________________
૩૨
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ છે. જેઓ પોતાની વિચારધારાનું દિનરાત સતત અવલોકન કરતા રહે છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આથી જ કેટલાયે જૈન સાધુઓ વિગઈનો ઉપયોગ કરતા નથી અને કેટલાક તો એ માટે જીવન પર્યંતનાં પચ્ચખાણ લે છે. વિગઈનો ઓછો ઉપયોગ થાય તો શરીર કુદરતી રીતે જ કુશ રહે. સાધુ કૃશકાય હોય તો જ શોભે. સાધુ હોવું અને અલમસ્ત તગડા રહેવું એ બંને સાથે હોઈ ન શકે. (સિવાય કે જન્મજાત કોઈ ખોડ હોય). ‘તમારી તબિયત બહુ ફાંકડી થતી જાય છે એવું વચન સાધુ માટે શોભે નહિ.
જે સંન્યાસીઓ રાત પડ્યા પછી મિષ્ટાન્ન સહિત ભારે ભોજન પેટ ભરીને કરે છે તેઓને ખરાબ સ્વપ્નો આવે છે અને નિદ્રાવસ્થામાં વિકાર અને સ્કૂલનના પ્રસંગો પ્રાપ્ત થાય છે. વારંવાર બનતા એવા આકસ્મિક પ્રસંગો ચિત્તને અવળી દિશામાં ધકેલે છે અને પછી પોતે પણ એમાં રાચવા લાગે છે. સંયમના પાલનને માટે સૂર્યાસ્ત પહેલાં અસ્નિગ્ધ, અમિષ્ટ આહાર અને તે પણ મિત પ્રમાણમાં હોય એ હિતાવહ મનાયો છે.
જૈન ધર્મમાં ઊઠવા-બેસવાની કે સૂવાની ક્રિયાઓ વિશે પણ બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે. સાધુઓની બેસવાની મુદ્રા પણ સંયમિત હોવી જોઈએ. જૈન ધર્મમાં સાધુઓ અને ગૃહસ્થો માટે પંચાંગ પ્રણિપાત સ્વીકારાયો છે. દંડવત્ પ્રણામનો નિષેધ છે, કારણ કે પોતે કરેલા દંડવત્ પ્રણામ કે અન્ય સ્ત્રી કે પુરુષે કરેલા દંડવત્ પ્રણામનું અભદ્ર દર્શન ઉત્તેજનાનું નિમિત્ત બની શકે છે. જેઓ વિજાતીય વ્યક્તિનું મુખદર્શન પણ કરવા ઇચ્છતા નથી તેઓ દંડવત્ પ્રણામ ન કરે એ જ ઉચિત છે, કારણ કે એમાં પતનનાં સૂક્ષ્મ ભયસ્થાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org