________________
मावन्ने असणपाणस्स
૯૩
શક્તિ ન હોય તો સાધના ન હોય. શરીરમાદ્યમ્ ચત્તું ધર્મસાધનમ્ | ધર્મસાધના માટે શરીરની પહેલી આવશ્યકતા છે. શરીર માટે આહારની પહેલી આવશ્યકતા છે. માટે અન્નનું મહત્ત્વ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વીકારાયું છે.
આહારના વિવિધ પ્રકારના પ્રયોગો થાય છે. અમુક પ્રકારની વિશિષ્ટ શક્તિ આહાર દ્વારા મેળવાય છે. કેટલીક લબ્ધિ-સિદ્ધિ પણ આહાર ઉપર આધારિત છે. ભગવાન મહાવીરે ગોશાલકને તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત કરવી તેની જે વિદ્યા શીખવી હતી એમાં બાફેલા અડદના દાણાનું મહત્ત્વ ઘણું હતું. વળી, ચોવીસ કલાકમાં અનાજનો ફક્ત એક જ રાંધેલો દાણો લઈને એનો વિધિપૂર્વક આહાર કરવાની તપશ્ચર્યા (એક સિત્થ તપ) પણ વિશિષ્ટ પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ જન્માવે છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિ મહારાજે આવી ‘એક સિન્થ’ના પ્રકારની કેટલીક તપશ્ચર્યા કરી હતી.
વળી આહાર અંગે અનશન, ઊણોદરી, આયંબિલ, વૃત્તિસંપેક્ષ, રસત્યાગ વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા પણ બતાવવામાં આવી છે. જેઓ આવી તપશ્ચર્યા ન કરી શકે તેઓ એક કે વધુ વાનગી અમુક સમય સુધી ન ખાવાની બાધા લઈ શકે છે. જેઓને ઊંડી આધ્યાત્મિક સાધના કરવી છે તેઓને આહાર ઉપર વિજય મેળવ્યા વિના છૂટકો નથી. જે માણસની સ્વાદેન્દ્રિય લોલુપ હોય તે માણસ ઊંડી આધ્યાત્મિક સાધના કરી શકે નહિ. ભરેલા પેટે ધ્યાન ધરનાર નિદ્રાધીન થઈ જાય છે. આહાર કરતી વખતે સાચા જૈને નીચે પ્રમાણેની પાંચ પ્રકારની ભાવના ભાવવી જોઈએ : (૧) મારા આહાર માટે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org