SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ टुक्करं करे तारुण्णे समणत्तणं ૩૩ સાધુઓએ પગ સંકોડીને પડખે જ સૂઈ જવું જોઈએ જેથી કુદરતી રીતે શારીરિક સંયમ જળવાય અને એથી મન પણ નિર્મળ રહે. દિગંબર મુનિઓ તો એક જ પડખે નિદ્રા કરી લેતા હોય છે. પડખું બદલવાનું થયું કે તરત બેઠા થઈ ધ્યાનમાં બેસી જવાનું હોય છે. વ્રતપાલનમાં શરીરની ક્રિયાઓ અને અવસ્થાઓનો પૂર્વાચાર્યોએ બરાબર અભ્યાસ કરીને સંયમની દૃષ્ટિએ યોગ્ય નિયમો બતાવ્યા છે. દરેક ધર્મમાં તેજસ્વી સાધુઓ પ્રત્યે મહિલા વર્ગનું આકર્ષણ પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. પરંતુ જેઓ પોતાની સાધનામાં સ્થિર છે તેઓ એ વિશે ઉદાસીન રહે છે. કેટલાક મહાત્માઓ યુવતીજનવલ્લભ બને છે. રૂપાળી લલનાઓથી તેઓ વીંટળાયેલા રહે છે. ભક્ત મહિલાઓ તેમનો ચરણસ્પર્શ કરવા ઝંખે છે. ભોળી અને વેવલી ભક્તાણીઓ ગુરુમુખે પોતાનાં જરાક વખાણ થતાં રાજી રાજી થઈ જાય છે અને તેને રાજી કરવા ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. એમાં તેઓ પોતાને પરમ ભાગ્યશાળી, પરમ ધન્ય માનવા લાગે છે. તેઓ એમના નામની માળા ફેરવવા લાગે છે. કંઈક કાકતાલીય ન્યાયથી બનતી કે ઉપજાવી કાઢેલી ચમત્કારિક ઘટનાઓને તેઓ ગુરુએ કરેલા ચમત્કાર રૂપે માનવા લાગે છે.પરંતુ આવી ઘટનાઓ ગુરુ માટે લપસણી ભૂમિકા તૈયાર કરે છે અને પોતાને અત્યંત સાવધ માનવા છતાં એવા ગુરુઓ ક્યારે લપસી પડે છે તે અગાઉથી પોતે કળી શકતા નથી. પતન પણ જ્યાં સુધી ગુપ્ત હોય ત્યાં સુધી રોચક બને છે. સારી વક્તૃત્વશક્તિ એ જેમ સાધુના ગુણપક્ષે છે તેમ એમને માટે ભયસ્થાન પણ છે. એથી સાવધ રહેવાનું છે. સારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy