________________
-
-
-
વિરપ્રભુનાં વચનો - ભાગ ૧ વિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, ચિત્રકલા, વસ્તૃત્વકલા, આયુર્વેદ, કાવ્યાલંકારશાસ્ત્ર, ભાષા-વ્યાકરણ વગેરેમાં રસ પડે છે. પણ પછી તેઓ એમાં એટલા બધા ખેંચાઈ જાય છે અને એમાં ડૂબી જાય છે કે મોક્ષમાર્ગની પોતાની સાધના ચૂકી જાય છે. વ્યવહારુ અપેક્ષાએ ઉપયોગી એવાં શાસ્ત્રો પણ મોક્ષાભિલાષી, આત્મજ્ઞાન તરફ આગળ વધતા મહાત્માઓ માટે નિરર્થક બનવા સંભવ છે.
સતત જાગ્રત રહેવાનું સરળ નથી. પ્રમાદ તો એમાં કામ કરી જ જાય છે, પરંતુ ક્યારેક ગૃહસ્થો કે સાધુ ભગવંતોના જીવનમાં પૂર્વબદ્ધ કર્મના ઉદયે એવી ઘટનાઓ બને છે કે જે એમના હાથમાં રહેતી નથી. તેવે વખતે નિરર્થક વાતો કે વિષયોમાં ઘણો સમય બરબાદ થઈ જાય છે. પરંતુ એવે વખતે પણ જાગ્રત વ્યક્તિઓ, બાહ્ય ઘટના સાથે પ્રવાહપતિત બનવા છતાં એમનું જોડાણ તો આત્મભાવમાં જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org