેરસમજ થવાનો સંભવ રહે છે. માટે સાધુઓએ હાસ્યનો આશ્રય લેવો ન જોઈએ. હાસ્યને કારણે એમના અહિંસાના મહાવ્રતને દૂષણ લાગવાનો સંભવ છે. હાસ્ય ક્યારે દેશીલું બની જાય તે કહી શકાય નહિ. પોતાના મનમાં રહેલા ડંખને હસતાં હસતાં વ્યક્ત કરી દેવાની કલા કેટલાક ચતુર માણસોને હસ્તગત (જિહ્વાગત) હોય છે. ક્યારેક બોલનારના મનમાં દંશ ન હોય, પણ ત્રીજા જ લોકો એમાં દંશ રહેલો છે એવો આરોપ લગાવી ઈધ્યાર્થી બે વ્યક્તિને લડાવી મારે છે. સાધુઓને માથે આવું દોષારોપણ ન આવે એ માટે પણ તેઓએ આવી મજાક-મશ્કરીથી દૂર રહેવું જોઈએ. તદુપરાંત સાધુઓએ બીજાને ઉતારી પાડવાના આશયથી બોલાતા ઉપહાસ કે પરિહાસના પ્રકારના હાસ્યનો આશ્રય ન લેવો જોઈએ. હસવા-હસાવવામાં કેટલીક વાર અતિશયોક્તિ કે અલ્પોક્તિનો આશ્રય લેવો પડે છે. અતિશયોક્તિ કે અલ્પોક્તિ એ બંનેમાં સત્યનું આંશિક ખંડન થાય છે. એમાં અસત્યકથનનો આશય નથી હોતો, પરંતુ અતિશયોક્તિ કે અલ્પોક્તિ ક્યારેક અસત્યકથન સુધી પહોંચી જવાનો સંભવ છે. સાધુઓએ સત્ય”નું મહાવ્રત ધારણ કરેલું હોય છે, એટલે તેઓએ હસવાહસાવવામાં પોતાના મહાવ્રતનું ખંડન ન થાય અથવા કોઈ અતિચારનો દોષ ન લાગે એ માટે પૂરી સાવધાની રાખવી જરૂરી છે. હળવી રીતે બોલાયેલી વાત ક્યારેક ગંભીર રીતે લેવાય Page #86 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी છે તો ક્યારેક નથી લેવાતી. એમાં ગંભીર આશય ન સમજનારનો દોષ કાઢી શકાતો નથી. માણસ બચાવ કરી શકે છે કે હું તો એમ સમજતો હતો કે તમે હસતા હતા, મજાક કરતા હતા. મને શી ખબર કે તમે સાચે જ કહેતા હતા.” આમ હસીને, મજાકમાં કહેવા જતાં અર્થનો અનર્થ પણ થઈ શકે છે. એવી રીતે બોલવા જતાં સાધુને તો માયા-મૃષાવાદનો બમણો દોષ લાગી શકે છે. સાધુઓએ અને સાધ્વીઓએ વિજાતીય વ્યક્તિ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ. હાસ્ય બે વ્યક્તિને પરસ્પર નિકટ લાવનારું તત્ત્વ છે. એ નિકટતા સાથે ચહેરાના હાવભાવોમાં અને આંખોમાં થતા પરિવર્તનને કારણે પરસ્પર આકર્ષણ પણ જન્મ અથવા પોતાના દુષ્ટ આશયને હાસ્યના ઓઠા હેઠળ છુપાવી શકાય. ગૃહસ્થ સ્ત્રીઓ માટે પણ એવી શિખામણ અપાય છે કે તેઓએ પરપુરુષ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ. હસ્યા કે ફસાયા. સંયમી સાધુઓએ એટલા માટે મહિલાઓ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ, કારણ કે એથી એમના ચોથા મહાવ્રતને દૂષણ લાગે છે. - હાસ્યનો સમાવેશ નવ નો-કષાયમાં કરવામાં આવ્યો છે અને તેમાં પણ હાસ્યને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોમાં જેટલી ઉગ્રતા છે એટલી ઉગ્રતા હાસ્યમાં નથી. એથી જ એને નો-કષાયમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને તે પણ પહેલું જ સ્થાન છે. એનો અર્થ એ થયો કે હાસ્ય પણ અશુભ કર્મ બાંધવામાં મોટું નિમિત્ત બની શકે છે. એટલે જ સંયમી જીવન માટે હાસ્યને વર્યુ ગણવામાં આવે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ હાસ્યથી સંયમજીવનને કેટલું નુકસાન થાય છે તેનો એક પ્રસંગ શાસ્ત્રગ્રંથોમાં આવે છે. પ્રાચીન સમયમાં એક મુનિ મહારાજ ઇરિયાવહીનો કાઉસગ્ન કરી રહ્યા હતા. તે સમયે તેઓ ભાવવિશુદ્ધિની એવી ઉચ્ચધારાએ ચડી ગયા કે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. અવધિજ્ઞાનથી તેમને સૌધર્મ દેવલોક દેખાયો. એમાં એમને દેખાયું કે ઇન્દ્ર પોતાની ઇન્દ્રાણીને મનાવવા ઘણા કાલાવાલા કરી રહ્યા હતા. ઇન્દ્ર જેવા ઈન્દ્રને આવું કરતા જોઈને મુનિમહારાજથી ખડખડાટ હસી પડાયું. પરંતુ આવા હાસ્યથી એમનું અવધિજ્ઞાન ચાલ્યું ગયું. એમણે ફરીથી સૌધર્મ દેવલોક જોવા પ્રયાસ કર્યો પણ તે દેખાયો નહિ. પોતાના હાસ્યને માટે એમને પસ્તાવો થયો. હાસ્યથી કેવું નુકસાન થાય છે ! જે પ્રસંગે પૂરું ગાંભીર્ય જાળવવાની અપેક્ષા હોય ત્યાં તો હસવાની વાત ન જ કરી શકાય. કેટલાક લોકોમાં એ જાતનો વિવેક હોતો નથી. હાસ્યની વૃત્તિ એવી છે કે તે માણસ પાસે વિવેક ચૂકવાવી દે છે. શોકના કે દુઃખના પ્રસંગો હોય ત્યાં માણસે ન હસવું જોઈએ. કેટલાકની હાસ્યવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે ગંભીર પ્રસંગે તે હસ્યા વગર રહી શકતા નથી. એક અંગ્રેજ નેતા માટે ચર્ચિલે કહ્યું હતું કે 'He runs the risk of being most humourous when he wishes to be most serious.' હાસ્યના પ્રકારોમાં સામાન્ય સ્મિતથી ખડખડાટ હાસ્ય સુધીની ઘણી જુદી જુદી કક્ષાઓ હોય છે. એના છ પ્રકાર આ રીતે ગણાવાય છે : (૧) સ્મિત, (૨) હસિત, (૩) વિકસિત, (૪) ઉપહસિત, (૫) અપહસિત અને (૬) અતિહસિત. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૯ नातिवेलं हसे मुणी સ્મિતમાં પણ આંખોનું સ્મિત ઉત્તમ પ્રકારનું, હોઠનું સ્મિત મધ્યમ પ્રકારનું અને દાંતનું સ્મિત કનિષ્ઠ પ્રકારનું ગણાય છે. સ્મિતમાં ગૌરવ છે. વિસંગતિનો અચાનક થતો અર્થબોધ માણસને ખડખડાટ હસતો કરી દે છે. હાસ્યનું શાસ્ત્ર એવું છે કે જેટલું જરૂરી હોય એથી વધારે જો ખડખડાટ હસવામાં આવે તો તે ગ્રામ્યતામાં સરી પડે છે. વળી જે વાતમાં માત્ર મિત જ ફરકાવવાનું હોય ત્યાં કોઈ ખડખડાટ હસે તો તે માણસની અબુધતાને તથા ગ્રામ્યતાને છતી કરે છે. કહેવાય છે કે મૂર્ખ માણસ બે વખત હસે, એક બધાંની સાથે અને પછી પોતાને જ્યારે અર્થ સમજાય ત્યારે. હાસ્યમાં પ્રમાણભાન સૌથી મહત્ત્વનું છે. હાસ્ય ક્યારે પોતાની મર્યાદા ઓળંગી જશે એ કહી શકાય નહિ. હસનાર કે હસાવનાર એ બેમાંથી કોઈ એ વિશે સાચી આગાહી ન કરી શકે. એટલા માટે જ મર્યાદામાં હસવા ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો છે. તેથી જ કહેવાયું છે કે A sense of humour is a sense of proportion. સાધુની પાસે પ્રસન્નતાનો ઉત્તમ ગુણ એટલો બધો ખીલેલો હોવો જોઈએ કે તેમના શાંત અને ધીરગંભીર વદન ઉપર પ્રસન્નતાની રેખાઓ સ્મિતની રેખાઓ તરીકે કામ કરે. એ રેખાઓ એવી ઉત્કૃષ્ટ કોટિની હોવી જોઈએ કે એમની પાસે આવીને વાત કરનારને કે દૂરથી એમનાં દર્શન કરનારને માટે તે પ્રેરણારૂપ બની રહે. ગૌરવ એ સાધુનું ભૂષણ છે. ગાંભીર્ય દ્વારા ગૌરવ જળવાય છે, હાસ્ય દ્વારા નહિ. બહુ હસતા-હસાવતા મશ્કરા માણસની સમાજમાં એકંદરે અને લાંબે ગાળે ઓછી કિંમત અંકાય છે. . Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કહેવાય છે ઇંસિયાં ટોપ પર, ગુણ ગાવૈ, દત્તા . સાધુભગવંતોને માથે જો વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવાની જવાબદારી હોય તો એમણે પૂરું ગાંભીર્ય સાચવવું જોઈએ અને પોતાના ગૌરવને ખંડિત થવા દેવું ન જોઈએ, નહિ તો તેમના ઉપદેશની ધારેલી અસર થાય નહિ. વ્યાખ્યાન વગેરેની જવાબદારી ન હોય તો પણ સાધુનું ચારિત્ર સુવાસમય, પ્રેરક અને ઉદાહરણરૂપ હોવું જોઈએ. વધુ પડતું હસવાથી, અમર્યાદ ખડખડાટ હસ્યા કરવાથી સાધુમાં વિવેકનો અભાવ છે એવી છાપ પડે છે અને પરિણામે એમનું સંયમ-જીવન વગોવાય છે અને બીજાને માટે પ્રેરણારૂપ બનતું નથી. સાધુએ ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હોય છે. એથી એમની જીવન-નિર્વાહની જવાબદારી સમાજને માથે આવે છે. સમાજ એટલી જ જવાબદારી હોંશપૂર્વક ઉઠાવે છે કે જ્યાં એને સંયમથી સુવાસિત થયેલા સાધુના જીવનની પ્રતીતિ થતી હોય. જે એવા સાધુ નથી હોતા એમના જીવન-નિર્વાહની જવાબદારી બોજારૂપ લાગે છે. કેટલાક ગૃહસ્થો એમાંથી છૂટવાનો પણ પ્રયત્ન કરે તો તે સમજી શકાય એવી વાત છે. જે સાધુઓ આત્મમગ્ન છે, આત્મજ્ઞાની છે તેઓને તો અંદરથી આનંદનો ફુવારો એટલો બધો ઊડતો હોય છે કે એમને પછી બહારનો માત્ર હાસ્યરસ નહિ, બધા જ રસો નિરર્થક લાગે છે. ભોજનના પડ઼રસ હોય કે કવિતાના ષડ્રરસ હોય, એ બધા એમને માટે રસહીન બની જાય છે. ઉચ્ચ સાધુ મહાત્માઓ માટે તો ઉપશમયુક્ત, અનુભવજ્ઞાનનો શાંત સુધારસ રસનો રાજા બની રહે છે. તેઓને માટે તો એ જ રસો હૈ સઃ હોય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ मायन्ने असणपाणस्स [ખાનપાનની માત્રાના જાણકાર ] શ્રમણ ભગવાન મહાવીરે જૈન સાધુઓના બાવીસ પરીષહ (ક) સહન કરવા વિશે ઉત્તરાધ્યયન સૂત્રમાં સચોટ ઉપદેશ આપ્યો છે. આ બાવીસ પરીષહમાં સૌથી પ્રથમ સ્થાન ક્ષુધા પરીષહ ને આપવામાં આવ્યું છે. સુધા પરીષહ સહન કરનારા સાધુઓને માટે તેમણે કહ્યું છે કે તેઓ ખાનપાનની માત્રાના, મર્યાદાના પણ જાણકાર હોવા જોઈએ. સુધા પરીષહની ગાથા આ પ્રમાણે છે : कालीपव्वंगसंकासे किसे धमणिसंतए । मायन्ने असणपाणस्स अदीणमणसो चरे ॥ ભૂખથી સુકાઈને શરીર કાકજંઘા (એક પ્રકારનો છોડ અથવા કાગડાની ટાંગ) જેવું પાતળું થઈ જાય, શરીરની ધમનીઓ ઢીલી પડી જાય તો પણ ખાનપાનની માત્રાના જાણકાર (નાયિન અથવા માત્ર એટલે માત્રજ્ઞ) એવા મુનિઓ અદીનભાવથી વિચરે.] જે મુનિઓ પોતાના ખાનપાનની મર્યાદાને જાણે છે તેઓને દીનતાનો, લાચારીનો, પરવશતાનો અનુભવ થતો નથી. જે માણસો પોતાના ખાનપાનને બરાબર જાણતા નથી તે માણસો રોગ વગેરે થતાં પરવશ, દીન, લાચાર બની જાય છે. એકાદ ગંભીર રોગ થતાં ભલભલા બહાદુર, અભિમાની માણસો ગરીબડા થઈ જાય છે, ક્યારેક રડી પણ પડે છે. પોતાના તનના Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કે ધનના જોરે ઘાંટો પાડીને બીજાને ધ્રુજાવનારા પણ તીવ્ર શારીરિક પીડા થતાં ચીસાચીસ કરવા લાગે છે. તે વખતે તેમની સ્થિતિ જોવા જેવી હોય છે. જે સાધક પોતાનાં આહાર-પાણીને બરાબર જાણે છે અને તે અનુસાર આહાર લે છે તે સાધકને માંદા પડવાનો અવસર જવલ્લે જ આવે છે. કેટલાયે સાધુ મહાત્માઓ એવા હોય છે કે જેમને આખી જિંદગીમાં કોઈ દિવસ તાવ આવ્યો હોય કે માથું દુ:ખ્યું હોય એવી નાની સરખી બીમારી પણ આવી નથી હોતી. કેટલાક એવા મહાત્માઓ છેલ્લે અન્નપાણીના ત્યાગ દ્વારા દેહનું વિસર્જન પણ સ્વેચ્છાએ સમાધિપૂર્વક કરે છે. આવા મહાત્માઓને જીવનમાં કોઈ પણ પ્રકારની દીનતા, લાચારી, પરવશતા વગેરે અનુભવવાં નથી પડતાં. એટલે જ એવી દશા જેઓને પ્રાપ્ત કરવી છે તેઓએ આહારની બાબતમાં સજાગ અને સભાન રહેવાની જરૂર છે. આહારની અને એની માત્રાની શરીર અને ચિત્ત ઉપર સારી કે માઠી અસર થયા વગર રહેતી નથી. આહારનું પણ સત્ત્વ, રજસ્ અને તમસું એ ત્રણ ગુણોની દષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે છે. માણસ ધારે તો સતત અવલોકન કરીને કયા પ્રકારના આહારથી પોતાના ચિત્ત ઉપર કેવો પ્રભાવ પડે છે, તેનો નિર્ણય કરી શકે અને પોતાને માટે પથ્યાપથ્ય શું છે તે સમજી શકે. સાધકો માટે એ બહુ જરૂરી છે. બ્રહ્મચર્યનું સંનિષ્ઠ પાલન કરનાર માટે એ સવિશેષ ઉપયોગી છે. કોઈ વ્યક્તિ પોતાના ખાનપાનની માત્રાની બરાબર જાણકાર છે અને એ પ્રમાણે જ આહારાદિ લે છે એની કસોટી કઈ ? સામાન્ય નિયમ એવો છે કે પોતાના શરીરનો બાંધો અને Page #92 -------------------------------------------------------------------------- ________________ मायन्ने असणपाणस्स ૮૩ પોતાની શારીરિક પ્રકૃતિ અનુસાર જેઓ યોગ્ય ખોરાક, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં લે છે તેને ક્યારેય માંદા પડવાનો વખત આવતો નથી, પરંતુ આથી પણ ચડિયાતી અને કઠિન કસોટી પણ છે. હિમાલયમાં એક યોગી મહાત્માએ કહ્યું હતું કે માણસ યોગ્ય આહાર લે છે કે કેમ એની કસોટી એના નિહાર (શૌચ) ઉપરથી થઈ શકે છે. માણસની ઉત્તમ નિહારક્રિયા એ કે જે વધુમાં વધુ પાંચ સેકન્ડમાં પતી જાય અને એ માટે એ પાણી, કાગળ કે હાથનો ઉપયોગ ન કરે તો પણ એનું શરીર સ્વચ્છ, શુદ્ધ અને દુર્ગંધરહિત હોય. કેટલાયે યોગી મહાત્માઓનાં શરીર આ પ્રકારનાં હોય છે. ખાનપાનની સામાન્ય જાણકારી ભિન્નભિન્ન કક્ષાના લોકોની ભિન્નભિન્ન દૃષ્ટિબિન્દુથી ભિન્નભિન્ન હોઈ શકે. કોઈ સ્વાદની દૃષ્ટિએ, કોઈ આરોગ્ય અને તાકાતની દૃષ્ટિએ, કોઈ ઇન્દ્રિયસંયમની દષ્ટિએ, કોઈ ધ્યાન અને અધ્યાત્મની દષ્ટિએ એનો વિચાર કરી શકે. સામાન્ય માણસો ખાનપાનના જાણકાર હોય, વૈદ ખાનપાનના જાણકાર હોય અને સાધુ-સંન્યાસીઓ ખાનપાનના જાણકાર હોય એ દરેકમાં ઘણો તફાવત રહેલો છે. જૈનો, વિશેષતઃ જૈન મુનિઓ માટે ઇન્દ્રિયસંયમ, જીવદયા, કર્મસિદ્ધાંત ઇત્યાદિની દૃષ્ટિએ ખાનપાનનો, ભક્ષ્યાભક્ષ્યનો ઝીણવટપૂર્વક વિચારવિમર્શ થયો છે. એ દૃષ્ટિએ તેઓ માયન્ન હોવા જોઈએ. મનુષ્ય અને ઇતર પ્રાણીસૃષ્ટિ વચ્ચે એક મોટો તફાવત એ છે કે પશુપક્ષી આહારને સૂંઘીને ખાય છે; પોતાની આહા૨સંજ્ઞા અનુસાર પોતાને પથ્ય હોય તેવો અને પોતાને પાચન થાય તેટલો જ આહાર તે કુદરતી ક્રમે ગ્રહણ કરે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ પોતાને યોગ્ય આહાર ન મળે એવી દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં પ્રાણી પણ અપથ્ય આહાર ગ્રહણ કરે એવું કેટલીક વાર બને છે ખરું, પરંતુ એકંદરે તો પશુ-પક્ષીઓ કુદરતી સંજ્ઞાને કારણે પોતાની આહારમર્યાદાને જાણે છે અને તેને અનુસરે છે. મનુષ્યના આહારનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે, વિરાટ છે. પશુપક્ષીઓ તથા જીવજંતુઓનું આહારનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે. મનુષ્યનું આહારક્ષેત્ર એટલે તમામ પ્રકારની વનસ્પતિ અને તમામ પ્રકારનાં પશુ-પક્ષીઓ. ઉંદર, દેડકાં, સાપ અને ઢેડગરોળી ખાનારા માણસો પણ દુનિયામાં છે. મરેલાં પ્રાણીઓની ચરબી ખાનારા અને ગાયભેંસનું તાજું દૂધ નહિ પણ તાજું લોહી પીનારા આદિવાસીઓ પણ છે. મનુષ્યના આહારને કોઈ સીમા નથી. દુનિયામાં સમયે સમયે નવી નવી ખાદ્ય વાનગીઓ શોધાતી આવે છે. હેમચન્દ્રાચાર્ય, યશોવિજયજી, આનંદઘનજી, પ્રેમાનંદ કે શામળના સમયમાં ચા-કૉફી નહોતાં. વીરવિજયજી, બુટેરાયજી, આત્મારામજી, નર્મદ કે દલપતરામના સમયમાં કોકાકોલા જેવાં પીણાં નહોતાં. છેલ્લા ચાર-પાંચ દાયકામાં તો ખાદ્ય વાનગીઓના ક્ષેત્રે દુનિયાએ મોટી હરણફાળ ભરી છે. રેફ્રિજરેટર, મિક્ષર, અવન, માઇક્રોવેવ અને એવાં બધાં ઈલેક્ટ્રિક સ્વયંસંચાલિત સાધનોના પ્રચાર પછી જુદા જુદા ખાદ્ય પદાર્થોના સંમિશ્રણ અને તેના વધતા-ઓછા પ્રમાણ અનુસાર અનેક જાતની વાનગીઓ બજારમાં આવી છે. અમેરિકામાં યોગર્ટ (દહીં), આઇસક્રીમ, બિસ્કિટ વગેરે પચાસથી અધિક જાતનાં મળે છે. તે દરેકના સ્વાદ પણ જુદા જુદા. પચાસ કે સો વર્ષ પછી કેવી કેવી નવી વાનગીઓ આવશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. WWW.jainelibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ मायन्ने असणपाणस्स ૮૫ ઝડપી વિમાનવ્યવહારને કારણે જુદા જુદા દેશની પ્રજાઓની અવરજવર ઘણી વધી ગઈ છે. દરેક પ્રજાની પોતાની ખાદ્ય પદાર્થની એક લાક્ષણિકતા હોય છે. તેની સાથે તેની આત્મીયતા જડાયેલી હોય છે. ઘણા લાંબા દિવસ સુધી પોતાનો રોજનો ખોરાક ન મળ્યો હોય તો માણસ તેને માટે ઝંખે છે. એથી દુનિયાનાં મોટાં મોટાં શહેરોમાં બીજા દેશોની ખાદ્ય વાનગી પીરસતી રેસ્ટોરાંઓ વધતી જાય છે. જાપાનમાં પિન્ઝા ખાનાર, લંડનમાં દાળ-ભાત, રોટલી ખાનાર, અમેરિકામાં જાપાની ટેમ્પરા કે સુકીયાકી ખાનાર, રશિયામાં મેક્સિકન તાકો-બરીતો ખાનાર, કેનેડામાં ઈડલી -ઢોસા ખાનાર, ફિલિપાઇન્સમાં સ્પગેટી ખાનાર માણસોની હવે જરા પણ નવાઈ નથી, કારણ કે વિભિન્ન દેશોની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવનારી રેસ્ટોરાં દુનિયામાં ઉત્તરોત્તર વધુ પ્રચલિત બનવા લાગી છે. વિવિધ ખાદ્ય પદાર્થોનું વિવિધ ઉષ્ણતામાન સાથે વિવિધ પ્રકારનું સંમિશ્રણ કરીને નવી નવી વાનગીઓ બનાવવા સાથે વિવિધ પ્રકારનાં સાધનોની એવી એવી શોધ થતી રહી છે કે ઓછા સમયમાં ઓછા શ્રમે વ્યવસ્થિત રીતે તૈયાર થયેલી, વાનગી માણસો આરોગવા લાગ્યા છે. બાવીસમી સદીમાં તો કોયૂટરાઇઝડ કિચન આવી જતાં માણસ એક બટન દબાવીને પોતાની મનપસંદ તાજી બનેલી વાનગી પાંચ-પંદર મિનિટમાં મેળવી શકશે. છેલ્લા થોડા સૈકા દરમિયાન સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક દષ્ટિએ ભોજનની બાબતમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. દુનિયાભરમાં દિવસે દિવસે રેસ્ટોરાં વધતાં ચાલ્યાં છે. એથી માણસની ઘરની બહાર ખાવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. બીજી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બાજુ રહેઠાણો શૌચાદિની સગવડવાળાં બનતાં રહ્યાં છે. જૂની પરંપરા પ્રમાણે લોકો ઘરમાં આહાર લે અને શૌચાદિ માટે ઘરની બહાર દૂર દૂર સુધી જાય. (‘જંગલે જવું' જેવો રૂઢપ્રયોગ એ દર્શાવે છે.) નવી પરંપરા પ્રમાણે લોકો ખાવા માટે બહાર દૂર દૂર સુધી જાય છે અને શૌચાદિ ઘરમાં કરે. આહાર-વિહારની બાબતમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ આ એક મોટો વિપર્યાસ છે. આહાર-નિહારની એટલી બધી સગવડો થઈ ગઈ છે કે માણસ દિવસોના દિવસો સુધી ઘરે ન આવે અથવા ઘરની બહાર ન જાય તો પણ એ સુખેથી જીવી શકે. જેટલી જેટલી ખાદ્ય અને પેય વાનગીઓ છે તે બધી જ દરેક વ્યક્તિને ભાવે એવું નથી. કેટલાય લોકોને બોલતા સાંભળીએ છીએ કે અમુક વાનગી પોતાને બહુ ભાવે છે અથવા અમુક વાનગી પોતાને બિલકુલ ભાવતી નથી. કોઈ જમણવારમાં પીરસનારા જો બરાબર અવલોકન કરે તો કઈ વ્યક્તિ કઈ વાનગી વધારે ઝાપટે છે અને કઈ વ્યક્તિ કઈ વાનગીને બિલકુલ અડતી નથી તે તેને તરત જણાઈ આવે. આરોગ્યના નિયમોને કારણે કે ત્યાગ-તપશ્ચર્યાના નિયમને કારણે કોઈક વ્યક્તિ કોઈ વાનગી ન ખાય તે જુદી વાત છે. પરંતુ પોતાને બધા પ્રકારની વાનગી ભાવે એવી વ્યક્તિ ઓછી હોય છે. તેમાં પણ મસાલાનું વત્તાઓછાપણું હોય તો પણ બધી વાનગી પોતાને ભાવે એવી વ્યક્તિઓ તો એથી પણ ઓછી હોય છે. જેની સ્વાદેન્દ્રિય વધુ ઉત્તેજિત રહેતી હોય, ખાવાપીવાના જેને બહુ ચટકા હોય અને ખાવાપીવાની બાબતમાં બહુ ચીકણા અને વાંધા-વચકાવાળા માણસો હોય તેઓને અજાણી જગ્યાએ ઘણી તકલીફ પડે છે. દેશ-વિદેશમાં પોતાની પ્રિય વાનગીઓ Page #96 -------------------------------------------------------------------------- ________________ मायन्ने असणपाणस्स ક્યાં મળે છે તે શોધવા માટે ઘણા પ્રવાસીઓ રખડતા હોય છે અને પોતાની ઇચ્છા પ્રમાણે પોતાની પ્રિય વાનગી ખાવા ન મળે તો અતિશય નિરાશ થઈ જાય છે. જે માણસે દુનિયામાં ઘણો પ્રવાસ કરવો હોય એ માણસે આહાર વિશેની પોતાના ધર્મની મર્યાદા અનુસાર બધું જ ભાવે અને બધું જ ફાવે' એ સૂત્રને પોતાનું સૂત્ર બનાવી લેવું જોઈએ. આહારનો પ્રશ્ન માનવજાતનો એક સનાતન પ્રશ્ન છે. દરેક જીવની ઘણીખરી પ્રવૃત્તિ આહારની આસપાસ ગોઠવાયેલી હોય છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનું આહારક્ષેત્ર અત્યંત વિશાળ છે. એથી જ માનવજાતના કેટલા બધા કલાકો રોજેરોજ આહાર પાછળ વપરાય છે. જીવવા માટે ખાવાથી માંડીને ખાવા માટે જીવવું ત્યાં સુધીમાં કેટલી બધી કક્ષા હોય છે ! ઘરે ઘરે જુદાં જુદાં રસોડાંને બદલે સ્થળે સ્થળે મોટાં સ્વચ્છ, સુઘડ, સુંદર સામુદાયિક રસોડાં ચાલતાં હોય તો કેટલા બધા માનવકલાકો બચી જાય કે જે ઇતર સર્જનાત્મક, સંશોધનાત્મક, મનોરંજક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વાપરી શકાય. પરંતુ માનવજાતિના ભાગ્યમાં એ લખાયું નથી, કારણ કે મનુષ્યની પ્રકૃતિ તેને અનુરૂપ નથી. વળી જો તેમ થાય તો પણ બચેલા કલાકો મનુષ્ય સર્જનાત્મક પ્રવૃત્તિમાં વાપરશે કે સંહારાત્મક, મંડનાત્મક કે ખંડનાત્મક પ્રવૃત્તિમાં તેની કોઈ ખાતરી નથી. પોતાના ઘરે રાંધીને ખાવું કે બહાર જાહેર સ્થળમાં કોઈકના હાથનું રાંધેલું ખાવું એ પ્રશ્ન સમૃદ્ધ દેશો કરતાં અવિકસિત દેશોને વધારે મૂંઝવનારો છે. સમૃદ્ધ દેશોમાં મોટી સારી સ્વચ્છ રેસ્ટોરાં અને હોટેલોમાં ભેળસેળ વગરની, સારી રીતે પકાવેલી મનપસંદ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય છે. એથી રોગ થવાનો સંભવ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વિરપ્રભુનાં વચનો -- ભાગ ૧ ઓછો રહે છે. માણસ જુદી જુદી વાનગી માટે વખણાતી જુદી જુદી રેસ્ટોરાંમાં જઈને ખાવાનો પોતાનો શોખ સંતોષે છે. એવી રીતે ખાવું તે ઘર કરતાં મોંઘું પડતું હોવા છતાં લોકોને તે પોસાય છે અને પોતાની મહેનત બચે છે એમ માને છે. અવિકસિત દેશોમાં બહારનું ખાઈને માણસો માંદા પડ્યા હોય એવી ફરિયાદો વારંવાર સાંભળવા મળે છે. એકસાથે ઘણા લોકો માટે વાનગી રાંધનારાઓ પોતે સ્વચ્છ હોતા નથી. તેમનાં કપડાં સ્વચ્છ નથી હોતાં. તેમના હાથ અને નખ સ્વચ્છ હોતા નથી. તેમનું રસોડું સ્વચ્છ હોતું નથી (ક્યારેક તો રસોડા જેવું પણ કશું હોતું નથી). તેમનાં વાસણો સ્વચ્છ હોતાં નથી. તદુપરાંત કમાવાની વૃત્તિને કારણે આહારની અંદર ભેળસેળ થાય છે. સડેલાં શાકભાજી વપરાય છે. વાસી જૂની વાનગીઓ ફેંકી ન દેતાં નવી વાનગીઓ સાથે તે ભેળવાય છે. રસોઇયાની બેદરકારીને કારણે, તેવા પ્રકારના જરૂરી જ્ઞાનના અભાવને કારણે ઉઘાડાં રાખેલાં વાસણોમાં માખી, કીડી, વાંદા, જીવડાં વગેરે પડે છે. ક્યારેક તો ઢેડગરોળી પડે છે અને એને કારણે એ વાનગી ખાનાર અનેક લોકોને ઝાડા-ઊલટી થાય છે. એથી કેટલાક મૃત્યુ પણ પામે છે. ખુલ્લામાં રખાયેલી રસોઈમાં ધૂળ કે કચરો પણ ઊડીને પડતાં હોય છે. એકંદરે જાહેર લોજ, વીશી, ખાનાવળ વગેરેમાં સતત વધુ દિવસ ખાવાથી માણસ માંદો પડે છે; મરડો થાય છે; પેટ કે આંતરડાનાં દરદો થાય છે. બહારનું ખાવાથી આરોગ્ય સચવાતું નથી એવી ફરિયાદ અવિકસિત દેશોમાં એકંદરે સાચી ઠરે છે. કેટલાક માને છે કે રાંધનાર વ્યક્તિના મનના ભાવો અશુભ હોય તો તેની અસર રસોઈ ઉપર થાય છે. રજસ્વલા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૯ मायन्ने असणपाणस्स સ્ત્રીઓ રસોઈ કરે તો તેની માઠી અસર પણ થાય છે. કેટલાંક મરજાદી લોકો બીજાના ઘરનું રાંધેલું ખાતા નથી. કેટલાક પુરુષો ઘરમાં પત્ની હોવા છતાં જીવનભર સ્વયંપાકી રહ્યા હોય એવા દાખલા ભારતમાં સાંભળ્યા છે. માણસની ખાવાની શક્તિ અને વૃત્તિ અમર્યાદ છે. માણસ રોજ રોજ વધારે ખાતો જાય તો તેની હોજરી મોટી થતી જાય છે અને પેટ ગાગર જેવું ગોળમટોળ બનતું જાય છે. સ્વાદવૃત્તિ ઉત્તેજિત થાય એવી વાનગીઓનું વૈવિધ્ય હોય તો માણસ રોજ કરતાં વધુ ખાઈ લે છે. શાકે સવાયું, દૂધ દોટું અને મિષ્ટાને બમણું” ખવાય છે એવી માન્યતા જૂના વખતમાં પ્રચલિત હતી. વળી – દૂધ અને રોટલા, દહીં અને ભાત, લાડવા અને વાલ, ખાવ મારા લાલ. આવી લોકોક્તિઓ કઈ વાનગી સાથે કઈ વાનગી વધારે ભળે અને ભાવે તે દર્શાવે છે. કોઈ પણ પ્રજાની આર્થિક સમૃદ્ધિ વધતી ચાલે છે તેમ તેમ ખાનપાનના શોખ વધવા લાગે છે. આજે ધનાઢ્ય દેશોમાં સરખેસરખા માણસોની મંડળી જામી હોય તો તેમની વાતચીતના વિષયોમાં FOOD અને MOTORCAR એ બે વિષયો અગ્રસ્થાને હોય છે. નવરા શ્રીમંત માણસોને નવું નવું ખાવાનો શોખ જાગે છે અને તેમને પોસાય પણ છે. પરંતુ વખત જતાં તેમનું જીવન પ્રમાદી અને નિષ્ક્રિય બની જાય છે. આવા વધુ પડતા શોખને કારણે જ એવી સંસ્કૃતિઓનું કાળક્રમે પતન થાય છે. લોકોની પ્રતિકારશક્તિ ઓછી થઈ જાય છે. જીવન બેઠાડુ બની જાય છે અને પાડોશી દુશ્મનોનું આક્રમણ થતાં તેઓ પરાજિત થઈ જાય Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ છે. પ્રાચીન સમયમાં સમૃદ્ધ રોમન લોકોનો ખાવાપીવાનો શોખ એટલી હદ સુધી વધી ગયો હતો કે પેટ ભરીને ખાધા પછી ફરી જલદી ભૂખ લાગે એટલા માટે તેઓ ખાધેલું વમન થઈ જાય એવાં ચૂર્ણ લેતા. વૈજ્ઞાનિકો એમ માને છે કે માણસના શરીરના પોષણ માટે બહુ આહારની જરૂર નથી. માણસ પેટ ભરીને જે ખાય છે તેના કરતાં થોડું ઓછું ખાય તો પણ એના આરોગ્ય અને આયુષ્યને વાંધો આવે નહિ. ઊલટાનું વૈજ્ઞાનિકો, તબીબો કહે છે કે વધુ ખાવાથી માણસના આરોગ્ય ઉપર માઠી અસર થાય છે. દિગમ્બર સાધુઓ જીવન પર્યન્ત દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેતા હોય છે અને તે પણ બત્રીસ કોળિયા જેટલા મર્યાદિત પ્રમાણમાં. તો પણ તેઓના સરેરાશ આયુષ્યને કોઈ વાંધો આવતો નથી, એટલું જ નહિ, આવી દિનચર્યાને કારણે કેટલાક તો એંશી, નેવું કે સો વર્ષ સુધી જીવે છે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવાથી, ઊણોદર રહેવાથી આરોગ્ય એકંદર સારું રહે છે એ તો સર્વસ્વીકૃત મત છે. શરીરને જોઈએ તેના કરતાં વધુ આહાર જો લેવામાં આવે તો પાચનમાં તકલીફ ઊભી થાય છે, શરીરમાં તે ચરબીરૂપે જમા થાય છે અને ચરબીને કારણે માણસને બીજા ઘણા રોગો થાય છે. માણસ વધુ પૌષ્ટિક, ચરબીયુક્ત આહાર લે અને તે પચાવવા માટે તેની સાથે વધુ વ્યાયામ કરે તો તે આહારનું પાચન થઈ જાય છે, પરંતુ શરીરમાં ચરબી તો જમા થાય જ છે. જાપાનમાં “સુમો'ના નામથી જાણીતા કુસ્તીબાજો રોજેરોજ ઘણું બધું ખાય છે. તેની સાથે ઘણી બધી કસરત કરે છે. તેમના શરીરમાં ઘણી તાકાત હોય છે. આમ, તેઓ શરીર જમાવતા Page #100 -------------------------------------------------------------------------- ________________ मायन्ने असणपाणस्स જાય છે. એટલે એક “સુમો કુસ્તીબાજ સરેરાશ પાંચ-છ માણસના કુલ વજન કરતાં વધુ વજનવાળો હોય છે. આમ છતાં વધુ પડતી ચરબી અને વધુ પડતા વજનને કારણે “સુમો” કુસ્તીબાજનું સરેરાશ આયુષ્ય ૪૫-૫૦ વર્ષથી વધુ નથી હોતું. ઓછું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે. મજાકમાં એમ કહેવાય છે કે માણસ પેટ ભરીને રોજ જમે છે તેમાં બે તૃતીયાંશ ખોરાક એના પોતાના પોષણ માટે હોય છે અને એક તૃતીયાંશ ખોરાક વૈદ કે ડૉક્ટરોના પોષણને માટે હોય છે. જે માણસો પોતાના પથ્ય આહારને જાણતા નથી તેઓ, અને જાણ્યા પછી જેઓ એને અમલમાં મૂકતા નથી તેઓ, મોટા રોગોને નોતરે છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યન્ત વધતી જતી વય અનુસાર માણસના ખોરાકમાં ફરક પડતો જાય છે. ગળ્યું, ખાટું અને તીખું એ ત્રણ સ્વાદનું પાચન જીવન પર્યન્ત એકસરખું તો બહુ ઓછા માણસોનું રહે. કોઈક ગળપણને ન પચાવી શકે અને મધુપ્રમેહ થાય, કોઈ ખટાશને ન પચાવી શકે અને અમ્લપિત્ત થાય અને કોઈ તીખાશને ન પચાવી શકે અને હરસ, ચાંદું વગેરે થાય. કોઈક શીત પ્રકૃતિના હોય અને કોઈક ઉષ્ણ પ્રકૃતિના હોય. વૈદો માણસની નાડ જોઈને કફ, પિત્ત અને વાયુનો કેટલો પ્રકોપ છે તે વિચારીને પથ્યાપથ્ય આહાર દર્દીન સૂચવે છે. અપથ્ય આહાર દર્દી છોડી ન શકે તો એમને પ્રેમથી સમજાવે. એમ કહેવાય છે કે કોઈ એક યુવાન દર્દી વૈદ્ય પાસે આવ્યો. એનો દમનો વ્યાધિ ઘણો ઉગ્ર થઈ ગયો હતો. ખાંસી ખાતાં તે બેવડ વળી જતો. વાત કરતાં તે હાંફી જતો. વૈધે એને પડીકી આપી અને શું શું ન ખાવું તે સમજાવ્યું. યુવાન યુવાનીના તોરમાં હતો. એણે કહ્યું, જુઓ વૈદરાજ, બધી વાત સાચી, Page #101 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ પણ તમે કહેલી એક પણ વાનગી હું છોડી શકું એમ નથી. એ મારી પ્રિય વાનગીઓ છે અને મને એના વિના જરા પણ ચાલતું નથી.' વૈદ્ય કહ્યું, “એમ છે? તો તારા જેવો કોઈ સુખી માણસ નહિ.” યુવાને કહ્યું, “વૈદરાજ, તમે કટાક્ષમાં કહો છો?” વૈદ કહ્યું, “ના સાચું કહું છું. તને કુદરતનાં ત્રણ મોટાં વરદાન મળશે.” યુવાને જિજ્ઞાસાથી પૂછ્યું, “કયાં વરદાન?” વૈદે કહ્યું, “જો. ભાઈ, પહેલું વરદાન એ કે તને જિંદગીમાં કોઈ દિવસ કૂતરું કરડશે નહિ. બીજું વરદાન એ કે તારા ઘરમાં કોઈ દિવસ ચોરી થશે નહિ. અને ત્રીજું વરદાન એ કે તારા વાળ ધોળા નહિ થાય.” યુવાને કહ્યું, ‘વૈદરાજ, આ તો તમે ગપ્પાં મારો છો.' વૈદે કહ્યું, “ના ભાઈ, સાચું કહું છું. જો તારો રોગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે થોડા દિવસમાં જ તારે લાકડીને ટેકે ચાલવું પડશે. જેના હાથમાં લાકડી હોય તેનાથી કૂતરાં આઘાં ભાગે; કરડે નહિ. વળી દમને લીધે આખી રાત તું સૂઈ નહિ શકે. બેઠાં બેઠાં આખી રાત કાઢવી પડશે. તું જાગતો બેઠો હોય તો તારા ઘરમાં ચોર કેવી રીતે આવે? અને તારા વાળ ધોળા થાય તે પહેલાં તો તારું આયુષ્ય પૂરું થઈ ગયું હશે, કાળા વાળ સાથે તું જશે.” વૈદે માર્મિક રીતે મીઠાશથી યુવાનને સમજાવ્યું. યુવાને તરત જ વૈદરાજે કહ્યું તે પ્રમાણે ચરી પાળવાનું સ્વીકારી લીધું. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં, હિંદુ ધર્મમાં અન્નને આધારે આખું વિશ્વ ચાલ્યા કરે છે. અન્ન ન હોય તો પ્રજોત્પત્તિ ન હોય, અન્ન ન હોય તો જીવન ન હોય, શક્તિ ન હોય અને Page #102 -------------------------------------------------------------------------- ________________ मावन्ने असणपाणस्स ૯૩ શક્તિ ન હોય તો સાધના ન હોય. શરીરમાદ્યમ્ ચત્તું ધર્મસાધનમ્ | ધર્મસાધના માટે શરીરની પહેલી આવશ્યકતા છે. શરીર માટે આહારની પહેલી આવશ્યકતા છે. માટે અન્નનું મહત્ત્વ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વીકારાયું છે. આહારના વિવિધ પ્રકારના પ્રયોગો થાય છે. અમુક પ્રકારની વિશિષ્ટ શક્તિ આહાર દ્વારા મેળવાય છે. કેટલીક લબ્ધિ-સિદ્ધિ પણ આહાર ઉપર આધારિત છે. ભગવાન મહાવીરે ગોશાલકને તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત કરવી તેની જે વિદ્યા શીખવી હતી એમાં બાફેલા અડદના દાણાનું મહત્ત્વ ઘણું હતું. વળી, ચોવીસ કલાકમાં અનાજનો ફક્ત એક જ રાંધેલો દાણો લઈને એનો વિધિપૂર્વક આહાર કરવાની તપશ્ચર્યા (એક સિત્થ તપ) પણ વિશિષ્ટ પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ જન્માવે છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિ મહારાજે આવી ‘એક સિન્થ’ના પ્રકારની કેટલીક તપશ્ચર્યા કરી હતી. વળી આહાર અંગે અનશન, ઊણોદરી, આયંબિલ, વૃત્તિસંપેક્ષ, રસત્યાગ વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા પણ બતાવવામાં આવી છે. જેઓ આવી તપશ્ચર્યા ન કરી શકે તેઓ એક કે વધુ વાનગી અમુક સમય સુધી ન ખાવાની બાધા લઈ શકે છે. જેઓને ઊંડી આધ્યાત્મિક સાધના કરવી છે તેઓને આહાર ઉપર વિજય મેળવ્યા વિના છૂટકો નથી. જે માણસની સ્વાદેન્દ્રિય લોલુપ હોય તે માણસ ઊંડી આધ્યાત્મિક સાધના કરી શકે નહિ. ભરેલા પેટે ધ્યાન ધરનાર નિદ્રાધીન થઈ જાય છે. આહાર કરતી વખતે સાચા જૈને નીચે પ્રમાણેની પાંચ પ્રકારની ભાવના ભાવવી જોઈએ : (૧) મારા આહાર માટે જે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કોઈ એકેન્દ્રિય જીવની હિંસા-વિરાધના થઈ છે તે સર્વજીવોની ક્ષમા માંગું છું. (૨) આ આહાર મારા મુખ સુધી પહોંચાડવામાં જે કોઈ જીવોને જે કોઈ પ્રકારનું કષ્ટ પડ્યું હોય તે માટે તે જીવોની ક્ષમા માંગું છું. (૩) હું આહાર લઉં છું, પરંતુ મારા આત્માના અણાહારી પદનું મને ક્યારેય વિસ્મરણ ન થશો. (૪) મેં લીધેલો આહાર મારા દેહમાં એવી શુભ રીતે પરિણમે કે જેથી મારા અધ્યવસાયો શુભ રહે અને સંયમની વિરાધના ન થાય. (૫) વિશ્વમાં સર્વત્ર સુધા વેદનીય કર્મોનો જ્યાં જ્યાં ઉદય હોય ત્યાં ત્યાં તે શાંત થાવ. (તપસ્વીને શાતા અને ભૂખ્યાને ભોજન મળી રહો.) આહારથી અનાહારી પદ સુધીનું સ્થૂલ અને સૂક્ષ્મ ક્ષેત્ર કેટલું વિરાટ અને કેટલું વિસ્મયજનક છે ! Page #104 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं [ બીજાઓ તે ધન હરી જાય છે ] છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયામાં અને વિશેષતઃ ભારતમાં શેરબજાર, બેંકો, ફાઇનાન્સ કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરેનાં કૌભાંડોને લીધે તથા બનાવટી કંપનીઓની લોભામણી જાહેરખબરો અને છેતરપિંડીને લીધે પોતાનું ધન વગર વાંકે ગુમાવ્યાનો અનુભવ કેટલાયને થયો હશે ! બીજાનું ધન હરી લેવાની પ્રવૃત્તિ આજકાલની નથી. આદિકાળથી તે ચાલી આવે છે. ભગવાન મહાવીરસ્વામીના જમાનામાં પણ એવી ઘટના બનતી હતી. પરંતુ બીજાનું ધન હરી લેવાની ઘટનાઓ વર્તમાન જગતમાં ઘણી બધી વધતી જતી હોય એવું જણાય છે. જૂના વખતમાં ધનની હેરફેરનું ક્ષેત્ર, વેપારી સોદાઓનું ક્ષેત્ર મર્યાદિત હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક દેશનો બીજા દેશો સાથેનો વેપાર ઘણો વધી ગયો છે. એક દેશમાં બનતી ચીજવસ્તુઓ આખી દુનિયામાં પહોંચી જાય છે. ઉતાવળ હોય ત્યારે તો એક દેશમાં ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓનાં અનેક નંગ માલવાહક હવાઈ જહાજો દ્વારા ચોવીસ કલાકમાં બીજા દેશનાં બજારોમાં ઠલવાઈ જાય છે. એક દેશની લક્ષ્મી કોમ્યુટરની મદદ વડે થોડીક ક્ષણોમાં હજારો માઈલ દૂરના ખાતામાં જમા થઈને બેસી જાય છે. એટલે બીજાનું ધન પચાવી પાડવાનાં Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કાવતરાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પહોંચી ગયાં છે. લક્ષ્મીદેવીની જેમ જેમ હરફર અનેકગણી વધતી ગઈ છે તેમ તેમ એના અપહરણના કિસ્સા પણ વધવા લાગ્યા છે. અપહરણના કેટલાય કિસ્સાઓમાં તો એનાં પગેરાં પણ મળતાં નથી. લક્ષ્મીદેવીને સંતાડવામાં સ્વિત્સરલૅન્ડનો ઘણો મોટો ફાળો છે. સ્વિત્કરલેન્ડ જેવા નાના તટસ્થ દેશની મોટામાં મોટી ખોટી આવક તે લક્ષ્મીદેવીને સંતાડવાની છે. એને સંતાડવા માટે એ દેશ વ્યાજ નથી આપતો, પણ ભાડું માગે છે. એની મોટી આવક તો નધણિયાતાં ખાતાંઓની છે. લક્ષ્મીદેવીને સ્વિટ્ઝરલૅન્ડમાં સંતાડ્યા પછી એને સંતાડનારો ગુજરી ગયો હોય અને એનાં છૂપાં ખાતાં કે ખાતાઓની કોઈને ખબર જ ન હોય એવું બન્યા કરે છે. એશિયા, આફ્રિકા, લૅટિન અમેરિકા વગેરે અર્ધવિકસિત દેશોના તથા સમૃદ્ધ દેશના અનેક રાજકીય પુરુષો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નટનટીઓ, સરકારી કર્મચારીઓ વગેરેનાં ખાતાં સ્વિન્ઝરલૅન્ડની બેંકોમાં તથા અન્ય નાના નાના ટાપુઓના દેશોની બેંકોમાં છે. વિજ્ઞહરણના કિસ્સા બીજી રીતે પણ બનતા હોય છે. માણસે ધન સ્વેચ્છાએ બીજાને ઉધાર આપ્યું હોય, વ્યાજે મૂક્યું હોય, ધંધામાં રોક્યું હોય, પરંતુ તે લેનારની દાનત બગડે, તેના સંજોગો વિપરીત થઈ જાય અને તે આપવાની સ્પષ્ટ ના કહે. લખાણ કે સાક્ષી ન હોય તો તે કબૂલ પણ ન થાય. આવું થાય ત્યારે માણસને ભારે આઘાત લાગે છે. તેમાં પણ જો સ્વજનો તરફથી એવો કડવો અનુભવ થયો હોય ત્યારે તો એ આઘાત વધુ તીવ્ર બને છે. એમાંથી વેર બંધાય છે અને બદલો લેવાના કૂર ભાવો જાગે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं પોતાનું ધન હરાઈ જાય એ માટેની પૂર્વશરત એ છે કે પોતાની પાસે ધન હોવું જોઈએ. વળી, એ ધન હરી જવા માટે બીજાનું મન લલચાય એટલા પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. એ ધન હરી જનાર બીજાઓ તે હરી જવા માટે સમર્થ હોય અને તે ધનનું રક્ષણ કરવા માટે પોતે અસમર્થ કે લાચાર હોય. પોતાનું ધન સ્વેચ્છાએ કોઈને આપ્યું ન હોય, પણ સંજોગો જ એવા બને કે તે ધન બીજાના હાથમાં સરી પડે. માણસના વારસદાર કોઈ ન હોય અથવા વારસદારો લખાણમાં ફેરફાર કરી લે એવું બને છે. નિઃસંતાન માણસોના ધન ૫૨ ઘણાંની નજર રહે છે. કેટલાકની નજર ક્યારે ને કેવી રીતે એમાં કામ કરી જાય છે એ તો પરિણામ પછી જ સમજાય છે અથવા તે પણ અકળ રહે છે. પોતાનું સારી, સાચી રીતે કમાયેલું ધન હરાઈ જવાના કિસ્સા પણ કેટલીય જાતના બને છે. જૂના વખતમાં જમીનમાં દાટેલું ધન જાણભેદુ ચોરો કાઢી જતા. વર્તમાન સમયમાં દુનિયામાં કેટલીયે પેઢીઓ કાચી પડી જાય છે અને કેટલાયે લેણદારોને રોવડાવે છે. શેરના ભાવ અચાનક ગબડી જતાં કેટલાયે માણસો પોતાની મોટી મૂડી ગુમાવે છે. એક સરકારી કાયદો બદલાતાં કેટલાક આર્થિક મુશ્કેલીમાં આવી પડે છે. એક ધનવાન વ્યક્તિનું અચાનક મૃત્યુ થતાં એની સાથે લેવડદેવડ કરનારાઓ તકલીફમાં મુકાઈ જાય છે. આગ, પૂર, ધરતીકંપ, યુદ્ધ વગેરેને કારણે કેટલાય શ્રીમંતો હતા ન હતા થઈ જાય છે. કૉર્ટના એક લફરામાં માણસની જિંદગીની કમાણી વેડફાઈ જાય છે. આવી બધી ઘટનાઓ નજર સામે બનતી વારંવાર જોવા મળે ત્યારે માણસ વિચારતો થઈ જાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ માણસને પેટ છે ત્યાં સુધી ભરણપોષણ માટેની પ્રવૃત્તિ સંસારમાં રહેવાની. અનાદિ કાળથી આ પ્રવૃત્તિ ચાલી આવે છે અને અનંતકાળ સુધી તે ચાલતી રહેવાની. માત્ર મનુષ્યમાં જ નહિ, જીવમાત્રમાં જ્યાં સુધી આહારસંજ્ઞા છે ત્યાં સુધી તેને સંતોષવા માટેના તેના પ્રયત્નો ચાલ્યા જ કરવાના. જીવની મોટી એષણાઓમાં વિક્વેષણાને પણ ગણાવવામાં આવી છે. ધન કમાવાનો ચટકો લાગ્યો કે પછી માણસ એની પાછળ મચી પડે છે. દિવસરાત તે જોતો નથી. ધન એક પ્રકારની શક્તિ છે, એક વિશિષ્ટ સબળ સાધન છે. એટલે ધનાકાંક્ષા જીવમાં રહે એ સહજ છે. પણ મનુષ્યની એષણાઓનો કોઈ અંત નથી. ગમે તેટલું ધન કમાય છતાં માણસને એથી સંતોષ થતો નથી. વધુ અને વધુ કમાવા માટે તે દોટ માંડે છે. સફળતાનો એને નશો ચડે છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ નીકળી જવા માટે ઉશ્કેરાટ અનુભવે છે. પરંતુ પછીથી જ્યારે પછડાય છે ત્યારે પસ્તાય છે. ત્યાં સુધી એને કોઈની શિખામણ વહાલી લાગતી નથી. સંસારમાં ધનનો મહિમા મોટો છે અને સાચી કે ખોટી રીતે મોટો જ રહેવાનો. એટલે જ ભર્તુહરિએ નીતિશતક'માં કહ્યું છે : यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः कांचनमाश्रयन्ति ॥ ભર્તુહરિએ અહીં કટાક્ષમાં કહ્યું છે કે જેની પાસે વિત્ત છે તે માણસ કુલીન ગણાય છે. ખરેખર ન હોય તો પણ ખુશામતખોરો દ્વારા પંડિત, ચુતવાન, ગુણજ્ઞ, વક્તા, અને દર્શનીય - દેખાવડા તરીકે તેની ગણના થાય છે. સુવર્ણમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं અર્થાતુ ધનમાં અને ધનવાનમાં બધા ગુણો આશ્રિત થઈ જાય છે. આમ સમગ્ર વિશ્વમાં પૈસાની જ બોલબાલા દેખાય છે. એમ કહેવાય છે કે A rich man's joke (પછી ભલે તે બુટ્ટી હોય) is always funny. હસવા જેવું હોય તો પણ હસીને બધા એની વાહ વાહ કરશે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ' જેવી કહેવતો ધનવાન માણસોને સમાજ કેટલું માન આપે છે તે દર્શાવે છે. “સકર્મીના સાળા ઘણા” અર્થાત્ માણસ પાસે પૈસા થાય તો એના સાળા થવાને, એની ઇચ્છા પ્રમાણે નાનાં-મોટાં બધાં કામ નોકરની જેમ કરી આપવાને ઘણા તૈયાર થઈ જાય છે. એટલે જ “જબ લગ પૈસા ગાંઠમેં, તબ લગ લાખો યાર' એવું વ્યવહારુ ડહાપણ પ્રચલિત છે. પંચતંત્રમાં પણ કહ્યું છે : पूज्यते यदपूज्योऽपिं यदगम्योऽपि गम्यते । वन्द्यते यदवंद्योऽपि सप्रभावो धनस्य च ॥ [દુનિયામાં અપૂજ્યની પૂજા થાય છે, મૂર્ખ માણસ પણ ડાહ્યો ગણાય છે અને અવંદનીય પણ વંદનીય મનાય છે. એ બધો ધનનો જ પ્રભાવ છે.] લક્ષ્મી સ્વભાવ ચંચળ છે. એક ઘરેથી બીજા ઘરે તે ક્યારે ચાલી જશે તે કહી શકાય નહિ. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તો લક્ષ્મી સતત ફરતી રહેવી જોઈએ અને જેટલી વધુ હરેફરે તેટલી પ્રજાની સમૃદ્ધિ વધે. પરંતુ તે નીતિનિયમ મુજબ ફરે તો સાર્થક થાય. અન્યથા તે અનર્થકારી નીવડે. લક્ષ્મી ક્યારે પોતાને હાથતાળી દઈને ભાગી જશે એ અનિશ્ચિત હોય છે. એટલે જ ધનના અનર્થો ઘણા છે. સ્કૂલ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વરપ્રભુનાં વચનો – ભાગ ૧ અને સૂક્ષ્મ બંને દૃષ્ટિએ ધન સાથે કેટકેટલાં દૂષણો સંકળાયેલાં છે ! શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે : स्तेयं हिंसानृतं दंभः कामः क्रोधः स्मयो मदः, भेतो वैरमविश्वासं संस्पर्द्धा व्यसनानि च । एते पंचदशाना ह्यर्थमूला मता नृणाम् । तस्मादनर्थमाख्यं श्रेयोऽर्थी दूरतस्त्यजेत् ॥ મનુષ્યોને માટે ધન એ પંદર પ્રકારના અનર્થનું કારણ મનાય છે, જેમકે (૧) ચોરી, (૨) હિંસા, (૩) અસત્ય, (૪) દંભ, (પ) કામ, (૬) ક્રોધ, (૭) ચિત્તનો ઉન્માદ, (૮) અહંકાર, (૯) ભેદબુદ્ધિ, (૧૦) વેર, (૧૧) અવિશ્વાસ, (૧૨) સ્પર્ધા અને ત્રણ વ્યસનો જેમ કે (૧૩) વેશ્યાગમન કે પરસ્ત્રીગમન, (૧૪) જુગાર, અને (૧૫) દારૂ. એટલા માટે પોતાનું કલ્યાણ ઇચ્છવાવાળાએ અર્થરૂપી અનર્થનો દૂરથી ત્યાગ કરવો જોઈએ. માણસ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી ધન કમાય અને તે મર્યાદામાં રહીને કમાય એ ગૃહસ્થજીવન માટે જરૂરી છે. ન્યાયસંપન્ન વિભવ એ ગૃહસ્થજીવનનો વિત્તમંત્ર હોવો જોઈએ, પરંતુ વિષમ પરિસ્થિતિમાં લાચાર બનીને ખોટાં કાર્ય કરીને માણસ વધુ ધન કમાવા લલચાય છે. પછી તો પરિસ્થિતિ વિષમ ન હોય અને લાચારી પણ ન હોય તો પણ અર્થપ્રાપ્તિમાં કુટિલ નીતિરીતિની માણસને ટેવ પડી જાય છે. “વાંકી આંગળી વગર ઘી નીકળે નહિ એવી કહેવતો પોતાના જૂઠા કપટભર્યા સોદાઓ માટે આગળ ધરતાં તે શરમાતો નથી. પરસેવો પાડીને કમાયેલું ધન ટીપે ટીપે ભરાય છે અને ચોરીલબાડી કે કૂડકપટ કરીને મેળવેલું ધન અનાયાસ મોટો દલ્લો આપે છે. એટલે માણસનું Page #110 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - अन्ने हरंति तं वित्तं ૧૦૧ મન ચોરી કરીને કમાવા તરફ વળે છે. Earning by Cheating એ દુનિયાના અનેક લોકોમાં વ્યસનરૂપે જોવા મળે છે. કાળ સંદર્ભોને બદલી નાખે છે. એક વખતના મોટા ગણાતા માણસો સમય જતાં નાના લાગવા માંડે છે. સામાન્ય લેખાતા માણસો ઘડીકમાં મોટા થઈ જાય અને લોકો એમને પૂજવા લાગે છે. વેપાર-ધંધામાં પણ એવી ચડતીપડતી ચાલ્યા કરે છે. આજે જેની બોલબાલા હોય તેને કાલે હાથ લાંબો કરવાનો પ્રસંગ આવે છે. એવે વખતે કેટલાક માણસોને પોતે ભૂતકાળમાં કરેલા ઉપકાર માટે પસ્તાવો થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં અને નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો ચાલ્યાં જતાં માણસ વિમાસણમાં પડી જાય છે. “મારી જમાવેલી પેઢી છે, પણ આજે મારા દીકરાઓ આગળ પેઢીમાં મારું કશું ચાલતું નથી એવી ખાનગીમાં ફરિયાદ કરનારાઓ સાંભળવા મળશે. “મારા ભત્રીજાઓને ધંધો શિખવાડ્યો અને બધો વિશ્વાસ મૂકી દીધો, પણ છેવટે મારી જ દુકાન તેઓએ પચાવી પાડી અને મને ઘરભેગો કરી દીધો.” “રાતદિવસ કાળી મજૂરી કરી ભિખારીમાંથી હું બાદશાહ બન્યો અને મારા દીકરાએ દારૂ, રેસ અને સ્ત્રીઓમાં પૈસા વેડફી નાખીને મને પાછો ભિખારી બનાવી દીધો.” “મારી પત્ની બધાં ઘરેણાં લઈને ભાગી ગઈ. “ “મારો સગો સાળો મારા નામની ખોટી સહી કરીને મારા શેર વેચી આવ્યો.” – ધનહરણની આવી આવી તો અનેક ફરિયાદો દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે સતત સંભળાયા કરે છે. જગતની વ્યવસ્થા એવી નથી કે માણસ પોતે કમાયેલું ધન પોતાના જીવનના અંત સુધીમાં બધું જ પૂરું વાપરી શકે. કોઈક Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ ધનદોલત મૂકીને જાય છે, તો કોઈક દેવું મૂકીને પણ વિદાય લે છે. પોતાના આયુષ્યનો નિશ્ચિત કાળ માણસ જાણતો નથી એટલે પણ આયુષ્યના પ્રમાણમાં ધનદોલતની વ્યવસ્થા અંગેઅંશ ગોઠવી શકાતી નથી. કેટલાક અકાળે, આકસ્મિક રીતે મૃત્યુ પામે છે તો કેટલાક પોતે ધાર્યું હોય તેના કરતાં ઘણું લાંબું જીવી જાય છે. કંજૂસનું ધન બીજા માટે હોય છે. તે પોતાના જીવનકાળ દરમિયાન સરખી રીતે વાપરી શકતો નથી અને એના મરણ પછી જેના હાથમાં તે જાય તે ઇચ્છા મુજબ ભોગવે છે. એટલા માટે જ ડાહ્યા માણસે પોતાની અવસ્થાનો વિચાર કરી પોતાના ધનનું સન્માર્ગે વિસર્જન કરતા રહેવું જોઈએ. શાસ્ત્રકારોએ યોગ્ય જ કહ્યું છે કે ધનની ફક્ત ત્રણ જ ગતિ છે : (૧) દાન, (૨) ભોગ અને (૩) નાશ. दानं भोगः नाशस्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुंक्ते तस्य तृतीया गतिर्भवति । दातव्यं भोक्तव्यं धनविषये संचयो न कर्तव्यः । पश्येह मधुकरीणां संचितमर्थ हरन्त्यन्ये ॥ [દાન, ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિ હોય છે. જે આપતો નથી કે ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ થાય છે. દાન આપો અને ભોગવો. ધનનો સંચય ન કરો. મધમાખીને જુઓ. તેણે સંચિત કરેલું ધન (મધ) બીજા લોકો હરી જાય છે.] પોતાના વ્યવસાયને કારણે પ્રામાણિકપણે ધનની વૃદ્ધિ થતી રહે તોપણ માણસે વખતોવખત તેમાંથી થોડોઘણો હિસ્સો સન્માર્ગે, સુપાત્રે વાપરી તેનું પ્રમાણ ઘટાડતાં રહેવું જોઈએ કે જેથી એટલા સદ્વ્યય માટે પોતાને સંતોષ રહે અને અશુભ Page #112 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं ૧૦૩ કર્મબંધમાંથી બચી શકાય અને શુભ કર્મબંધના નિમિત્ત થવાય. પત્ની, સંતાનો કે કુટુંબ-પરિવારના સભ્યો પ્રત્યેના સ્નેહાકર્ષણને લીધે, તેમનું ગુજરાન ચલાવવા, તેમને રાજી રાખવા માટે માણસ ધન કમાવા નીકળે છે. એ જ્યાં સુધી ન્યાયનીતિથી પ્રાપ્ત થતું હોય ત્યાં સુધી તો ઠીક, પણ જ્યારે ચોરી, દાણચોરી, કરચોરી, લૂંટ, હત્યા વગેરે દ્વારા તે પ્રાપ્ત કરવા મચ્યો રહે છે ત્યારે તે તેના ભયંકર વિપાકનો વિચાર કરતો નથી. | સામાજિક દૃષ્ટિએ તો કેટલાયે માણસને વધુ પડતું ધન કમાવા માટે પાછલી જિંદગીમાં અફસોસ થતો હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના જ પ્રાપ્ત કરેલાં ધનને કારણે જ પોતાનાં જ સ્વજનો સાથે, પિતાપુત્ર વચ્ચે, પતિપત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, સાળાબનેવી વચ્ચે સંઘર્ષ, અણબનાવ, મહેણાં-ટોણાં, વિદ્રોહ, દગો, વગેરેના અનુભવો થયા હોય, કૉર્ટના ધક્કા વધી ગયા હોય, જેલમાં જવાના પ્રસંગો ઊભા થયા હોય, પોતાના કે સ્વજનોના અપહરણ-કિસ્સા બન્યા હોય. ક્યારેક તો પોતાનું જ ધન પોતાની હત્યા નોતરનારું બન્યું હોય અથવા પોતાના જ ધને પોતાને આપઘાત કરવા તરફ ઘસડ્યો હોય ત્યારે માણસના પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. ભગવાન મહાવીરે (સૂત્રકૃતાંગ ૧૯ ૪માં) કહ્યું છે : आधायकिच्चमाहेउं नाइओ विसएसिणो । अन्ने हरंति तं वित्तं कम्मी कम्मेहिं किच्चति ।। મૃતકની અગ્નિ-સંસ્કારની વિધિ કર્યા પછી સુખની ઇચ્છાવાળા જ્ઞાતિજનો તેનું ધન હરી લે છે, પરંતુ તે ધન કમાવા માટે) કર્મ કરનાર તે વ્યક્તિ તેનાં ફળ ભોગવે છે.] આ સંસાર કેટલો બધો સ્વાર્થી છે કે કેટલાયે માણસો Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ પોતાનાં સગાં એવા શ્રીમંતની મરવાની મનના છૂપા ખૂણામાં રાહ જોતાં હોય છે અને એના મૃત્યુ પછી એની સંપત્તિ ઝડપી લેવાનો, પચાવી પાડવાનો પ્રયાસ કરે છે. કોઈકનું ધન મેળવી લેવા માટે એના મૃત્યુની રાહ જોવી પડે એ પણ કેવી કરુણ દશા કહેવાય ! તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ અને શુભાશુભ કર્મની દૃષ્ટિએ વિચારીએ તો ધન કમાવા માટે જીવ જે અશુભ કર્મ બાંધે છે એ અશુભ કર્મ તો એને એકલાને જ ભોગવવાનાં આવે છે. પોતે કમાયેલા ધનનો લાભ બીજા ઉઠાવે છે, પરંતુ લાભ ઉઠાવનારાઓ ધનોપાર્જન કરનારી વ્યક્તિનાં એ અશુભ કર્મોમાં ભાગીદાર થતા નથી. એ અશુભ કર્મના વિપાક વખતે જે પીડા થાય છે તે વખતે સ્વજનો તેનું રક્ષણ કરી શકતાં નથી. એ પીડા કે દુઃખ એવા પ્રકારનાં હોય છે કે પોતે જાતે જ ભોગવવાં પડે છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે : माया पिया हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । बालं ते तव ताणाय लुप्पंतस्स सकम्मुणा || [પોતાનાં કર્મો અનુસાર દુ:ખથી પીડાતા તે જીવનું એનાં માતા, પિતા, બહેન, ભાઈ, પત્ની કે ઔરસપુત્ર વગેરે કોઈ રક્ષણ કરી શકતાં નથી.] અર્થ (ધન) સરવાળે તો અનર્થનું મૂળ જ નીવડે છે. તાત્કાલિક એનો લાભ દેખાતો હોય તો પણ એનાં દૂરગામી સ્થૂલ અને સૂક્ષ્મ તાત્ત્વિક પરિણામો નુકસાનકારક છે. જેઓ ગૃહત્યાગ કરી, સાધુસંન્યાસી થઈ અકિંચન જીવન જીવે છે એમને તો અર્થની અનર્થકારી ઉપાધિમાંથી મેળવેલી મુક્તિનો આનંદ કેટલો બધો હોય છે એ તો એમનો અનુભવ કહી શકે Page #114 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं ૧૦૫ છે. પરંતુ જેઓ ગૃહસ્થજીવનમાં રહેલા છે તેઓ પણ સિક્કામાં રહેલા છિદ્રને પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ સમજી શકે તો પણ ધનસંપત્તિ પાછળની એમની આંધળી દોટ મંદ પડવાનો સંભવ છે. પરિગ્રહ-પરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે. સારી રીતે આજીવિકા ચાલતી હોય એટલું ધન જો કમાવા મળતું હોય તો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો ઉપયોગ માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઈએ. સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યું છે અને રહેવાનું છે કે જૂજ વ્યક્તિઓને જ આ તત્ત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ વ્યક્તિઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છે ! સંત મહાત્માઓ વખતોવખત કહેતા આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાનરૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઈ ક્યારેય હરણ કરી શકતું નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧ परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई [ પરિગ્રહ વધારનાર વેર વધારે છે ] ભગવાન મહાવીરે કહ્યું છે કે પદ નિવિદ્યામાં વેરું તેસિં પર્ફ એટલે કે જે પોતાનો પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાંઓનું વેર વધારે છે. - સામાન્ય લોકોની સામાન્ય ખ્યાલ એવો છે કે જેમ માણસ પાસે ધનસંપત્તિ અને સુખસગવડનાં સાધનો વધારે તેમ માણસ વધારે સુખી અને સમાજમાં તેને બહુ માનપાન મળે. સ્કૂલ ઉપલક ભૌતિક દૃષ્ટિએ આ કદાચ સાચું લાગે, પણ પ્રજ્ઞાશીલ વ્યક્તિ સૂક્ષ્મ તત્ત્વદષ્ટિથી વિચારે તો એને અવશ્ય પ્રતીતિ થશે કે પરિગ્રહ એ દુઃખનું મોટું કારણ છે; અર્થ એ અનર્થનું મૂળ છે. અપરિગ્રહ તથા પરિગ્રહ-પરિમાણ ઉપર જૈન ધર્મે જેટલો ભાર મૂક્યો છે તેટલો અન્ય કોઈ ધર્મે મૂક્યો નથી. ભગવાન મહાવીરે પંચ મહાવ્રતમાં અપરિગ્રહને એક મહાવ્રત તરીકે યોગ્ય રીતે જ સ્થાન આપ્યું. એમાં શુદ્ધ નિશ્રયદષ્ટિએ ઘણું બધું રહસ્ય રહેલું છે, પરંતુ સામાજિક ને વ્યાવહારિક કક્ષાએ પણ અપરિગ્રહનું મૂલ્ય ઘણું મોટું છે. સાધુ-ભગવંતાએ અપરિગ્રહના મહાવ્રતનું અને ગૃહસ્થોએ “પરિગ્રહ-પરિમાણ'ના અણુવ્રતનું પાલન કરવાનું હોય છે. પરિગ્રહ વિશે ઘણા જુદા જુદા દષ્ટિકોણથી વિચારણા થઈ Page #116 -------------------------------------------------------------------------- ________________ परिग्गह निविट्टाणं घेरं तेसिं पवड्ढई ૧૦૭ શકે, પરંતુ અહીં તો માત્ર પરિગ્રહ વધારનાર બીજાઓ સાથે જાણતાં, અજાણતાં કેવી રીતે વેર બાંધે છે એ એક પાસા વિશે વિચારીશું. આહાર, નિદ્રા, મૈથુન, ભય અને પરિગ્રહ એ જીવની બળવાન સંજ્ઞાઓ છે. પોતાને ઇષ્ટ એવી વસ્તુઓ મેળવવી અને એનો સંગ્રહ કરવો એ જીવનું સામાન્ય લક્ષણ છે. આ કુદરતી સંજ્ઞાને અતિક્રમવા માટે ઘણા મોટા આત્મિક પુરુષાર્થની આવશ્યકતા રહે છે. પરિગ્રહ એટલે ધનસંપત્તિ વગેરે સાથે તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, ખોવાઈ જવાનો કે બગડી જવાનો ભય સંકળાયેલો રહે છે. તે માટે સાવચેતીનાં વધુ પડતાં પગલાં લેવાથી બીજાંનાં મનમાં શંકા, અવિશ્વાસ, અપ્રીતિ વગેરેના ભાવો જન્મે છે. પરિગ્રહની જાળવણી અને ગણતરીમાં માણસના જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં માણસને પોતાના વેડફાઈ ગયેલા એ સમયનું સાચું ભાન થાય છે ત્યારે પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. સાદાઈથી જીવનારને પોતાની જિંદગીનો ઘણો બધો સમય પોતાને માટે મળે છે. એ નિજાનંદનું મૂલ્ય તો અનુભવે જેને સમજાયું હોય તે જ વધુ સારી રીતે કહી શકે. દુનિયાનાં દુઃખોનું, ક્લેશ-કંકાસ, વેરઝેર વગેરેનું પૃથક્કરણ કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં તેનું મૂળ માલ-મિલકતની વહેંચણીના ઝઘડાઓમાં રહેલું જણાશે. સગા ભાઈઓ વચ્ચે પણ કમાણીની અસમાનતા થાય અને એની સાથે સાથે પોતપોતાની જુદી જુદી પરિગ્રહવૃત્તિ બળવાન બને તો ભાઈઓ-ભાઈઓ વચ્ચે પણ દ્વેષ, ઈર્ષ્યા, મત્સર વગેરે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ જન્મે છે. એમાંથી અનુક્રમે અણબનાવ, તકરાર, વેરભાવ વગેરે જન્મે છે. માત્ર પૈસાની તકરારને કારણે જ બે સગા ભાઈઓ વચ્ચે કે ખુદ પિતા અને પુત્ર વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન રહે કે એક જણ બીજાનું ખૂન કરવા પ્રેરાય એટલી હદ સુધીની ઘટનાઓ બનતી ઘણે ઠેકાણે જોવા મળે છે. એક કુટુંબમાં જ જો આ રીતે બનતું હોય તો સમાજની ભૂમિકાએ તો તેમ બનવું અશક્ય નથી. માલ-મિલકતનું લક્ષણ એવું છે કે સમય જતાં એની વહેંચણી કરવાના પ્રસંગો અવશ્ય આવે છે. બીજી-ત્રીજી પેઢી આવતાં કે અચાનક કોઈનું અવસાન થતાં એવા પ્રસંગોની અનિવાર્યતા ઊભી થાય છે. વળી, માલ-મિલકતનું સ્વરૂપ જ એવું છે કે દરેક વખતે એની સરખે ભાગે યથાર્થ વહેંચણી થઈ શકતી નથી. સંજોગો, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની પાત્રતા, સરકારી કાયદાઓ વગેરેને કારણે ક્લેશ કે સંઘર્ષ થયા વગર રહેતો નથી. સ્પષ્ટ ન દેખાય તો પણ માનસિક ક્લેશ, ઈર્ષ્યા કે વેરભાવનાં બીજ વવાય છે. માણસ પોતાની હયાતીમાં જ ઉદાર ભાવે સમજણપૂર્વક પોતાનાં માલ-મિલકતનું વખતોવખત વિસર્જન કરતો રહે તો ક્લેશ-કંકાસનાં નિમિત્તો ઓછા થાય, વાતાવરણમાં પ્રસન્નતા રહ્યા કરે અને પોતાની સામાજિક કર્તવ્યબુદ્ધિ અને અંગત ધર્મદષ્ટિ ખીલતી રહે. મનુષ્યની પરિગ્રહવૃત્તિનો કોઈ અંત નથી. જેટલી સારી નવી વસ્તુઓ જોવા મળે તે બધી જ લેવાનું માણસને મન થાય છે, પછી તેનો ઉપયોગ કરવા માટે પોતાની પાસે ફુરસદ હોય કે ન હોય. સમૃદ્ધ લોકોના ઘરમાંથી પ્રતિવર્ષે કેટલીયે નવી ખરીદેલી વસ્તુ વપરાયા વગર જૂની થઈ જવાને કારણે કાઢી Page #118 -------------------------------------------------------------------------- ________________ परिगह निविट्टाणं वेरं तेसिं पवढई ૧૦૯ નખાય છે. કેટલીક એવી વસ્તુઓ તો સીધી કચરામાં જાય છે. - છેલ્લા ત્રણ-ચાર દાયકામાં સમસ્ત જગતમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘણું જ વધી ગયું છે. તેથી માણસની પરિગ્રહવૃત્તિ વધતી ગઈ છે. રેડિયો, ટી.વી. કેમેરા, વિડિયો, ટેપરેકૉર્ડર, ઘડિયાળ, ટેલિફોન, કેલક્યુલેટર, કોયૂટર, ટાઇપરાઇટર, રેફ્રિજરેટર, એરકન્ડિશનર, મોટરકાર વગેરે પ્રકારનાં આધુનિક સાધનો બનાવતી કંપની વચ્ચે જે સ્પર્ધા ચાલી રહી છે તેને કારણે તથા એવી કંપનીઓની જે વેપારી નીતિ છે તેને લીધે પ્રતિવર્ષ તેઓ નવા નવા પ્રકારનાં મોડેલોનું ઉત્પાદન કરતી રહી છે. એથી જૂનાં મોડેલોના સ્પેરપાર્ટ્સ જાણીજોઈને ન આપવા કે જેથી વસ્તુઓ વપરાશમાં ઝાઝો વખત ચાલે નહિ. કોઈ એક વસ્તુ પાંચ-દશ વર્ષ સારી રીતે ચાલી તો ઘણું થયું. પછી એ ફેંકી દેવાની રહે. “વાપરીને ફેંકી દો' એ પ્રકારની વેપારી નીતિ દુનિયાની ઘણી કંપનીઓની થઈ ગઈ છે. એના કારણે દુનિયાનાં બજારોમાં રોજેરોજ નવો નવો માલ ઠલવાય છે અને લોકોના ઘર સુધી તે પહોંચાડવાનો, બલ્બ લોકોના ઘરમાં તે ઘુસાડવાનો, યુક્તિપૂર્વક પ્રલોભનો સહિત, પ્રયત્ન થાય છે. દુનિયાનું વર્તમાન અર્થકારણ એક જુદી જ પદ્ધતિએ ચાલી રહ્યું છે. તેથી લોકોને અવનવી ચીજો માટે આકર્ષીને તેમનું ધન કેમ ખેંચી લેવું એની શાસ્ત્રીય તાલીમ એવા એજન્ટોને અપાય છે. દુનિયામાં બધા જ લોકો એકસરખી આવકવાળા, એકસરખાં સાધન-સગવડ ધરાવનાર બને એવું ક્યારેય શક્ય નથી. આર્થિક અસમાનતાનું લક્ષણ લોકોમાં હંમેશ રહેવાનું. એટલે આર્થિક સમૃદ્ધિની સાથે લોકોમાં આર્થિક અસમાનતાનું તત્ત્વ આવ્યા વગર રહે નહિ. અસમાનતા જો આવે તો કુદરતી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ રીતે ત્યાં ઈષ્યનું તત્ત્વ પણ આવ્યા વગર રહે નહિ. પ્રજાનો કેટલાંક વર્ગ ખૂબ અમનચમન કરતો હોય અને બીજો મોટો વર્ગ બે ટંક ભોજન પણ પામતો ન હોય તો ત્યાં શ્રીમંતો પ્રત્યે દ્વેષ થયા વગર રહે નહિ. ગરીબ વર્ગની ધિક્કારની લાગણી તરત પ્રગટ ન થતી હોય, પરંતુ એવા સંજોગો ઊભા થતાં તરત પ્રગટ થાય છે અને ધિક્કારની સામુદાયિક લાગણી હિંસામાં પરિણમે છે અને તવંગર વર્ગ એનો ભોગ બને છે. દુનિયાના કેટલાક દેશોના થોડા કે વધુ લોકો અત્યંત સમૃદ્ધ બનેલા દેખાશે, પરંતુ સમગ્ર દુનિયામાં જાતે ફરીએ અને શહેરોથી દૂરદૂરના વિસ્તારોમાં ફરીને જો સરખું અવલોકન કરીએ તો જણાશે કે દુનિયાની વસ્તીના અર્ધાથી વધુ લોકો મધ્યમ કે નિમ્ન કક્ષાનું સાધારણ જીવન જીવી રહ્યા છે. કેટલાય લોકો અસહ્ય ગરીબીમાં પોતાનું જીવન જેમતેમ પૂરું કરે છે. મનુષ્યજન્મ જાણે કે વેઠ-વૈતરું કરવા માટે એમને મળ્યો હોય એવું જોવા મળે છે. દુનિયાના કેટલાયે દેશોમાં ઘરમાં એકલદોકલ રહેતાં સ્ત્રી કે પુરુષને, એના ઘરમાં રહેતો એનો નોકર જ એને મારીને એની ધનસંપત્તિ લઈને ભાગી ગયાના કિસ્સા બનતા રહે છે. વફાદાર નોકરીની પણ દાનત બગડે છે. સરકારી કાયદો અને ન્યાય જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રક્ષણ આપી શકે છે, પરંતુ ખૂની કે ચોર ક્યારેય પકડાયા ન હોય તેવા કિસ્સા પણ બને છે. ઈ. સ. ૧૯૧૭ના ઑક્ટોબરમાં રશિયામાં લોહિયાળ ક્રાંતિ થઈ. ઝારવંશી રાજાઓને ઉથલાવી પાડવામાં આવ્યા. તે વખતે કેટલેય ઠેકાણે વેર લેવા નીકળેલા ગરીબ લોકોએ શ્રીમંતોને વીણી-વીણીને મારી નાખ્યા હતા. મારનાર વ્યક્તિ Page #120 -------------------------------------------------------------------------- ________________ परिह निविट्ठाणं वेरं तेसिं पदड्ढई ૧૧ ૧ શ્રીમંતને નામથી પણ ઓળખતી ન હોય. અંગત રીતે એની સાથે કોઈ સંબંધ ન હોય. જે વેર હતું તે વ્યક્તિગત ન હતું. જે વેર હતું તે ગરીબાઈનું, શ્રીમંતાઈ પ્રત્યેનું વેર હતું. ત્યાં શ્રીમંતાઈના મૂળમાં અતિ પરિગ્રહની વૃત્તિ રહેલી હતી. ગરીબો પાસે રહેવાને સરખું ઘર ન હતું. પહેરવાને પૂરતાં કપડાં ન હતાં. ખાવાને માટે પૂરતું ભોજન મળતું ન હતું. બીજી બાજુ શ્રીમંતની મિજબાનીઓના એંઠવાડના ઢગલા કચરામાં ઠલવાતા હતા. આવું હોય તો ત્યાં દેખીતી રીતે ગરીબોને શ્રીમંતો તરફ ઈષ્ય, કેપ, તિરસ્કાર, ધિક્કાર વગેરે થયા વગર રહે નહિ. હિંસાનો વિંટોળ જાગે તો તેમાં પહેલા નિશાન તરીકે શ્રીમંતો જ આવે. ધનસંગ્રહની એમની પ્રવૃત્તિ જ એમના મોતનું નિમિત્ત બને છે. કોઈ એક માણસ જ્યારે પોતાની શક્તિ અનુસાર વધુ પડતું કમાવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યાવહારિક રીતે જ બીજા કેટલાક માણસોની કમાવાની તક ઝૂટવાઈ જાય છે. શ્રીમંતો પોતાના પૈસાના જોરે, મોટા સાહસો કરવાની શક્તિ વડે, બીજાને હંફાવવાની તાકાત દ્વારા મોટી કમાણી કરી લેવાની તક ઝડપી લે છે. વ્યાવહારિક દૃષ્ટિએ એમાં કશું ખોટું નથી એમ કેટલાકને લાગે, પરંતુ સામાજિક ન્યાય(Social Justice)ની દૃષ્ટિએ તેમાં અન્યાય અવશ્ય રહેલો જણાશે. એટલા માટે પણ માણસે પરિગ્રહની મર્યાદા બાંધી લેવી જોઈએ. માણસે આજીવિકા અર્થે પૂરતું મળતું હોય તો વેળાસર નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ. એવા લોકો જે સુખ-શાંતિનો અનુભવ કરે છે તે અનેરો છે. કેટલાંક વર્ષ પહેલાં એક નાનકડા વર્તુળમાં મેં એમ કહ્યું હતું કે સાઠ વર્ષની નિવૃત્તિવયનો વિચાર આપણા પૂર્વજોએ યોગ્ય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ રીતે જ કર્યો છે. આપણે આપણા જીવનમાં એ પ્રણાલિકાને જો અનુસરીએ તો આપણે પણ સુખી થઈએ અને બીજાં પણ સુખી થાય. એ વખતે એક શ્રીમંત ઉદ્યોગપતિએ એવું કહ્યું કે, ‘નિવૃત્ત થવાની તમારી વાતની સાથે હું સંમત થતો નથી. હું એક કારખાનું ચલાવું છું, અને એમાં બે હજાર માણસો કામ કરે છે. બે હજાર માણસોને રોજીરોટી આપવાની જવાબદારી મારી છે. તમારા કહેવા પ્રમાણે હું જો નિવૃત્ત થઈ જાઉં તો એ બે હજાર માણસોનું શું થાય ? તેઓ નિરાધાર થઈ જાય. મારે કારખાનું ચાલુ રાખવું એ મારું સામાજિક કર્તવ્ય છે.’ મેં એમને કહ્યું કે ‘કેટલીક વાર આપણને આપણી અનિવાર્યતા લાગે છે, તેમાં આપણો સૂક્ષ્મ અહંકાર પણ હોય, પરંતુ વાસ્તવમાં તેવી અનિવાર્યતા હોતી નથી. અચાનક નિવૃત્ત થવાની જો અનુકૂળતા ન હોય તો ક્રમિક રીતે નિવૃત્ત થવાનો વિચાર પણ અમલમાં મૂકવાની શરૂઆત કરી દેવી જોઈએ. ક્યારેક તો એવો વખત આવશે કે જ્યારે આપણે નહિ હોઈએ. એ વખતે શું થશે એવી કલ્પના કરીને અગાઉથી તે માટે આયોજન કરવું જોઈએ. બે હજાર માણસોને રોજી-રોટી આપવાની જવાબદારી જેમ આપણી છે તેમ એટલા લોકોને અચાનક બેકાર બનાવી દેવાનું જોખમ પણ આપણે કદાચ કરી બેસીએ. માટે અમુક ઉંમરે માણસે પોતાના વેપાર-ધંધાને વિકસાવવાનાં સ્વપ્ન છોડી દેવાં જોઈએ.' હવે કુદરતનું બનવું એવું થયું કે આ વાત પછી ત્રણેક મહિનામાં હૃદયરોગના હુમલાને કારણે એ ઉદ્યોગપતિનું અચાનક અવસાન થયું. નિવૃત્ત થવાની તેમની ભાવના તો દૂર રહી પણ તેમની અચાનક વિદાયને કારણે કારખાનામાં મોટી Page #122 -------------------------------------------------------------------------- ________________ - - - परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई ૧૧૩ ખોટ આવવા લાગી. અને થોડાક મહિનામાં કારખાનું બંધ કરવાનો વખત આવ્યો. બે હજાર માણસો કામ-ધંધા વગરના બની ગયા. દરેક વખતે આવું જ બને છે એવું નથી, પરંતુ માણસે દીર્ધદષ્ટિથી વિચારવાની જરૂર તો રહે જ છે. જેઓએ શુદ્ધ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી પોતાનું જીવન પસાર કરવું છે તેઓએ તો વિચારવું જોઈએ કે પોતાની પાસે પોતાનો જીવનનિર્વાહ ઘણી સારી રીતે થઈ શકે એટલું ધન જો હોય તો તેઓએ વધુ કમાવા માટેની પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ, સ્વેચ્છાએ પોતે નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ, નિવૃત્ત શાંત સ્વસ્થ, ધર્મમય પ્રસન્ન જીવન જીવવું જોઈએ. ઘણા માણસો પોતાના વેપાર-ધંધાને એટલો બધો વિકસાવે છે અને પછી પોતે જ અંદર એટલા બધા ખુંપતા જાય છે, કે તેમને માટે તેમાંથી નીકળવું જીવનના અંત સુધી શક્ય બનતું નથી. ઘણો સારો વેપાર-ધંધો ચાલતો હોય તો પણ માણસે તેમાંથી વેળાસર નિવૃત્ત થવાની ભાવના સેવવી જોઈએ અને તે પ્રમાણે યોજના પણ અગાઉથી વિચારવી જોઈએ. વેપાર-ધંધામાં માણસે પોતાના ઉત્તરાધિકારીનો વેળાસર વિચાર કરી લેવો જોઈએ. શાસ્ત્રકારોએ વસ્તુ પ્રત્યેની આસક્તિને, મૂચ્છને પણ પરિગ્રહ તરીકે ઓળખાવી છે, એટલે માણસે સ્થૂલ પરિગ્રહ ન વધારવો જોઈએ, એટલું જ નહિ પણ પરિગ્રહ વધારવાની ઇચ્છા પણ ના સેવવી જોઈએ. અલ્પતમ પરિગ્રહ પોતાની પાસે હોય, પરંતુ તેના ઉપભોગમાં અતિશય રસ પડતો હોય તો તે પણ વર્ય ગણવામાં આવ્યો છે. સૂક્ષ્મ તત્ત્વદષ્ટિએ વિચારીએ તો સ્થૂલ પરિગ્રહ એટલે પુલાસ્તિકાય. પુદ્ગલનું ચૈતન્ય સાથેનું વેર તો અનાદિકાળથી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ ચાલ્યું આવે છે. પુગલ ચેતનનો પીછો જલદી છોડે એમ નથી. જે જીવ પરિગ્રહમાં – પુદ્ગલમાં આસક્ત બને છે તે પોતે પોતાના પ્રત્યે જ વેર બાંધે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળીએ તો ઇચ્છાઓ, વાસનાઓ, લોભાદિ કષાયો તથા એ માટેની મૂચ્છ એ પણ પરિગ્રહ છે. એ પરિગ્રહથી આત્મા સાથે જ વેર બંધાય છે. આત્માના એ શત્રુઓ છે. એ શત્રુઓને નિર્મૂળ કરવાના છે. પરિગ્રહનો ત્યાગ એટલે વેરનો ત્યાગ. જીવનો એટલે કે ચેતનનો ઉચ્ચતમ આદર્શ એ જ હોવો ઘટે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨ लोभाविले आययई अदत्तं [લોભગ્રસ્ત થઈને અદત્ત ગ્રહણ કરે છે ] લોભી માણસ ક્યારે ચોરી કરી બેસે તે કહેવાય નહિ. ચોરીના મૂળમાં જે કેટલાંક કારણો રહેલાં છે તેમાંનું એક મુખ્ય કારણ તે લોભ છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે : रुवे अतित्ते य परिग्गहम्मि सत्तोवसत्तो न ऊवेइ तुट्ठि । अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययईं अदत्तं ॥ २९ ॥ [મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને તે સંતોષ મેળવી શકતો નથી, ત્યારે અસંતોષના દોષ વડે દુ:ખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે.] तम्हाभिभूयस्स अदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे य 1 मायामुसं वइदुई लोभदोषा तत्थावि दुक्खा न विमुच्चई से ॥ ३० ॥ [તૃષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભમાં આકર્ષાઈને માયા અને અસત્ય ઇત્યાદિ દોષોને વધારી મૂકે છે, છતાં તે દુઃખથી છૂટી શકતો નથી.] Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૬ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ मोसस्स पच्छा य पुरस्थओ य पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो रूवे अतितो दुहिओ अणिस्सो ॥ ३१ ॥ જૂિઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે. તેમ જ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનાર હંમેશાં અસહાય અને દુ:ખથી પીડિત રહે છે.] ચોરીનો વિષય ઘણો વિશાળ છે અને એના પ્રકારો પણ અનેક છે. ચોરી વિનાનો માનવજાતનો ઇતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધા જ માણસો ધનવાન, સુખી અને સાધનસંપન્ન હોય તો પણ દુનિયામાંથી ચોરી નિર્મળ ન થઈ શકે, કારણ કે અનાદિ કાળના એ સંસ્કાર છે. આ તો સ્કૂલ ચોરીની વાત થઈ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી છે. તાળું અવિશ્વાસનું પ્રતીક હોવા છતાં માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતા અટકાવ્યા છે. માનવજાત ઉપર તાળાનો ઘણો મોટો ઉપકાર છે. ગરીબી કે બેકારીને કારણે થતી મોટી મોટી ચોરીઓ અને લૂંટફાટનો વિષય એ એક જુદો જ વિષય છે. એ પણ એક મોટું પાપ છે એમ દુનિયાના બધા જ ધર્મો સ્વીકારે છે. એ પ્રકારની ચોરીના વિષયને અહીં સ્પર્શવો નથી. અહીં તો આકર્ષક મનગમતી ચીજવસ્તુઓની ચોરી, લોભ કે લાલચને વશ થઈ માણસ જે કરે છે તેની વાત કરવી છે. જૈન ધર્મમાં ચોરીની વ્યાખ્યા ઘણી ઊંચી ભૂમિકાએ કરવામાં આવી છે. કોઈ ન દેખે એ રીતે છાનાંમાનાં કોઈની વસ્તુ લઈ લેવી એ ચોરીની સામાન્ય વ્યાખ્યા છે. બીજાઓના Page #126 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आयवईं अदत्तं ૧ ૧૭ દેખતાં, કોઈની ન હોય કે કોઈને કામની ન હોય, એવી વસ્તુ પણ બીજાના રીતસરના આપ્યા વિના (અદત્ત) લેવી તે પણ ચોરી છે. એટલા માટે શબ્દ વપરાય છે “અદત્તાદાન'. માણસ રસ્તામાં ચાલ્યો જતો હોય અને ત્યાં એક નકામો પથ્થર હોય, પોતે બીજાના દેખતાં જ એ પથ્થર જો લઈ લે તો કોઈને એમાં કશો વાંધો પણ ન હોય. તો પણ એ પથ્થર કોઈએ પોતાને રીતસર આપ્યો ન હોવાથી તે લઈ લેવો એ અદત્તાદાન છે, ચોરી છે. જૈન સાધુ-સાધ્વીઓ માટે તો ભગવાન મહાવીરે ત્યાં સુધી કહ્યું છે કે સાધુ-સાધ્વી રસ્તામાં ચાલ્યાં જતાં હોય, એ વખતે પોતાના દાંતમાં કશુંક ભરાઈ જવાને કારણે ખેંચ્યા કરતું હોય. તે વખતે પાસેના કોઈ ઝાડની ડાળખીની નાની સળી તોડીને અથવા નીચે પડેલી સળી વણીને દાંત ખોતરવામાં આવે તો દુઃખાવો તરત મટી જાય એમ હોય, પરંતુ એવી દાંત ખોતરવાની સળી પણ જો કોઈએ રીતસર આપી ન હોય તો પોતાનાથી તે લેવાય નહિ. એવી રીતે લેનાર સાધુ-સાધ્વીને અદત્તાદાનનો – ચોરીનો દોષ લાગે છે. | હેમચન્દ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં એ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છે : पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः ॥ [પડી ગયેલું, ભુલાઈ ગયેલું, નષ્ટ થઈ ગયેલું (અર્થાતુ ચોરાઈ ગયેલું), ઘરમાં રહેલું, કયાંક મૂકી રાખેલું એવું પારકું ધન જે અદત્ત હોય તો તે ડાહ્યા માણસે ક્યારેય લેવું નહિ.] પોતાને નહિ આપેલ વસ્તુ લેવાના દોષની બાબતમાં પણ જૈન ધર્મ વધારે ઊંડાણમાં જાય છે. વસ્તુ કોઈકની હોય અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બીજો જ કોઈ માણસ એને પૂછ્યા-કર્યા વગર તમને આપી દે અને તમને ખબર હોય કે એ વસ્તુ એની નથી, તો તમારાથી એવી રીતે પણ એ ગ્રહણ ન થાય. દત્ત વસ્તુ પણ યોગ્ય રીતે, અધિકારી વ્યક્તિ દ્વારા દત્ત થતી હોય તો જ તે ગ્રહણ થાય. અદત્ત વસ્તુના પણ મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે : પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે ઃ सामी-जीवादत्तं तिथ्ययरेणं तहेव य गुरुहि । एवमदत्त सरूवं परूवियं આમપરેટિં [સ્વામી-અદત્ત, જીવ-અદત્ત, દેવ-અદત્ત તથા ગુરુ-અદત્ત એમ અદત્તાદાન-ચોરીનાં ચાર સ્વરૂપ આગમધર જ્ઞાનીઓએ બતાવ્યાં છે.] લોભ અસંતોષમાંથી જન્મે છે. આસક્તિને કારણે માણસની અસંતોષની વૃત્તિ સદૈવ પ્રબળ રહ્યા કરે છે. ભોગોપભોગની વાસનામાંથી આસક્તિ જન્મે છે. મનોહર, આકર્ષક પદાર્થો જોઈને માણસની ભોગોપભોગની વૃત્તિ સતેજ બને છે. ધરાઈને ભોજન લીધા પછી બહુ જ ભાવતી નવી કોઈક વાનગી મળતી હોય તો પણ માણસ તરત ખાવા લલચાય છે. તૃષ્ણાનો કોઈ અંત નથી. પોતાની તૃષ્ણાને સંતોષવા નીકળેલો માણસ ક્યારે અયોગ્ય, અધાર્મિક આચરણ કરી બેસશે તે કહી શકાય નહિ. સામાન્ય વપરાશની નાની પણ સુંદર, મનોહર વસ્તુઓ, જે સહેલાઈથી ખિસ્સામાં મૂકી શકાય કે વસ્ત્રમાં સંતાડી શકાય તેવી હોય એવી વસ્તુઓ જલદી ઊપડી જતી હોય છે. ફાઉન્ટન પેન, ચપ્પુ, કાતર, પ્રસાધનનાં સાધનો, બૂટ-ચંપલ, છત્રી વગેરેથી માંડીને કીમતી ઘરેણાં, રત્નો જેવી કેટકેટલી નાની Page #128 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययईं अदत्तं ૧ ૧૯ નાની વસ્તુઓની ચોરી થાય છે. એની યાદી કરીએ તો ઘણી લાંબી થાય, દુકાનદારોના અનુભવની એ વાત છે. મનોહર ચીજ-વસ્તુનું આકર્ષણ મનુષ્યને એટલું બધું હોય છે કે તે મેળવવા માટે તે અનીતિ કરવા માટે લલચાય છે. એમાં પણ દુર્લભ કે અલભ્ય ચીજવસ્તુઓ હોય અને પોતાને તેની જરૂરિયાત હોય અથવા પોતાના શોખની તે વસ્તુ હોય તો તેનું આકર્ષણ વધી જાય છે. ક્યારેક પોતે ત્યાં ગયા હતા એની યાદગીરી (Souvenir) તરીકે કોઈક વસ્તુ ચોરી લેવાનું મન પણ કેટલાકને થાય છે. દુનિયાભરની પંચતારક અને બીજી મોંઘી હૉટેલોમાં ઊતરનારા શ્રીમંત માણસો કઈ કઈ વસ્તુઓની હૉટેલમાંથી ચોરી કરી જાય છે તેની ઘણી વાતો તે હૉટલના સંચાલકોને પૂછવાથી જાણવા મળે છે. કેટલાંક વર્ષ પહેલાં, જેટ વિમાનની શોધ થયા પછી ન્યૂયોર્કથી લંડન અને લંડનથી ન્યૂયૉર્કની પોતાની પહેલી સળંગ-સીધી ફલાઈટ ચાલુ કરવા માટે અમેરિકાની એક વિમાન કંપનીએ એ maiden flight માટે જુદા જુદા દેશના સર્વોચ્ચ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત માણસોને મહેમાન તરીકે મફત સફર કરવા માટે નિમંત્રણ આપેલું. એ સફરમાં દરેક યાત્રિકને આ પહેલી સફરની યાદગીરી તરીકે કેટલીક કીમતી ભેટો પણ આપેલી. ત્યારપછી આ સફરમાં દરેકને ભોજન વિમાન કંપનીના નામવાળી ચાંદીની પ્લેટમાં પીરસવામાં આવ્યું અને છરીકાંટો અને ચમચા પણ ચાંદીના રાખવામાં આવ્યાં હતાં. જવાઆવવાની એમ બંને ફલાઇટ એક ઉત્સવ જેવી બની રહી હતી. પરંતુ બંને સફરને અંતે ગણતરી કરતાં કંપનીને જણાયું હતું કે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ મહેમાન-યાત્રિકો ઠીક ઠીક સંખ્યામાં ચાંદીનાં છરી, કાંટા, ચમચા યાદગીરી તરીકે સંતાડીને ઉપાડી ગયા હતા. કેટલાક તો ચાંદીની પ્લેટ પણ લઈ ગયા હતા. એક ભાઈને જુદી જુદી જાતની એસ ટ્રેનો સંગ્રહ કરવાનો ભારે શોખ હતો. એટલે તેઓ જ્યારે જ્યારે કોઈ હૉટેલમાં જાય અને નવી જાતની એશ ટ્રે જુએ કે તરત એ ત્યાંથી ચૂપચાપ ઉપાડી લાવે. એમને એવી કુટેવ પડી ગઈ હતી. શ્રીમંત માણસોની આવી કુટેવ પણ એવી છે કે તેઓ તેને માટે ગૌરવ લેતા પણ અચકાતા નથી. આવા કેટલાક સંગ્રહકારો પોતે કઈ કઈ જગ્યાએથી કઈ કઈ વસ્તુઓ ઉપાડી લાવ્યા છે તેનું બયાન પણ રસિકતાથી ગૌરવભેર કરતા હોય છે. તેઓ માને છે કે પોતે શ્રીમંત હોવાથી પૈસાને ખાતર તો ચોરી કરતા નથી. એટલે ચોરી પોતાની ચતુરાઈ માટે અને પોતાના શોખ માટે કરે છે. એટલે એમાં કશું ખોટું નથી, બલ્ક ગૌરવ લેવા જેવું છે. એક ટુચકો છે કે કોઈક એક શ્રીમંત બહેને પોતાના પતિને ફરિયાદ કરતાં કહ્યું, “આપણા આ નવા નોકરને તરત રજા આપી દેવાની જરૂર છે, કારણ કે એણે ચોરી કરી છે.” પતિએ પૂછ્યું, “શાની ચોરી કરી છે?' પત્નીએ કહ્યું, “આપણા બાથરૂમમાંથી સરસ ટોવેલની ચોરી કરી છે. હોંગકોંગની હિલ્ટન હૉટેલમાંથી આપણે જે ટોવેલ ઉપાડી લાવ્યા હતા તે એ ચોરી ગયો છે !' બીજો પણ એક ટુચકો જાણે બનેલી ઘટના તરીકે સાંભળ્યો છે. એક વખત એક હોટેલમાં શ્રીમંતોની એક પાર્ટી હતી. ઘણા સારા સારા માણસો ત્યાં એકત્ર થયા હતા. નાચગાનની મહેફિલ પછી સૌ જમવા બેઠા. છેલ્લે આઇસક્રીમ આવ્યો. આઈસક્રીમ Page #130 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययईं अदत्तं ૧૨૧ ખાવા માટેની ચાંદીની નાની ચમચી નકશીદાર, આકર્ષક હતી. એક મહેમાનને તે ચોરવાનું મન થયું. પોતાને કોઈ જોતું નથી એની ખાતરી કરીને એમણે એ ચમચી પોતાના જમણા પગના બૂટમાં એક બાજુ સંતાડી દીધી. પરંતુ થોડે આઘે બેઠેલા એક સજ્જન એ જોઈ ગયા. તેમણે વિચાર કર્યો કે આ વાત જાહેર કરવાથી તે માણસની આબરૂ જશે. પાર્ટી પૂરી થઈ ત્યારે મહેમાનોને એકત્રિત કરીને એમણે કહ્યું, “સજ્જનો અને સન્નારીઓ ! હું જાદુના ઘણા ખેલ કરું છું. છૂટા પડતાં પહેલાં મારે તમને એક સરસ જાદુ બતાવવો છે.' સૌ આતુર થઈ જોવા લાગ્યા. પછી તેમણે આઇસક્રીમની એક ચમચી મંગાવી. પોતાના હાથમાં રાખીને તે બધાંને બતાવી. પછી તેમણે કહ્યું, હવે જુઓ, આ ચમચી હું મારા બૂટમાં સંતાડું છું.” એમ કહી બધાંના દેખતાં તેમણે ચમચી પોતાના જમણા પગના બૂટમાં સંતાડી દીધી. પછી તેમણે કહ્યું, “હવે આ ચમચી થોડી ક્ષણમાં જ મારા એક મિત્રના બૂટમાં જતી રહેશે.” એમ કહી થોડીક ક્ષણ પછી એમણે પેલી ચમચી ચોરનાર મહેમાન તરફ આંગળી ચીંધી. સૌએ એ તરફ નજર કરી, સૌના આશ્ચર્ય વચ્ચે બૂટમાંથી ચમચી નીકળી. બધા ચકિત થઈ ગયા. એ મહેમાનની આબરૂ બચી. એને એક પાઠ શીખવા મળ્યો. પેલા ચતુર મહેમાનને જાદુની ફી તરીકે ચાંદીની ચમચી મળી. જગતમાં પ્રાચીન ચીજવસ્તુઓનો સંગ્રહ કરનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. એવા કેટલાક સંગ્રહખોરો પોતાનો શોખ સંતોષવા માટે સંગ્રહ કરતા હોય છે, તો કેટલાક સંગ્રહકારો વ્યાવસાયિક રીતે પ્રાચીન ચીજવસ્તુઓની લે-વેચ કરનારા હોય છે. સંગ્રહકારો ક્યારેક પ્રાચીન ચીજવસ્તુઓની Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ જાતે ચોરી કરતા હોય છે અથવા બીજાઓ પાસે ચોરી કરાવતા હોય છે. દુનિયાભરના દેશોમાં ધર્મના ક્ષેત્રે પ્રાચીન ચીજવસ્તુઓની જાળવણી, પવિત્રતાની ભાવનાને કારણે વધુ થતી આવી છે. હિંદુ, જૈન, બૌદ્ધ મંદિરોની પ્રાચીન પ્રતિમાઓ, ચિત્રો, હસ્તપ્રતો વગેરેની ચોરી અને દાણચોરીની પ્રવૃત્તિ જાણીતી છે. ધર્મના ક્ષેત્રે ધાર્મિક ભાવનાવાળા લોકોની દાનત પણ ક્યારેક બગડે છે અને તેઓ ચોરી કરવા લલચાય છે. કેટલાક શ્રીમંત ટ્રસ્ટીઓ અચાનક આર્થિક પડતી આવે અને દેવાદાર બની જાય ત્યારે મંદિરમાંથી કીમતી ઘરેણાં, મૂર્તિ વગેરે ઉઠાવી જાય છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવું ઘોર પાપકાર્ય તેઓ કરે છે. કેટલાક આવા માણસો જ્યારે ચોરી કરતાં પકડાઈ જવાની બીક હોય ત્યારે એથી પણ વધુ ઘોર પાપકર્મ કરતાં અચકાતા નથી. કેટલાંક વર્ષ પહેલાં બનેલી એક સત્ય ઘટના છે કે પ્રાચીન ચીજવસ્તુઓ(ઍન્ટિક)નો વ્યવસાય કરનાર એક ભાઈ એક મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે ત્યાં બીજું કોઈ હતું નહિ. એ તકનો લાભ લઈ તેમણે મંદિરની એક સ્ફટિકની મૂર્તિ પોતાના કપડામાં સંતાડી દીધી. પરંતુ બહાર નીકળ્યા ત્યારે મંદિરમાં સ્ફટિકની મૂર્તિ માટે બૂમાબૂમ થઈ. એથી પકડાઈ જવાની બીક એમને લાગી, એટલે તરત સ્ફટિકની પ્રતિમા એક ખુલ્લી ગટરમાં એમણે ફેંકી દીધી. ધાર્મિક માણસો પણ કેટલી હદ સુધી ધર્મસ્થાનમાં પણ કેટલું હીન કાર્ય કરે છે તેનું આ એક ઉદાહરણ છે. મનગમતી ચીજવસ્તુઓમાં ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. સરસ આકર્ષક ગ્રંથ હોય, પોતાને ઘણો ઉપયોગી હોય, પોતાની આર્થિક સ્થિતિના કારણે ખરીદી શકાય તેમ ન હોય અથવા Page #132 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययई अदत्तं ૧૨૩ ખરીદી શકાય એમ હોય પણ તે અલભ્ય હોય તો તેવો ગ્રંથ ઉઠાવી લેવા માટે રસિક વાચક લલચાય છે. ગ્રંથ વાંચી લીધા પછી તેને તે કશો કામનો હોતો નથી, પરંતુ હવે પાછો આપતાં તે લજ્જા અનુભવે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે ગ્રંથોની બાબતમાં તો મોટા મોટા વિદ્વાનો પણ પ્રસંગવશાત્ અપ્રમાણિક થઈ જાય છે. શાળા-કૉલેજનાં ગ્રંથાલયોમાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા માટે ઉપયોગી એવા ગ્રંથો ઉપાડી જાય છે અથવા એવા ગ્રંથોમાંથી ચિત્રો, નકશાઓ અને ક્યારેક તો આખાં પ્રકરણો ફાડીને, તેને સંતાડીને લઈ જાય છે. કેટલાક ડૉક્ટરો એ વાતની સાક્ષી પૂરશે કે પોતાને ત્યાં દર્દીઓ માટેના વેઇટિંગ રૂમમાં રાખવામાં આવેલાં નવાં સામયિકો કે સુંદર ચોપાનિયાંમાંથી કેટલાં ક્યારે ઊપડી જાય છે તેની ખબર પડતી નથી. એટલા માટે તો કેટલાક ડૉક્ટરો નવાં સામયિકોને બદલે પસ્તીવાળાને ત્યાંથી જૂના સામાયિકો લાવીને મૂકતા હોય છે કે જેથી કોઈ ઉપાડી જાય તો પણ મનમાં ચીડ ન ચડે. જેમ મનગમતી ચીજવસ્તુઓની બાબતમાં બને છે તેમ મનભાવતી ખાદ્યવાનગીઓની બાબતમાં પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય છે. ખાદ્યપદાર્થોની ચોરી એ કોઈ મોટી, મોંઘી ચોરી નથી, પણ માણસ એ વૃત્તિ ઉપર સંયમ રાખી શકતો નથી. એક રસોડે જમતા મોટાં કુટુંબોમાં અથવા નોકર-ચાકરવાળાં ઘરોમાં કોઈકે કશુંક છાનુંમાનું ખાઈ લીધું હોય એવી ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. પાન, સિગારેટ કે મુખવાસના શોખીનોમાં પણ આવી પ્રવૃત્તિ જોવા મળશે. જીભ ઉપર સંયમ મેળવવો એ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ સહેલી વાત નથી. જૂના વખતમાં (અને હજુ પણ ક્યાંક ક્યાંક) જ્ઞાતિના જમણવારમાં જમવા જતા લોકો પોતાની સાથે એકાદ વાસણ લેતા જતા અને જમતી વખતે થોડીક વાનગીઓ ચોરીછૂપીથી પોતાના વાસણમાં સરકાવી દેતા. જમણવારોમાં વાનગીઓની ચોરી એ એક સામાન્ય ઘટના છે. મોટાં શહેરોમાં તો લગ્ન વગેરેના જમણવારોમાં ખોટા માણસો ઘૂસી જવાના અનેક બનાવો વખતોવખત બનતા રહે છે. કેટલાક માણસોની તો સ્વાદેન્દ્રિય એટલી જોરદાર હોય છે કે કયા જમણવારમાં કેવી રીતે ઘૂસી જઈ મનભાવતું જમી લેવું તેની કુનેહ તેઓની પાસે હોય છે. આસક્તિ અને લોભમાંથી અદત્તાદાનની વૃત્તિ કેવી રીતે માણસના જીવનમાં ઘર કરી જાય છે તે આવા કેટલાક દાખલાઓ ઉપરથી જોઈ શકાય છે. સાધુ-સંન્યાસી થયા એટલે તરત સ્વાદેન્દ્રિયની આસક્તિથી પર થઈ ગયા એવું નથી. સંન્યાસ લીધા પછી પણ ચીજવસ્તુઓની આસક્તિ રહે છે. અને પારકી પ્રિય વસ્તુ એના માલિકને પૂછ્યા વગર લેવાનું અને મનભાવતી વસ્તુઓ ખાઈ લેવાનું મન થાય છે. એક પૌરાણિક કથા પ્રમાણે પ્રાચીન સમયમાં સુધન્વા નામનો એક ક્રૂર રાજા થઈ ગયો. એના રાજ્યમાં બે સગા ભાઈઓએ વૃદ્ધાવસ્થામાં આવતાં સંન્યાસ લીધો અને વનમાં જઈ બંનેએ પોતપોતાના આશ્રમ બાજુ બાજુમાં કર્યા. એક વખત એક આશ્રમમાં એક વૃક્ષ ઉપર એવાં સરસ ફળ લટકતાં હતાં કે જોનારને તે તરત પાડીને ખાવાનું મન થાય. બાજુના આશ્રમવાળા સંન્યાસી ભાઈને પણ એવું મન થયું. તેઓ પોતાની ઇચ્છાને રોકી શક્યા નહિ. બાજુના આશ્રમમાં જઈ તેમણે Page #134 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययई अदत्तं ૧૨૫ ચૂપચાપ એ ફળ તોડીને ચોરી લીધાં અને પોતાના આશ્રમમાં આવીને ખાધાં. પણ ગમે તે રીતે આ વાત પકડાઈ ગઈ. બંને સંન્યાસી ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. ફરતી ફરતી વાત રાજદરબારે પહોંચી. રાજ્યનો કાયદો હતો કે ચોરી કરનારનાં કાંડાં કાપી નાખવામાં આવે. કૂર સુધન્વા રાજાએ એ ચોર સંન્યાસીનાં કાંડાં કપાવી નાખ્યાં હતાં. નાની નાની ચોરી કરવામાં પણ એક પ્રકારનો સૂક્ષ્મ માનસિક આનંદ હોય છે. એ આનંદ શુદ્ધ નહિ પરંતુ વિકૃત પ્રકારનો હોય છે. આવો વિકૃત આનંદ વારંવાર અનુભવવા મળતાં તે એક ગ્રંથિરૂપે બંધાય છે. કેટલાક શ્રીમંતોમાં આવી ચોરીનો આનંદ હોય છે. તે એક પ્રકારનો માનસિક રોગ ગણાય છે. તેને Kleptomania-ક્લેરોમેનિઆ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીમંતોને કોઈ વસ્તુ ખરીદવાનું ન પરવડે એવું નથી હોતું. તેઓનાં ઘણાં નાણાં અકારણ વેડફાઈ જતાં હોય છે. તેમ છતાં કશુંક ચોરીને મફત મેળવવાનો હલકી કોટિનો આનંદ જુદો હોય છે. એ તેમના ચિત્તમાં એવો ઘર કરી જાય છે કે વખત જતાં તે માનસિક રોગરૂપે જ પરિણમે છે. આ રોગ પછાત દેશો કરતાં ધનાઢ્ય દેશોમાં વધુ પ્રવર્તે છે. યુરોપ-અમેરિકાના કેટલાય મોટા મોટા સ્ટોરમાં Shop-Liftingના ઘણા કિસ્સા નોંધાય છે. એમાં પકડાઈ જનાર વ્યક્તિઓ એકંદરે પૈસેટકે સુખી અને સાધનસંપન્ન હોય છે. કશુંક મફત મેળવવાની વૃત્તિ એ જીવની અનાદિકાળની વૃત્તિ – basic instinct છે. વારંવાર વિધિસર જાહેર રીતે મફત મેળવવાના આનંદથી એ પ્રકારની વાસનાના સંસ્કાર એટલા દૃઢ થાય છે કે પછી જ્યારે એ માટે પૈસા ખર્ચવાનો વખત Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ આવે છે ત્યારે માણસને કઠે છે. દઢ થયેલી વાસના એને ચોરી કરવા પ્રેરે છે. આવી નાની વસ્તુની ચોરી એ ચોરી કહેવાય નહિ એમ તે પોતાના મનને મનાવે છે. પછી એમાંથી એવી ચોરીની એને ટેવ પડી જાય છે. લોભ અને આસક્તિને કારણે નાની-મોટી ચોરી જેઓ કરે છે તે ત્યાં જ અટકતા નથી. તૃષ્ણા એટલી પ્રબળ હોય છે કે મનુષ્યને તે માયા-મૃષાવાદ તરફ પણ ઘસડી જાય છે. માણસ કશીક નાની-મોટી ચોરી તો કરી લે છે, પરંતુ એને લીધે પછીથી તેને સ્વબચાવ માટે જૂઠું બોલવાનો પણ વખત આવે છે. ચૌપામવૃત્તિ વર્ના | વળી એવી ચીજવસ્તુઓને અંગે એને ખોટા અને અતિશયોક્તિભરેલા અભિપ્રાયો આપવાની કે વિચારો દર્શાવવાની ફરજ પણ પડે છે. આમ એક અનિષ્ટમાંથી બીજું અનિષ્ટ અને એમાંથી ત્રીજું અનિષ્ટ જન્મે છે અને એનું ચક્ર ચાલવા લાગે છે. માણસને એ ચક્ર અંતે દુઃખી કરીને જ જંપે છે. કોઈકને શરમાવાનો, તો કોઈકને તો વળી જેલમાં જવાનો વખત પણ આવે છે. આવી નાની નાની ચોરી એ પણ ચોરી જ છે. ચોરી એ પાપ છે. આવી પાપવૃત્તિમાંથી બચવા માટે વધુ સજાગ બનવાની જરૂર રહે છે. મોટી ચોરી તો સજા થવાની બીકે માણસ કરતો નથી. પણ નાની ચોરીમાંથી તે જલદી છૂટી શકતો નથી. આવી નાની ચોરી લોભ, લાલચ અને આસક્તિમાંથી જન્મે છે. માણસ પોતાના જીવનમાં સંતોષની વૃત્તિ કેળવે તો તેની લોભવૃત્તિ સંયમમાં રહે. જીવનમાં સંતોષ મેળવવા માટે માણસે પોતાની ઇચ્છા, આશા, સ્પૃહા, આકાંક્ષા, તૃષ્ણા વગેરેને ઉત્તરોત્તર ઓછી કરતાં જઈ તેના ઉપર અંકુશ મેળવવો જોઈએ. મનુષ્યમાં સાચી Page #136 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययईं अदत्तं ૧૨૭ નિઃસ્પૃહતા આવે તો પછી આખું જગત એને તણખલા જેવું લાગે. નિસ્પૃહસ્થ નત્િા નિઃસ્પૃહત્વમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું છે તે તો અનુભવથી જ સમજાય એવું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર'માં કહ્યું છે : भूशय्या भैक्ष्यमशनं जीर्णवासो वनं गृहम् । तथापि निःस्पृहस्याहो चक्रिणोप्यधिकं सुखम् ॥ ભૂમિ ઉપર શયન હોય, ભિક્ષાથી ભોજન હોય, પહેરવાને જીર્ણ કપડાં હોય અને વન એ જ ઘર હોય તો પણ સાચો નિઃસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવે છે.] Page #137 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू [મુખરતાથી સત્યવચનનો ઘાત થાય છે ] ચૈત્ર સુદ તેરસે તીર્થંકર ચરમ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ઉજવણી નિમિત્તે એમણે પ્રબોધેલાં વચનો વાંચતાં વર્તમાન સમયને પણ સવિશેષ લાગુ પડે એવા ઉપરના એક વચનનું સ્મરણ થયું. સ્થાનાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં (કંડિકા પ૨૯માં) ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે : મોદક્તિ સāવથા નિબંધૂ અર્થાત્ મુખરતાથી (મોહરિત = મુખરિત) સત્યવચનનો ઘાત થાય છે. સ્થાનાંગ સૂત્રમાં દસ અધ્યયન છે. તેમાં એક, બે, ત્રણ, ચાર એમ અનુક્રમે દસ અધ્યયનમાં તે પ્રત્યેકમાં તેની સંખ્યાનુસાર તેવી તેવી વસ્તુઓ ગણાવવામાં આવી છે. છઠ્ઠા અધ્યયનમાં છ-છના પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ કિંડિકામાં માણસ કઈ છ વસ્તુઓનો ઘાત કેવી કેવી રીતે કરે તે બતાવવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે મુખરતાથી માણસ સત્યવચનનો ઘાત કરે છે. મુખરતા એટલે વાચાળપણું, બહુ બોલબોલ કરવું, બડબડ કરવું, બૂમરાણ મચાવવી અથવા બોલીને ઘોંઘાટ કરવો. બોલવું એ એક વાત છે અને બોલબોલ કરવું એ બીજી વાત છે. વિચારપૂર્વક, સંયમપૂર્વક, યોગ્યતાનુસાર માણસ Page #138 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૨૯ પોતાની વાતને વાણી દ્વારા રજૂ કરે એ સારી વાત છે. વખત જતાં પોતાની વૈખરી વાણીને દિવ્યતા સુધી માસ પહોંચાડી શકે છે. તીર્થંકર પરમાત્માની વાણી ઉત્તમ પ્રકારના પાંત્રીસ ગુણથી યુક્ત હોય છે. સામાન્ય માણસોની વાત કરીએ તો કેટલાક માણસોનું બોલવું આપણને ગમે છે અને કેટલાકનું બોલવું ગમતું નથી. કોયલના ટહુકાર પ્રિય લાગે છે અને કાગડાનો અવાજ કર્કશ લાગે છે. મુખરતા એટલે કાગડાના અવાજના જેવી કર્કશતામાં સરી પડતી વાણી એવો પણ એક અર્થ થાય છે. એકની એક વાતનું પુનરુચ્ચારણ એ મુખરિતતા નથી. કેટલીક સારી, સાચી વાત ફરી ફરી કહેવા જેવી હોય છે અને ફરી ફરી તે સાંભળતાં માણસને ચીડ ચડતી નથી. ગીતસંગીતમાં કેટલીયે પંક્તિઓ ફરી ફરી ગાવામાં આવે છે. ધ્રુવપદની પંક્તિઓ તો વારંવાર ગવાય છે. જો પુનરુક્તિ એ વાચાળપણું ગણાય તો સમગ્ર શાસ્ત્રીય સંગીત ઉપર વાચાળતાનો દોષ આવે. પરંતુ તેમાં તેનો તેવો દોષ ગણાતો નથી, બલકે તેની ગણના શાસ્ત્રીય કલામાં થાય છે. કેટલાક માણસોને બીજાની સાથે વાત કરતી વખતે મૂંગા બેસી રહેવા કરતાં એકની એક વાત બે-ત્રણ વાર કરવાની ટેવ હોય છે. કેટલાકને વિસ્મૃતિ દોષને કારણે એકની એક વાત બેત્રણ વાર કરવાની ટેવ પડી જાય છે, પણ એ મુખરતા નથી. પરંતુ કેટલાક માણસનો સ્વભાવ જ એવો હોય છે, તેઓ કારણ વગર બોલ બોલ કર્યા કરતા હોય છે. ક્યારેક એકની એક વાત એક જ રીતે બોલબોલ કર્યા કરતા હોય છે, તો કેટલીક વાર એક જ વાત વળીવળીને જુદા જુદા શબ્દોમાં બોલ્યા કરતા હોય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બીજાનું સાંભળવાનું તેમને ગમતું નથી. એમની વાણી અસ્ખલિત વહ્યા કરે છે. વચ્ચે પૂર્ણવિરામ કે અર્ધવિરામ જેવું હોતું જ નથી કે જેથી બીજાને વાત કરવાની તક મળે. વળી પોતે બોલે છે તે બીજાને ગમે છે કે નહિ અથવા બીજા ધ્યાનથી સાંભળે છે કે નહિ તે જોવા-જાણવાની તેમને દરકાર હોતી નથી. પોતાના બોલવાની કેવી પ્રતિક્રિયા થશે, પોતાની પ્રતિષ્ઠાને કેટલી હાનિ પહોંચશે તેની પણ તેઓને ચિંતા કે ખેવના હોતી નથી. આવા મુખરી માણસોનો અનુભવ ઘણાને થતો હોય છે. જેમ એક બાજુ મૂંગા કે ઓછાબોલા અને મીંઢા માણસો અનર્થ ઉપજાવે છે તેમ મુખરી માણસો પણ અનર્થ ઉપજાવે છે. ભગવાન મહાવીર કહે છે કે તેઓ સત્યનો ઘાત કરે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે બે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું ઘણું જ દુષ્કર છે : એક જિલ્લા અને બીજી ઉપસ્થ. ઇન્દ્રિયોમાં સ્વાદેન્દ્રિય અને વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત ઉપર વિજય મેળવવા માટે મોટો પુરુષાર્થ કરવાની જરૂર રહે છે. જીભ એક છે અને એણે કામ બે કરવાનાં હોય છે – ખાવાનું કામ અને બોલવાનું. માણસને ખાતાં ન આવડે તો પેટ બગડે અને બોલતાં ન આવડે તો સંબંધો બગડે, જીવન બગડે. બગડેલા પેટને સુધારતાં વાર નથી લાગતી, પણ બગડેલા સંબંધને સુધારતાં ઘણી વાર લાગે છે. અર્થયુક્ત વાણી એ બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યની વિશેષતા છે. પોતાને મળેલી આ વિશિષ્ટ શક્તિ કેટલું બધું કાર્ય કરી શકે છે એનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે વિસ્મય થાય છે. પોતાને મળેલી આ શક્તિનો વારંવાર ઉપયોગ કરવાનું મન થાય એ દેખીતું છે. નાનું બાળક થોડાક શબ્દો કે વાક્યો Page #140 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૩૧ બોલતાં શીખે છે ત્યારે એ ઘણું બોલવા લાગે છે. એ બોલવામાં એકના એક પ્રકારના શબ્દો કે વાક્યોનો પુનરુચ્ચાર ઘડીએ ઘડીએ કરે છે. વાણી એ અભિવ્યક્તિનું માધ્યમ છે અને નાના બાળકને પોતાની જાતને વ્યક્ત કરવા માટે વાણીનો ઉપયોગ કરતાં આવડી જાય ત્યારે એને અતિશય આનંદ અને વિસ્મય થાય છે. પોતાની એ શક્તિનો પ્રયોગ તે વારંવાર કરવા લાગે છે. નાના બાળકની વાણીમાં મુખરતા આવે છે, પણ તે મધુર હોય છે. તેની મુખરતાનો બીજો કોઈ આશય હોતો નથી, માટે તે પ્રિય લાગે છે. આમ, મુખરતાનું લક્ષણ મનુષ્યમાં એના બાલ્યકાળથી જ આવી જાય છે. પરંતુ એ જ બાળક પાંચ-પંદર વર્ષનું થયા પછી એ જ રીતે બોલબોલ કરે તો સ્વજનોને તે દોષરૂપ લાગે છે. તેને અટકાવે છે. | મુખરનો એક અર્થ બહુ અવાજ કરવો એવો થાય છે. સંસ્કૃત કવિઓએ પગના ઝાંઝરમાં મુખરતાનો ગુણ રહેલો છે એમ કહ્યું છે. પોલું હોવાથી તે વધારે અવાજ કરે છે. આથી જ્યાં વધુ અવાજ હોય ત્યાં પોલાણ હોય તેવો એક નિયમ બતાવવામાં આવે છે. જેમ ઝાંઝરની બાબતમાં તેમ મનુષ્યની બાબતમાં પણ કહેવાય છે. જે માણસો બહુ બોલબોલ કરતા હોય છે તે માણસો અંદરથી પોલા હોય છે. કેટલીક વાર પોતાના પોલાણને ઢાંકવા માટે જ માણસો બોલબોલ કરતા હોય છે અને એમ કરવાને કારણે પોતે શું અને કેવું બોલે છે તેનું એમને ભાન રહેતું નથી. તેથી એમના જ બોલવામાં વિસંગતિ આવવા લાગે છે અને વિસંગતિ અસત્યને નોતરે છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે In much talking thinking is half murdered. જે વાચાળ માણસો હોય છે તે જો કંઈ બોલવામાં ભૂલ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કરે તો પોતાની ભૂલને ઢાંકતાં કે ફેરવી તોળતાં પણ તેઓને આવડતું હોય છે. જેમ એક અસત્ય બીજા અસત્યને નોતરે છે તેમ એક પ્રકારની મુખરતા બીજા પ્રકારની મુખરતાને નોતરે છે. આવી રીતે મુખરતા – વાચાળપણાની પરંપરા ચાલે છે અને એમાં રહેલાં કેટલાંક અસત્ય વચનોને કારણે તે ઘણા અનર્થો ઉપજાવે છે. “વાચાળ માણસો ભરડે રાખે છે” એવો રૂઢ પ્રયોગ વપરાય છે. દળવું અને ભરડવું એ બે વચ્ચેના ભેદની જેને ખબર છે તેને આ સમજાવવું પડે તેમ નથી. - મુખરતા અર્થાત્ વાચાળતા ક્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ સત્યની મર્યાદા ઓળંગી જશે અને અસત્યની હદમાં પ્રવેશી જશે તે કહી શકાય નહિ. સત્ય અને અસત્યની વચ્ચે ભેદરેખા એટલી સૂક્ષ્મ હોય છે કે વાચાળ માણસ એ ભેદરેખા ઓળંગીને ક્યારે અસત્યના વાડામાં પુરાઈ જશે એની એને પોતાને પણ ખબર પડતી નથી. મુખરતાની સાથે બીજાના સદ્ગુણો પ્રત્યે દ્વેષનો ભાવ આવે તો તેવી મુખરતા તો એથી પણ વધુ ભયંકર છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અઢાર પાપસ્થાનકની સક્ઝાયમાં કહ્યું છે કે – જે બહુ મુખરી રે, વળી ગુણ-મત્સરી, અભ્યાખ્યાની હોય છે, પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય છે. કેટલાક માણસો બહુ બોલકા હોય છે. બોલકા માણસો સારી સંગત જમાવી શકે છે. અજાણ્યા માણસને પણ આવા તડાકા જ્યારે ચાલતા હોય ત્યારે તેવા ટોળામાં જોડાઈને Page #142 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૩૩ સાંભળવાનું ગમે છે. બોલકા માણસોની જ્યારે પ્રશંસા થાય છે ત્યારે તે ઓર ખીલે છે અને વધુ ને વધુ બોલવા લાગે છે. પરંતુ જેમ એ વધુ બોલે છે તેમ તેમ તેનાં વચનોમાં, તેની વાણીમાં અતિશયોક્તિરૂપી અસત્ય પ્રવેશે છે. ઉપરાંત અભિમાન, ઈર્ષા, દ્વેષ, દંભ વગેરે દુર્ગુણો પણ તેની વાણીમાં પ્રવેશવા લાગે છે. ક્યારેક એવે વખતે એવા મુખરી મનુષ્યનું આંતરમન અજાણતાં ખરા સ્વરૂપે પ્રગટ થાય છે. વાચાળ માણસો શરૂઆતમાં સારી સોબત જમાવે છે અને એમનું મિત્રવર્તુળ વાહવાહ કરવા લાગે છે, પરંતુ સમય જતાં મિત્રો-સોબતીઓ પણ તેને ઓળખી જાય છે અને ખપ પૂરતી કે સ્વાર્થ પૂરતી એને સોબત આપી પછી દૂર ચાલ્યા જતા હોય છે. બહુ બોલકા માણસ માટે એક ચીની લેખક ચુઆંગભેએ SEL & } - 'A dog is not considered a good dog, because he is a good barker! મુખરતાનો એક મોટો અવસર તે રાજદ્વારી ચૂંટણીઓના પ્રચાર વખતનો છે. દરેક ઉમેદવાર પોતાને મત મળે તે માટે સ્થળે સ્થળે ભાષણો કરતો, સભાઓને સંબોધતો ફરે છે. સતત બોલવાનો એનો એવો મહાવરો થઈ જાય છે કે તે પછી કઈ સભામાં પોતે શું બોલ્યા તેનું પણ તેને સ્મરણ રહેતું નથી. ચૂંટણીપ્રચાર વખતે લોકોને જાતજાતનાં વચનો અપાય છે, પરંતુ પછીથી એ વચનોનું પાલન થતું નથી કે ઇરાદાપૂર્વક કરવામાં આવતું નથી. પોતાનું બોલેલું ન પાળવું એ પણ એક પ્રકારનું અસત્ય છે. રાજદ્વારી પુરુષો અસત્યનો કેટલો બધો આશ્રય લે છે અને સત્યનો કેટલો બધો ઘાત કરે છે તે આપણા જાહેર જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ કેટલાક માણસોને એમનો વ્યવસાય વાચાળ બનવાની ફરજ પાડે છે. બોલે તેના બોર વેચાય એ જૂનો રૂઢ પ્રયોગ આજે પણ એટલો જ સાચો છે. પોતાની ચીજવસ્તુઓની પ્રશંસા વેપારીઓને વારંવાર કરવી પડે છે, પરંતુ એને લીધે જ એ પ્રશંસામાં અસત્યનો અંશ આવી જાય છે. પોતાની ચીજવસ્તુઓ ઘરાકોને વેચવા માટે જે પ્રશંસા કરવી પડે છે અથવા તે લેવા માટે બીજાના મનમાં ઠસાવવાના આશયથી વારંવાર બોલવું પડે છે એ પ્રકારની મુખરતામાં અસત્યના અંશો આવ્યા વગર રહે નહિ. જે માણસ સ્વભાવે ઓછાબોલો હોય કે વાણીનો અતિશય સંયમી હોય તેવા માણસને સેલ્સમેન તરીકે જલદી નોકરી મળે નહિ. જુદી જુદી કંપનીઓના એજન્ટોને પોતાના વ્યવસાયપ્રચાર માટે અસત્યનો આશરો લેવો જ પડતો હોય છે. પછીથી તો અસત્ય બોલવામાં એમની શરમ નીકળી જતી હોય છે. વીમા કંપનીના એજન્ટો મૂંગા મૂંગા કામ કરીને વધુ પૉલિસી લાવી શકે નહિ. કોઈ પણ પ્રકારનો પ્રચાર ચાલુ થાય એટલે એક અથવા બીજા સ્વરૂપે અસત્ય આવી જ જાય. યુદ્ધ વખતે મુખરતાની – પ્રચારની બહુ આવશ્યકતા રહે છે. ત્યારે પ્રચારમાં અસત્ય આવી જાય છે એમ કહેવા કરતાં અસત્યનો જ પ્રચાર થાય છે એમ કહેવું વધુ યોગ્ય છે. માટે જ કહેવાય છે કે Truth is the first casualty in war.' જેમ વ્યવસાયમાં તેમ વ્યવહારમાં પણ કેટલાક પુરુષોને, વિશેષતઃ સ્ત્રીઓને ભાવતાલ કરતી વખતે દુકાનદાર સાથે, નોકરો કે આશ્રિતો સાથે અથવા સંતાનો કે અન્ય સ્વજનો સાથે બહુ કચકચ કરવાની ટેવ પડી જાય છે. પરિણામે સત્યનું તેઓ ખંડન કરે છે અને પોતાનું ગૌરવ ઘટાડે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंधू ૧૩૫ વાણીની મુખરતા સાથે માદકતા જ્યારે ભળે છે ત્યારે વાણી વધુ ખીલવા લાગે છે. કેટલાક માણસોને ન બોલવું હોય તો પણ તેમની પાસે જ્યારે બોલાવવું હોય ત્યારે બીજાઓ દ્વારા તેને માદક પીણું પિવડાવવાનો પ્રયોગ થાય છે. માદક પીણાનો નશો જ્યારે ચઢે છે ત્યારે માણસની જીભ છૂટી થઈ જાય છે. શરૂઆતમાં તે કંઈ ચબરાકીભરેલું અને બીજાને હસાવે એવું વાચાળ બોલવા લાગે છે. પણ પછી જેમ જેમ નશો ચઢતો જાય છે તેમ તેમ એવા વાચાળ માણસ વધુ વાચાળ બને છે અને ન બોલવાનું બોલી બેસે છે. ક્યારેક અશ્લીલ શબ્દો પણ બોલવા લાગે છે. માણસ પોતાનાં સ્વજનો, સગાંઓ, સંબંધીઓ, ધંધાદારી કે સામાજિક કે રાજદ્વારી સંબંધો વિશે પોતાના આંતરમનમાં પડેલા ગુપ્ત અભિપ્રાયો કે વિચારો પ્રગટ કરી દે છે. તેના મનનો બધો કચરો બહાર આવે છે. કેટલીક વાર માણસની ખાનગી વાત કઢાવવા માટે એને વધુ શરાબ પિવડાવી દેવામાં આવે છે. એથી જ રાજદ્વારી નેતાઓ એકબીજાના દેશમાં વાટાઘાટો કરવા માટે જ્યારે જાય છે અને શરાબ પીવાના તેઓ શોખીન હોય છે તો તે પીવામાં તેમને બહુ સંભાળવું પડે છે. દુનિયાના ઘણા દેશોમાં સાંજે ભોજન પહેલાં શરાબ પીવાની પ્રથા હોય છે, કારણ કે શરાબના ઘેન પછી માણસ ઘસઘસાટ ઊંઘી જાય છે. આથી કેટલીક કંપનીઓના એજન્ટો જ્યારે વિદેશમાં સોદો કરવા જાય છે ત્યારે સાંજના શરાબ સહિતના ભોજન પછી કોઈ ધંધાદારી વાટાઘાટ ન કરવાની સલાહ તેમની કંપની તરફથી આપવામાં આવે છે, કારણ કે શરાબ પછી વાચાળતા ચાલુ થાય તો ઉત્સાહમાં આવી જઈને એજન્ટ ગમે તે દરખાસ્ત કબૂલ કરી નાખે જે કંપનીને માટે નુકસાનકારક હોય. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ જે માણસો વાચાળ હોય છે એ માણસોને વૃદ્ધાવસ્થામાં એમની વાચાળતા જો રોગરૂપે પરિણમે છે ત્યારે તે ઘણા અનર્થ ફેલાવે છે. તેઓ જ્યારે અનૌપચારિક વર્તુળમાં બોલબોલ કરતા હોય છે ત્યારે તેમનાં સ્વજનો કે મિત્રો અટકાવી શકે છે. પરંતુ આવી વ્યક્તિ જાહેર જીવનમાં હોય અને મંચ ઉપરથી બોલવાની હોય ત્યારે પોતે કેવું અને કેટલું બોલે છે તેનું એમને પોતાને પણ ભાન રહેતું નથી. એમના મગજમાં વિચારો સતત ઊભરાયા કરતા હોય છે અને બોલતા તેઓ થાકતા નથી. કેટલાક સારા વ્યાખ્યાતાઓ પોતાની યુવાનીમાં પોતાના સરસ વક્તવ્યને કારણે ઠેરઠેર પ્રશંસા પામે છે, પરંતુ એ જ વ્યાખ્યાતાઓ વૃદ્ધાવસ્થામાં બોલવા ઊભા થાય ત્યારે તેમના લાંબા વક્તવ્યના કારણે તેમને અધવચ્ચેથી બેસાડી દેવામાં આવે છે. કાર્યક્રમના વ્યવસ્થાપકોની ચિઠ્ઠીના તેઓ વારંવાર ભોગ બને છે. રાણી વિક્ટોરિયાએ ગ્લેંડસ્ટન માટે અભિપ્રાય આપતાં કહ્યું હતું કે – He speaks to me as if I am a public meeting. મુખરી માણસોને એક ટેવ એવી પડી જાય છે કે જ્યારે તેઓ પ્રશંસા કરવા બેસે છે ત્યારે તેમાં અતિશયોક્તિનો પાર નથી હોતો, કારણ કે જીભમાં હાડકું હોતું નથી. તેઓ નિંદા કરવા બેસે છે તો તેમાં પણ અતિરેક એટલો જ થતો હોય છે. કેટલાક મુખરી માણસો પ્રશંસા અને નિંદા બંનેમાં અત્યંત કુશળ હોય છે અને પ્રસંગાનુસાર કાં તો પ્રશંસાનો અને કા તો નિંદાનો ધોધ એક જ વ્યક્તિ કે વિષયને માટે વહેવડાવી શકે છે. આવા મુખરી માણસોના સાચા અભિપ્રાયને પામવાનું કે એના આંતરમનને સમજવાનું કે પારખવાનું અઘરું હોય છે. કેટલીક Page #146 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૩૭ વાર તો તેઓ પોતે પોતાની જાતને બરાબર સમજી શક્યા છે કે નહિ તેની તેમને પોતાને ખબર હોતી નથી. કેટલાક ચિંતકો કહે છે કે જો કોઈ વ્યક્તિ તમારે મોઢે તમારી અતિશય કૃત્રિમ પ્રશંસા કરવા લાગે તો સમજવું કે એના હૃદયમાં કે અસંપ્રજ્ઞાત ચિત્ત(subconcious mind)માં તમારે માટે એટલો જ ધિક્કાર પડેલો છે. એ ધિક્કારને છુપાવવા માટે તેનું વાચાળપણું પ્રશંસારૂપે પ્રગટ થાય છે. માટે એવા માણસોથી સાવધ રહેવાની અને એમની પ્રશંસાથી ભોળવાઈ ન જવાની સલાહ આપવામાં આવે છે. જે માણસ ઘડીકમાં પ્રશંસા અને ઘડીકમાં નિદા એમ બંને રીતે પોતાની વાણીને વાપરી જાણે છે એવા માણસો બે જીભવાળા કહેવાય છે. સર્પને બે જીભવાળો દ્વિજિલ્ફ કહેવામાં આવે છે, કારણ કે સાપની જીભમાં ફાટ હોય છે. પરંતુ સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે તેમ સાપ તો ક્યારેક જ કરડે છે, પરંતુ બે જીભવાળો દુર્જન વાચાળ માણસ તો ડગલે ને પગલે કરડે છે અને સત્યનું ખંડન કરે છે. મુખરી માણસને ચાવી ચઢાવવાનું સહેલું હોય છે. કેટલાક સ્વાર્થી, મોંઢા માણસો પોતે બોલતા નથી હોતા, પરંતુ વાચાળ માણસની ખુશામત કરીને, પ્રલોભનો આપીને, ચાવી ચઢાવીને એની પાસે પોતાની ઇચ્છા પ્રમાણે બોલાવડાવે છે. એવે વખતે વાચાળ માણસોને, પોતે બીજાના હાથા બની જાય છે એનો ખ્યાલ આવતો નથી. મીંઢા માણસ મૂંગા રહીને પોતાના સ્વાર્થનું કામ વાચાળ માણસો પાસે કરાવી લે છે. પરંતુ જ્યારે ખરાબ પરિણામ ભોગવવાનો વખત આવે છે ત્યારે વાચાળ માણસનો ભ્રમ તૂટી જાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ સત્યના પણ હિત, મિત અને પથ્ય એવા ગુણો બતાવવામાં આવે છે. સત્ય હિતકારી, મિતસ્વરૂપી અને બીજાને તે ગ્રાહ્ય તથા પથ્ય હોય એવું બોલવું જોઈએ. - જૈન સાધુ-ભગવંતો માટે ભગવાને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન પર બહુ ભાર મૂક્યો છે. એ આઠને અષ્ટ પ્રવચન માતા તરીકે ઓળખવામાં આવે છે. સાધુ-ભગવંતોએ સંયમની આરાધના માટે આ સમિતિ-ગુપ્તિનું બહુ જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. એમાં પાણીનું મહત્ત્વ કેટલું બધું છે તે સમિતિ ને ગુપ્તિ એમ બંનેમાં એને સ્થાન આપવામાં આવ્યું છે તે પરથી જોઈ શકાશે. પાંચ સમિતિમાં એક સમિતિ તે ભાષા સમિતિ છે અને ત્રણ ગુપ્તિમાં એક ગુપ્તિ તે વચનગુતિ છે. આમ ભાષા અને વચનના સંયમ ઉપર ભગવાને સાધુ-ભગવંતો માટે સવિશેષ ભાર મૂક્યો છે. વળી ભગવાને શું કરવાથી પાપકર્મ ન બંધાય એ માટે આપેલા બોધ માટેની અર્થાત્ “જયણા” વિશેની સુપ્રસિદ્ધ ગાથામાં “નયમ્ મુંબતો માસંતો પવમ્ વત્ ર વન્થ” એમ કહ્યું છે. ભાસંતો એટલે બોલતો. માણસ જો જયણાપૂર્વક બોલે તો તે પાપકર્મ બાંધતો નથી. આમ, ભગવાન મહાવીરે આ એક વાક્યમાં જ વાણીના સંયમનો મહિમા સમજાવી દીધો છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪ अलं बालस्स संगेणं [ બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો ] ભગવાન મહાવીરે વિવિધ કક્ષાના મનુષ્યને લક્ષમાં રાખીને જે વિવિધ પ્રકારનો ઉપદેશ આપ્યો છે તે સૂત્રાત્મક અને માર્મિક છે. ભગવાન મહાવીરનાં એવાં સેંકડો-હજારો ઉપદેશવચનો આગમગ્રંથોમાં સચવાયેલાં છે. આચારાંગ સૂત્રના પ્રથમ સ્કંધના બીજા અધ્યયનમાં, પાંચમા ઉદ્દેશમાં ભગવાન મહાવીરનું વચન ટાંકતાં કહેવાયું છે ઃ ‘ગનું વાત્તા સંમેળ' - અર્થાત્ બાળકબુદ્ધિના અર્થાત્ મૂર્ખ, અજ્ઞાની, અયોગ્ય અથવા અપાત્ર માણસોનો સંગ કરશો નહિ, કારણ કે સામાન્ય રીતે સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. ખરાબ સંગનું પરિણામ છેવટે માણસને ભોગવવાનો વખત મોડોવહેલો આવે જ છે. ભગવાન મહાવીરે લોકવિજય મેળવવા માટે પોતાના સાધુઓને જે બોધ આપ્યો છે તેમાં પ્રમાદી, લોભી, અભિમાની, ભોગી, માયાવી વગેરે પ્રકારના મનુષ્યોનો સંસર્ગ ન કરવાની સાથે સાથે જે વયની દૃષ્ટિએ બાળક નહિ પણ ધાર્મિક કે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તથા ચારિત્રપાલનમાં જેઓ હજુ બાળક જેવાં હોય તેનો સંગ ન કરવા કહ્યું છે. સત્સંગનો લાભ ઘણો મોટો છે. સત્સંગ સંસારસાગર તરવામાં નૌકા સમાન નીવડે છે. પરંતુ પોતાને સત્સંગનો અવકાશ ન મળે ત્યારે પણ માણસે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ કુસંગથી બચવા માટે સાવધ રહેવું જોઈએ. મનુષ્ય સામાજિક પ્રાણી છે. એકલા રહેવું એને ગમતું નથી. લોકો વચ્ચે જીવવું, લોકોમાં હરવું ફરવું, મૈત્રી બાંધવી, રાત-દિવસ સાથે રહેવું ઇત્યાદિ માણસને સ્વભાવથી જ ગમે છે. જ્યાં સુધી માણસ ભૌતિક સુખની પાછળ પડ્યો છે, ત્યાં સુધી તેને અનેક લોકો સાથે સંબંધો બાંધવાનું અને રાખવાનું ગમે છે. કેટલીક વાર એની જરૂરિયાત અને વ્યવહારુ ઉપયોગિતા રહે છે. જેમ સંબંધો કે ઓળખાણ વધારે તેમ માણસ પોતાની જાતને વધુ સુરક્ષિત અને વધુ મોટો માને છે. પરંતુ આવા સંબંધો કેટલીક વાર ભૌતિક દૃષ્ટિએ પણ માણસને હાનિકારક નીવડે છે. આત્મહિતની દૃષ્ટિએ તો એનો વિચાર જુદી જ રીતે કરવાનો રહે છે. કેટલાક માણસો આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાની હોય છે, પણ તેમનું વ્યાવહારિક જ્ઞાન ઘણું અલ્પ હોય છે. તો કેટલાક માણસોની વ્યાવહારિક જાણકારી ઘણીબધી હોય છે, પરંતુ આધ્યાત્મિક કે પારમાર્થિક દષ્ટિએ તેઓ બાળ કે અજ્ઞાની હોય છે. ભૌતિક હોય કે પારમાર્થિક હોય, માણસે અજ્ઞાની કે મૂર્ખ માણસો સાથે સંબંધ રાખતાં પહેલાં બહુ વિચાર કરવો જોઈએ. જે સંબંધથી પોતાને લાભ કરતાં હાનિ વિશેષ થવાની હોય એ સંબંધ તરત ત્યજી દેવો જોઈએ. ક્યારેક આરંભમાં અન્ય વ્યક્તિની પાત્રતા કે તેના ઈરાદાની ખબર પડતી નથી. કેટલાક માણસો પ્રથમ મુલાકાતે સારા-ડાહ્યા અને ભલા જણાતા હોય છે. અથવા તેવા દેખાવાનો સરસ અભિનય કરી શકતા હોય છે, પરંતુ સંસર્ગમાં આવ્યા પછી તેઓ કેટલા લુચ્ચા, લોભી, સ્વાર્થી અને કપટી છે તેની Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ अलं वालस्स संगणं ખબર પડે છે. કેટલાક માણસો સ્વભાવે જ તામસી પ્રકારનાં હોય છે અને પોતાના સંસર્ગમાં આવનારને પોતાના સ્વભાવનો ચેપ લગાડ્યા વગર રહેતા નથી. કેટલાક માણસો દારૂ, જુગાર, ચોરી, પરસ્ત્રી વગેરેનાં એવાં વ્યસનોમાં એટલા બધા ડૂબી ગયા હોય છે કે તેમના સંપર્કમાં આવનારને તેઓ ગમે તેવા દાવપેચ ખેલીને પણ પોતાના જેવા બનાવ્યા વગર રહેતા નથી. સરખેસરખામાં હોય મૈત્રી એ ન્યાયે એકબીજાને એકબીજાના સગુણોનો કે વ્યસનનો ચેપ લાગે છે. સારી સોબત સારા સંસ્કારમાં પરિણમે છે. જ્યારે સોબતીઓ વચ્ચે કક્ષાભેદ હોય છે ત્યારે કેટલીક વાર ઊંચી કક્ષાના માણસોની અસર નીચી કક્ષાના માણસો ઉપર થાય છે. કેટલીક વાર નીચી કક્ષાનાં માણસોની અસર ઊંચી કક્ષાના માણસો ઉપર પણ થાય છે. જેણે વિકસવું છે તેણે પોતાના કરતાં વધુ વિકસિત માણસનો સંગ કરવો જોઈએ. જેઓ બીજાને સુધારવાની ભાવનાવાળા હોય તેમણે પોતાની શક્તિનું માપ જાણી લેવું જોઈએ, કારણ કે એ માર્ગે જવામાં સાહસ છે, પરિણામની અનિશ્ચિતતા છે. ક્યારેક બીજાને સુધારવા જનારા માણસો છેવટે પોતે જ બગડી જતા હોય છે. વર્તમાન સમયમાં દુનિયામાં ચારે બાજુ વસ્તી વધી રહી છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ રહેઠાણો, બજારો, હરવાફરવાનાં સ્થળો, યાત્રાધામો વગેરે ગીચ બનતાં જાય છે. માણસને બીજાનો સંપર્ક કે સંસર્ગ ન કરવો હોય તો પણ કરવો પડે એવા સંજોગો કેટલીક વાર ઊભા થાય છે. મોટાં શહેરોમાં વ્યક્તિ ઘરેથી બહાર ગઈ હોય અને પાછી આવે ત્યાં સુધી તે ક્યાં ગઈ અને કોને મળી, કોની સોબતે ચડી ગઈ છે, તેની Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ દેખરેખ રાખવાનું અઘરું બનતું જાય છે. ક્યારેક તો પરિણામ જણાયા પછી ખબર પડે છે કે અમુક વ્યક્તિ ઘણા વખતથી ખોટા માણસોના સંસર્ગમાં રહેતી હતી. શાળા કે કૉલેજમાં જનારાં પોતાનાં સંતાનોની અચાનક વિચિત્ર વર્તણૂક થતી જોઈને ચિંતાતુર બનતાં માબાપોને તપાસ કરતાં પાછળથી ખબર પડે છે કે પોતાનો દીકરો કે દીકરી પોતાનાં શાળા-કૉલેજનાં સોબતીઓ સાથે રહીને કેફી દ્રવ્યો લેતાં થઈ ગયાં છે, ગંદી ગાળો બોલતાં શીખી ગયાં છે, વિડિયો-પાર્લરના જુગાર રમતાં થઈ ગયાં છે કે એથી પણ વધારે ભયંકર ટેવવાળાં બની ગયાં છે. પરંતુ ત્યારે એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે સંતાનો હાથમાંથી ચાલ્યાં ગયાં હોય છે, અને તેઓને પોતાની જિંદગીને પાયમાલ કરી નાખતાં લાચારીથી જોયા કરવું પડે છે. સમૃદ્ધ દેશોમાં યુવાન દીકરા-દીકરીની આવી ઘટનાઓના દાખલા ઉત્તરોત્તર વધુ ને વધુ બનતા જાય છે. સંસર્ગ કે સોબતની પરસ્પર અસર કેટલી ભયંકર થાય છે તે આવાં દૃષ્ટાંતો પરથી જોઈ શકાય છે. જેમ સંતાનોના બનાવો બને છે તેમ પતિ કે પત્ની દુષ્ટ સોબતથી ખોટે રવાડે ચડી ગયાના, પૈસાથી, તબિયતથી અને ચારિત્ર્યથી પાયમાલ થઈ ગયાના બનાવો પણ વર્તમાન જગતમાં વધતા જાય છે. હૉટેલો, ક્લબો, એકાંત રહેઠાણો, ગુપ્ત આવાસોની વધતી જતી સગવડો તથા વેપારધંધો વધારવાની લાલચે આપવાં પડતાં કે મળતાં સ્ત્રી, ધન, ભેટસોગાદનાં પ્રલોભનોમાં ફસાયેલા માણસોની વાત ઘરના સભ્યોને જલદી જાણવા મળતી નથી. A Sailor's wife in every port જેવી જૂની કહેવતની જેમ દેશ-વિદેશનો વારંવાર પ્રવાસ કરતા મોટી Page #152 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૪૩ મોંટી કંપનીઓના અધિકારીઓ પણ સરખા સોબતીઓ મળી જતાં અનાચારના ભોગ બને છે. કામાતુરને લજ્જા કે ભય રહેતાં નથી એવી સ્થિતિ પછી પ્રવર્તે છે; એટલું જ નહિ પણ એવા માણસો પોતાનાં અપકૃત્યો માટે મિત્રવર્તુળમાં અભિમાન ધરાવતા થાય છે. જે સમર્થ છે અને અડગ આત્મવિશ્વાસ ધરાવે છે તેના ઉપર અપાત્ર કે કુપાત્ર વ્યક્તિની સોબતની માઠી અસર થતી નથી, બલકે આવા માણસો અયોગ્ય માણસની સોબત કરીને પણ તેને યોગ્ય બનાવે છે. તેમનું ધ્યેય સ્પષ્ટ હોય છે અને તેમની શક્તિ મોટી હોય છે. ચોર-લુટારુઓ વચ્ચે રહીને તેમની અસર પોતાના ઉપર ન થવા દેતાં તેમનામાંના કેટલાયને પોતે સુધાર્યા હોય એવા મહાત્માઓનાં દૃષ્ટાંતો ઇતિહાસમાં નોંધાયેલાં છે. જાપાનના એક બૌદ્ધ ધર્મગુરુની રસિક કથા છે. તેઓ જ્ઞાની, ચારિત્રશીલ અને કરુણાવંત હતા. તેઓ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. એક વિસ્તારમાં તેઓ આવ્યા ત્યારે ખબર પડી કે એ વિસ્તારમાં રહેનારાં ઘણાખરા લોકો ચોર, ડાકુ, જુગારી, વ્યસની, ઝનૂની, ખૂની વગેરે પ્રકારના છે. ખોટું કામ કરતાં કોઈને શરમ નડતી નથી. પકડાઈ જાય અને સજા થાય તો જેલમાં જવામાં પણ તેમને શરમ રહેતી નથી. ગુનેગાર કોમમાંથી સેંકડો માણસો જેલમાં પણ હતા. શિષ્યોએ મહાત્માને કહ્યું કે, “આ પ્રદેશમાં રહેવાનું આપણું કામ નથી. આવા લોકોની વચ્ચે રહીએ તો આપણે પણ કોક વખત સંડોવાઈએ.” પરંતુ ધર્મગુરુને થયું કે આવા લોકની વચ્ચે જ રહેવું જોઈએ અને તેમને ઉપદેશ આપી સુધારવા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ જોઈએ. ધર્મગુરુએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા દિવસ સુધી વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવા છતાં કોઈ પરિણામ દેખાતું નહોતું. પરંતુ પછી એક દિવસ એવું વિચિત્ર બન્યું કે એક ગૃહસ્થના ઘરેથી એ મહાત્મા પોતે ચંપલ ચોરી લાવ્યા. ચોરી કરીને મુકામે આવ્યા પછી તરત પોતાના શિષ્યોને, પોતાને જે કોઈ મળવા આવે તેને સહજતાપૂર્વક પોતાની ચોરીની વાત કહી દેવા લાગ્યા. શિષ્યોને આ ગમ્યું નહિ. લોકો પણ ચકિત થઈ ગયા. ચોર-લુટારુ લોકોની વચ્ચે રહેવાથી મહાત્માઓ પણ બગડે છે એવો અભિપ્રાય લોકોમાં વહેતો થઈ ગયો. શિષ્યોને વધારે નવાઈ તો એ વાતની લાગી કે ચંપલ જૂનાં હતાં. મહાત્માના પગના માપનાં નહોતાં. અને તે વાપરવાની મહાત્માને કંઈ ઇચ્છા પણ નહોતી. તો પછી મહાત્માએ આવી ચોરી કરી શા માટે ? મહાત્માની ચોરીની વાત ફરતી ફરતી રાજાના કાને આવી. તે પણ વિચારમાં પડી ગયો. ચોરીના ગુના માટે મહાત્માને સજા કરવી કે નહિ તેનો પ્રશ્ન ઊભો થયો, પરંતુ મહાત્માએ સામેથી કહેવડાવ્યું કે પોતે જે ચોરી કરી છે તે માટે પોતાને કડકમાં કડક સજા થવી જોઈએ, નહિ તો લોકોમાં ખોટો દાખલો બેસશે, અને રાજા અન્યાયી છે એવી ટીકા થશે. મહાત્માની ચોરીની સજા માટે રાજ્યની અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. મહાત્માએ એ ચુકાદો હર્ષપૂર્વક સ્વીકાર્યો. તેઓ કેદમાં દાખલ થયા. સજા પૂરી થતાં મહાત્મા પોતાના ધર્મસ્થાનકે પાછા Page #154 -------------------------------------------------------------------------- ________________ मोहस्तेि सच्चवरणस्स पलिथू ૧૪૫ આવ્યા. મહાત્માની પ્રતિષ્ઠા લોકોમાં ઘણી ઓછી થઈ ગઈ. શિષ્યો પણ ચિંતાતુર બન્યા. એવામાં થોડાક દિવસમાં મહાત્માએ, બીજા કોઈ ગૃહસ્થને ત્યાં ગયા હતા ત્યારે ત્યાંથી પાછા ફરતાં એક હાથપંખાની ચોરી કરી. મુકામે આવીને તેઓ પોતાના શિષ્યોને પોતે કરેલી ચોરીની વાત કહેવા લાગ્યા. ફરીથી એ જ પ્રમાણે રાજા સુધી વાત પહોંચી અને મહાત્માને કેટલાક દિવસની કેદની સજા થઈ. બીજી વાર કેદમાંથી છૂટીને મહાત્મા પોતાના સ્થાનકે આવ્યા. અને ફરી પાછી થોડા દિવસમાં એમણે કોઈ એક ગૃહસ્થના ઘરેથી એક નાના વસ્ત્રની ચોરી કરી. લોકોને થયું કે આ મહાત્મા ચક્રમ થઈ ગયા છે, એમને હવે ચોરીની ટેવ પડી ગઈ છે. લોકો મહાત્માને ધિક્કારવા લાગ્યા. શિષ્યોને આશ્ચર્ય એ વાતનું થતું કે પોતાના ગુરુ ચોરી કરીને તરત કબૂલ કેમ કરી દે છે? અને ચોરી પણ કોઈ નાનકડી, નજીવી અને બિનઉપયોગી ચીજવસ્તુની કેમ કરે છે? આવી વસ્તુ તો મહાત્મા એક માગે તો ભક્તો દસ વસ્તુ આપે એવી લોકોની ભક્તિ હતી. તેમ ન કરતાં ચોરી કરીને મહાત્માએ પોતાની અને બધા શિષ્યોની આબરૂ બગાડી નાખી છે. મહાત્મા જાણે કે ચોરી કરવાના કોઈ માનસિક રોગનો ભોગ થયા લાગે છે. આવી રીતે વખતોવખત ચોરી કરી, તરત કેદની સજા સ્વીકારી, કેટલાક દિવસ કેદમાં રહી મહાત્મા પાછા આવતા. લોકોને હવે મહાત્મા પ્રત્યે કોઈ આદર રહ્યો ન હતો. પરંતુ રાજાને અને અધિકારીઓને અવલોકન કરતાં એક વાત જણાવી લાગી હતી કે રાજ્યમાં હવે ચોરી, લૂંટ, ખૂન, વ્યભિચાર વગેરેના કિસ્સાઓ પહેલાં કરતાં ઓછા ને ઓછા થવા લાગ્યા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ હતા. તપાસ કરતાં રાજાને જણાયું હતું કે મહાત્મા કેદમાં દાખલ થયા પછી બધા કેદીઓ સાથે હળીમળીને રહેતા અને તેમને રાતદિવસ જાતજાતનો ઉપદેશ આપતા. એને લીધે કેદની સજા પામેલા કેટલાય કેદીઓનાં હૃદયનું કાયમી પરિવર્તન થયું હતું. મહાત્મા કેદીઓને કહેતા કે તેમની સાથે કેદમાં દિવસરાત સાથે રહેવા મળે માટે જ તેઓ નાનકડી ચોરી જાણી-જોઈને કરી લેતા હતા. રાજાને, લોકોને અને મહાત્માના શિષ્યોને ખબર પડી કે મહાત્મા પોતે લોકોમાંથી ગુનાખોરી ઓછી થાય તે માટે જાણીજોઈને નાનકડી ચોરી કરી લેતા કે જેથી કેદીઓના નિકટના સંસર્ગમાં તેઓ રહી શકે અને તેઓના જીવનને પોતે સુધારી શકે. વારંવાર કેદની સજા ભોગવીને તેમણે સમગ્ર રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું કરી નાખ્યું. મહાત્માની આરંભમાં ઘણી અપકીર્તિ થઈ, પરંતુ એમના આશયની અને યુક્તિની લોકોને જ્યારે ખબર પડી ત્યારે લોકોનું તે મહાત્મા પ્રત્યેનું માન ઘણું વધી ગયું. જાતે અપકીર્તિ વહોરીને લોકોને કલ્યાણના માર્ગે લઈ જવાની કરુણાભરી એમની દૃષ્ટિ હતી. ખરાબ માણસોના સંગમાં રહીને પણ પોતે ખરાબ ન થતાં, ખરાબ માણસોને સુધારવાનું ભગીરથ કાર્ય આવા મહાત્માઓ કરી શકતા હોય છે. એ માટે પોતાનામાં દઢ વિશ્વાસ, સામર્થ્ય, પૂરું આત્મબળ હોવાં જરૂરી છે. જેમ વ્યાવહારિક ક્ષેત્રે તેમ ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ કુસંગને કારણે વિષમ ઘટનાઓ નથી બનતી એમ ન કહી શકાય. દુનિયાના બધા જ ધર્મના ક્ષેત્રમાં વત્તેઓછે અંશે સડો તો રહેલો છે. એમાં પણ પહેરવેશથી કે ધર્મક્રિયાથી બહુ ધાર્મિક Page #156 -------------------------------------------------------------------------- ________________ अलं बालस्स संगणं ૧૪૭ દેખાતા માણસોનાં હૃદયમાં પણ અધાર્મિક વાસનાઓ ગુપ્ત કે સુષુપ્તપણે પડેલી હોય છે. સરખી સોબત મળી જતાં અનાચાર ચાલુ થાય છે. એવા ક્ષેત્રમાં પણ માણસે સંગત કરતાં પહેલાં સામી વ્યક્તિની પાત્રતાનો વિચાર કરી લેવો જોઈએ અને ઉતાવળે સંબંધ ન બાંધતાં થોડા અનુભવે પરીક્ષા કરીને એ સંગત વધારવી કે નહિ તેનો નિર્ણય કરી લેવો જોઈએ. માણસને જ્યાં એમ લાગે કે બાહ્ય દષ્ટિએ પવિત્ર દેખાતી વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોતાનું નૈતિક અધઃપતન જ થવાનું છે, ત્યાં તેણે હિંમતપૂર્વક તેવી સંગત છોડી દેવી જોઈએ. ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવાની ભાવનાવાળાએ અન્ય વ્યક્તિની ધાર્મિક કે આધ્યાત્મિક પાત્રતાનો વિચાર વધારે સૂક્ષ્મ રીતે કરવાની અપેક્ષા રહે છે. કેટલાક માણસોને તત્ત્વચર્ચામાં ઘણો રસ પડે છે, પરંતુ તેમની વૃત્તિઓ તો પાર્થિવ વિષયોમાં દોડ્યા કરતી હોય છે. એવી વ્યક્તિ સાથેના સંબંધથી તાત્ત્વિક જ્ઞાન કદાચ વધે કે ન વધે તો પણ, તેમના સ્થૂળ ભૌતિક રસના પ્રભાવને કારણે સંગત કરનારના પોતાનામાં ભૌતિક વાસનાઓ જાગવાનો સંભવ રહે છે. ભોજનની સ્વાદિષ્ટ વાનગીઓ, સુંદર વસ્ત્રપરિધાન, સુખભવનાં આકર્ષક સાધનો, સ્ત્રી, ધન વગેરેની સ્કૂલ કે સૂક્ષ્મ આસક્તિ, કીર્તિ-પ્રસિદ્ધિની લાલસા, લોકો ઉપરનું પ્રભુત્વ, આત્મશ્લાઘા વગેરે પ્રકારનાં લક્ષણો જેનામાં ઠાંસીઠાંસીને ભરેલાં હોય તેવા કહેવાતા મહાત્માઓ ધર્મ કે તત્ત્વજ્ઞાનની ગમે તેટલી મોટી વાતો કરે અને છટાદાર વક્નત્વશક્તિને કારણે અનેક લોકોને આકર્ષે તો પણ તેવા ધર્મનેતાઓના સંસર્ગથી ધાર્મિક લાભ મેળવવાની ભાવનાવાળાને તો સ્થૂલ કે સૂક્ષ્મ પતનના માર્ગે જવાનું જ વિશેષ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બને છે. કોઈ વાર એવું પણ બને કે એવા ધર્મનેતા પોતાની આત્મિક શક્તિથી ઘડીકમાં જાગ્રત થઈ, સ્વસ્થ થઈ પોતાની જાતને વધુ પતનના માર્ગે જતાં અટકાવી કે સંભાળી લઈ શકે, પરંતુ એના પ્રભાવમાં આવ્યા પછી પતનના માર્ગે ઘસડાવા લાગેલા સામાન્ય ભક્તોને માટે તેમાંથી નીકળવું અઘરું કે અશક્ય બની જાય છે. એવા કેટલાક ધર્મનેતાઓ પોતે ડૂબતાં બચી જાય છે, પરંતુ એને અનુસરનારાંઓ ડૂબી જાય છે. સમર્થ માણસોનો પ્રમાદ, એટલા જ સામર્થ્યથી, દૂર થવાની શક્યતા રહે છે. અસમર્થ માણસોનો પ્રમાદ તેમને દુર્ગતિ તરફ ઘસડી જાય એવી સંભાવના વિશેષ જોવા મળે છે. માણસો બાળબુદ્ધિના અજ્ઞાનીઓનો સંગ કરે છે અથવા તેમનાથી એવા અજ્ઞાનીનો સંગ થઈ જાય છે, પરંતુ અપ્રમત્ત માણસો પતનના માર્ગે લઈ જનારા સંગને નિવારે છે. એટલા માટે જ ભગવાને સાધના કરવા ઈચ્છનાર સાધુઓને કહ્યું છે : अलं बालस्स संगणं. વિવિધ પ્રકારના સંગોમાં પોતાના જ આત્માના જેવો ઉત્તમ બીજો કયો સંગ હોય? એટલે જ જ્ઞાની મહાત્માઓ યોગ્ય સંગ ન મળે તો નિઃસંગ રહેવાનું પસંદ કરતા હોય છે, કારણ કે એમને માટે અસંગ એ પણ એક અપેક્ષાએ ઉત્તમ સંગ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧ પા असंविभागी न हु तस्स मोक्खो [અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી] સમ એટલે સરખા; વિભાગી એટલે ભાગ કરનાર. અસંવિભાગી એટલે સરખા ભાગ ન કરનાર, સરખી વહેંચણી ન કરનાર. ભગવાન મહાવીરે કહ્યું છે કે, જે સંવિભાગી નથી અર્થાત્ જે પોતાનાં ધનસંપત્તિ વગેરે ભોગસામગ્રીમાંથી બીજાને સરખું વહેંચતો નથી તેવો માણસ ક્યારેય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકતો નથી. ભગવાને શબ્દ પણ “સંવિભાગ' પ્રયોજ્યો છે, જે અર્થસભર છે. પોતાની લાખો-કરોડોની ધનદોલતમાંથી માત્ર બે-પાંચ રૂપિયાની કોઈને મદદ કરવી એ સંવિભાગ નથી. ઉચિત હિસ્સો એ સંવિભાગ છે. કેવી કેવી વ્યક્તિઓ મોક્ષની અધિકારી નથી બની શકતી એ માટે ભગવાન મહાવીરે કહેલું વચન દસકાલિક સૂત્રમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે: ये यावि चंडे मइइड्ढिगारवे पिसुणे नरे साहस हीणपेसणे । अदिट्टधम्मे विणए अकोविए असंविभागी न हु तस्स मोक्खो ॥ જેિ માણસ ક્રોધી હોય, બુદ્ધિમાં તથા ઋદ્ધિમાં આસક્ત હોય અને એનો ગર્વ કરનારો હોય, ચાડચૂગલી કરનારો હોય, અવિચારી સાહસ કરનારો હોય, હીન લોકોને સેવનારો હોય, અધર્મી હોય, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ અવિનયી હોય અને અસંવિભાગી હોય તેને મોક્ષ પ્રાપ્ત થતી નથી.] અસંવિભાગીનો માત્ર સાદો શબ્દાર્થ લઈએ તો તેનો અર્થ થાય છે કે જે સરખા ભાગ પાડતો નથી. વેપારધંધામાં કે માલમિલકતમાં વહેંચણી વખતે ભાગીદારો, સાથીઓ, કુટુંબના સભ્યો વગેરે માટે જે સરખા ભાગ પાડતો નથી અને કપટભાવથી, લુચ્ચાઈથી, સ્વાર્થદષ્ટિથી નાના-મોટા ભાગ પાડે છે તે પણ અસંવિભાગી કહેવાય છે. એવા માણસો પક્ષપાત કરવાનું અને અન્યને અન્યાય કરવાનું પાપ બાંધે છે. આવા સ્વાર્થી, પક્ષપાતી, લુચ્ચા, અન્યાય કરનારા, દંભી, અસત્યવાદી માણસોનો મોક્ષ નથી એ તો સ્પષ્ટ જ છે. પરંતુ અહીં અસંવિભાગી શબ્દનો માત્ર શબ્દાર્થ જ નથી લેવાનો. અહીં એ શબ્દ વિશાળ દષ્ટિથી અને વિશિષ્ટ હેતુથી પ્રયોજાયો છે. ભગવાને કહ્યું છે કે જે પોતાની ધનદોલતમાં સમાજના જરૂરિયાતમંદ માણસોનો ઉચિત હિસ્સો સ્વેચ્છાએ રાખતો નથી તેવા અસંવિભાગીનો પણ મોક્ષ નથી. જે વ્યક્તિ હિંસા આચરે, અસત્ય બોલે, ક્રોધ કરે, અભિમાન કરે, અવિનયી હોય, નિંદક હોય તેવી વ્યક્તિ મોક્ષગતિ ન પામી શકે એ તો જાણે સમજી શકાય તેવી વાત છે. સંયમ અને સદાચાર વિના જીવની ઊર્ધ્વગતિ થતી નથી. જે વ્યક્તિ પાપાચરણમાં તીવ્ર રસ લે છે તે વ્યક્તિ ઘણાં ભારે કર્મો બાંધે છે અને જ્યાં સુધી તેવાં કર્મનો ક્ષય થતો નથી ત્યાં સુધી સંસારમાંથી તેને મુક્તિ પ્રાપ્ત થતી નથી. પરંતુ અસંવિભાગી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો નથી એમ કેમ કહેવાય ? આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, કારણ કે અસંવિભાગી બીજું કંઈ પાપ તો કરતો દેખાતો નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ असंविभागी न हु तस्स मोक्खो ૧૫૧ અસંવિભાગી વ્યક્તિનો મોક્ષ નથી એવો વિચાર તાત્કાલિક કદાચ કોઈકને આશ્ચર્ય ઉપજાવે એવો છે. માણસ પોતાનાં ધનસંપત્તિમાંથી ભેટ કે દાનરૂપે બીજાને કશું ન આપે તો તેમાં એવો કયો મોટો અનર્થ થઈ જાય છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. માણસને પોતાની આજીવિકા સંપૂર્ણપણે પોતાને જ ભોગવવાનો કાયદેસર હક્ક છે.વળી એવો હક્ક હોવો પણ જોઈએ એમ કોઈ માને તો તે માન્યતા લોકોમાં વ્યાજબી ગણાય છે, કારણ કે પોતાના પુરુષાર્થથી અને પોતાના ભાગ્યથી મેળવેલી પોતાની ધન-સંપત્તિ પોતે ભોગવવી એમાં કશું ગેરકાયદેસર નથી. પોતાની કમાણીમાંથી બીજાને આપી દેવાનું હોય તો એટલું વધારે કમાવા માટે માણસે મહેનત શા માટે કરવી ? આ વિચાર પ્રથમ દૃષ્ટિએ કદાચ સાચો ભાસે તો પણ તે યથાર્થ નથી એમ જરા ઊંડાણથી વિચારતાં સમજાશે. માણસ જે અર્થોપાર્જન કરે છે તેમાંથી સીધી કે આડકતરી રીતે રાજ્યસરકારના કરવેરા દ્વારા કેટલીક રકમ તો અવશ્ય ચાલી જ જાય છે. રાજ્યવ્યવસ્થા માટે તે અનિવાર્ય છે. કોઈ નાગરિક તેમાંથી બચી શકતો નથી. અલબત્ત, પોતાની કમાણીમાંથી રાજ્યસરકારને કરવેરા દ્વારા પરાણે અને અનિચ્છાએ ધન આપવું એ એક વાત છે અને પોતાના ધનનો સ્વેચ્છાએ બીજાના ઉપયોગ માટે ત્યાગ કરવો એ બીજી વાત છે. પરંતુ ત્યાગ અને સહકારની ભાવના વિના જીવનવ્યવસ્થા, સમાજવ્યવસ્થા કે રાજ્યવ્યવસ્થા સરળતાથી પાલી ના શકે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તરત જ સ્તનપાન કરે છે. માતા અને બાળક વચ્ચે આ રીતે લેવડ-દેવડનો વ્યવહાર સ્થપાય છે. માતા કશુંક આપે છે અને બાળક કશુંક ગ્રહણ કરે છે. બાળક Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ મોટું થાય ત્યાં સુધી તેને ખવડાવવા-પિવડાવવાની, ભણાવવાની, સાચવવાની, લગ્ન કરાવી આપવાની, નોકરીધંધે લગાડવાની જવાબદારી માતા-પિતાને માથે રહે છે. આમ એક કુટુંબના - સભ્યો વચ્ચે આદાન-પ્રદાનનો સંબંધ અથવા ઋણાનુબંધ રહ્યા કરે છે. ક્યારેક કટુંબમાં કોઈ સભ્યને એવો પ્રશ્ન થતો નથી કે બીજાને માટે હું શા માટે કશું કરું? અથવા બીજાનું હું શા માટે કશુંક ગ્રહણ કરું? કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી એવી અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ઔષધ વગેરે પ્રકારની તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન પોતે જ કરે એવું બનતું નથી. એવો આગ્રહ કોઈ રાખતું નથી અને રાખે તો તે ટકી શકે તેમ નથી. એટલા માટે જ સમાજના સભ્યો એક એકમ તરીકે પરસ્પર સહકારથી રહે છે અને જીવે છે. વળી, સમાજમાં બધા જ માણસો એક જ પ્રકારનો વ્યવસાય કરે તો તે સમાજ ટકી શકે નહિ. સમાજના જુદા જુદા વર્ગો પોતપોતાની શક્તિ અને આવડત અનુસાર તથા પોતપોતાના સંજોગો અને તક અનુસાર પોતાનો વ્યવસાય મેળવી લે છે કે શોધી લે છે. ક્યારેક વ્યવસાય-પરિવર્તન પણ થયા કરે છે. પોતપોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એમ કરવું અનિવાર્ય બની જાય છે. સમાજના વિભિન્ન વર્ગો વચ્ચે જીવનની જરૂરિયાતો અંગે આ રીતે વિભિન્ન વ્યવસાયો દ્વારા આદાનપ્રદાનની ક્રિયા સતત ચાલતી રહે છે. એમાં કોઈને ભાર લાગતો નથી. પોતપોતાને ભાગે આવેલું કામ દરેક પોતપોતાની ઇચ્છાશક્તિ અનુસાર કર્યું જાય છે. સમાજની આ વ્યવસ્થામાં સંવિભાગનો સિદ્ધાંત ઘણે અંશે વણાઈ ગયેલો હોય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ असंबिमामी न I तस्स मोक्खो દરેક વ્યક્તિની ઉત્પાદકશક્તિ અને ઉપભોગશક્તિ એકસરખી નથી હોતી. વળી સમાજમાં લોકોનાં બૌદ્ધિક સ્તરની અને શારીરિક શક્તિની ઉચ્ચાવતા હોવાને લીધે દરેક વ્યક્તિની જીવનપર્યત ઉત્પાદનશક્તિ પણ એકસરખી નથી હોતી અને ઉપભોગશક્તિ પણ એકસરખી નથી રહી શકતી. મનુષ્ય જ્યારે સમાજની સ્થાપના કરીને તેના એક અંગરૂપે રહ્યો છે ત્યારે આવી ઉચ્ચાવચતાને કારણે પરસ્પર સહકારનો સિદ્ધાંત એના પાયામાં રહેલો હોવો જોઈએ. આ સહકારની ભાવના ન હોય તો સમાજમાં ક્લેશ, ષ, સંઘર્ષ વગેરે રહ્યા કરે અને સમાજ છિન્નવિચ્છિન્ન થઈ જાય. સમાજમાં બધાં જ માણસો વચ્ચે સમાનતાના ધોરણને જો સ્વીકારવામાં આવે અને પરસ્પર સુમેળભર્યા સહકારની ભાવના પોષાયા કરે તો સમાજવાદની એક આદર્શ સ્થિતિનું નિર્માણ થઈ શકે. એ માટે જે કર્તવ્યનિષ્ઠા જોઈએ તે તો પરસ્પર પ્રેમભાવ હોય તો જ ટકી શકે. પ્રેમભાવ હોય તો જ પોતાની માલિકીનાં ધનસંપત્તિમાં, ભોગપભોગમાં બીજાને સંવિભાગી બનવા નિમંત્રણ આપી શકાય. જે સમાજમાં આ સંવિભાગીપણું નથી અથવા ઓછું છે તે સમાજ શુષ્ક, જડ અને નિષ્માણ બની જાય છે. આમ ભૌતિક દૃષ્ટિએ પણ સમાજમાં સંવિભાગીપણાની ભાવનાની આવશ્યકતા રહે છે. કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના પુરુષાર્થ વડે જે જે કંઈ ધન-સંપત્તિનું ઉપાર્જન કરે છે તે એવું વ્યવસ્થિત અને ચોકસાઈભરેલું નથી હોતું કે જેથી એના જીવનનો જ્યારે અંત આવે ત્યારે એના ઉપભોગ માટે તે બધું જ પૂરેપૂરું વપરાઈ ગયું હોય અને એક કણ જેટલું ન તો ઉછીનું લેવું પડતું હોય કે ન તો કંઈ વધ્યું હોય. જીવનની વ્યવસ્થા જ એવી છે કે ગૃહસ્થ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ માણસ સંસાર છોડીને ચાલ્યો જાય છે ત્યારે કાં તો તે કંઈક દેવું મૂકીને જાય છે અને કાં તો તે કંઈક વારસો મૂકીને જાય છે. છેવટે કશું જ ન હોય તો પણ માણસના શરીર ઉપરનું વસ્ત્ર પણ તે મૂકીને જાય છે. જીવનમાં આમ બનવું અનિવાર્ય છે. ગૃહસ્થોની આ વાત તો સમજાય એવી છે, પરંતુ સાધુ-સંતોની બાબતોમાં પણ તેમ બને છે, કારણ કે તેમના ગયા પછી તેમનાં વસ્ત્રો, પાત્ર, કમંડલ, ગ્રંથ તથા અન્ય ઉપકરણો તો રહી જતાં હોય છે. સંસારમાં કોઈ પણ જીવ જન્મ-જન્માન્તરની દૃષ્ટિએ એકલો જીવી શકતો નથી. એને ક્યારેક ને ક્યારેક કોઈ વસ્તુ માટે બીજા જીવોનો સહારો અવશ્ય લેવો જ પડે છે. તો બીજી બાજુ બીજાની ઉપર અનુગ્રહ કરવો એ પણ જીવનું એક મહત્ત્વનું કુદરતી લક્ષણ છે. મન, વચન અને કાયાથી બીજા જીવોને જીવવામાં સહાયરૂપ થવું એ ઉત્તમ જીવનું લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : “પરસ્પરોપગ્રહો નીવાના' એટલે કે એકબીજા ઉપર ઉપકાર કરવો એ જીવોનું લક્ષણ છે. જીવો એકબીજાનો ઉપકાર લઈને જીવી શકે છે. સ્થૂળ કરતાં સૂક્ષ્મ દષ્ટિએ આ વિચાર વધુ સમજવા જેવો છે. એટલે જ ઉપકારબુદ્ધિ, પરાર્થકારિતા એ જીવનું એક મહત્ત્વનું લક્ષણ છે. એ લક્ષણ જેટલું વધારે વિકસિત એટલી જીવની ગતિ ઉચ્ચ. એટલે જ શાસ્ત્રકારો કહે છે કે એટલું તો નિશ્ચિત જ છે કે પરાર્થકારિતાના ગુણ વિના કોઈ પણ જીવનો મોક્ષ નથી. હરિભદ્રસૂરિએ કહ્યું છે કે જે જીવો લોભરતિ” છે, અર્થાત્ મેળવવામાં જ આનંદ પામે છે, આપવામાં આનંદ નથી અનુભવતા એવા જીવો ભાવાભિનંદી જ રહેવાના. એમને સંસારમાં રખડવું જ ગમે છે, મોક્ષની રુચિ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ असंबिभागी नहु तस्स मोक्लो એમને થતી નથી. વહેંચીને ખાવાની, સહકાર અને સંપની ભાવનાનાં મૂળ કુટુંબજીવનમાં ઊંડાં રહેલાં છે. માતા ભૂખે રહીને પણ બાળકને ખવડાવે છે અને તેનો આનંદ અનુભવે છે. માતા-પિતા આખી રાત ઉજાગરો કરીને પોતાના માંદા બાળકને સાચવે છે. વૃદ્ધાવસ્થામાં સંતાનો કમાય છે અને વૃદ્ધ માતા-પિતાને બેઠાં બેઠાં ખવડાવે છે. માતા-પિતા અશક્ત કે માંદાં થયાં હોય તો સંતાનો પૂરતો સમય આપીને તેમની સંભાળ રાખે છે. અલબત્ત ક્યાંક અપવાદ હોઈ શકે છે.) આ બધું કર્તવ્યરૂપે છે, પરંતુ તે એટલું સહજ છે કે એકંદરે કોઈને એમાં કશું શીખવાનું હોતું નથી કે કોઈને તે બોજારૂપ લાગતું નથી. “ખવડાવીને ખાઓ'ની ભાવના મનુષ્યને સંસ્કારના ઉચ્ચતર સ્તર ઉપર લઈ જાય છે. બીજાને માત્ર ખવડાવવાની બાબતમાં જ નહિ પણ એની બધી જ જીવનજરૂરિયાતોની બાબતોમાં ઉદારતાથી સહકાર આપવાની ભાવના ભારતીય સંસ્કૃતિમાં પ્રાણરૂપ ગણી છે. આંગણે આવેલો અતિથિ દેવ બરાબર છે – “ગતિથિ તેવો મા.” અતિથિની બાબતમાં ભારતીય સંસ્કૃતિનો આ સર્વોચ્ચ આદર્શ છે. આવી ઉચ્ચ ભાવના વિશ્વમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. - “અતિથિ-સંવિભાગ’ એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું ગૌરવભર્યું લક્ષણ છે. જૈન શ્રાવકોનું તો એ એક વ્રત ગણાય છે, જેમાં અતિથિના અર્થમાં સાધુ-સાધ્વીઓ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. ભૌતિક દૃષ્ટિએ વિકસતા જતા આધુનિક વિજ્ઞાનને કારણે, નવી નવી જીવનપદ્ધતિને કારણે, તથા નવી અર્થવ્યવસ્થાને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ કારણે મનુષ્યમાંથી આ “અતિથિદેવો ભવ'ની ભાવના ઘણી ઘસાતી ચાલી છે. વર્તમાન જીવનવ્યવસ્થા અને ઘરકામના ભારને લીધે પણ આ ભાવના લુપ્ત થવા લાગી છે. ઘેર અચાનક અજાણ્યા મહેમાન આવે અને પોતે રાજી રાજી થાય એવું હવે કેટલાં ઓછાં સ્ત્રી-પુરુષોની બાબતમાં જોવા મળે છે! એમાં વ્યક્તિના દોષ કરતાં પરિસ્થિતિનો દોષ વધુ મોટો છે. અન્ય દેશોની જીવનપ્રણાલિકાનો પ્રભાવ ભારતીય જીવનપ્રણાલિકા ઉપર ઘણો પડ્યો છે તો બીજી બાજુ ભારતીય અતિથિ-ભાવનાનો દુરુપયોગ પણ ઘણો થયો છે. એટલે આમ બનવું સ્વાભાવિક છે. તેમ છતાં અતિથિ-સંવિભાગની ભાવના હૃદયમાં અવશ્ય સંઘરી રાખવા જેવી છે. પોતાના આહારમાંથી સાધુસંતોને ભિક્ષા-ગોચરી આપવાની ભાવનાનું રોજેરોજ પોષણસંવર્ધન કરવા જેવું છે. આંગણે આવતા અતિથિઓ-અભ્યાગતોમાં સર્વોચ્ચ સ્થાન સાચા સાધુસંતોને આપવા જેવું છે. ભારતમાં કેટલાય લોકોને રોજનો એવો નિયમ હોય છે કે પોતાના ભોજનમાં કોઈકને સહભાગી બનાવવા જોઈએ. રોજેરોજ તો મહેમાનો ક્યાંથી હોય? તો પણ પોતાનું રાંધેલું ફક્ત પોતે જ ખાવું એ તો નરી સ્વાર્થી સંકુચિત વૃત્તિ ગણાય. એટલે ઈષ્ટદેવને પ્રતીકરૂપે કંઈક અર્પણ કરી, યજ્ઞમાં કંઈક આહુતિ આપીને પછી જમવાની પ્રથા હિંદુ પરંપરામાં છે. એવી જ રીતે કેટલાયે લોકો રોજેરોજ પહેલાં શેરીમાં ગાય કે કૂતરાને ખવડાવીને પછી પોતે ખાય છે. આ ભાવનાનો રૂઢાચાર તો એટલી હદ સુધી થયો કે પોતે કુટુંબના સભ્યોની સંખ્યાનુસાર માપીને રસોઈ કરે છે અને જરા પણ રસોઈ વધવી ન જોઈએ એવી વાત પોતાના ઘરમાં ન થવી જોઈએ. એટલા માટે સ્ત્રીઓ Page #166 -------------------------------------------------------------------------- ________________ असंविधामी न तस्स मोक्खो ૧૫૭ રોટલી કે રોટલો કરતી વખતે એક નાની ચાનકી વધારાની કરતી હોય છે. એનો અર્થ એ થયો કે પોતે માપીમાપીને રસોઈ કરી નથી. આ ચાનકી એ સંવિભાગનું પ્રતીક છે. સમાજમાં કેટલાયે એવા ઉદારચિત્ત મહાનુભાવો હોય છે કે જેમને પોતાને ઘેર કોઈ મહેમાન જમનાર ન હોય તો આનંદ ન થાય. હજુ પણ ગુજરાત, રાજસ્થાન અને બીજા પ્રદેશોમાં કેટલાયે એવા જૈન છે કે જેમનો રોજનો નિયમ છે કે રેલવે-સ્ટેશન પર જઈ કોઈક અજાણ્યા સાધર્મિક ભાઈને જમવા માટે પોતાના ઘરે તેડી લાવે અને એમને જમાડ્યા પછી પોતે જમે. જે દિવસે એવી કોઈ વ્યક્તિ ન મળે તો તે દિવસે એમને ઉપવાસ થાય. વહેંચીને ખાવાના સિદ્ધાંતમાં સમાજવાદનાં મૂળ રહેલાં છે. સમાજના દરેક નાગરિકને આજીવિકાના અને ઉપભોગના એકસરખા હક્ક મળવા જોઈએ અને એકસરખી તક મળવી જોઈએ. આ એક આદર્શ ભૂમિકા છે. જ્યાં આ સ્વરૂપ સચવાતું નથી અને જ્યાં સમાજનો એક વર્ગ અતિશય ધનસંપત્તિ એકત્ર કરીને એશઆરામ કરે છે અને એ જ સમાજનો બીજો વર્ગ પેટનો ખાડો પૂરો કરવા દિવસ-રાત કાળી મજૂરી કરે છે એ સમાજમાં ઝઘડા-ક્લેશ, સંઘર્ષ, ખૂન, વર્ગવિગ્રહ ઇત્યાદિ આવ્યા વગર રહેતાં નથી. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે જે દાન આપતો નથી, અસંવિભાગી છે, સંગ્રહખોર છે, અપ્રમાણભોગી છે તે નૈતિક દૃષ્ટિએ સમાજનો ચોર છે. તે અય-અચૌર્ય નામના મહાવ્રતનો ભંગ કરનારો છે. વર્તમાન સમયમાં ચારે બાજુ સંઘર્ષ, ક્લેશ, દ્વેષ, હિંસા અને અશાંતિનું વાતાવરણ વધતું હોય તેવું જોવા મળે છે. મનુષ્યની વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય સ્તરે રહેલી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ સંકુચિત સ્વાર્થવૃત્તિને કારણે આ સંઘર્ષમય અશાંત સ્થિતિ સર્જાય છે. જ્યાં જ્યાં ઉદારતા છે, પ્રેમભાવ છે, સહિષ્ણુતા છે, સહકાર છે ત્યાં ત્યાં શાંતિ અને સરળતા પ્રત્યક્ષ જોવા મળે છે. મનુષ્ય પોતાના દેશ, જાતિ, ભાષા અને ધર્મના સંકુચિત કોચલામાંથી બહાર આવી મનુષ્યમાત્રને માનવતાની દષ્ટિએ નિહાળે, ભૌતિક ભેદો એની દષ્ટિમાંથી વિગલિત થઈ જાય તો જીવન તેને માટે સ્વર્ગ જેવું બની શકે છે. માત્ર માનવતાની ભાવના કે મનુષ્યપ્રેમની ભાવના આગળ જ અટકી ન જતાં પશુ-પંખીઓ સહિત સર્વ જીવો પ્રતિ જે લોકો પોતાની આત્મચેતનાનો વિસ્તાર અનુભવે છે તેઓને તો સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિનો અવર્ણનીય આનંદ માણવા મળે છે. સંવિભાગની ક્રિયા પૂળ હોય તો પણ તેના સંસ્કાર ઊંડા પડે છે. માણસમાં દાન અને દયાનો ગુણ વિકાસ પામે છે. ગ્રહણ કરવું, મેળવવું, પ્રાપ્તિથી રાજી થવું, ઝૂંટવી લેવું – એવા બધા સ્થૂળ સંસ્કાર તો જીવોમાં અનાદિકાળથી રહેલા છે. એ શીખવવા માટે બહુ જરૂર રહેતી નથી. નાનું બાળક પણ પોતાની મનગમતી વસ્તુ લઈને તરત રાજી થઈ જાય છે. બીજાને આપવાનું બાળકને શિખવાડવું પડે છે. પોતાનું એક જ રમકડું હોય તો પણ બાળક રાજીખુશીથી બીજા બાળકને તે રમવા આપી શકે તો સમજવું કે તેમનામાં સંવિભાગનો ગુણ ખીલ્યો છે. આ ગુણ કેટલીક વાર ખીલ્યો હોવા છતાં સંજોગો બદલાતાં ઢંકાઈ જાય છે કે ઘસાઈ જાય છે. પરંતુ વિપરીત સંજોગોમાં પણ એ ગુણ ટકી રહે એ જ એની મહત્તા છે. એ ગુણ જેમ જેમ વિકસતો જાય તેમ તેમ બીજા જીવો પ્રતિ ઉદારતા, સમાનતા વગેરે પ્રકારના ભાવો વિકસતા જાય છે. આવા ગુણો જેમ જેમ વિકસતા જાય તેમ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ असंबिभागी नहु तस्त मोक्खो તેમ તેની સાથે સંલગ્ન એવા અન્ય ગુણ પણ વિકસતા જાય છે. ગુણવિકાસ એ આધ્યાત્મિક વિકાસની પૂર્વભૂમિકા છે. બીજા જીવો પ્રત્યે આત્મૌપજ્યની ભાવના જ્યાં સુધી ન આવે ત્યાં સુધી - સર્વ જીવ એ સિદ્ધસમ' એવી દષ્ટિ અંતરમાં સ્થિર ન થાય. એ સ્થિર ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસની શક્યતા નથી. જો એ ન હોય તો પછી મોક્ષપ્રાપ્તિની તો શક્યતા જ ક્યાંથી? એટલા માટે જ ભગવાન મહાવીરે યથાર્થ જ કહ્યું છે કે અસંવિભાગી વ્યક્તિનો મોક્ષ નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ Page #170 -------------------------------------------------------------------------- ________________