________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू [મુખરતાથી સત્યવચનનો ઘાત થાય છે ]
ચૈત્ર સુદ તેરસે તીર્થંકર ચરમ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ઉજવણી નિમિત્તે એમણે પ્રબોધેલાં વચનો વાંચતાં વર્તમાન સમયને પણ સવિશેષ લાગુ પડે એવા ઉપરના એક વચનનું સ્મરણ થયું.
સ્થાનાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં (કંડિકા પ૨૯માં) ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે :
મોદક્તિ સāવથા નિબંધૂ અર્થાત્ મુખરતાથી (મોહરિત = મુખરિત) સત્યવચનનો ઘાત થાય છે.
સ્થાનાંગ સૂત્રમાં દસ અધ્યયન છે. તેમાં એક, બે, ત્રણ, ચાર એમ અનુક્રમે દસ અધ્યયનમાં તે પ્રત્યેકમાં તેની સંખ્યાનુસાર તેવી તેવી વસ્તુઓ ગણાવવામાં આવી છે. છઠ્ઠા અધ્યયનમાં છ-છના પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ કિંડિકામાં માણસ કઈ છ વસ્તુઓનો ઘાત કેવી કેવી રીતે કરે તે બતાવવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે મુખરતાથી માણસ સત્યવચનનો ઘાત કરે છે.
મુખરતા એટલે વાચાળપણું, બહુ બોલબોલ કરવું, બડબડ કરવું, બૂમરાણ મચાવવી અથવા બોલીને ઘોંઘાટ કરવો.
બોલવું એ એક વાત છે અને બોલબોલ કરવું એ બીજી વાત છે. વિચારપૂર્વક, સંયમપૂર્વક, યોગ્યતાનુસાર માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org