________________
પર
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ મૂલ્ય નથી.
કોઈ પણ માણસને પૂછવામાં આવે કે “તમને તમારી જિંદગી ફરી જીવવાની મળે તો તમે એમાં કેવા ફેરફાર કરશો?' તો કોઈક જ માણસ એવા મળે કે જે કહે કે પોતાને જે જિદગી મળી છે બરાબર તે જ પ્રમાણે પોતાને જીવવી છે. પોતાને એમાં કશા ફેરફાર કરવા નથી.
દરેક માણસે જીવનમાં કંઈક ભૂલો કરી હોય છે. એવી ભૂલો ફરીથી ન થાય એવું માણસ ઇચ્છે. કૌટુંબિક સંબંધો, પત્ની, સંતાનો, વગેરેના પ્રશ્નો, નોકરી-ધંધાની સમસ્યાઓ અને સફળતાઓ, આરોગ્યની બાબતો, સ્વભાવની વિચિત્રતાઓ, કેટલીક ટેવો ઈત્યાદિ વિશે માણસ જરૂર ફેરફાર ઇચ્છે છે કે જેથી પોતે જેવું જીવન જીવ્યા તેના કરતાં વધુ સારું જીવન જીવવા
મળે.
શાળા-કૉલેજની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં દુનિયાભરમાં જેમ અસંખ્ય વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે તેમ લાખો વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે. નાપાસ થનાર વિદ્યાર્થી પાસે નાપાસ થવાનાં કારણો હોય છે, જેમાંનું એક કારણ તેણે પોતે જેટલો સમય અભ્યાસ માટે આપ્યો તેટલો ઓછો હતો. જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હોય તેઓ બધાને પોતાના પરિણામથી સંતોષ હોતો નથી. મતલબ કે સરેરાશ દરેકને એમ લાગે છે કે પોતે જો આમ કર્યું હોત તો આમ ન થાત. એટલે કે દરેક વિદ્યાર્થીએ થોડોક સમય તો નિરર્થક વાતોમાં બગાડ્યો છે. સતત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ એવો ફરક રહેવાનો કે કેટલાકે જે મહત્ત્વનું હતું તે ઓછું વાંચ્યું હોય ને જે નિરર્થક હતું તે વાંચવામાં સમય વેડફી નાખ્યો હોય.
Jain Education International "
For Private & Personal Use Only
www.jainelibrary.org