SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ने हरंति तं वित्तं [ બીજાઓ તે ધન હરી જાય છે ] છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયામાં અને વિશેષતઃ ભારતમાં શેરબજાર, બેંકો, ફાઇનાન્સ કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરેનાં કૌભાંડોને લીધે તથા બનાવટી કંપનીઓની લોભામણી જાહેરખબરો અને છેતરપિંડીને લીધે પોતાનું ધન વગર વાંકે ગુમાવ્યાનો અનુભવ કેટલાયને થયો હશે ! બીજાનું ધન હરી લેવાની પ્રવૃત્તિ આજકાલની નથી. આદિકાળથી તે ચાલી આવે છે. ભગવાન મહાવીરસ્વામીના જમાનામાં પણ એવી ઘટના બનતી હતી. પરંતુ બીજાનું ધન હરી લેવાની ઘટનાઓ વર્તમાન જગતમાં ઘણી બધી વધતી જતી હોય એવું જણાય છે. જૂના વખતમાં ધનની હેરફેરનું ક્ષેત્ર, વેપારી સોદાઓનું ક્ષેત્ર મર્યાદિત હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક દેશનો બીજા દેશો સાથેનો વેપાર ઘણો વધી ગયો છે. એક દેશમાં બનતી ચીજવસ્તુઓ આખી દુનિયામાં પહોંચી જાય છે. ઉતાવળ હોય ત્યારે તો એક દેશમાં ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓનાં અનેક નંગ માલવાહક હવાઈ જહાજો દ્વારા ચોવીસ કલાકમાં બીજા દેશનાં બજારોમાં ઠલવાઈ જાય છે. એક દેશની લક્ષ્મી કોમ્યુટરની મદદ વડે થોડીક ક્ષણોમાં હજારો માઈલ દૂરના ખાતામાં જમા થઈને બેસી જાય છે. એટલે બીજાનું ધન પચાવી પાડવાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy