________________
૯૪
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કોઈ એકેન્દ્રિય જીવની હિંસા-વિરાધના થઈ છે તે સર્વજીવોની ક્ષમા માંગું છું. (૨) આ આહાર મારા મુખ સુધી પહોંચાડવામાં જે કોઈ જીવોને જે કોઈ પ્રકારનું કષ્ટ પડ્યું હોય તે માટે તે જીવોની ક્ષમા માંગું છું. (૩) હું આહાર લઉં છું, પરંતુ મારા આત્માના અણાહારી પદનું મને ક્યારેય વિસ્મરણ ન થશો. (૪) મેં લીધેલો આહાર મારા દેહમાં એવી શુભ રીતે પરિણમે કે જેથી મારા અધ્યવસાયો શુભ રહે અને સંયમની વિરાધના ન થાય. (૫) વિશ્વમાં સર્વત્ર સુધા વેદનીય કર્મોનો જ્યાં જ્યાં ઉદય હોય ત્યાં ત્યાં તે શાંત થાવ. (તપસ્વીને શાતા અને ભૂખ્યાને ભોજન મળી રહો.)
આહારથી અનાહારી પદ સુધીનું સ્થૂલ અને સૂક્ષ્મ ક્ષેત્ર કેટલું વિરાટ અને કેટલું વિસ્મયજનક છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org