________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू
૧૩૧ બોલતાં શીખે છે ત્યારે એ ઘણું બોલવા લાગે છે. એ બોલવામાં એકના એક પ્રકારના શબ્દો કે વાક્યોનો પુનરુચ્ચાર ઘડીએ ઘડીએ કરે છે. વાણી એ અભિવ્યક્તિનું માધ્યમ છે અને નાના બાળકને પોતાની જાતને વ્યક્ત કરવા માટે વાણીનો ઉપયોગ કરતાં આવડી જાય ત્યારે એને અતિશય આનંદ અને વિસ્મય થાય છે. પોતાની એ શક્તિનો પ્રયોગ તે વારંવાર કરવા લાગે છે. નાના બાળકની વાણીમાં મુખરતા આવે છે, પણ તે મધુર હોય છે. તેની મુખરતાનો બીજો કોઈ આશય હોતો નથી, માટે તે પ્રિય લાગે છે. આમ, મુખરતાનું લક્ષણ મનુષ્યમાં એના બાલ્યકાળથી જ આવી જાય છે. પરંતુ એ જ બાળક પાંચ-પંદર વર્ષનું થયા પછી એ જ રીતે બોલબોલ કરે તો સ્વજનોને તે દોષરૂપ લાગે છે. તેને અટકાવે છે.
| મુખરનો એક અર્થ બહુ અવાજ કરવો એવો થાય છે. સંસ્કૃત કવિઓએ પગના ઝાંઝરમાં મુખરતાનો ગુણ રહેલો છે એમ કહ્યું છે. પોલું હોવાથી તે વધારે અવાજ કરે છે. આથી જ્યાં વધુ અવાજ હોય ત્યાં પોલાણ હોય તેવો એક નિયમ બતાવવામાં આવે છે. જેમ ઝાંઝરની બાબતમાં તેમ મનુષ્યની બાબતમાં પણ કહેવાય છે. જે માણસો બહુ બોલબોલ કરતા હોય છે તે માણસો અંદરથી પોલા હોય છે. કેટલીક વાર પોતાના પોલાણને ઢાંકવા માટે જ માણસો બોલબોલ કરતા હોય છે અને એમ કરવાને કારણે પોતે શું અને કેવું બોલે છે તેનું એમને ભાન રહેતું નથી. તેથી એમના જ બોલવામાં વિસંગતિ આવવા લાગે છે અને વિસંગતિ અસત્યને નોતરે છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે In much talking thinking is half murdered.
જે વાચાળ માણસો હોય છે તે જો કંઈ બોલવામાં ભૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org