________________
अत्ताणि सिक्खिजा, निराणि उ बजिए
પપ બનવા માટે ભિન્નભિન્ન દષ્ટિકોણથી જે શિખામણ આપી છે તેમાં દસ મહત્ત્વના ગુણ કેળવવાનો નિર્દેશ કર્યો છે. એ દસ આ પ્રમાણે છે : (૧) ગુરુજનોની હાજરીમાં હંમેશાં શાન્ત રહેવું, (૨) વાચાળ ન બનવું, (૩) સાર્થક પદ શીખવાં અને નિરર્થક વાત છોડી દેવી, (૪) ગુરુ અનુશાસન કરે, શિક્ષા કરે ત્યારે ક્રોધ ન કરવો, (૫) ક્ષમાશીલ બનવું, (૬) હલકા માણસો સાથે સંબંધ ન રાખવો, તેમની સાથે મજાકમશ્કરી ન કરવાં, (૭) દુષ્ટ કાર્યો ન કરવાં, (૮) યોગ્ય સમયે સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન કરવું, (૯) મિતભાષી થવું, અને (૧૦) દુષ્ટ કાર્ય થઈ ગયું હોય તો ગુરુ સમક્ષ તેનો સ્વીકાર કરી લેવો.
આ દસ શિખામણમાંથી ઉપર કહેલી ફક્ત એકનો અહીં વિચાર કરીશું – સાર્થક વાત શીખવી અને નિરર્થક છોડી દેવી. માણસ નિરર્થક વાત છોડી દેવાનું શીખે તો આપોઆપ કામની વાત શીખવા લાગે. પરંતુ મનુષ્યનો સ્વભાવ એવો પ્રમાદી છે કે નિરર્થક વાત તે જલદી છોડી શકતો નથી.
ભગવાન મહાવીરે અધ્યાત્મમાર્ગના સાધક માટે જે વાત કરી છે તે વ્યવહારુ જીવનમાં પણ એટલી બધી ઉપયોગી છે. કોઈ પણ સફળ માણસની સિદ્ધિનું રહસ્ય એ છે કે એણે નકામી વાતોમાં સમય વેડફી નાખ્યો નથી. જેઓને જીવનમાં ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિ મેળવવી હોય તેઓએ સારાસાર વિવેક કરવો જ પડે.
કેટલાય માણસોને સમય કેમ પસાર કરવો તેની સૂઝ પડતી નથી. તેમનો સમય પસાર થતો નથી એટલે તેઓ આમતેમ ફાંફાં મારતા હોય છે. તેમને ચેન પડતું નથી. જેમતેમ કરીને વેઠપૂર્વક તેઓ દિવસ પૂરો કરે છે. એવા લોકોની જિંદગીનું કશું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org