SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - अन्ने हरंति तं वित्तं ૧૦૧ મન ચોરી કરીને કમાવા તરફ વળે છે. Earning by Cheating એ દુનિયાના અનેક લોકોમાં વ્યસનરૂપે જોવા મળે છે. કાળ સંદર્ભોને બદલી નાખે છે. એક વખતના મોટા ગણાતા માણસો સમય જતાં નાના લાગવા માંડે છે. સામાન્ય લેખાતા માણસો ઘડીકમાં મોટા થઈ જાય અને લોકો એમને પૂજવા લાગે છે. વેપાર-ધંધામાં પણ એવી ચડતીપડતી ચાલ્યા કરે છે. આજે જેની બોલબાલા હોય તેને કાલે હાથ લાંબો કરવાનો પ્રસંગ આવે છે. એવે વખતે કેટલાક માણસોને પોતે ભૂતકાળમાં કરેલા ઉપકાર માટે પસ્તાવો થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં અને નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો ચાલ્યાં જતાં માણસ વિમાસણમાં પડી જાય છે. “મારી જમાવેલી પેઢી છે, પણ આજે મારા દીકરાઓ આગળ પેઢીમાં મારું કશું ચાલતું નથી એવી ખાનગીમાં ફરિયાદ કરનારાઓ સાંભળવા મળશે. “મારા ભત્રીજાઓને ધંધો શિખવાડ્યો અને બધો વિશ્વાસ મૂકી દીધો, પણ છેવટે મારી જ દુકાન તેઓએ પચાવી પાડી અને મને ઘરભેગો કરી દીધો.” “રાતદિવસ કાળી મજૂરી કરી ભિખારીમાંથી હું બાદશાહ બન્યો અને મારા દીકરાએ દારૂ, રેસ અને સ્ત્રીઓમાં પૈસા વેડફી નાખીને મને પાછો ભિખારી બનાવી દીધો.” “મારી પત્ની બધાં ઘરેણાં લઈને ભાગી ગઈ. “ “મારો સગો સાળો મારા નામની ખોટી સહી કરીને મારા શેર વેચી આવ્યો.” – ધનહરણની આવી આવી તો અનેક ફરિયાદો દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે સતત સંભળાયા કરે છે. જગતની વ્યવસ્થા એવી નથી કે માણસ પોતે કમાયેલું ધન પોતાના જીવનના અંત સુધીમાં બધું જ પૂરું વાપરી શકે. કોઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy