________________
अट्ठजुत्ताणि सिक्खिजा, निराणि उ वजिए। [ અર્થયુક્ત વાતો શીખવી, નિરર્થકને ત્યજી દેવી]
આ વાત તો સાવ સહેલી લાગે છે, પણ તેનો અમલ કરવાનું એટલું સહેલું નથી.
કામની વાત શીખવી અને નકામી વાતને છોડી દેવી એ સાચું, પણ કઈ વાત કામની છે અને કઈ નકામી છે એની કેમ ખબર પડે? એ કોણ સમજાવે ?
જીવનમાં શીખવા જેવું ઘણું છે. વિકાસશીલ વ્યક્તિને તો હરહંમેશ નવી નવી વાતો શીખવા મળે છે. જેનું લક્ષ્ય પ્રગતિ પર છે તેની પાસે તો પોતાના પૂરતો એક માપદંડ આવી ગયો હોય છે. અલબત્ત, એ જ સાચો છે એમ સર્વાર્થે ન કહી શકાય, પણ એની વિકાસોન્મુખતા અવશ્ય પ્રશંસાપાત્ર બને છે, કારણ કે જીવન સતત વિકાસશીલ છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના વિનયશ્રુત નામના પહેલા અધ્યયનમાં કહ્યું છે :
निसन्ते सिया अमुहरी, बुद्धाणं अतिए सया ।
अट्ठजुत्ताणि सिक्खिजा, निरट्टाणि उ वजिए ॥ [ સાધક અત્યંત શાન્ત રહેવું, અસંબદ્ધ બોલવું નહિ, જ્ઞાનીજનોની સમીપે રહેવું, તેમની પાસેથી પરમાર્થપુક્ત વાતો શીખવી અને નિરર્થક વાતોને છોડી દેવી. ] - ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં શિષ્યને વિનયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org