________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू
૧૨૯ પોતાની વાતને વાણી દ્વારા રજૂ કરે એ સારી વાત છે. વખત જતાં પોતાની વૈખરી વાણીને દિવ્યતા સુધી માસ પહોંચાડી શકે છે. તીર્થંકર પરમાત્માની વાણી ઉત્તમ પ્રકારના પાંત્રીસ ગુણથી યુક્ત હોય છે.
સામાન્ય માણસોની વાત કરીએ તો કેટલાક માણસોનું બોલવું આપણને ગમે છે અને કેટલાકનું બોલવું ગમતું નથી. કોયલના ટહુકાર પ્રિય લાગે છે અને કાગડાનો અવાજ કર્કશ લાગે છે. મુખરતા એટલે કાગડાના અવાજના જેવી કર્કશતામાં સરી પડતી વાણી એવો પણ એક અર્થ થાય છે.
એકની એક વાતનું પુનરુચ્ચારણ એ મુખરિતતા નથી. કેટલીક સારી, સાચી વાત ફરી ફરી કહેવા જેવી હોય છે અને ફરી ફરી તે સાંભળતાં માણસને ચીડ ચડતી નથી. ગીતસંગીતમાં કેટલીયે પંક્તિઓ ફરી ફરી ગાવામાં આવે છે. ધ્રુવપદની પંક્તિઓ તો વારંવાર ગવાય છે. જો પુનરુક્તિ એ વાચાળપણું ગણાય તો સમગ્ર શાસ્ત્રીય સંગીત ઉપર વાચાળતાનો દોષ આવે. પરંતુ તેમાં તેનો તેવો દોષ ગણાતો નથી, બલકે તેની ગણના શાસ્ત્રીય કલામાં થાય છે.
કેટલાક માણસોને બીજાની સાથે વાત કરતી વખતે મૂંગા બેસી રહેવા કરતાં એકની એક વાત બે-ત્રણ વાર કરવાની ટેવ હોય છે. કેટલાકને વિસ્મૃતિ દોષને કારણે એકની એક વાત બેત્રણ વાર કરવાની ટેવ પડી જાય છે, પણ એ મુખરતા નથી. પરંતુ કેટલાક માણસનો સ્વભાવ જ એવો હોય છે, તેઓ કારણ વગર બોલ બોલ કર્યા કરતા હોય છે. ક્યારેક એકની એક વાત એક જ રીતે બોલબોલ કર્યા કરતા હોય છે, તો કેટલીક વાર એક જ વાત વળીવળીને જુદા જુદા શબ્દોમાં બોલ્યા કરતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org