________________
-
-
-
-
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કર્મો ઉત્તરોત્તર ક્ષીણ થતાં જાય છે અને નવાં કર્મો હળવા પ્રકારનાં અને નહિવત્ બંધાય છે, પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સપડાયેલા જીવો તો સતત નાનાંમોટાં પાપ કરતા રહે છે.
પાપની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે નામં ય પાપમ્ | (અશુભ કર્મ તે પાપ છે), પતિત નરરિસ્થિતિ પાપમ્ ! (નરકાદિ દુર્ગતિમાં જે પાડે છે તે પાપ છે) અથવા પાસપતિ પતિથતિ વા પાપ (જે જીવને બંધનમાં નાખે છે અથવા પાડે છે તે પાપ છે.)
હિંદુ ધર્મ પ્રમાણે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુસ્ત્રીગમન એ ચારને મોટાં પાપ ગણવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં લખ્યું છે :
ब्रह्महत्या सुरापानं स्तेयं गुर्वंगनागमः ।
महान्ति पातकान्याहुः संसर्गश्चापि ते सहः ॥ હિંદુ ધર્મમાં અન્ય રીતે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા અને ગૌહત્યા એ ચારને મોટાં પાપ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તો નીતિવાક્યામૃત'માં તરત ફળ આપવાવાળાં ત્રણ મોટાં પાપ તરીકે સ્વામીદ્રોહ, સ્ત્રીવધ અને બાલવધને ગણાવવામાં આવ્યાં છે. ત્રીજી પતિનિ સંઘઃ હન્તિ - स्वामिद्रोहः, स्त्रीवधो बालवधश्चेति ।
મનુસ્મૃતિમાં પાપના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ મુખ્ય પ્રકાર બતાવી, એ પ્રત્યેક પ્રકારનાં એવાં મુખ્ય પાપો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે :
• परद्रव्येष्वभिध्यानं मनसानिष्टचिन्तनम् । वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org