________________
૧૩૦
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧
બીજાનું સાંભળવાનું તેમને ગમતું નથી. એમની વાણી અસ્ખલિત વહ્યા કરે છે. વચ્ચે પૂર્ણવિરામ કે અર્ધવિરામ જેવું હોતું જ નથી કે જેથી બીજાને વાત કરવાની તક મળે. વળી પોતે બોલે છે તે બીજાને ગમે છે કે નહિ અથવા બીજા ધ્યાનથી સાંભળે છે કે નહિ તે જોવા-જાણવાની તેમને દરકાર હોતી નથી. પોતાના બોલવાની કેવી પ્રતિક્રિયા થશે, પોતાની પ્રતિષ્ઠાને કેટલી હાનિ પહોંચશે તેની પણ તેઓને ચિંતા કે ખેવના હોતી નથી.
આવા મુખરી માણસોનો અનુભવ ઘણાને થતો હોય છે. જેમ એક બાજુ મૂંગા કે ઓછાબોલા અને મીંઢા માણસો અનર્થ ઉપજાવે છે તેમ મુખરી માણસો પણ અનર્થ ઉપજાવે છે. ભગવાન મહાવીર કહે છે કે તેઓ સત્યનો ઘાત કરે છે.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે બે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું ઘણું જ દુષ્કર છે : એક જિલ્લા અને બીજી ઉપસ્થ. ઇન્દ્રિયોમાં સ્વાદેન્દ્રિય અને વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત ઉપર વિજય મેળવવા માટે મોટો પુરુષાર્થ કરવાની જરૂર રહે છે. જીભ એક છે અને એણે કામ બે કરવાનાં હોય છે – ખાવાનું કામ અને બોલવાનું. માણસને ખાતાં ન આવડે તો પેટ બગડે અને બોલતાં ન આવડે તો સંબંધો બગડે, જીવન બગડે. બગડેલા પેટને સુધારતાં વાર નથી લાગતી, પણ બગડેલા સંબંધને સુધારતાં ઘણી વાર લાગે છે.
અર્થયુક્ત વાણી એ બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યની વિશેષતા છે. પોતાને મળેલી આ વિશિષ્ટ શક્તિ કેટલું બધું કાર્ય કરી શકે છે એનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે વિસ્મય થાય છે. પોતાને મળેલી આ શક્તિનો વારંવાર ઉપયોગ કરવાનું મન થાય એ દેખીતું છે. નાનું બાળક થોડાક શબ્દો કે વાક્યો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org