SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ आयंकदंसी न करेइ पावं [ આતંકદર્શી પાપ કરતો નથી] ભગવાન મહાવીરે કહ્યું છે કે મયંવંસી ન જે પાવો (આચારાંગ સૂત્ર ૧/૩૨). અર્થાત્ આતંકદર્શી પાપ કરતો નથી. પ્રાકૃત ગાયં શબ્દનો સંસ્કૃત શબ્દ છે માતં. આજકાલ આતંક શબ્દ બહુ વપરાય છે, કારણ કે વર્તમાન સમયમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દુનિયાભરમાં પ્રસરી ગઈ છે. આતંક શબ્દનો અર્થ થાય છે ભય, ત્રાસ, અત્યાચાર, દુ:ખ, પીડા, રોગ વગેરે. આતંકદર્શી એટલે દુઃખના સ્વરૂપને જાણનારો, સમજનારો. દુનિયામાં આતંકવાદીઓ ઘણા છે, આતંકદર્શીઓ બહુ ઓછા છે. આતંકવાદીઓ ધોર પાપની પ્રવૃત્તિ ચલાવે છે. આતંકદર્શીઓ પાપ કરતા નથી; પાપ કેમ થાય છે અને તેનાં કેવાં કેવાં માઠાં ભયંકર પરિણામો આવે છે તે એ સમજે છે. એટલે તેઓ પાપ કરતાં અટકી જાય છે. જગતમાં પુણ્ય અને પાપની ઘટમાળ સતત ચાલતી રહે છે. શુભાશુભ કર્મ બંધાતાં રહે છે. એ કર્મોનાં ફળરૂપ માણસને સુખદુઃખ ભોગવવાં પડે છે. એ વખતે ફરીથી પાછાં નવાં કર્મ બંધાય છે. એક ક્ષણ પણ એવી જતી નથી કે જ્યારે મન, વચન અને કાયાથી કોઈ ને કોઈ કર્મ બંધાતું ન હોય. પરંતુ સાચા મુમુક્ષુ જીવો નવાં ભારે કર્મ ઓછાં બાંધે છે અને જૂનાં કર્મો ખપાવતા જાય છે. એ જ ભવમાં મુક્તિ મેળવનારા જીવોનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy