________________
૧૫૪
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ માણસ સંસાર છોડીને ચાલ્યો જાય છે ત્યારે કાં તો તે કંઈક દેવું મૂકીને જાય છે અને કાં તો તે કંઈક વારસો મૂકીને જાય છે. છેવટે કશું જ ન હોય તો પણ માણસના શરીર ઉપરનું વસ્ત્ર પણ તે મૂકીને જાય છે. જીવનમાં આમ બનવું અનિવાર્ય છે. ગૃહસ્થોની આ વાત તો સમજાય એવી છે, પરંતુ સાધુ-સંતોની બાબતોમાં પણ તેમ બને છે, કારણ કે તેમના ગયા પછી તેમનાં વસ્ત્રો, પાત્ર, કમંડલ, ગ્રંથ તથા અન્ય ઉપકરણો તો રહી જતાં હોય છે.
સંસારમાં કોઈ પણ જીવ જન્મ-જન્માન્તરની દૃષ્ટિએ એકલો જીવી શકતો નથી. એને ક્યારેક ને ક્યારેક કોઈ વસ્તુ માટે બીજા જીવોનો સહારો અવશ્ય લેવો જ પડે છે. તો બીજી બાજુ બીજાની ઉપર અનુગ્રહ કરવો એ પણ જીવનું એક મહત્ત્વનું કુદરતી લક્ષણ છે. મન, વચન અને કાયાથી બીજા જીવોને જીવવામાં સહાયરૂપ થવું એ ઉત્તમ જીવનું લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : “પરસ્પરોપગ્રહો નીવાના' એટલે કે એકબીજા ઉપર ઉપકાર કરવો એ જીવોનું લક્ષણ છે. જીવો એકબીજાનો ઉપકાર લઈને જીવી શકે છે. સ્થૂળ કરતાં સૂક્ષ્મ દષ્ટિએ આ વિચાર વધુ સમજવા જેવો છે. એટલે જ ઉપકારબુદ્ધિ, પરાર્થકારિતા એ જીવનું એક મહત્ત્વનું લક્ષણ છે. એ લક્ષણ જેટલું વધારે વિકસિત એટલી જીવની ગતિ ઉચ્ચ. એટલે જ શાસ્ત્રકારો કહે છે કે એટલું તો નિશ્ચિત જ છે કે પરાર્થકારિતાના ગુણ વિના કોઈ પણ જીવનો મોક્ષ નથી. હરિભદ્રસૂરિએ કહ્યું છે કે જે જીવો લોભરતિ” છે, અર્થાત્ મેળવવામાં જ આનંદ પામે છે, આપવામાં આનંદ નથી અનુભવતા એવા જીવો ભાવાભિનંદી જ રહેવાના. એમને સંસારમાં રખડવું જ ગમે છે, મોક્ષની રુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org