SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ जं छन्नं तं न वत्तव्वं કોટિના હોય છે. સાચા સાધકો તો એથી પણ ઘણા આગળના તબક્કાની સાધના કરવાવાળા હોય છે. પોતાની પાસે કોઈની ગુપ્ત વાત છે એટલી સભાનતા પણ તેમને રહેતી નથી. કોઈ પ્રસંગે ખાસ એ વાત કરવાની આવશ્યકતા ઊભી ન થાય તો એ વાત એના જીવનમાં વિસ્મરણ જેવી બની જાય છે. તેઓની પાસે ઘણાંની ઘણી નબળી વાતો ગુપ્તપણે આવતી રહેતી હોય છે તો પણ તેઓ તો સંસારની વિષમતા વિશે અને જીવોનાં શુભાશુભ કર્મોના ઉદય વિશે, સાક્ષીભાવે ચિંતન કરતા હોય છે. જેઓ જ્ઞાતાદ્રષ્ટાની દશા સુધી પહોંચે છે તેમને માટે આવું ભાવચિંતન સહજ અને સાધનામય બની જાય છે. જેઓ સરળ છે, નિસ્પૃહ છે, નિરભિમાની છે, સ્વસ્થ છે, સત્યનિષ્ઠ છે, ઉચ્ચતમ આધ્યાત્મિક ધ્યેયને વરેલા છે, તેઓને પોતાના જીવનમાં કશું છુપાવવા જેવું હોતું નથી. જેમને કશું છુપાવવાનું નથી હોતું તેઓ નિર્ભય હોય છે. જેઓ બીજાની અનેક ખાનગી વાતો જાણવા છતાં નિર્લોભી છે, નિરાકાંક્ષી છે, ક્ષમાશીલ છે, હિતેચ્છુ છે, સંસારના સ્વરૂપનું ચિંતનમનન કરવાવાળા છે તેઓને બીજાની ગુહ્ય વાત પ્રકાશિત કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. બીજાની ગુહ્ય વાતોને પોતાના પેટમાં આજીવન સમાવી દઈને સંત બનવું એ કાર્ય સરળ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy