________________
मायन्ने असणपाणस्स
૮૫ ઝડપી વિમાનવ્યવહારને કારણે જુદા જુદા દેશની પ્રજાઓની અવરજવર ઘણી વધી ગઈ છે. દરેક પ્રજાની પોતાની ખાદ્ય પદાર્થની એક લાક્ષણિકતા હોય છે. તેની સાથે તેની આત્મીયતા જડાયેલી હોય છે. ઘણા લાંબા દિવસ સુધી પોતાનો રોજનો ખોરાક ન મળ્યો હોય તો માણસ તેને માટે ઝંખે છે. એથી દુનિયાનાં મોટાં મોટાં શહેરોમાં બીજા દેશોની ખાદ્ય વાનગી પીરસતી રેસ્ટોરાંઓ વધતી જાય છે. જાપાનમાં પિન્ઝા ખાનાર, લંડનમાં દાળ-ભાત, રોટલી ખાનાર, અમેરિકામાં જાપાની ટેમ્પરા કે સુકીયાકી ખાનાર, રશિયામાં મેક્સિકન તાકો-બરીતો ખાનાર, કેનેડામાં ઈડલી -ઢોસા ખાનાર, ફિલિપાઇન્સમાં સ્પગેટી ખાનાર માણસોની હવે જરા પણ નવાઈ નથી, કારણ કે વિભિન્ન દેશોની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવનારી રેસ્ટોરાં દુનિયામાં ઉત્તરોત્તર વધુ પ્રચલિત બનવા લાગી છે.
વિવિધ ખાદ્ય પદાર્થોનું વિવિધ ઉષ્ણતામાન સાથે વિવિધ પ્રકારનું સંમિશ્રણ કરીને નવી નવી વાનગીઓ બનાવવા સાથે વિવિધ પ્રકારનાં સાધનોની એવી એવી શોધ થતી રહી છે કે ઓછા સમયમાં ઓછા શ્રમે વ્યવસ્થિત રીતે તૈયાર થયેલી, વાનગી માણસો આરોગવા લાગ્યા છે. બાવીસમી સદીમાં તો કોયૂટરાઇઝડ કિચન આવી જતાં માણસ એક બટન દબાવીને પોતાની મનપસંદ તાજી બનેલી વાનગી પાંચ-પંદર મિનિટમાં મેળવી શકશે.
છેલ્લા થોડા સૈકા દરમિયાન સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક દષ્ટિએ ભોજનની બાબતમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. દુનિયાભરમાં દિવસે દિવસે રેસ્ટોરાં વધતાં ચાલ્યાં છે. એથી માણસની ઘરની બહાર ખાવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org